Goto Naviagation👇

વડોદરાના રાજગવૈયા દેવીદાસ વૈરાગી સાથે ભોગાવો તટે શ્રીહરિની મુલાકાત, રોઝા ઘોડાની ગરુડવેગી ચાલ અને દેવીદાસના અંતરમાં અંકિત થયેલી અસવાર માધુરી.

વડોદરાના ગાયકવાડ નરેશ મહારાજા સયાજીરાવના દરબારમાં દેવીદાસ નામના રાધાવલ્લભીય વૈરાગી રાજગવૈયા તરીકે રહેતા હતા. તેઓ શાસ્ત્રીય સુગમ સંગીતના અદ્વિતીય જાણકાર હતા, જેથી મહારાજા પ્રસંગોપાત તેમનું ગાન સાંભળી રાજપારિતોષિક આપી સન્માનિત કરતા.

એક સમયે દેવીદાસ વૈરાગી ઘોડે સવાર થઈ વડોદરાથી દ્વારિકાધીશના દર્શને જતા હતા. ધોળકા નજીક સરગવાળા ગામથી દોઢેક ગાઉના અંતરે ભોગાવો નદીના પટમાં શ્રીજીમહારાજ પોતાના તેજસ્વી રોઝા ઘોડે અસવાર થઈ પધારતા હતા. ત્યાં દેવીદાસનો શ્રીહરિ સાથે મેળાપ થયો. નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીહરિવિચરણમાં નોંધ્યું છે: “હડાલા સમાની સરગવાળા, તિયાં ગયે હે જનપ્રતિપાળા..!!”

દેવીદાસ શ્રીહરિને ઓળખી ગયા અને પ્રણામ કર્યા. પ્રભુએ તેમને કહ્યું, “તમે ગઢપુર પાંચ દિવસ પધારજો; તમે સરસ ગાન કરો છો, અમને તમારું ગાન સાંભળવાની ઘણી ઇચ્છા છે. તમારો તમામ ખર્ચ અમે આપીશું.” આમ વાતો કરતાં કરતાં સમથળ માર્ગ આવતાં શ્રીહરિએ રોઝા ઘોડાને પૂરઝડપે રેવાળ ચાલે દોડાવ્યો. દેવીદાસે પણ પોતાના ઘોડાને પેંગડું મારી શ્રીહરિના અશ્વ સાથે સરસાઈ કરવા પ્રયત્ન કર્યો. શ્રીહરિએ રમતિયાળ ભાવે રોઝાને એવી ગતિ આપી કે જાણે કમાનમાંથી તીર છૂટ્યું હોય કે આકાશમાંથી તારો ખર્યો હોય, રોઝો ગરુડવેગે પવન સાથે વાતો કરવા લાગ્યો!

એકાદ ગાઉ આગળ જઈ શ્રીહરિ વૃક્ષની છાયામાં ઊભા રહ્યા. થોડીવારે દેવીદાસ ત્યાં પહોંચ્યા અને રોઝા ઘોડાને એકીટશે જોઈ રહ્યા! પોતાના ઘોડેથી નીચે ઊતરી દેવીદાસ રોઝાની કેશવાળી પર હાથ ફેરવવા લાગ્યા અને ચુંબન કરતાં બોલ્યા: “પ્રભુ! આ અશ્વના તોલ બરાબર રૂપિયા ગણી આપીએ તો પણ ઓછા પડે! સમગ્ર સંસારમાં આવો દિવ્ય અશ્વ ક્યાંય ન મળે! એની ચાલ, એની મથરાવટી અને એના ચારેય ડાબલાની ઘણક હું જીવીશ ત્યાં સુધી મારા અંતરમાં ગૂંજતી રહેશે! અને આપ પણ આ અશ્વ પર ખરેખરા શોભો છો—આપ સાચા અશ્વવિદ્ છો!”

ત્યારબાદ શ્રીહરિ સરગવાળા પહોંચી ‘નમો નારાયણ’ કહી કમીયાળા પધાર્યા. દેવીદાસ વૈરાગીના હૃદયમાં રોઝા ઘોડાની રમણીય ચાલ અને શ્રીહરિની અસવાર માધુરી સદાકાળ માટે અંકિત થઈ ગઈ.

  • શ્રીહરિચરિત્રામૃત સાગર પૂર ૨૬ તરંગ ૪૪ માંથી…

Goto Naviagation👇

Hindi

ભોગાવો નદીના તટે દેવીદાસ વૈરાગી અને શ્રીહરિના રોઝા ઘોડાની અદ્ભુત અસવારી

वडोदरा के गायकवाड़ नरेश महाराजा सयाजीराव के राजदरबार में देवीदास नामक सुप्रसिद्ध राघावल्लभीय वैरागी संगीतज्ञ रहते थे। वे शास्त्रीय सुगम संगीत के प्रकांड विद्वान थे।

एक बार देवीदास घोड़े पर सवार होकर वडोदरा से द्वारिकाधीश के दर्शन हेतु जा रहे थे। धोळका के निकट सरगवाळा ग्राम के पास भोगावो नदी के तट पर श्रीजीमहाराज अपने प्रसिद्ध ‘रोज़ा’ घोड़े पर सवार होकर पधार रहे थे। वहां देवीदास का श्रीहरि से मिलन हुआ।

प्रभु के दर्शन कर देवीदास ने नमन किया। श्रीहरि ने उन्हें गढपुर आने का निमंत्रण दिया कि वे उनका शास्त्रीय गायन सुनना चाहते हैं। आगे समतल भूमि आते ही श्रीजीमहाराज ने रोज़ा घोड़े को द्रुत गति से दौड़ाया। देवीदास ने भी अपने अश्व को गति देकर श्रीहरि के अश्व से आगे निकलने का प्रयास किया। प्रभु ने किंचित संकेत किया तो रोज़ा घोड़ा कमान से छूटे बाण की भांति गरुड़-वेग से दौड़ने लगा और पलक झपकते ही बहुत आगे निकल गया!

एक कोस आगे एक वृक्ष की छाया में श्रीहरि रुके। देवीदास जब वहां पहुंचे तो विस्मय से रोज़ा घोड़े को निहारते रह गए। वे अपने घोड़े से उतरकर रोज़ा की गर्दन सहलाने लगे और भावविभोर होकर बोले: “प्रभो! इस दिव्य अश्व के वजन बराबर भी यदि स्वर्णमुद्राएं दी जाएं तो कम हैं! इसकी चाल, रूप-रंग और इसके खुरों की मधुर ध्वनि जीवनभर मेरे हृदय में गूंजती रहेगी। और इस अश्व पर आप ही साक्षात शोभित होते हैं!”

इसके पश्चात श्रीहरि सरगवाळा पहुंचकर ‘नमो नारायण’ कहकर कमियाळा की ओर प्रस्थान कर गए। देवीदास के अंतःकरण में प्रभु की अश्वारोहण माधुरी सदैव के लिए अंकित हो गई।

  • श्रीहरिचरित्रामृत सागर पुर २६ तरंग ४४ से…

Goto Naviagation👇

English

Dholka Sargavala Devidas Vairagi Rozo Horse

In the royal court of Maharaja Sayajirao Gaekwad of Vadodara, there lived a celebrated court musician named Devidas, a Radhavallabhi ascetic who possessed exceptional mastery over classical vocal music.

Once, riding alone on horseback from Vadodara toward Dwarka to have darshan of Lord Dwarkadhish, Devidas reached the sandy banks of the Bhogavo river near Sargavala village, close to Dholka. There, Bhagwan Swaminarayan appeared, magnificently mounted on His famed divine steed, Rozo. Devidas immediately recognized the Lord and offered his humble prostrations.

Engaging in gracious conversation, Shreehari warmly invited him: “Please visit Gadhpur for five days; you sing exquisitely, and We have a deep fondness to listen to your classical devotion. We shall gladly bear all your traveling expenses.” As they reached a stretch of level ground, Shreehari let Rozo break into a swift, effortless trot (revaad). Seeing this, Devidas spurred his own horse, attempting to race alongside. Knowing Devidas’s playful competitive desire, Shreehari unleashed Rozo. Moving like an arrow released from a taut bow or a meteor blazing across the sky, Rozo galloped with the velocity of Garuda!

Stopping under the pleasant shade of a leafy tree a mile ahead, Shreehari waited. When Devidas arrived, he was spellbound. Dismounting, he caressed and kissed Rozo’s mane in utter wonder, exclaiming: “O Lord! Even if this steed were weighed against stacks of silver and gold, it would fall short of his true worth! In the entire cosmos, such a divine horse cannot be found. His rhythmic trot, majestic posture, and the thunderous beat of his hooves will remain permanently etched in my soul as long as I live! And You appear supremely glorious atop him—truly a divine equestrian master!”

Riding together up to Sargavala, Shreehari greeted him with “Namo Narayan” and proceeded toward Kamiyala, leaving the captivating memory of the divine equestrian forever enshrined in Devidas’s heart.

  • Extracted from Shreehari Charitramrut Sagar, Pur 26, Tarang 44…