Goto Naviagation👇

તીર્થરૂપ મેંથાણ ગામના હરિભક્ત હરજી પટેલ, પુત્ર પીતાંબરભાઈની સાધુ દીક્ષા (પીતાંબરાનંદ સ્વામી) અને તેમના ત્રણ પુત્રો પ્રજ્ઞાનંદ, નિઃસ્વાદાનંદ અને ત્રિગુણાતીતાનંદ સ્વામીનું સમર્પણ.

શ્રીજીમહારાજના નંદસંતોના વિરાટ મંડળમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં સદગુરુ પ્રજ્ઞાનંદ સ્વામી એક તેજસ્વી, નિઃસ્વાર્થ અને અતિ સેવાભાવી સંત તરીકે શોભતા હતા. તેમનો જન્મ તીર્થરૂપ મેંથાણ ગામમાં થયો હતો. દુર્વાસા ઋષિના વરદાનરૂપી પ્રભાવથી મેંથાણ ગામમાંથી શ્રીહરિના સમયમાં કુલ ૧૩ નંદસંતો પ્રગટ થયા હતા, તેથી શ્રીજીમહારાજને મેંથાણના ભક્તો પ્રત્યે અપાર હેત હતું.

મેંથાણમાં હરજી પટેલ (હીરા પટેલ) નામના શૂરવીર પ્રેમીભક્ત રહેતા હતા. તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવતા. તેમને જીવરાજભાઈ અને પીતાંબરભાઈ નામે બે પુત્રો હતા. પીતાંબરભાઈ સંસારી હોવા છતાં સંસાર પ્રત્યે પૂર્ણ વિરક્ત હતા. તેઓ શ્રીજીમહારાજના શરણે આવી સાધુ થયા અને શ્રીહરિએ તેમનું નામ ‘પીતાંબરાનંદ સ્વામી’ રાખ્યું.

સમય જતાં પીતાંબરાનંદ સ્વામીના ત્રણ પુત્રોને પણ દાદા હરજીભાઈના સત્સંગ અને સંત સમાગમથી વૈરાગ્યનો રંગ લાગ્યો. ત્રણેય ભાઈઓએ શ્રીહરિ પાસે જઈને સાધુ થવાની અદમ્ય અભિલાષા વ્યક્ત કરી. ત્યારે શ્રીજીમહારાજ અતિ રાજી થઈ સભા સમક્ષ બોલ્યા: “સિંહના તો સિંહ જ હોય ને!” શ્રીહરિએ ત્રણેય ભાઈઓને ભાગવતી દીક્ષા આપી ‘પ્રજ્ઞાનંદ સ્વામી’, ‘નિઃસ્વાદાનંદ સ્વામી’ અને ‘ત્રિગુણાતીતાનંદ સ્વામી’ નામ ધારણ કરાવ્યા.

પ્રજ્ઞાનંદ સ્વામી સદગુરુ નિત્યાનંદ સ્વામીના શિષ્યભાવે રહી તેમની સેવામાં જિંદગી સમર્પિત કરી. તેઓ નિર્માની અને નિખાલસ રહી વડતાલ તથા વિચરણમાં સત્સંગનો પ્રસાર કરતા. જ્યારે તેમના બે સગા ભાઈઓ—નિઃસ્વાદાનંદ સ્વામી અને ત્રિગુણાતીતાનંદ સ્વામી ગઢપુરમાં રહી શ્રી ગોપીનાથજી મહારાજના કોઠારની જીવનભર નિષ્કામ સેવા કરતા. આ બંને સંતોને શ્રીહરિના એક-એક હજાર કીર્તન પદો કંઠસ્થ હતા.

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૭માં મેંથાણના આ ધન્ય પરિવારનું સ્મરણ કરતાં લખ્યું છે: “જીવો કૃષ્ણને પ્રાગો પંચાણ, ગોવો હિરો માવો ભલો જાણ્ય..! નાથો વેલો કેશવજી ભાણો, હરિભકત કોળી એક રાણો..!! એહાદિ જન મેથાણ માંઇ, ભરાડા માં મુક્ત મોતીબાઇ..!”

  • શ્રીભક્તચિંતામણી અને નંદસંતોના જીવન ચરિત્રમાંથી…

Goto Naviagation👇

Hindi

મેંથાણમાં હરજી પટેલ, પિતા-પુત્રોની સાધુ દીક્ષા અને સદગુરુ પ્રજ્ઞાનંદ સ્વામી

श्रीजीमहाराज के नंदसंतों के विशाल आकाश में सद्गुरु नित्यानंद स्वामी के मंडल में सद्गुरु प्रज्ञानंद स्वामी एक अत्यंत निष्काम, सेवाभावी और समर्पित संत थे। उनका जन्म पावन मेथाण ग्राम में हुआ था। दुर्वासा ऋषि के शाप-वरदान के प्रभाववश मेथाण भूमि से कुल १३ नंदसंत प्रकट हुए थे, जिससे श्रीहरि को मेथाण के भक्तों पर विशेष स्नेह था।

मेथाण में हरजी पटेल (हीरा पटेल) नामक शूरवीर भक्त रहते थे। उनके पुत्र पीतांबरभाई सांसारिक जीवन में रहते हुए भी परम विरक्त थे। उन्होंने श्रीजीमहाराज के चरणों में समर्पित होकर दीक्षा ग्रहण की और ‘पीतांबराानंद स्वामी’ नाम पाया।

कालांतर में पीतांबराानंद स्वामी के तीनों पुत्रों ने अपने दादा हरजीभाई के सत्संग प्रभाव से श्रीहरि के सम्मुख साधु बनने की तीव्र प्रार्थना की। तब श्रीजीमहाराज ने अत्यंत प्रसन्न होकर भरी सभा में कहा: “सिंह के तो सिंह ही होते हैं!” प्रभु ने तीनों भाइयों को भगवती दीक्षा देकर ‘प्रज्ञानंद स्वामी’, ‘निःस्वादानंद स्वामी’ और ‘त्रिगुणातीतानंद स्वामी’ नाम प्रदान किए।

प्रज्ञानंद स्वामी सद्गुरु नित्यानंद स्वामी के शिष्य रूप में वडताल रहकर उनकी अनन्य सेवा करते रहे। वहीं उनके दोनों सगे भाई—निःस्वादानंद स्वामी और त्रिगुणातीतानंद स्वामी गढपुर में रहकर जीवनपर्यन्त श्री गोपीनाथजी महाराज के भंडार-कोठार की निष्काम सेवा करते रहे। इन दोनों संतों को एक-एक हजार कीर्तन कंठस्थ थे।

सद्गुरु निष्कुलानंद स्वामी ने भक्तचिंतामणि के प्रकरण ११७ में मेथाण के इन अनन्य भक्तों का गुणगान किया है।

  • श्रीभक्तचिंतामणि एवं नंदसंत चरित्र से…

Goto Naviagation👇

English

Methan Sadguru Pragyanand Swami Harji Patel

Among the brilliant galaxy of Bhagwan Swaminarayan’s paramhansas, Sadguru Pragyanand Swami stood out as an embodiment of humility, selflessness, and dedicated service in Sadguru Nityanand Swami’s mandal. He was born in the sacred village of Methan, which held a unique spiritual distinction: owing to the ancient curse-boon of Sage Durvasa, thirteen sublime Nand saints manifested from this single village, making it exceptionally dear to Shreehari.

In Methan lived Harji Patel (also known as Hira Patel), a stalwart and loving devotee who farmed for his livelihood. His son, Pitambarbhai, though married and having a family, harbored profound spiritual dispassion (vairagya). Renouncing the household life, he sought refuge at Shreeji Maharaj’s lotus feet and was initiated as Sadguru Pitambaranand Swami.

In time, Pitambaranand Swami’s three young sons, profoundly influenced by their pious grandfather Harji Patel and the holy association of visiting sadhus, felt an overwhelming desire to embrace monastic renunciation. They approached Shreehari in assembly, offering their lives in divine service. Beaming with joy, Shreeji Maharaj proclaimed to the assembly: “A lion’s offspring can only be lions!” Shreehari granted them ascetic initiation, naming them Sadguru Pragyanand Swami, Sadguru Niswadanand Swami, and Sadguru Trigunatitanand Swami.

Pragyanand Swami dedicated his life as an obedient disciple of Sadguru Nityanand Swami, serving him tirelessly in Vadtal and during rigorous regional preaching tours. Meanwhile, his two brothers, Niswadanand Swami and Trigunatitanand Swami, resided in Gadhpur, rendering lifelong, humble service in managing the storehouse (kothar) of Shree Gopinathji Maharaj. Remarkably, each brother had memorized over a thousand devotional kirtans by heart.

Sadguru Nishkulanand Swami immortalized the elevated devotion of this family in chapter 117 of the Bhaktachintamani: “Jivo, Krishna, Prago, Panchan; Govo, Hiro, Mavo bhalo jaan…”

  • Extracted from Bhaktachintamani and Biographies of Nand Saints…