Goto Naviagation👇

ચૂડા-વેજળકાના હજાર વીઘાના જમીનદાર બ્રાહ્મણ ભીમ પંડ્યાની સંતો માટે ડાંગ સાથે શૂરવીરતા, અધિકારીનો ગર્વભંગ, વેજળકા મંદિર નિર્માણ અને કરમડ અન્નકૂટ સેવા.

શ્રીહરિના સખા સુરા ખાચરના લોયા પાસે આવેલા ચૂડા અને વેજળકા ગામમાં શ્રીહરિના શૂરવીર અને નીતિપ્રિય ભક્ત ભીમ પંડ્યા રહેતા હતા. તેઓ જ્ઞાતિએ બ્રાહ્મણ હોવા છતાં વેજળકા ગામમાં એક હજાર વીઘા જમીનના માલિક અને કર્મઠ ખેડૂત હતા. તેઓ ત્રિકાળ સંધ્યા અને પાંચ માનસી પૂજા નિયમિત કરતા.

એકવખતે સદગુરુ સિદ્ધાનંદ સ્વામી સંત મંડળ સાથે નાગનેશ પધાર્યા. ભીમ પંડ્યાને ખબર પડતાં તેમણે વેજળકાની ધર્મશાળા સાફ કરાવી સંતો માટે ઉતારો તૈયાર કરાવવા માંડ્યો. તે સમયે ચૂડા દરબારનો અહંકારી વહીવટી અધિકારી મહેતા ત્યાં આવ્યો. તેણે માન્યું કે આ વ્યવસ્થા તેના માટે થાય છે, પરંતુ જ્યારે જાણ્યું કે આ તો સ્વામિનારાયણના સાધુઓ માટે છે, ત્યારે તેણે અહંકારમાં આવી સંતોને ઉતારો આપવાની ના પાડી!

ભીમ પંડ્યાએ તુરંત પોતાના પુત્ર નરભેરામને નાગનેશ મોકલી સદગુરુ સિદ્ધાનંદ સ્વામીને આદરપૂર્વક વેજળકા તેડાવ્યા અને ધર્મશાળામાં ઉતારો કરાવ્યો. ત્યારબાદ ભીમ પંડ્યા હાથમાં કડિયાળી ડાંગ (લાઠી) લઈને પેલા અધિકારી સામે ગયા અને ગર્જના કરી: “સાંભળ મહેતા! આ ગામમાં જેમ તારા ચૂડા દરબારની ૧૦૦૦ વીઘા જમીન છે, તેમ મારી પણ આ જ ગામમાં ૧૦૦૦ વીઘા જમીન છે! આ ધર્મશાળા પર મારો પણ અડધોઅડધ હક છે. આ સંતો અહીં જ રહેશે; જો તારે કોઈ વાંધો હોય તો મારી આ ડાંગ સગી નહીં થાય!” ભીમ પંડ્યાનું રૌદ્ર શૂરવીર સ્વરૂપ જોઈ અભિમાની અધિકારી ચુપચાપ ચૂડા ભાગી ગયો.

ભીમ પંડ્યાએ આઠ દિવસ સંતોને રાખી જમાડ્યા. ત્યારબાદ ચૂડા દરબાર સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરી. ચૂડા દરબાર અને રાણીશ્રી ભીમ પંડ્યાની સચ્ચાઈ અને શૂરવીરતા પર રાજી થયા અને રાજ્યના ખર્ચે વેજળકામાં મંદિર માટે જમીન અને ભંડોળ મંજૂર કર્યું! આ જ ભીમ પંડ્યાએ કરમડમાં ફૂલીબાંના દરબારમાં શ્રીહરિએ કરેલા અન્નકૂટોત્સવમાં નાગનેશના ડોસા કંદોઈ સાથે મળી ઉત્તમ પાકવાન-મિષ્ટાન્ન રાંધી શ્રીહરિને અતિ પ્રસન્ન કર્યા હતા.

  • શ્રીહરિલીલામૃત કળશ ૮ વિશ્રામ ૫૪ માંથી…

Goto Naviagation👇

Hindi

ચૂડા-વેજળકાના ભીમ પંડ્યાની સંતપક્ષે શૂરવીરતા, અધિકારી મહેતાનો ગર્વભંગ અને વેજળકા મંદિર

चूड़ा-वेजळका गाँव में एक हज़ार बीघा भूमि के स्वामी ब्राह्मण भक्त भीम पंड्या रहते थे। वे नियम-धर्म के पक्के और परम शूरवीर सत्संगी थे।

एक बार सद्गुरु सिद्धानंद स्वामी संतों सहित पधारे। भीम पंड्या ने गाँव की धर्मशाला स्वच्छ करवाकर संतों के विश्राम की व्यवस्था की। चूड़ा दरबार के अहंकारी अधिकारी मेहता ने साधुओं को वहाँ ठहराने का विरोध किया। भीम पंड्या ने अपने पुत्र को भेजकर संतों को ससम्मान बुलवाया और स्वयं लाठी लेकर अधिकारी के सम्मुख जाकर ललकारा: “इस गाँव में जितनी भूमि दरबार की है, उतनी ही मेरी भी है! यह धर्मशाला साझी है और संत यहीं ठहरेंगे। यदि विरोध किया तो मेरी लाठी उत्तर देगी!” अधिकारी भयभीत होकर भाग गया।

भीम पंड्या ने संतों की आठ दिन तक सेवा की। कालांतर में चूड़ा दरबार ने उनकी धर्मनिष्ठा से प्रसन्न होकर वेजळका में मंदिर निर्माण हेतु भूमि और धन स्वीकृत किया। इन्हीं भीम पंड्या ने करमड में अन्नकूट के समय उत्तम मिष्ठान्न बनाकर श्रीहरि को परम तृप्त किया था।

  • श्रीहरिलीलामृत कलश ८ विश्राम ५४ से…

Goto Naviagation👇

English

Chuda Vejalka Bhim Pandya Shoorveer Santpaksh

In the villages of Chuda and Vejalka near Loya, lived Bhim Pandya, an exemplary Brahmin devotee renowned for his moral rectitude and martial valor. Despite his priestly lineage, he was an industrious agriculturist owning one thousand bighas of prime fertile land in Vejalka, unfailingly observing thrice-daily Vedic prayers (trikaal sandhya) and five meditative devotions (manasi puja).

When Sadguru Siddhanand Swami arrived in nearby Nagnesh with his monastic retinue, Bhim Pandya had the village community inn (dharamsala) cleaned and prepared for the holy ascetics. At that moment, an arrogant administrative officer (Mehta) representing the ruler of Chuda arrived. Presuming the lavish preparations were for him, he took grave offense upon discovering that the quarters were intended for Swaminarayan sadhus, arrogantly forbidding their entry.

Undaunted, Bhim Pandya dispatched his son Narbheram to escort Sadguru Siddhanand Swami with all honors to Vejalka, installing them in the inn. Gripping his heavy brass-ringed wooden staff (dāng), Bhim Pandya confronted the haughty official and roared: “Listen carefully, Mehta! Just as your Chuda Darbar owns a thousand bighas in this township, I too own an equal thousand bighas! My title to this public inn is equal to the king’s! These holy saints shall reside right here. If you dare raise a single objection, my staff shall settle the dispute!” Intimidated by the fearless warrior-devotee, the official fled silently to Chuda.

Bhim Pandya hosted the sadhus for eight days with lavish hospitality. Later, he personally presented the matter before the ruler of Chuda. Admiring Bhim Pandya’s integrity and valor, the King and Queen officially sanctioned land and state funds to construct a grand mandir in Vejalka! Later, during the grand Annakut organized by Shreehari at Fuliba’s estate in Karamada, Bhim Pandya collaborated with master confectioner Doso Kandoi to cook exquisite sweets that earned Shreehari’s highest praise.

  • Extracted from Shreehari Leelamrut, Kalash 8, Vishram 54…