Goto Naviagation👇

સંવત ૧૮૬૨માં માણસામાં હાથીની અંબાડીએ શ્રીહરિનું ભવ્ય સામૈયું, ઠાકોર અણદાભાઈનો અપાર પ્રેમ, બેચર ચૌધરીનું અક્ષરધામ ગમન અને ઈડરના રાજાના પુરોહિતને દર્શન.

સંવત ૧૮૬૨માં શ્રીહરિ સર્વ સંતો, ભક્તો અને પાર્ષદો સાથે સિદ્ધપુરમાંથી માણસા પધાર્યા. માણસાના ધર્મપ્રેમી ઠાકોર અણદાભાઈ, સબળસિંહજી અને ભરતસિંહજીને સમાચાર મળતાં જ હાથીની અંબાડીઓ, અશ્વો, પાલખીઓ અને પાયદળ સાથે શ્રીહરિનું ભવ્યાતિભવ્ય સામૈયું કરવા પાદરે પહોંચ્યા. શ્રીહરિએ ગોંડલના સરળ સ્વભાવી રાજકુમાર હઠીસિંહને પોતાની સાથે હાથીની અંબાડી પર બેસાર્યા. ઠાકોર અણદાભાઈ સ્વયં શ્રીહરિ પર ચામર ઢોળતા હતા.

સમગ્ર માણસા નગરમાં આસોપાલવના તોરણો બાંધવામાં આવ્યા હતા અને નગરજનોએ ઘરેઘરે દીપમાળા પ્રગટાવી હતી. અટારીઓમાંથી સ્ત્રીઓએ પુષ્પ અને અક્ષતથી પ્રભુને વધાવ્યા. ઠાકોર અણદાભાઈએ પોતાના રાજદરબારમાં શ્રીહરિને પધરાવી કેસર-ચંદનથી અર્ચા કરી, નવરંગી શાલ અને કિંમતી હાર ધરાવ્યા. સંતો-પાર્ષદોનું પણ વસ્ત્રદાનથી બહુમાન કર્યું. શ્રીહરિ દરબારગઢમાં રાતવાસો કરી કથાવાર્તાનો દિવ્ય લાભ આપી આગળ કરજીસણ પધાર્યા.

તે સમયે માણસાના હરિભક્ત બેચર ચૌધરીનો અંતકાળ નજીક આવતાં પરમભક્ત નરસિંહભાઈ વિપ્રે તેમને વર્તમાન ધરાવી શ્રીહરિમાં ચિત્ત જોડવા કહ્યું. થોડીવારમાં શ્રીહરિ દિવ્ય રથ લઈને મુક્તો સહિત બેચર ચૌધરીને તેડવા પધાર્યા! ખાટલે સૂતેલા બેચર ચૌધરી બોલી ઊઠ્યા: “જે અણદાભાઈના દરબારમાં હાથીની અંબાડીએ પધારેલા, એ જ સ્વામિનારાયણ પ્રભુ મને તેડવા આવ્યા છે!” એમ કહી તેમણે દેહત્યાગ કરી અક્ષરધામ પ્રાપ્ત કર્યું.

ત્યારબાદ જ્યારે ઠાકોર અણદાભાઈનો અંતકાળ આવ્યો, ત્યારે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તેમની સેવામાં ઉપસ્થિત રહ્યા અને શ્રીહરિ અણદાભાઈને ધામમાં તેડી ગયા. એ જ ઘડીએ અણદાભાઈના ભાણેજ ઈડરના રાજા જુવાનસિંહે પોતાના ગોર મહારાજને ખબર પૂછવા મોકલેલા. તે બ્રાહ્મણને રસ્તામાં પચાસ કાઠી અસ્વારો સાથે શ્રીહરિ સામા મળ્યા અને દિવ્ય દર્શન આપી કહ્યું, “અમે અણદાભાઈને મળીને આવીએ છીએ, તેઓ કુશળ છે!” આમ, શ્રીહરિએ અણદાભાઈને પ્રગટ પરચો આપી અક્ષરધામનું અખંડ સુખ આપ્યું.

  • શ્રીહરિચરિત્રામૃત સાગર અને નિર્ગુણદાસ સ્વામીની વાતોમાંથી…

Goto Naviagation👇

Hindi

માણસામાં શ્રીહરિનું ભવ્ય સામૈયું, ઠાકોર અણદાભાઈની રાજભક્તિ અને બેચર ચૌધરીનો ઉદ્ધાર

संवत १८६२ में श्रीहरि सिद्धपुर से माणसा पधारे। माणसा के शासक ठाकुर अणदाभाई, सबलसिंहजी और भरतसिंहजी ने गजराज, अश्व और पालकियों के साथ प्रभु का अभूतपूर्व स्वागत (सामैया) किया। श्रीहरि ने गोंडल के भक्तराज हठीसिंह को अपनी अंबारी में साथ बैठाया और अणदाभाई स्वयं प्रभु पर चंवर ढुला रहे थे।

पूरे नगर में वंदनवार सजाए गए और पुष्पवृष्टि की गई। दरबारगढ़ में प्रभु को केसर-चंदन से पूजकर नवरंगी शाल और स्वर्ण आभूषण अर्पित किए गए। प्रभु ने रात्रि-विश्राम कर सत्संग का अनुपम सुख दिया।

उस समय गाँव के भक्त बेचर चौधरी के अंतिम समय में श्रीहरि दिव्य रथ लेकर पधारे। बेचर चौधरी ने परिजनों से कहा, “जो अणदाभाई के दरबार में हाथी की अंबारी पर आए थे, वही स्वामीनारायण भगवान मुझे धाम ले जाने पधारे हैं!” और उन्होंने देहत्याग किया।

कालांतर में जब ठाकुर अणदाभाई का अंतकाल आया, तब श्रीहरि ने उन्हें परमधाम में स्थान दिया। उसी क्षण ईडर के राजा के पुरोहित को मार्ग में पचास काठी अश्वारोहियों सहित श्रीहरि ने साक्षात् दर्शन देकर अणदाभाई के कल्याण की पुष्टि की।

  • श्रीहरिचरित्रामृत सागर एवं निर्गुणदास स्वामी की बातों से…

Goto Naviagation👇

English

Mansa Grand Samaiyu Darbar Andabhai

In Samvat 1862, Bhagwan Swaminarayan traveled from Siddhpur to the princely town of Mansa, accompanied by sadhus and devotees. Learning of the Lord’s arrival, the devout ruler of Mansa, Thakor Andabhai, alongside Sabalsinhji and Bharatsinhji, organized a monumental ceremonial reception (samaiyu) featuring caparisoned elephants, cavalry, palanquins, and infantry. Shreehari seated the humble royal prince Hathisinh of Gondal beside Him on the royal elephant’s canopy (ambadi), while Thakor Andabhai personally waved the sacred whisk (chamara) over Shreehari.

The streets of Mansa were decorated with festive torans, and townspeople lit auspicious lamps while women showered flowers and sanctified rice from balconies. Welcoming Shreehari into his palace, Andabhai anointed the Lord with saffron-sandalwood paste, adorning Him in a multicolored silk shawl and gold jewelry, while honoring all sadhus with gifts of cloth. Shreehari stayed overnight, delivering illuminating discourses before journeying on to Karjisan.

During that period, an elderly local devotee named Becher Chaudhary reached his final moments. Devotee Narsinhbhai initiated him into focused meditation upon Shreehari. Soon after, Shreehari arrived visibly in a celestial chariot to escort him! Becher Chaudhary exclaimed from his bed: “Behold! The very same Swaminarayan who rode upon the royal elephant in Andabhai’s palace has arrived to take me to His abode!” Chanting the holy name, he departed peacefully for Akshardham.

Years later, when Thakor Andabhai’s own mortal end drew near, Acharya Shree Ayodhyaprasadji Maharaj personally attended to him, and Shreehari escorted the noble ruler to Akshardham. At that exact hour, the royal priest dispatched by King Juvansinhji of Idar encountered Shreehari riding on horseback amidst fifty Kathi horsemen on the road, where the Lord granted divine darshan and declared, “We have just blessed Andabhai in Mansa; he is eternally blissful!” Thus, Shreehari bestowed everlasting spiritual beatitude upon Thakor Andabhai.

  • Extracted from Shreehari Charitramrut Sagar and Discourses of Nirgundas Swami…