કારીયાણીમાં ભગા દોશી અને સુરા ખાચર વચ્ચે મોટી ફાંદનો હળવો વિનોદ, બ્રહ્માનંદ સ્વામીની આધ્યાત્મિક સાખી અને પંદર દિવસ પેટના વળમાં સચવાયેલા સોનાના વેઢનું રમૂજી ચરિત્ર.
એક સમયે શ્રીહરિ કારીયાણીમાં બિરાજમાન હતા, ત્યારે બોટાદના પ્રતિષ્ઠિત હરિભક્ત શેઠ ભગા દોશી બપોરના સમયે ઠાકોરજી માટે ઉત્તમ થાળ લઈને દર્શનાર્થે આવ્યા. ભગા દોશી ભારે શરીરવાળા અને મોટી ફાંદ (પેટ) ધરાવતા હતા. શ્રીહરિના પરમ સખા સુરા ખાચર પણ ત્યાં બેઠા હતા.
શ્રીહરિએ રમૂજ કરતાં પૂછ્યું, “સુરા ખાચર! તમારી ફાંદ મોટી કે ભગા દોશીની?” સુરા ખાચરે હસતાં હસતાં કહ્યું, “મહારાજ! ભગા શેઠની ફાંદ તો સોનું ખાય છે, એટલે એમની જ મોટી ગણાય ને!” શ્રીહરિએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, “ફાંદ સોનું કેમ ખાય? એમાં કંઈ સમજાયું નહીં, વિગતવાર ફોડ પાડો.” સુરા ખાચર કહે, “આ રહસ્ય તો બ્રહ્માનંદ સ્વામી જાણે!” શ્રીહરિએ પાર્ષદ મોકલી બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને તેડાવ્યા. સુરા ખાચર બોલ્યા, “મહારાજ! ભગા શેઠ, બ્રહ્માનંદ સ્વામી અને ચાર આંખોવાળા નિત્યાનંદ સ્વામી—આ ત્રણેય મોટી ફાંદવાળા આવી ગયા, હવે અમને રજા આપો!”
શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, “સ્વામી! આ ચારેયમાં કોની ફાંદ મોટી અને શ્રેષ્ઠ?” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ હાથ જોડી એક અદ્ભુત આધ્યાત્મિક સાખી સંભળાવી: “એક ઉદર કંચન રાખે, એક પ્રભુ કી પાની..! એક ઉદર સાહિત્ય રાખે, એક જ્ઞાન કી ખાની..!!”
સ્વામીએ અર્થ સમજાવતાં કહ્યું કે, “ભગા શેઠનું ઉદર સુવર્ણ સાચવે છે, સુરા ખાચરનું ઉદર પ્રભુના ચરણકમળની પ્રસાદી ધારણ કરે છે, મારું ઉદર કાવ્ય-સાહિત્ય સંગ્રહે છે અને નિત્યાનંદ સ્વામીનું ઉદર જ્ઞાનનો અગાધ ભંડાર છે; પરંતુ સૌથી વધુ ભાગ્યશાળી તો સુરા ખાચર છે જેમની ફાંદ પર આપના ચરણ સ્પર્શે છે!” આ સાંભળી શ્રીહરિ અતિ પ્રસન્ન થયા.
ત્યારબાદ સુરા ખાચરે પૂછ્યું, “ભગા શેઠ! તમારી ફાંદ સોનું કેમ ખાય એ વાત તો કરો!” ભગા દોશીએ હસતાં હસતાં વિગત કહી, “મહારાજ! ગયા ઉનાળે અતિ ગરમી હોવાથી મેં માટી, છાશ, અરીઠા અને તેલ લગાવીને સ્નાન કર્યું. પછી દુકાને જઈ નામાવટી લખવા બેઠો ત્યારે હાથમાં સોનાનો કિંમતી વેઢ (વીંટી) ન દેખાયો. ઓરડામાં અને ઘરમાં ચાર દિવસ શોધ્યો પણ ન મળ્યો. પંદર દિવસ પછી જ્યારે ફરી સ્નાન કરી હજામત કરાવવા બેઠો, ત્યારે પેટના વચલા વળમાંથી એ સોનાનો વેઢ નીચે ખર્યો! આમ, મારી ફાંદે પંદર દિવસ સુધી સોનાના વેઢને સાચવી રાખ્યો હતો!”
આ સાંભળી શ્રીહરિ, સંતો અને સર્વે દરબારો હાસ્યરસમાં તરબોળ થઈ ગયા. ભગા દોશી શ્રીહરિની રજા લઈ સિગરામ જોડીને આનંદપૂર્વક બોટાદ સિધાવ્યા.
- ભક્ત આખ્યાન પ્રકરણ ૩ માંથી…
Hindi
કારીયાણીમાં ભગા દોશીની સોનાની વીંટી, સુરા ખાચરનો વિનોદ અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની અમર સાખી
एक समय श्रीहरि कारियाणी में विराजमान थे। उस समय बोटाद के प्रतिष्ठित भक्त सेठ भगा दोशी दोपहर के समय प्रभु के लिए सुंदर थाल लेकर दर्शनार्थ पधारे। भगा दोशी भारी शरीर और बड़े उदर (फांद) वाले थे। श्रीहरि के अनन्य सखा सुरा खाचर भी समीप ही बैठे थे।
श्रीहरि ने विनोद करते हुए पूछा, “सुरा खाचर! आपकी फांद बड़ी है या भगा दोशी की?” सुरा खाचर ने हंसते हुए उत्तर दिया, “महाराज! भगा सेठ की फांद तो सोना खाती है, अतः उन्हीं की बड़ी है!” श्रीहरि ने पूछा, “पेट सोना कैसे खाता है? ज़रा विस्तार से समझाइए।” सुरा खाचर बोले, “यह रहस्य तो ब्रह्मानंद स्वामी ही बता सकते हैं!” प्रभु ने ब्रह्मानंद स्वामी और नित्यानंद स्वामी को बुलवाया।
जब श्रीहरि ने पूछा कि इन चारों में किसकी फांद सर्वश्रेष्ठ है, तब सद्गुरु ब्रह्मानंद स्वामी ने हाथ जोड़कर यह अद्भुत साखी सुनाई: “एक उदर कंचन राखे, एक प्रभु की पानी..! एक उदर साहित्य राखे, एक ज्ञान की खानी..!!”
स्वामीजी ने भावार्थ समझाया: “भगा सेठ का उदर स्वर्ण को संभालता है, सुरा खाचर का उदर प्रभु के चरणकमल धारण करता है, मेरा उदर काव्य-साहित्य का संग्रह करता है और नित्यानंद स्वामी का उदर ज्ञान का अथाह भंडार है; किंतु सबसे अधिक भाग्यशाली सुरा खाचर हैं जिन पर प्रभु के चरण स्पर्श करते हैं!” यह सुनकर श्रीहरि अत्यंत प्रसन्न हुए।
तत्पश्चात भगा दोशी ने अपनी सोने की अंगूठी का रोचक प्रसंग सुनाया: “महाराज! गत ग्रीष्मकाल में मिट्टी, छाछ और तेल लगाकर स्नान करते समय मेरे हाथ की बहुमूल्य स्वर्ण मुद्रिका (वेढ) खो गई। पंद्रह दिनों तक सर्वत्र ढूँढने पर भी नहीं मिली। पंद्रह दिन बाद जब मैं पुनः स्नान करने बैठा, तो पेट की सिलवटों में से वह सोने की अंगूठी नीचे गिरी! इस प्रकार मेरे उदर ने पंद्रह दिनों तक सोने को सँजोए रखा था।” यह हास्यपूर्ण वृत्तांत सुनकर संपूर्ण सभा ठहाकों से गूँज उठी।
- भक्त आख्यान प्रकरण ३ से…
English
Kariyani Bhaga Doshi Sura Khachar Brahmanand Swami
While Shreehari was residing in Kariyani, the prominent merchant devotee Sheth Bhaga Doshi of Botad arrived during the noon hour bearing an exquisite offering of sanctified food (thal). Bhaga Doshi possessed a stout physique with a prominent, large belly. Shreehari’s close confidant and humorous companion, Sura Khachar, was also seated nearby.
Smiling mischievously, Shreehari asked, “Sura Khachar! Whose belly is larger—yours or Bhaga Doshi’s?” Sura Khachar promptly chuckled, “Maharaj! Bhaga Sheth’s belly consumes gold, so undoubtedly his is far grander!” Puzzled, Shreehari laughed, “How on earth does a belly consume gold? Please elaborate!” Sura Khachar quipped, “Only Brahmanand Swami can unravel this mystery!” Shreehari summoned Sadguru Brahmanand Swami and Nityanand Swami. Sura Khachar jokingly remarked, “Look Maharaj, now all the large-bellied personalities—Bhaga Sheth, Brahmanand Swami, and the four-eyed scholar Nityanand Swami—are here; please relieve me!”
Turning to Sadguru Muktanand Swami, Shreehari asked, “Swamiji, whose belly among these four is truly the greatest?” Sadguru Brahmanand Swami folded his hands and spontaneously composed an immortal spiritual couplet (sakhi): “One belly preserves pure gold, another holds the Lord’s sacred feet; One belly treasures poetic literature, while another is a mine of divine wisdom!”
Elucidating the profound meaning, Swami explained, “Bhaga Sheth’s belly preserves gold; Sura Khachar’s belly is sanctified by the touch of Your divine lotus feet; my belly holds poetic verses; and Nityanand Swami’s belly is an ocean of Vedic wisdom. Yet, the most blessed is Sura Khachar, whose belly receives the direct touch of the Lord’s holy heels!” Shreehari was thoroughly pleased with this insightful wit.
Curious, Sura Khachar asked Bhaga Doshi to explain how his belly had swallowed gold. Bhaga Doshi smilingly narrated: “Maharaj! Last summer, suffering from the intense heat, I applied a mixture of clay, buttermilk, soapnut water, and cooling oil all over my body before bathing. Later at my accounting desk, I noticed that my heavy pure-gold ring (vedh) was missing from my finger. We searched the bathhouse and house for days without success. Exactly fifteen days later, when I sat down to bathe and shave, the gold ring slipped out from the middle skin-folds of my stout stomach! Thus, my belly safely harbored gold for fifteen days!”
Hearing this delightful and innocent account, Shreehari, the sadhus, and the Kathi chieftains erupted into joyful laughter. Taking Shreehari’s divine leave, Bhaga Doshi happily set out on his bullock carriage toward Botad.
- Extracted from Bhakta Akhyan, Chapter 3…