શ્રીજીમહારાજ ગઢપુરમાં વીરાજતા હતા. એકદિવસે અક્ષરઓરડી માં સભા કરી ને બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુ સંતો અને સખા સુરાખાચર, સોમલાખાચર, દાદાખાચર વગેરે સહું સન્મુખ બેઠા હતા.
Gujarati
ગઢપુરના રતા બસીયા અને શ્રીજી મહારાજ
શ્રીજીમહારાજ ગઢપુરમાં વીરાજતા હતા. એકદિવસે અક્ષરઓરડી માં સભા કરી ને બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુ સંતો અને સખા સુરાખાચર, સોમલાખાચર, દાદાખાચર વગેરે સહું સન્મુખ બેઠા હતા. એવા રતો બસીયો ત્યાં આવ્યા, એટલે શ્રીજી મહારાજ કહે કે ‘આ રતો બસીયો તો અમારો પાકકો ભાઇબંધ છે.’ એમ કહી પછી રતા બસીયા ને પુછ્યું કે ‘કેમ છે રતા? ત્યારે રતો અતિ પ્રસન્ન થતો થકો કહે કે ‘મહારાજ, આજે તો હું નદીએ ગયો’તો..! ન્યાં પડછંદા હારે બહુ લડાઈ કરી છ તે આજ બવ ભૂખ લાગી છે.’ એ સુણીને શ્રીજીમહારાજે સાદ કરીને મુળજી બ્રહ્મચારીજી ને બોલાવીને રતા બસીયા ને એક શેર ઘી અને એક શેર સાકર આપવા કહ્યું, એટલે મુળજી બ્રહ્મચારીજીએ તુરંત જ જઇને લાવીને રતા ને આપ્યું, એટલે રતો બસીયો તો ત્યાંજ જમવા મંડયો. ત્યારે શ્રીજીમહારાજ ના સખા એવા સુરાખાચર તુંરત જ બોલ્યા કે “ભણું મારાજ..! આ રતા ને શેર ધી ને શેર સાકર અટાણે કાણું જમવા દીધા ? એ તો હાવ ગાંડો છે.” તે સુણી ને રતો બસીયો તુંરતજ બોલ્યા કે ‘હે…મહારાજ..! હુ ગાંડો અને આ સુરો ખાચર ડાહ્યો એમ? એને નિત્ય ઉઠીને મારી માંહી રોજ માથા માં ખાંહડા મારે છ, ને એના ઘરમાં તો એની ઢીંગલાની આબરું છે, ને આયા વળી ભણું મોટો પાઘડો બાંધીને તમારી સામો બેહીને ફડાકા મારે ને મને ગાંડો કેય છે.” ત્યારે સભામાં સન્મુખ બેઠેલા બ્રહ્માનંદ સ્વામી કહે કે ‘અરે ગાંડા… દરબારને એમ નો કહેવાય, એતો મોટેરા છે એટલે એમ ન બોલાય.’ એ સુણી ને વળી રતો મહારાજને કહે કે “મહારાજ હું ગાંડો ને આ તમારો બ્રહ્માનંદ ડાહ્યો..! તે એણે વળી બે ચરણ ઇસે થી લીધા ને બે ચરણ ઇસે થી લીધા ને વાત વાતમાં ભણે બ્રહ્માનંદ, ને મહારાજ..! એણે વળી ક્યાંય ચોપડી માં તમારું તો નામ જ વાળ્યું જ નથી ને પોતા ના નામનો જ પન્નો કાયમ વધારે છે હો.” આ સુણતા તો શ્રીજીમહારાજ અને સભામાં સન્મુખ બેઠેલા સહું ખડખડાટ હસી પડ્યા. સહું એ દિવસે તો આંખોય દિવસ રતા બસીયાની એ વાત્યું સંભારી સંભારીને બહુ હસ્યા ને એના ઉપર શ્રીજીમહારાજ અને સહુએ ખુબજ રાજીપો વરતાવ્યો.
- શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી….
🙇🏻♂️🙏