કૂકડના દરબાર ભગવાનસિંહજીના મનોરથ પૂર્ણ કરી શ્રીહરિએ આપેલો અડગ નિશ્ચય, વરદાનમાં માત્ર સત્સંગનિષ્ઠાની યાચના અને પ્રહ્લાદજી સાથે તુલનાનું પાવન ચરિત્ર.
એક સમયે ભાવનગર પંથકના કૂકડ ગામના દરબાર ભગવાનસિંહજી પોતાના સાથી ચારણ સાથે ઘોડેસવાર થઈને ગઢપુર શ્રીહરિના દર્શને આવ્યા. લાધા ઠક્કરના ઘરે ઘોડા બાંધીને બંને દરબારગઢમાં શ્રીજીમહારાજના દર્શને ગયા. શ્રીહરિએ સાહજિક મનુષ્યભાવ દેખાડતાં દરબારના મનમાં સંશય રહ્યો કે આ પૂર્ણ ભગવાન હશે કે નહીં? આથી તેઓ તુરંત પાછા વળવા તૈયાર થયા. લાધા ઠક્કરે આગ્રહ કર્યો, “બાપુ! હજુ તો હમણાં આવ્યા છો, સંતોનો સમાગમ કરી બપોરા કરીને પછી રજા લેજો.”
રોકાઈને બપોર પછી ફરીથી રજા લેવા જતાં દરબાર ભગવાનસિંહજીએ મનમાં સંકલ્પ કર્યો કે, “જો સ્વામિનારાયણ સાચા ભગવાન હોય તો મારો જમણો હાથ પકડીને આદરપૂર્વક બેસારે અને મને બે-ત્રણ રાત રોકાઈને સંતોનો સમાગમ કરવાનું કહે.” સાથે રહેલા ચારણે પણ સંકલ્પ કર્યો કે, “મને ગુલાબનો હાર પહેરાવે તો સાચા ભગવાન માનું.” બંને દરબારગઢની સભામાં પહોંચ્યા ત્યારે સર્વેશ્વર શ્રીહરિએ અંતર્યામીપણે તેમના મનના સર્વે સંકલ્પો જાણી લીધા.
શ્રીહરિએ સ્વયં ઊભા થઈ દરબારનો જમણો હાથ પકડી પ્રેમથી પાસે બેસાર્યા, ચારણને ગુલાબનો હાર પહેરાવ્યો અને દરબારને આગ્રહપૂર્વક કહ્યું, “દરબાર! બે-ત્રણ રાત અહીં રોકાઈ મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતોનો સમાગમ કરો.” મનોરથ પૂર્ણ થતાં દરબાર ભગવાનસિંહજી ગદગદ થઈ બોલી ઊઠ્યા: “તમે સર્વોપરી સરવેશ, પુરુષોત્તમ શ્રીપરમેશ..! સર્વ અવતારના અવતારી, કોટિ બ્રહ્માંડ રચના તમારી…! એવી અંતરમાં ગાંઠ વાળી, હવે નહિ ટળે કોઈની ટાળી..! મનના થયા સંકલ્પ સિદ્ધ, નથી બાકી રહ્યા કોઈ વિધ…! તમે પુરુષોત્તમ પરમેશ, તેમાં સંશય થાય ન લેશ…!”
શ્રીહરિએ પ્રસન્ન થઈ દરબારને ત્રણ વખત વરદાન માગવા કહ્યું. દરબારે દરેક વખતે એક જ યાચના કરી: “હે પ્રભુ! આપની કૃપાથી મારી પાસે સર્વ સંપત્તિ છે, બસ આપના સ્વરૂપનો પરિપક્વ નિશ્ચય ક્યારેય ન ડગે એવો અચળ આશરો આપો.” દરબારની આવી અનન્ય નિષ્ઠા જોઈ શ્રીહરિએ સદગુરુ મુક્તાનંદ સ્વામી સમક્ષ પ્રશંસા કરી: “માગો માગો બીજું વળી કાંઈ, એમ શામ બોલ્યા સુખદાઈ..! મને નિશ્ચે તમારો ન જાય, એ જ માગ્યું બીજી વાર રાય…! માગો કૃષ્ણે કહ્યું ત્રીજી વાર, તોય એ જ કર્યો ત્યાં ઉચ્ચાર..! સુણી બોલિયા ઈશના ઈશ, ધન્ય ધન્ય તમે ધરણીશ…! માટે છે એ તો પ્રહ્લાદ જેવા, મારા ભક્ત અનન્ય તે એવા..!”
શ્રીહરિના આશીર્વાદથી દરબાર ભગવાનસિંહજી સર્વ વ્યસનો તજી એકાંતિક ભક્ત બન્યા અને આજીવન સંતો-ભક્તોની ચરણરજ માથે ચડાવી ભજન કરતા રહ્યા.
- શ્રીહરિલીલામૃત કળશ ૩ વિશ્રામ ૨૦ માંથી…
Hindi
કૂકડના દરબાર ભગવાનસિંહજીના ત્રણ સંકલ્પ અને શ્રીહરિ પ્રત્યે પ્રહ્લાદ જેવો અડગ નિશ્ચય
एक समय भावनगर क्षेत्र के कूकड गाँव के दरबार भगवानसिंहजी अपने चारण साथी के साथ अश्वारूढ़ होकर गढपुर में श्रीहरि के दर्शन हेतु पधारे। लाधा ठक्कर के गृह पर अश्व बाँधकर दोनों दरबारगढ़ पहुँचे। श्रीहरि को सहज मनुष्यभाव में देखकर दरबार के मन में संशय हुआ कि क्या वे वास्तव में साक्षात् भगवान हैं? वे तुरंत लौटने लगे, किंतु लाधा ठक्कर के अत्यधिक आग्रह पर दोपहर का भोजन कर विश्राम किया।
दोपहर पश्चात पुनः विदा लेने जाते समय दरबार भगवानसिंहजी ने मन में संकल्प किया: “यदि स्वामीनारायण साक्षात् ईश्वर हैं, तो वे मेरा दाहिना हाथ पकड़कर सम्मानपूर्वक बैठाएँ और मुझे दो-तीन रात रुककर संतों का सत्संग करने का आग्रह करें।” साथी चारण ने भी संकल्प किया कि प्रभु मुझे गुलाब का हार पहनाएँ। जब वे दोनों सभा में पहुँचे, तब अंतर्यामी श्रीहरि ने उनके समस्त मनोरथ जान लिए।
श्रीहरि ने आसन से उठकर दरबार का दाहिना हाथ पकड़कर आदर से बैठाया, चारण को सुगंधित गुलाब का हार पहनाया और दरबार से आग्रह किया, “दरबार! दो-तीन रात रुककर सद्गुरु मुक्तानंद स्वामी जैसे महान संतों का समागम कीजिए।” समस्त संकल्प सिद्ध होते देखकर भगवानसिंहजी गद्गद होकर स्तुति करने लगे: “तुम सर्वोपरि परमेश्वर हो, कोटि ब्रह्मांडों के नियंता हो। अब मेरे मन में लेशमात्र भी संशय नहीं रहा।”
श्रीहरि ने प्रसन्न होकर दरबार से तीन बार वरदान माँगने को कहा। दरबार ने प्रत्येक बार केवल यही प्रार्थना की: “हे कृपानिधान! मुझे संसार की कोई वस्तु नहीं चाहिए, केवल आपके चरणों का अटूट निश्चय और अनन्य निष्ठा सदैव बनी रहे।” दरबार का यह भाव देखकर श्रीहरि ने मुक्तानंद स्वामी से कहा, “ये कूकड के दरबार भक्त प्रह्लाद के समान मेरे अनन्य निष्ठावान भक्त हैं।” प्रभु की कृपा से दरबार भगवानसिंहजी समस्त व्यसनों का त्याग कर जीवनपर्यन्त एकांतिक भक्ति में लीन रहे।
- श्रीहरिलीलामृत कलश ३ विश्राम २० से…
English
Kukad Darbar Bhagwatsinhji Nishchay
On one occasion, Darbar Bhagwatsinhji of the village of Kukad (in Bhavnagar region) rode on horseback to Gadhpur alongside his companion, a Charan court bard, seeking darshan of Shreehari. Tethering their horses at Ladha Thakkar’s residence, they proceeded to the royal court of Dada Khachar. Witnessing Shreehari exhibiting simple human demeanor, a lingering doubt troubled the Darbar’s intellect regarding Shreehari’s divine supremacy. Hesitant, they prepared to depart immediately, but upon the earnest insistence of Ladha Thakkar, they stayed for the midday meal.
Before taking their final leave in the afternoon, Darbar Bhagwatsinhji resolved in his heart: “If Swaminarayan is indeed the supreme manifest Lord, let Him hold my right hand with loving honor, seat me beside Him, and insist that I stay two or three nights to listen to the discourses of the great saints.” His Charan companion also made an internal wish: “Let Him honor me with a fragrant garland of fresh roses.” As they entered the devotional assembly, omniscient Shreehari fulfilled their desires to the letter.
Shreehari rose from His seat, grasped Bhagwatsinhji’s right hand with profound respect, seated him comfortably, adorned the Charan with a fresh rose garland, and lovingly urged, “Darbar, stay here for two or three nights and absorb the spiritual wisdom of Sadguru Muktanand Swami.” Overwhelmed with conviction, Darbar Bhagwatsinhji broke into spontaneous poetic adoration: “You are the supreme Parameshwar, the source of all divine incarnations, The Creator of infinite cosmic realms! My intellect is now bound with an unbreakable knot of faith; All the resolutions of my mind have been fulfilled beyond doubt; You alone are Purushottam Supreme!”
Pleased beyond measure, Shreehari urged the Darbar three consecutive times to ask for any earthly or celestial boon. Each time, Bhagwatsinhji prayed for only one treasure: “O Lord! By Your grace, I lack no worldly comfort; grant me only unshakeable, pure conviction (nishchay) in Your divine lotus feet that shall never waver.” Beholding such guileless devotion, Shreehari turned toward Sadguru Muktanand Swami and proclaimed: “I asked the king three times to solicit any boon, Yet three times he asked only for unyielding faith in Me! Truly, he is like Bhakta Prahlad—a pinnacle of pure, unalloyed devotion!”
By Shreehari’s blessings, Darbar Bhagwatsinhji renounced all addictions, embraced spiritual vows, and spent his remaining life as an exalted devotee, constantly venerating the sacred dust of saints and devotees.
- Extracted from Shreehari Leelamrut, Kalash 3, Vishram 20…