ચરોતરના ગામ વસો માં વિપ્ર હરિભકત વાલા ધૃવ અને અવલબાઇ નામે શ્રીહરિના વીશે અતિ હેતવાળા હરિભકત હતા. બંને પુર્વજનમના અતિ મુમુક્ષુંઓ હતા.

Gujarati

વસોના વાલા ધૃવ અને અવલબાઇનો પ્રસંગ

ચરોતરના ગામ વસો માં વિપ્ર હરિભકત વાલા ધૃવ અને અવલબાઇ નામે શ્રીહરિના વીશે અતિ હેતવાળા હરિભકત હતા. બંને પુર્વજનમના અતિ મુમુક્ષુંઓ હતા. શ્રીહરિ પણ જ્યારે જ્યારે વસો પધારતા ત્યારે એમના ઘરે અચૂક પધાર્યા હતા. દોઉ દંપતી અનેકવિધ રસોઇઓ કરીને શ્રીહરિને થાળ બનાવી ને જમાડતા. વાલા ધૃવ અને અવલબાઇને કોઇ સંતાન ન હતું. તેઓ ઉત્સવ સમૈયામાં અવારનવાર ગઢપુર આવતા અને વાલા ધૃવ શ્રીહરિ અને સહુ સંતો પાસે બેસીને સત્સંગ કથાવાર્તા નો લાભ લેતા જ્યારે અવલબાઇ પણ લાડુંબાં-જીવુંબાં વગેરે સાંખ્ય યોગી બહેનો હારે દરબારગઢમાં તમામ સેવાઓ કરીને સહુને રાજી કરતા.

શ્રીહરિએ સંવત ૧૮૬૬માં ડભાણમાં ભવ્યાતિભવ્ય યજ્ઞ કર્યો ત્યારે એ મહાયજ્ઞ ના મુખ્ય યજમાનો માં ડભાણ ના વિષ્ણુદાસ, રઘુનાથદાસ, કાશીદાસ અને વસોના આ પ્રેમીભકત વાલા ધૃવ હતા. આ યજ્ઞ વખતે તેઓએ તન મન ધનથી સેવા કરીને શ્રીહરિનો રાજીપો રળેલો. શ્રીહરિએ સંવત ૧૮૭૨ની સાલ માં વડતાલમાં ફુલદોલ ઉત્સવ કરેલો, ત્યારે સહું સંતો-ભકતો પાર્ષદો અને કાઠીદરબારો સાથે સંઘ માં વસો ગામમાં રાત્યવાસો કરેલો. ત્યારે ગામ ના ભાગોળે રામસર તળાવ છે, એના ઈશાન ખૂણામાં તંબૂ બાંધીને સહુને ઉતારા કરાવ્યા હતા. સહું બળદો સારું નિરણ તેમજ ઘોડાઓ સારું ચંદી-જોગાણ વગેરેની ખડેપગે વ્યવસ્થા વાલા ધૃવ, તુલસીભાઇ અમીન અને દાદાભાઇ દવે વગેરે ભક્તોએ કરેલી.

પ્રથમ પ્રકરણમાં ૪૪માં વચનામૃત વખતે સંવત ૧૮૭૬ માં મહાસુંદી આઠમના દિવસે તેઓ એ શ્રીજીમહારાજને સભામાં પ્રશ્ન પૂછેલો કે “હે દેહ ને દેહના સબંધીને વીશે અહંમમત્વપણાનો ઘાટ થાય છે એ કેમ ટળે? આ પ્રશ્ન ને સમજાવતા શ્રીહરિએ વિસ્તૃતપણે કહ્યુ કે દેહ અને દેહના સંબંધીઓ તો મીથ્યા છે.

જીવાત્માને વીશે દેહ તો કેમ વળગ્યો છે જેમ કોઇ પુરુષ હોય ને તેણે કોઇ દરજીને ત્યા ડગલો સીવાડી ને પેર્યો અને ત્યારે એમ માને જે આ દરજી તે મારો બાપ અને આ દરજણ તે મારી માં છે, એમ માને તે મુર્ખ છે.

ભકતરાજ વાલા ધૃવની સ્થીતી જોતા જ માલૂમ થાય કે તેઓ ઘણા જ્ઞાની હશે, આમ છતા તેમના ધર્મપત્નિ અવલબાઇને પુત્રેચ્છણા હતી, એટલે એમણે એકવાર શ્રીજીમહારાજને હાથ જોડીને પાર્થના કરી કે “હે મહારાજ, અમને એક પુત્ર આપો, આપતો ગરીબનવાજ છો તો અમારી એક વિનંતી સ્વિકારો..!” શ્રીહરિએ એમને પોતાના બાળકમાં જીવ જોડી સાંસારિક વાસનાના બંધન માં બંધાવા કરતા પોતાની મુર્તિમાં જોડાવીને છેલ્લો જન્મ કરાવીને પોતાના ધામમાં લઇ જવા સારું એમને કહ્યું કે વાલાભાઇ, આ તમારા ભાઇના ત્રણ વરહના દિકરા તુલસીને તમારો દિકરો જ માનીને પાલનપોષણ કરજયો અને તમારા પંડયનો દિકરો જાણી ને જ રાખજયો. ભવિષ્ય માં આ તુલસી બહુ સારો સતસંગી થાશે અને તમારું નામ ઉજાળશે.” આમ, શ્રીહરિના આશીર્વાદ થી એ તુલસીભાઇ બહુ સારા સતસંગી થયા હતા. તેઓ જે એમના માતાપિતા વ્રત કરે એજ વ્રત તેઓ પણ કાયમ કરતા. તેઓ બધી જ એકાદશીને નિર્જળા કરતા, અને દ્વાદશીના દિવસે સંતોને જમાડીને જ તેઓ પારણા કરતા. એમના માતાપિતા ધામમાં ગયા પછી પણ તેઓ આ નિયમ કાયમ રાખતા. શ્રીવિહારીલાલજી મહારાજે એમને હરિલીલામૃતમાં કળશ ૧ ના ૧૩માં વિશ્રામમાં ચિંતવતા લખ્યુ છે કે..

વસો માં હોય મંડળ જેવું, દ્વાદશી દિન પારણું દેવું..! તુલસીભાઇએ પણ તેહ, વ્રત રાખ્યું સદા કરી સ્નેહ..!!

  • સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૨૨ ની પંકિત ૩૪ માં ભકતરાજ શ્રી વાલાધૃવને ચિંતવતા લખ્યું છે કે… દ્વિજભકત વાલોભાઇ નામ, ઇચ્છારામ દાદો મયારામ…! એહ આદિ બહું બાઇ ભાઇ, વસે ભકત વસો ગામમાંઇ..!!

નોંધ: વસો ગામમાં પરમભકત વાલા ધૃવ અને વાલાભાઇ અમીન સરખા નામના બેઉ હરિભકતો હતા. અવલબેન વાલાભાઇ અમીનના ધર્મપત્નિ હતા. તુલસીભાઇ અમીન એ વાલાભાઇ અમીન ના ભત્રીજા હતા.

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…. 🙇🏻‍♂️🙏