Goto Naviagation👇

કાલાવડ ગામે સદગુરુ મહાપુરુષદાસ સ્વામીનું આગમન, ગઢવી ભીમજીભાઈ અને સુથાર પ્રેમજીભાઈની ભાવભરી સંતસેવા તથા માવદાનજીને મળેલી પ્રસાદીની માળાનું દિવ્ય ચરિત્ર.

સદગુરુ શ્રી મહાપુરુષદાસજી સ્વામી પોતાના સંત મંડળ સાથે સત્સંગ વિચરણ કરતા જામનગરથી કાલાવડ પધાર્યા અને ગામના મંદિરે ઉતારો કર્યો. સંતોના પધારવાના સમાચાર મળતાં જ ગામના નિષ્ઠાવાન હરિભક્તો ગઢવી ભીમજીભાઈ, તેમના નાના ભાઈ દેવીદાનભાઈ, સુથાર પ્રેમજીભાઈ તથા રાઘવજીભાઈ તુરંત જ દર્શનાર્થે દોડી આવ્યા. સર્વે હરિભક્તોએ સંતોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

ગઢવી ભીમજીભાઈએ પોતાના ઘરેથી ઉત્તમ સીધો-સામાન લાવી સંતો પાસે ઠાકોરજી માટે ઉત્તમ થાળ તૈયાર કરાવ્યો. સંતો જ્યારે પંક્તિમાં જમવા બેઠા ત્યારે ભીમજીભાઈ અને દેવીદાનભાઈ અત્યંત નમ્રભાવે દંડવત પ્રણામ કરતા રહ્યા. સદગુરુ મહાપુરુષદાસ સ્વામીએ પોતાના પત્તરમાંથી પ્રેમપૂર્વક પ્રસાદી આપી બંને ભાઈઓને તૃપ્ત કર્યા અને વધેલી રસોઈ સર્વે હરિભક્તોના ઘેર પ્રસાદરૂપે પહોંચાડી. બપોર પછી ભીમજીભાઈ સંતોને પોતાના ઘેર પધરામણી કરવા તેડી ગયા. ત્યાં સર્વે સંતોને નવાં શ્વેત ધોતિયાં ઓઢાડી પૂજન-અર્ચન કર્યું. આ શુભ પ્રસંગે ભીમજીભાઈએ પોતાના નાના પુત્ર માવદાનજીને સ્વામીના ચરણોમાં નમાવ્યા. મહાપુરુષદાસ સ્વામીએ પોતાના હાથમાં રહેલી જપમાળા બાળકના કપાળ અને આંખો પર અડાડી. બાળક માવદાનજીએ બંને હાથે તે માળા એવી દ્રઢતાથી પકડી લીધી કે છોડે જ નહીં! સ્વામીએ હસીને કહ્યું, “ભીમજીભાઈ! આ માળા તમારા પુત્રને પ્રસાદીરૂપે આપો. આ માળા તમારી નિત્યપૂજામાં રાખજો અને દરરોજ સવારે આનાથી શ્રીહરિનું ભજન કરજો.” માવદાનજી આજીવન એ પ્રસાદીની માળા પોતાની પૂજામાં રાખી અત્યંત મહિમાપૂર્વક ભજન કરતા રહ્યા.

બીજે દિવસે સુથાર પ્રેમજીભાઈ સંતોને પોતાના ઘેર પધરાવી રસોઈ અર્પણ કરી. ઠાકોરજીને થાળ ધરાવી સંતો જમ્યા બાદ સત્સંગ સભા ભરાઈ. પ્રેમજીભાઈએ પોતાના પુત્ર પરશોત્તમ (પુરુષોત્તમ)ને લાવી સ્વામીના ચરણોમાં મૂક્યો. સ્વામીએ તેના મુખમાં પતાસું મૂકી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે, “આ બાળક મોટો થઈને ઉત્તમ ભક્ત બનશે અને સત્સંગની મોટી સેવા કરશે.” આમ, સદગુરુ મહાપુરુષદાસ સ્વામીએ કાલાવડના હરિભક્તો પર અમીવૃષ્ટિ વરસાવી સૌના અંતરમાં દ્રઢ સત્સંગ અને ભક્તિના સંસ્કારો દ્રઢ કરાવ્યા.

  • જુનાગઢના જોગી સદગુરુ શ્રી મહાપુરુષદાસ સ્વામીના જીવનવૃતાંતમાંથી…

Goto Naviagation👇

Hindi

કાલાવડમાં સદગુરુ મહાપુરુષદાસ સ્વામીનું વિચરણ અને ભીમજીભાઈ ગઢવીનો સત્સંગ પ્રેમ

सद्गुरु श्री महापुरुषदासजी स्वामी अपने संत मंडल के साथ विचरण करते हुए जामनगर से कालावड पधारे और गाँव के मंदिर में डेरा डाला। संतों के शुभागमन का समाचार सुनते ही गाँव के निष्ठावान भक्त गढ़वी भीमजीभाई, उनके अनुज देवीदानभाई, सुथार प्रेमजीभाई तथा राघवजीभाई तुरंत दर्शनार्थ पहुँचे। सभी भक्तों ने संतों को साष्टांग दंडवत प्रणाम किया।

गढ़वी भीमजीभाई ने अपने घर से उत्तम खाद्य सामग्री लाकर संतों द्वारा ठाकुरजी के लिए सुंदर थाल तैयार करवाया। जब संत पंगत में भोजन करने बैठे, तब भीमजीभाई और देवीदानभाई अत्यंत विनयभाव से दंडवत प्रणाम करते रहे। स्वामीजी ने अपने पात्र से प्रेमपूर्वक प्रसादी देकर दोनों भाइयों को तृप्त किया तथा शेष प्रसादी अन्य हरिभक्तों के घरों में वितरित की। दोपहर बाद भीमजीभाई संतों को अपने गृह में पधरामणी हेतु ले गए। वहाँ सभी संतों को नवीन श्वेत धोती ओढ़ाकर भावपूर्ण पूजन किया। इस अवसर पर भीमजीभाई ने अपने छोटे बालक मावदानजी को स्वामीजी के चरणों में प्रणाम करवाया। महापुरुषदास स्वामी ने अपने हाथ की जपमाला बालक के ललाट और नेत्रों से स्पर्श कराई। नन्हे मावदानजी ने दोनों हाथों से उस माला को ऐसा थाम लिया कि छोड़ा ही नहीं! स्वामीजी ने मुस्कुराते हुए कहा, “भीमजीभाई! यह माला आपके बालक को प्रसादी के रूप में दी जाती है। इसे अपनी नित्यपूजा में रखें और नित्य प्रातः इससे श्रीहरि का नामजप करें।” मावदानजी ने जीवनपर्यन्त उस प्रसादी माला को अपनी पूजा में सँजोकर रखा।

अगले दिन सुथार प्रेमजीभाई ने संतों को अपने घर भोजन कराया। कथा-वार्ता के पश्चात प्रेमजीभाई ने अपने पुत्र परषोत्तम को लाकर स्वामीजी के चरणों में शीश नवाया। स्वामीजी ने उसके मुख में बताशा डालकर सिर पर वरदहस्त रखा और आशीर्वाद दिया कि यह बालक बड़ा होकर परम निष्ठावान भक्त बनेगा। इस प्रकार सद्गुरु महापुरुषदास स्वामी ने कालावड के भक्तों पर अपार कृपा की।

  • जूनागढ़ के संत सद्गुरु श्री महापुरुषदास स्वामी के जीवनचरित्र से…

Goto Naviagation👇

English

Kalavad Mahapurushdas Swami Bhimjibhai Gadhvi

Sadguru Shree Mahapurushdasji Swami, accompanied by his group of sadhus, traveled from Jamnagar to the village of Kalavad and camped at the local mandir. Upon learning of the revered saints’ arrival, dedicated devotees of the village—Gadhvi Bhimjibhai, his younger brother Devidanbhai, Suthar Premjibhai, and Raghavjibhai—immediately rushed to receive their darshan, offering devout prostrations (dandvat pranam).

Gadhvi Bhimjibhai arranged the finest ration from his home so the sadhus could prepare a sacred offering (thal) for Thakorji. As the sadhus sat in rows for their meal, Bhimjibhai and Devidanbhai continuously performed humble prostrations. Pleased with their devotion, Sadguru Mahapurushdas Swami gave them sanctified food (prasadi) directly from his bowl and sent the remaining sanctified meals to the homes of other devotees. Later in the afternoon, Bhimjibhai invited the sadhus to sanctify his home (padhramani), where he reverently offered new white dhotis to all the sadhus. On this auspicious occasion, Bhimjibhai placed his infant son, Mavdanji, at Swami’s holy feet. Mahapurushdas Swami gently touched his personal prayer rosary (japa mala) to the infant’s forehead and eyes. Little Mavdanji gripped the rosary so firmly with both hands that he refused to let go! Smiling warmly, Swami said, “Bhimjibhai, keep this sanctified rosary in your daily puja shrine and chant Shreehari’s divine name with it every morning.” Mavdanji treasured this sanctified mala in his daily puja throughout his entire life with utmost reverence.

The following day, Suthar Premjibhai hosted the sadhus at his home for meals. Following the spiritual discourse, Premjibhai brought forward his young son, Purshottam, bowing at Swami’s feet. Swami placed a sugar drop (patasa) in the child’s mouth, placed his hand upon his head, and blessed him to become a resolute devotee who would render great service to Satsang. In this manner, Sadguru Mahapurushdas Swami showered divine grace upon the devotees of Kalavad, strengthening their steadfast devotion.

  • Extracted from the Life Account of Sadguru Shree Mahapurushdas Swami of Junagadh…