નિમાડ દેશમાં મંડલેશ્વર નામે ગામ છે ત્યાં એક વિષ્ણું શર્મા અને ત્રિવેણીબાઇ નામે એક પવિત્ર બ્રાહ્મણ દંપતિ રહેતા હતા.
Gujarati
નૃસિંહાનંદ સ્વામી (ભાનું શર્મા) અને શ્રીજી મહારાજ
નિમાડ દેશમાં મંડલેશ્વર નામે ગામ છે ત્યાં એક વિષ્ણું શર્મા અને ત્રિવેણીબાઇ નામે એક પવિત્ર બ્રાહ્મણ દંપતિ રહેતા હતા. એમના ઘરે સંવત ૧૮૧૩ની સાલમાં એક પુત્રરત્નનો જન્મ થયો, જેઓ પુર્વના મુમુક્ષું હતા. એનું નામ ભાનું શર્મા રાખવા માં આવેલું હતું. આ ભાનું શર્મા નાનપણથી જ જગત પ્રત્યે ઉદાસીનભાવે રહેતા થકા સંતમિલન અને પ્રભુભકિતના પીપાસું હતા. જયારે ભાનું શર્માની ઉંમર વીસ વર્ષની છઇ ત્યારે તેમના માતાપિતાએ એમના વિવાહ કરવા કહ્યુ ત્યારે તેઓ પ્રભુપ્રાપ્તિ કરવા તિવ્રવૈરાગ્યભાવથી ઘર છોડીને ચાલી નીકળ્યા. તિર્થાટનમાં ફરતા ફરતા તેઓ પાંચ વર્ષે જગન્નાથપુરી આવ્યા અને ત્યાં પુજારી તરીકે રહ્યા, જ્યાં તેઓ એ ૨૫ વર્ષ સુધી શ્રીજગન્નાથ ભગવાનની અતિશુદ્ધભાવથી સેવા કરી.
સંવત ૧૮૬૫ની સાલમાં જસદણના દરબાર ચેલાખાચર, ગઢપુરથી જીવાખાચર અને સોનબાઇફઇ, કૂંડળથી અમરા પડગર અને એમના કાકા સુરગ પટગરના પત્નિ અને બોટાદના ઓઘડખાચરના પુત્રી રાઇબાઇ વગેરે સહું જગન્નાથપુરીની યાત્રા કરવા ગયા હતા. એ સમયે ઠાકોરજીના પુજારી ભાનું શર્મા એ સહુંને ત્યાં મળ્યા અને પુછ્યું કે “ગુજરાત કે સોરઠ માં કાઇ નવીન ખબર છે?” ત્યારે ચેલા ખાચર કહે કે “ગુજરાતમાં આજકાલ પ્રગટ જીવન મુકતા કે દર્શન હૈ..!” આ સુણી જીવાખાચરે પણ સુર પુરાવ્યો કે “જેને જીવનમુકતા કહે છે એ હાલ પંચાળ દેશમાં ગઢપુર ગામ છે, ત્યાં અમારા મોટાભાઇ એભલ ખાચરના ઘરે આજકાલ રહે છે, જેને લોકો સ્વામિનારાયણ ભગવાન નામે ઓળખે છે.” ત્યારે ભાનું શર્મા અચરજ થી બોલ્યા કે ભગવાન તમારે ઘેર રહે છે તો તમે આહી સુધી કેમ દર્શને આવ્યા?
ત્યારે ચેલાખાચર કહે કે “અમે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા તો આવ્યા જ છીએ, અને તે સ્વામિનારાયણ ભગવાનના સાધુ મુકતાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી જેવા કોઇ સાધુ જગતમાં છે કે નહી તે શોધ કરવા આવેલા છીએ. કેમ જે ભગવાન સ્વામિનારાયણ કાયમ કહે છે કે આ મુકતાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી જેવા સાધુ આ મુલક માં ક્યાંય નથી..!” આમ જ્યાં વાત કરી તેયાં આખાયે મંદિરનાં તેજ છવાઇ ગયું અને ભાનું શર્માને સમાધિ થઇ. થોડીવારે ભાનું શર્મા જયારે સમાધિમાંથી જાગા ત્યારે તેઓ પોતાનો શાલીગ્રામનો બટવો લઇને ચાલી નીકળ્યા. ભાનું શર્માં એ પ્રભુમિલનના તલસાટ સાથે ચાલતા ચાલતા સવા મહીને શ્રીહરિને શોધતા શોધતા સારંગપુર આવીને મળ્યા અને દોડીને ધબોધબ દંડની માફક દંડવત પ્રણામ કર્યા. ત્યાથી તેઓ શ્રીહરિની સાથે ગઢપુર આવ્યા. એ સમયે સંવત ૧૮૬૬માં શ્રીહરિ ડભાણ માં યજ્ઞ કરવા જવાની તૈયારી કરતા હતા. એ સમયે શ્રીહરિએ ભાનું શર્માને ભાગવતિ સાધુ દિક્ષા આપીને નૃસિહાનંદ સ્વામી(નાના) એવું રૂંડું નામ પાડ્યુ. પછી એ સભામાં શ્રીજીમહારાજે એમની સન્મુખ બેસાડ્યા અને વખાણ કરવા લાગ્યા જે “આ નૃસિહાનંદ સ્વામીને વૃંદાવનમાં ભૂત મળ્યા છતાં એ ડર્યા નહી, વર્ષો સુધી જગન્નાથજીમાં બાવાઓ ભેગા રહ્યા છતા એમની મુમુક્ષુતા અખંડ રહી..!” આમ વાત કરતા હતા ત્યાં જ જીવાખાચર વગેરે સહું યાત્રા કરીને આવ્યા એટલે શ્રીહરિ બોલ્યા કે “અહીના માણસો જગન્નાથજી જાયછે, અને એના પુજારી આંહી અમારા સાધુ થયા છે.”
તે વખતે જીવાખાચર અને ચેલાખાચર વગેરે સહુએ ભાનું શર્માને સાધુ દિક્ષા લઇને સંતપંકિતમાં બેઠેલા જોયા એટલે તુંરંતજ એમને પુછવા લાગ્યા કે “તમે આંહી ક્યારે આવ્યા?” એટલે નૃસીહાનંદ સ્વામી બોલ્યા કે “એ દિવસે મંદિરમાં તમે ભગવાનની વાત કહી, ત્યારે મને સમાધિ થઇ અને સમાધીમાં તેજમાં આ મુર્તિ પ્રત્યક્ષ દેખાઇ, એટલે હું તો તુરંત જ ચાલી નીકળ્યો ને સવા મહીને ચાલતા થકા આંહી પહોચ્યો.” જીવાખાચર અને ચેલાખાચર વગેરે સહુ શ્રીહરિના દર્શન કરીને બોલ્યા કે “હે મહારાજ, અમોએ ઘણીયાત્રા કરી પણ આ મુકતાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી જેવા સાધુ તો જગતમાં કોઇ સ્થળે દીઠા નહી..!”
તે સમયે ભાનું શર્મા જગન્નાથપુરી થી જે વિષ્ણું ની મુર્તિ લાવેલા તે ઉપર શ્રીહરિએ પુજન કરીને નવ ફૂલ મેલ્યા ને સભામાં બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે બોલ્યા જે “અમે જ્યારે કહીએ ત્યારે વડતાલમાં નવ શીખરનું મંદિર કરાવજો.” આ વાત સંવત ૧૮૯૬માં નાજા જોગીયા કે જેઓ સંત થયા ને ઘનશ્યામદાસ નામે થયા હતા તેમણે દાડમાં ના નથુરામ ડોસાને કહી હતી. જે તેઓ એ લખી હતી. (દાડમાંના નથું ડોસાનો ચોપડો)
- સદગુરુ શ્રી યોગાનંદ સ્વામીના જીવનકવનમાંથી…
🙇🏻♂️🙏