કંચન-કામિનીના ત્યાગી સ્વામીનું એકચક્ષુ ચિત્ર કોલસાથી આરસની દીવાલ પર અંકાયું; સ્વામીએ વૈરાગ્યથી ભૂંસાવ્યું પરંતુ દેવાનંદ સ્વામીએ કાગળ પર આલેખી ઇતિહાસમાં અમર કર્યું.
એક દિવસ મૂળી મંદિરના ભવ્ય બાંધકામ વખતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી શ્રીજીમહારાજની પ્રસાદીના લીંબડાના વૃક્ષ તળે કાળી કામળી પાથરીને બિરાજમાન હતા. સ્વામીના એક હાથમાં પવિત્ર શાસ્ત્ર-પુસ્તક અને બીજા હાથમાં તુલસીની માળા હતી. તેઓ મંદિર સન્મુખ પૂર્વ દિશા તરફ મુખારવિંદ રાખીને પુસ્તક વાંચનમાં તલ્લીન હતા.
તે સમયે ઉત્તર ભારત તરફથી એક પ્રવાસી હિન્દુસ્તાની ચિત્રકાર મૂળી આવ્યો. તેણે સાંભળેલું કે મૂળીનું આ વિશાળ શિખરબદ્ધ મંદિર બંધાવનાર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કોઈ અસાધારણ સંત અને મહાન કવિવર છે. તેણે કોઈને પૂછીને લીંબડાના વૃક્ષ નીચે બિરાજમાન સ્વામીના દૂરથી દર્શન કર્યા. સ્વામીની કંચન-કામિનીના ત્યાગરૂપ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યથી ઝળહળતી, જ્ઞાન અને તીવ્ર વૈરાગ્યથી યુક્ત તેજોમય મૂર્તિના દર્શન થતાં જ ચિત્રકારના અંતરમાં પરમ શીતળતા વ્યાપી ગઈ. તેને સ્વામી પ્રત્યે અલૌકિક આધ્યાત્મિક આકર્ષણ થયું અને મનોમન સ્વામીનું ચિત્ર દોરવાનો સંકલ્પ જાગ્યો. ચિત્રકાર પાસે કાગળ કે રંગના કોઈ સાધનો નહોતા; તેથી તેણે નીચે પડેલો એક કાળો કોલસો હાથમાં લીધો અને મંદિરની આરસપહાણની ઝળહળતી સફેદ દીવાલ પર સ્વામીની જમણી બાજુની એકચક્ષુ પ્રોફાઇલ છબી આબેહૂબ અંકિત કરી દીધી! બ્રહ્માનંદ સ્વામી માળા ફેરવતાં ફેરવતાં શાસ્ત્રાધ્યયનમાં એટલા લીન હતા કે તેમને આ વાતની જાણ પણ ન થઈ. આબેહૂબ રેખાચિત્ર દોરીને ચિત્રકાર કોઈને કંઈ પણ કહ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો.
સાંજના સમયે સદગુરુ દેવાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા. આરસની સફેદ દીવાલ પર બ્રહ્માનંદ સ્વામીનું આબેહૂબ કોલસાથી દોરેલું ચિત્ર જોઈ તેઓ વિસ્મય પામ્યા. પાસે કામ કરતા એક કડિયાને પૂછતાં જાણવા મળ્યું કે એક ઉત્તર ભારતીય ચિત્રકાર અહીં બેસીને કોલસાથી આ ચિત્ર દોરી ગયો છે. દેવાનંદ સ્વામીએ વિચાર્યું કે સ્વામીનું આવું અલૌકિક ચિત્ર કાયમ માટે સચવાવું જોઈએ. તેમણે તત્કાળ એક ઝીણો પારદર્શક કાગળ મંગાવ્યો અને દીવાલ પરના એ ચિત્ર પર રાખીને તેની ચોક્કસ નકલ પોતે કાગળ પર ઉતારી લીધી! દેવાનંદ સ્વામીએ એ પવિત્ર રેખાચિત્ર પોતાની નિત્યપૂજાની ઝોળીમાં સાચવીને મૂકી દીધું. બીજે દિવસે જ્યારે બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા અને દીવાલ પર પોતાનું ચિત્ર જોયું, ત્યારે પોતાના પરમ વૈરાગ્ય અને નિરભિમાની સ્વભાવને લીધે તેમણે તરત કપડાનું ભીનું પોતું મંગાવીને એ ચિત્ર દીવાલ પરથી ભૂંસાવી નાખ્યું!
શ્રીજીમહારાજની હયાતીમાં માત્ર શ્રીહરિ, બંને આચાર્યશ્રીઓ અને સદગુરુ મુક્તાનંદ સ્વામીના જ ચિત્રો તૈયાર થયેલાં; અન્ય કોઈ નંદસંતોની આવી ચિત્રપ્રતિમા ઉપલબ્ધ નહોતી. સંવત ૧૮૮૮ના જેઠ સુદ દશમના દિને બ્રહ્માનંદ સ્વામી અક્ષરધામ સીધાવ્યા. ત્યારબાદ દેવાનંદ સ્વામી બાવીસ વર્ષ સુધી મૂળી મંદિરના મહંતપદે રહ્યા. તેમના અંતર્ધાન પછી એ ઐતિહાસિક કાગળ તેમના શિષ્ય સદગુરુ તદ્રુપાનંદ સ્વામી પાસે આવ્યો. તદ્રુપાનંદ સ્વામીને આ ઐતિહાસિક રેખાચિત્ર પરથી સુંદર રંગીન ચિત્રપ્રતિમાઓ બનાવવાની ઈચ્છા થઈ. તેમણે મૂળીના વતની અને જામનગરના મહારાજા જામવિભાજીના રાજકવિ ભીમજીભાઈ રત્નું (ગઢવી)ને આ કાગળ સોંપી જામનગરમાં સારા ચિત્રકાર પાસે ચિત્રો તૈયાર કરાવવા ભલામણ કરી. રાજકવિ ભીમજીભાઈએ જામનગરના તત્કાલીન પ્રખ્યાત ચિત્રકાર રૂપા કચરા પાસે બે ઉત્કૃષ્ટ ચિત્રપ્રતિમાઓ તૈયાર કરાવી. મૂળ કોલસાના ચિત્રમાં નીચે કોઈ આસન નહોતું; પરંતુ રૂપા કચરાએ સ્વામીને ગાદી-તકિયે બિરાજમાન દર્શાવ્યા. સંવત ૧૮૮૮ની આસપાસની અવસ્થા હોવાથી એ ચિત્રમાં સ્વામીશ્રીની છેલ્લી વયોવૃદ્ધ અવસ્થાનું દિવ્ય તેજ પ્રત્યક્ષ છલકાય છે! એમાંથી એક ચિત્રપ્રતિમા તદ્રુપાનંદ સ્વામીને અર્પણ કરવામાં આવી અને બીજી પ્રસાદીની પ્રતિમા રાજકવિ ભીમજીભાઈના પરિવાર પાસે અદ્યાપિ પર્યંત સચવાયેલી છે.
- સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવનકવનમાંથી…
Hindi
મૂલી મંદિર મેં બ્રહ્માનંદ સ્વામી કા કોયલે સે અંકિત ચિત્ર, દેવાનંદ સ્વામી કા સંગ્રહ ઔર રાજકવિ ભીમજીભાઈ
एक दिन मूली के भव्य स्वामिनारायण मंदिर के निर्माण कार्य के दौरान सद्गुरु ब्रह्मानंद स्वामी श्रीजी महाराज के प्रसादी नीम के वृक्ष के नीचे काली कमली बिछाकर विराजमान थे। स्वामी के एक हाथ में पवित्र ग्रंथ और दूसरे हाथ में तुलसी की माला थी। वे मंदिर की ओर पूर्वाभिमुख होकर एकाग्रचित्त होकर स्वाध्याय कर रहे थे।
उस समय उत्तर भारत का एक भ्रमणकारी चित्रकार मूली आया। उसने सुन रखा था कि इस विशाल मंदिर का निर्माण कराने वाले सद्गुरु ब्रह्मानंद स्वामी एक महान संत और अद्वितीय कवि हैं। उसने दूर से नीम के नीचे विराजमान स्वामी के दर्शन किए। स्वामी के अष्टविध ब्रह्मचर्य, त्याग, वैराग्य और ज्ञान से आलोकित तेजस्वी स्वरूप को देखकर चित्रकार के हृदय में असीम शांति छा गई। उसे स्वामी के प्रति अलौकिक आध्यात्मिक आकर्षण की अनुभूति हुई और उसने स्वामी का चित्र बनाने का संकल्प किया। चित्रकार के पास कोई ब्रश, रंग या कैनवास नहीं था; अतः उसने भूमि से एक काला कोयला उठाया और मंदिर की संगमरमर की चमकीली सफेद दीवार पर स्वामी का दाहिनी ओर का एकचक्षु (प्रोफाइल) सजीव रेखाचित्र खींच दिया! ब्रह्मानंद स्वामी शास्त्र पठन में इतने निमग्न थे कि उन्हें आभास भी न हुआ। चित्रकार आश्चर्यजनक रूप से हूबहू चित्र बनाकर मौन रूप से प्रस्थान कर गया।
संध्या समय सद्गुरु देवानंद स्वामी उस ओर आए। दीवार पर ब्रह्मानंद स्वामी का सजीव चित्र देखकर वे मुग्ध रह गए। पास काम कर रहे एक कारीगर से पूछने पर ज्ञात हुआ कि एक चित्रकार कोयले से यह चित्र बना गया है। देवानंद स्वामी ने सोचा कि स्वामी की यह अलौकिक छवि भावी पीढ़ियों के लिए सुरक्षित रहनी चाहिए। उन्होंने तुरंत एक महीन पारदर्शी कागज मंगाया और दीवार पर रखकर उस रेखाचित्र की सटीक प्रतिलिपि उतार ली! देवानंद स्वामी ने उस पावन चित्र को अपनी नित्य पूजा की झोली में सुरक्षित रख लिया। अगले दिन जब ब्रह्मानंद स्वामी वहां से निकले और दीवार पर अपना चित्र देखा, तो परम वैराग्य और निरभिमानता के कारण उन्होंने तुरंत गीला पोछा मंगाकर उस चित्र को मिटवा दिया!
श्रीजी महाराज के भूलोक प्रवास काल में केवल श्रीहरि, दोनों आचार्यश्री और सद्गुरु मुक्तानंद स्वामी के ही प्रामाणिक चित्र बने थे; अन्य किसी नंदसंत का ऐसा चित्र उपलब्ध नहीं था। संवत १८८८ के ज्येष्ठ शुक्ल दशमी को ब्रह्मानंद स्वामी के ब्रह्मलीन होने के उपरांत देवानंद स्वामी बाईस वर्षों तक मूली मंदिर के महंत रहे। उनके पश्चात यह रेखाचित्र उनके शिष्य सद्गुरु तद्रूपानंद स्वामी के पास आया। तद्रूपानंद स्वामी ने उस रेखाचित्र से रंगीन चित्र बनवाने हेतु मूली निवासी तथा जामनगर के महाराजा जाम विभाजी के राजकवि भीमजीभाई रत्नू (गढ़वी) को वह कागज सौंपकर जामनगर के श्रेष्ठ चित्रकार से चित्र बनवाने की प्रार्थना की। राजकवि भीमजीभाई ने जामनगर के प्रसिद्ध चित्रकार रूपा कचरा से दो सुंदर चित्र बनवाए। रूपा कचरा ने स्वामी को गादी-तकिये पर विराजमान दर्शाया। संवत १८८८ के समय की होने से इस चित्र में स्वामी की अंतिम अवस्था का दिव्य तेज स्पष्ट परिलक्षित होता है। इनमें से एक चित्र तद्रूपानंद स्वामी को दिया गया और दूसरा चित्र राजकवि भीमजीभाई के परिवार के पास आज भी सुरक्षित है।
- सद्गुरु ब्रह्मानंद स्वामी के जीवन-चरित्र से…
English
Brahmanand Swami’s Charcoal Portrait at Muli Mandir, Devanand Swami’s Preservation, and Court Poet Bhimjibhai
One day, during the monumental construction of the grand Muli mandir, Sadguru Brahmanand Swami was serenely seated on a black woollen blanket beneath a sanctified neem tree blessed by Shreeji Maharaj. In one hand, Swami held a holy scripture, and in the other, a rosary of Tulsi beads. Facing east toward the emerging mandir sanctum, he was deeply absorbed in scriptural study.
During that time, an itinerant artist from North India arrived in Muli. Having heard that the architect and supervisor of this majestic temple, Sadguru Brahmanand Swami, was a luminary among saint-poets, he sought darshan of Swami from a distance beneath the neem tree. Beholding Swami’s radiant countenance, luminous with the strict observance of eightfold celibacy (ashtanga brahmacharya), spiritual wisdom, and detachment, a wave of sublime tranquility washed over the artist’s soul. He felt an irresistible urge to capture Swami’s divine likeness. Lacking paper, brushes, or colors, the artist picked up a piece of charcoal from the ground and, using the pristine white marble wall of the mandir as his canvas, sketched an exquisite, life-like profile portrait (ek-chakshu) of Swami! Brahmanand Swami was so enraptured in his study and chanting that he remained entirely oblivious to the artist’s presence. Having completed the sketch with astonishing accuracy, the painter departed without uttering a word.
In the evening, Sadguru Devanand Swami passed by that corner and stopped dead in his tracks upon noticing the striking likeness on the wall. Inquiring with a nearby mason, he learned that an unknown North Indian artist had drawn it with charcoal. Recognizing the supreme historical and spiritual value of the portrait, Devanand Swami resolved that it must be preserved. He immediately procured fine tracing paper, placed it over the wall, and meticulously traced the entire charcoal portrait! Devanand Swami carefully folded the traced sketch and preserved it inside his personal puja pouch. The following morning, when Brahmanand Swami walked past and noticed his own portrait drawn upon the wall, his intense spirit of vairagya and utter egolessness took over—he immediately ordered a wet cloth and wiped the sketch clean off the marble!
During Bhagwan Shreeji Maharaj’s earthly presence, authentic portraits were created only of Shreehari Himself, the two Acharyas, and Sadguru Muktanand Swami; no other Nand-paramhansa had a portrait made. After Brahmanand Swami ascended to Akshardham on Jeth Sudi Dasham in Samvat 1888, Devanand Swami served as the Mahant of Muli mandir for twenty-two years. Following his departure, the sacred traced sketch came into the custody of his disciple, Sadguru Tadrupanand Swami. Desiring to have authentic colored paintings rendered from this sketch, Tadrupanand Swami entrusted the drawing to Rajkavi Bhimjibhai Ratnu (Gadhvi), a native of Muli who served as the royal court poet of Maharaja Jam Vibhaji of Jamnagar. Bhimjibhai commissioned Rupa Kachra, the most renowned court painter of Jamnagar, to create two fine finished portraits. Rupa Kachra retained the authentic features while portraying Swami seated regally upon a gaddi and takiyo. Capturing Swami’s appearance from around Samvat 1888, the portrait reflects the profound divine majesty of his advanced years. One portrait was presented to Sadguru Tadrupanand Swami, while the second sanctified painting has been lovingly preserved by the Ratnu family to this very day.
- From the holy life narrative of Sadguru Shree Brahmanand Swami…