Goto Naviagation👇

“અમને ઘડીક સેવા કરવા દયો”—શ્રીહરિ તગારું ભરી પગથિયાં ચડ્યા; બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને ગુરુ સ્થાને ગણાવી તગારું મુકાવ્યું, જેની સ્મૃતિમાં બારમાસાનું પદ રચાયું.

મુક્તરાજ દાદા ખાચર, જીવુબાં અને લાડુબાં આદિક પરમ પ્રેમી ભક્તોના દિવ્ય સંકલ્પને વશ થઈને સર્વાવતારી શ્રીહરિ ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજનું ભવ્ય શિખરબદ્ધ મંદિર બંધાવી રહ્યા હતા. ગઢપુર મંદિરના પાયાના બાંધકામ વેળાએ શ્રીહરિએ અલૌકિક કોલ દીધો હતો કે: “જે કોઈ આ મંદિરના પાયામાં એક શેરનો પથ્થર પણ પ્રેમથી નાંખશે, તેને અંતકાળે અમે જાતે આવીને અક્ષરધામમાં તેડી જઈશું!”

એક દિવસે ગોંડલના પ્રખ્યાત શિલ્પી રત્ના કડીયા બપોરનું ભોજન પતાવી મંદિરની ઊંચી દીવાલ પર ચણતર કામ કરવા ચડ્યા. ચણતર કરતાં કરતાં માલ ખૂટી જતાં તેમણે બે-ત્રણ વાર ઊંચા સાદે બૂમ પાડી: “અરે ભાઈ! અહીં ગોળ (ચૂના-ગોળનો મસાલો) લાવો!” પરંતુ તે સમયે આજુબાજુ કોઈ મજૂર કે સેવક હાજર નહોતો. રત્ના કડીયાનો સાદ શ્રીહરિના કાને પડ્યો. શ્રીહરિ તુરંત પોતાની ખુરશી પરથી ઊભા થયા, ચાખડીઓ પહેરી ચટકંતી ચાલે ત્યાં દોડી આવ્યા અને સ્નેહથી પૂછ્યું: “રત્ના કડીયા! શું જોઈએ છે?” રત્નો કડીયો બોલ્યો: “મહારાજ! અહીં ચણતર માટે ગોળ-ચૂનાનું એક તગારું જોઈએ છે.” આ સાંભળતાં જ સર્વેશ્વર શ્રીહરિએ પોતાના કોમળ હાથે તગારું માલથી છલોછલ ભરી દીધું અને માથે ઉપાડી મંદિરના પગથિયાં ચડી રત્ના કડીયાને આપ્યું! તગારું ખાલી થતાં જ શ્રીહરિ બીજું તગારું ભરવા મંડ્યા.

આ અદ્ભુત દ્રશ્ય જોઈ ત્યાં ઉપસ્થિત સાધુઓ, પાર્ષદો અને હરિભક્તો દોડી આવ્યા અને કરગરીને બોલ્યા: “હે મહારાજ! હવે રહેવા દો! આપ શા માટે શ્રમ કરો છો? હવે વધારે માલની જરૂર નથી.” તો પણ શ્રીહરિ હસતા હસતા બીજું તગારું ભરવા લાગ્યા. ત્યારે સત્સંગના વડીલ સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીહરિ પાસે આવ્યા અને હાથ જોડી બોલ્યા: “હે મહારાજ! હવે આપ આ તગારું ઉપાડવાનું રહેવા દો; આપને આવો શારીરિક શ્રમ કરતા જોઈ આ સાધુઓ અને હરિભક્તો ભારે સંકોચ અને દુઃખ અનુભવે છે.” ત્યારે શ્રીહરિએ નિર્દોષ ભાવે કહ્યું: “સ્વામી! આપ સર્વે સંતો-ભક્તો વહેલી સવારના અવિરત સેવા કરો છો તે થાકી ગયા હશો; તો અમને પણ ઘડીક સેવા કરવાનો લ્હાવો લેવા દો ને!”

એટલામાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામી પણ ત્યાં દોડી આવ્યા. પરિસ્થિતિ જોઈ બ્રહ્માનંદ સ્વામીએ હાસ્ય સાથે વિનમ્ર દલીલ કરતાં કહ્યું: “હે મહારાજ! આપ સભામાં સદાય કહો છો કે આ સૌથી મોટેરા મુક્તાનંદ સ્વામી આપના ગુરુ સ્થાને છે; તો જો મુક્તાનંદ સ્વામી ગુરુ હોય અને આપ શિષ્ય હોવ, તો ગુરુ જે આજ્ઞા કરે તેનું શિષ્યે પાલન કરવું જ પડે! માટે ગુરુની આજ્ઞા માની તગારું નીચે મૂકી દો!” બ્રહ્માનંદ સ્વામીની આવી ચતુરાઈભરી યુક્તિ સાંભળી શ્રીહરિ ખડખડાટ હસી પડ્યા અને તગારું નીચે મૂકીને બોલ્યા: “સ્વામી! તમે તો અમારા હાથમાંથી તગારું મુકાવીને જ રહ્યા!” એમ કહી હસતા હસતા પોતાના આસને પધાર્યા.

સંવત ૧૮૮૬માં શ્રીહરિ જ્યારે સ્વધામ પધાર્યા, તે પછી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મૂળી મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ વિરહભાવમાં બારમાસાના પદો રચ્યાં. તેના અગિયારમા પદમાં શ્રીહરિની આ તગારું ઉપાડવાની અદ્ભુત લીલાનું સ્મરણ કરતાં સ્વામીએ ગાયું છે: “કે દી કરશો કાનજી, આવી મંદિર માંહી કામ..! બ્રહ્માનંદના નાથજી, આવોને શ્રીઘનશ્યામ..!!”

  • સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવનકવનમાંથી…

Goto Naviagation👇

Hindi

ગઢડા ગોપીનાથજી મંદિર નિર્માણ મેં રત્ના કડિયા કી પુકાર, શ્રીહરિ દ્વારા સ્વયં તગારી ઉઠાના ઔર સંતોં કી નમ્ર જિદ

मुक्तराज दादा खाचर, जीवूबा और लाडूबा आदि अनन्य भक्तों के दिव्य प्रेम के वशीभूत होकर सर्वावतारी श्रीहरि गढ़पुर में श्री गोपीनाथजी महाराज का भव्य मंदिर बनवा रहे थे। मंदिर की नींव के निर्माण के समय श्रीजी महाराज ने अलौकिक प्रतिज्ञा की थी: “जो कोई इस मंदिर की नींव में एक सेर का पत्थर भी प्रेम से डालेगा, हम अंतकाल में स्वयं आकर उसे अक्षरधाम ले जाएंगे!”

एक दिन गोंडल के प्रसिद्ध शिल्पी रत्ना कड़िया दोपहर के भोजनोपरांत मंदिर की ऊंची दीवार पर चिनाई करने चढ़े। चिनाई करते समय गारे (मसाले) की कमी पड़ने पर उन्होंने दो-तीन बार ऊंची आवाज लगाई: “अरे भाई! यहां गुड़ (मसाले) का तगारा लाओ!” किंतु उस समय आसपास कोई मजदूर उपस्थित न था। रत्ना कड़िया की आवाज श्रीहरि के कानों में पड़ी। श्रीहरि तुरंत कुर्सी से उठे, खड़ाऊं पहनकर तेजी से वहां पहुंचे और पूछा: “रत्ना कड़िया! क्या चाहिए?” रत्ना कड़िया बोला: “महाराज! यहां चिनाई हेतु मसाले का तगारा चाहिए।” यह सुनते ही जगन्नियंता श्रीहरि ने अपने कोमल हाथों से तगारी में मसाला भरा, उसे उठाकर मंदिर की सीढ़ियां चढ़े और रत्ना कड़िया के पास खाली किया! एक तगारी खाली कर श्रीहरि दूसरी तगारी भरने लगे।

यह दृश्य देखकर संत, पार्षद और भक्त दौड़कर आए और प्रार्थना करने लगे: “हे महाराज! अब रहने दीजिए; आप यह श्रम क्यों कर रहे हैं?” किंतु श्रीहरि मुस्कुराते हुए तगारी भरते रहे। तब सद्गुरु मुक्तानंद स्वामी ने आगे आकर करबद्ध प्रार्थना की: “हे महाराज! अब यह तगारी उठाना बंद कीजिए; आपको ऐसा शारीरिक श्रम करते देखकर संत और भक्त अत्यंत संकुचित हो रहे हैं।” श्रीहरि ने सहज भाव से कहा: “स्वामी! आप सभी संत-भक्त प्रातःकाल से निरंतर सेवा कर रहे हैं, थक गए होंगे; तो हमें भी थोड़ी देर सेवा करने का आनंद लेने दीजिए!”

उसी समय सद्गुरु ब्रह्मानंद स्वामी और नित्यानंद स्वामी भी वहां आ पहुंचे। ब्रह्मानंद स्वामी ने अपनी हाजिरजवाबी से कहा: “हे महाराज! आप सदैव कहते हैं कि मुक्तानंद स्वामी आपके गुरु समान हैं; तो यदि मुक्तानंद स्वामी गुरु हैं और आप शिष्य हैं, तो गुरु की आज्ञा मानना शिष्य का परम धर्म है! अतः गुरु की आज्ञा मानकर तगारी नीचे रख दीजिए!” ब्रह्मानंद स्वामी की यह युक्ति सुनकर श्रीहरि हंस पड़े और तगारी नीचे रखकर बोले: “स्वामी! आपने हमारे हाथ से तगारी छुड़वा ही दी!” ऐसा कहकर प्रभु मुस्कुराते हुए अपने आसन पर पधारे।

संवत १८८६ में श्रीहरि के स्वधाम गमन के पश्चात सद्गुरु ब्रह्मानंद स्वामी ने मूली मंदिर में विरह के बारहमासा पद रचते हुए ग्यारहवें पद में इस पावन लीला का स्मरण कर लिखा: “के दी करशो कानजी, आवी मंदिर मांही काम..! ब्रह्मानंदना नाथजी, आवोने श्रीघनश्याम..!!”

  • सद्गुरु ब्रह्मानंद स्वामी के जीवन-चरित्र से…

Goto Naviagation👇

English

Ratna Kadia’s Call at Gadhada Gopinathji Mandir Construction, Shreehari Personally Carrying the Mortar Pan, and the Saints’ Loving Intervention

Bound by the unalloyed love of Muktaraj Dada Khachar, Jivuba, Laduba, and other pure devotees, Supreme Bhagwan Shreehari was constructing the majestic Gopinathji Maharaj mandir in Gadhpur. During the laying of the foundation, Shreehari had proclaimed a divine promise: “Whoever places even a single stone weighing one seer into the foundation of this mandir with sincere devotion, We shall personally escort him to Akshardham at the time of his death!”

One afternoon, after taking lunch, the skilled artisan Ratna Kadia of Gondal climbed atop the high wall to resume masonry work. Running short of binding mortar, he called out loudly two or three times: “Brother! Bring a pan of jaggery-lime mortar up here!” However, at that moment, no laborer or attendant was nearby. Shreehari heard Ratna Kadia’s voice. Rising immediately from His seat and slipping into His wooden sandals (chakhdi), Shreehari walked swiftly over and enquired affectionately: “Ratna Kadia! What do you require?” Ratna Kadia answered, “Maharaj! I need a pan (tagaru) of mortar for the masonry.” Hearing this, the Sovereign Lord of the cosmos personally filled an iron trough with heavy mortar, lifted it, climbed the temple steps, and emptied it beside the mason! As soon as it was emptied, Shreehari began shoveling mortar into a second trough.

Beholding this astonishing spectacle, sadhus, attendants, and devotees rushed over in consternation, pleading: “O Maharaj! Please desist! Why are You performing manual labor? No more mortar is needed right now!” Yet Shreehari continued filling the pan with a smile. Sadguru Muktanand Swami hurried to Shreehari’s side and prayed with folded hands: “O Maharaj! Please lay down this mortar pan; seeing You exert Yourself in physical labor causes acute distress and embarrassment to all the ascetics and devotees!” Shreehari replied innocently: “Swami! You sadhus and devotees have been laboring untiringly since the crack of dawn and must be exhausted; pray allow Us also the blessed opportunity to render physical service for a little while!”

Just then, Sadguru Brahmanand Swami and Sadguru Nityanand Swami arrived at the scene. Sizing up the situation, Brahmanand Swami remarked with quick-witted brilliance: “O Maharaj! You constantly declare in the assembly that our eldest Muktanand Swami holds the position of Your Guru. If Swami is Your Guru and You are his disciple, then a disciple is duty-bound to obey his Guru’s command! Therefore, obey Your Guru’s order and put down that mortar pan!” Hearing Brahmanand Swami’s ingenious retort, Shreehari burst into merry laughter. Setting down the pan, He said: “Swami! You succeeded in making Me put down the pan after all!” Smiling broadly, He returned to His seat.

Years later, after Shreehari returned to His eternal abode in Samvat 1886, Sadguru Brahmanand Swami composed the poignant Baramasa padas in separation before Harikrishna Maharaj in Muli Mandir. In the eleventh verse, recalling this unforgettable lila, Swami sang with tearful longing: “Ke di karsho Kanji, aavi mandir maahi kaam..! Brahmanand-na Naathji, aavone Shri Ghanshyam..!!” (“On which day will You come again to labor inside the mandir, O beloved Kanji? O Lord of Brahmanand, please come back, O divine Ghanshyam!!”)

  • From the holy life narrative of Sadguru Shree Brahmanand Swami…