મયારામ ભટ્ટની કરુણાભરી પ્રાર્થના સાંભળી શ્રીહરિએ સોંજા મોકલ્યા; લક્ષ્મીબાઈની ઉત્તરાદી ખાલી કોઠીનું સાણું ખોલતાં જ મગની ધારોડી વહી અને ભક્તવત્સલ પ્રભુનો મહિમા ગવાયો.
દંઢાવ્ય દેશના સોંજા ગામમાં સંતોના વિચરણથી બાલચંદ્રભાઈ, નાગરદાસભાઈ, નથુભાઈ પટેલ, દેવજીભાઈ તથા બ્રાહ્મણ લક્ષ્મીબાઈ વગેરે શ્રીહરિના અનન્ય પ્રેમી ભક્તો હતા. સંવત ૧૮૬૫ની સાલમાં શ્રીહરિ વહેલાલ, જાખોરા, સાદરા અને ઉનાવા થઈને સૌ પ્રથમ વખત સોંજા પધાર્યા હતા અને સહુ ભક્તોને દિવ્ય સુખ આપ્યું હતું.
સંવત ૧૮૬૯ના વર્ષમાં ‘ઓગણોતેરો’ નામનો અત્યંત ભયંકર અને કારમો દુષ્કાળ પડ્યો. માણસો અને પશુઓ અન્ન-જળ વિના ટળવળવા લાગ્યા. શ્રીહરિએ ગઢપુરથી સંતો અને પાર્ષદોના મંડળો બનાવી દેશ-વિદેશમાં દુષ્કાળપીડિત હરિભક્તોની સહાયતા અને આશ્વાસન સારુ વિચરણમાં મોકલ્યા. શ્રીહરિના પરમ સેવક મયારામ ભટ્ટ વિચરણ કરતા કરતા સાંજટાણે સોંજા ગામે પહોંચ્યા અને બ્રાહ્મણ હરિભક્ત લક્ષ્મીબાઈના ઘરે ઉતારો કર્યો. લક્ષ્મીબાઈના પતિનું થોડા સમય પહેલાં જ નાની વયે અવસાન થયું હતું. ઘરમાં કોઈ કમાનાર નહોતું અને ભયાનક દુષ્કાળમાં અનાજનો એક દાણો પણ બચ્યો નહોતો. ગામમાંથી લોટ માંગી લાવીને જ રોટલો પાકી શકે તેવી અત્યંત દયનીય સ્થિતિ હતી. મયારામ ભટ્ટ આ દરિદ્રતા જોઈ અત્યંત વ્યથિત થયા. લક્ષ્મીબાઈએ વિવેકથી વાળુ કરવાનો આગ્રહ કર્યો, પરંતુ ભટ્ટજી બોલ્યા: “લક્ષ્મીબેન! તળાવે સ્નાન-સંધ્યાવંદન કરી હું વાળુ કરીને જ આવ્યો છું, મને ભૂખ નથી.”
ઘરના વ્યવહાર વિશે પૂછતાં લક્ષ્મીબાઈ આંખમાં આંસુ સાથે બોલ્યાં: “ભટ્ટજી! આ દુષ્કાળમાં સૂકા સાથે લીલું પણ બળે છે. ઘરમાં દાણા ખૂટી ગયા છે. હવે વિધવા બાઈમાણસ તરીકે આ દેહ કેમ ટકાવવો એ મોટો પ્રશ્ન છે. આપ જ્યારે ગઢપુર મહારાજ પાસે જાઓ, ત્યારે મારા વતી કરગરીને પ્રાર્થના કરજો કે ‘આ અબળાને પ્રભુ વહેલા પોતાના ધામમાં તેડી જાય!’” આ કરુણ વચનો સાંભળી મયારામ ભટ્ટનું હૃદય ભરાઈ આવ્યું.
ભટ્ટજી સોંજાથી સીધા ગઢપુર પહોંચ્યા. શ્રીહરિના દર્શન કરતાં જ લક્ષ્મીબાઈના દુઃખનું વર્ણન કરતાં કરતાં ભટ્ટજી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા: “હે મહારાજ! લક્ષ્મીબાઈએ કહેવડાવ્યું છે કે પ્રભુ વહેલા ધામમાં તેડી જાઓ; હે દીનદયાળુ! આપ દયા કરો અને એ અબળાનું દુઃખ ટાળો!” શ્રીહરિએ તત્કાળ કહ્યું: “મયારામ ભટ્ટ! તમે હમણાં ને હમણાં પાછા સોંજા જાઓ. લક્ષ્મીબાઈના ઘરમાં ઉત્તરાદી દિશાએ માટીની એક કોઠી છે, તે મગથી ભરેલી છે! એ કોઠીના મોં પર માટલું ઢાંકીને લીપી દેજો અને નીચેના સાણામાંથી જેટલા જોઈએ તેટલા મગ કાઢી વેચીને જરૂરી ઘરવખરી લાવી ગુજરાન ચલાવજો અને ભજન કરજો, એવો અમારો સંદેશો આપો!”
મયારામ ભટ્ટ તો આવ્યા તેવા જ ખભે ખલકો નાખી તરત સોંજા જવા રવાના થયા. ત્રણ દિવસે સોંજા પહોંચી લક્ષ્મીબાઈને શ્રીહરિનો આદેશ સંભળાવ્યો. લક્ષ્મીબાઈ આશ્ચર્યથી બોલ્યાં: “ભટ્ટજી! મારા ઘરમાં કોઠીઓ પહેલેથી જ ખાલી પડી છે, એ તો ગોરમહારાજ સ્વર્ગે સીધાવ્યા ત્યારની ખાલી છે!” મયારામ ભટ્ટ બોલ્યા: “લક્ષ્મીબેન! પ્રભુના વચનમાં અડગ વિશ્વાસ રાખો; શ્રીહરિ અસત્ય ન જ કહે! ચાલો આપણે જઈને જોઈએ.” બંનેએ ઘરમાં જઈ ઉત્તરાદી દિશાની જૂની કોઠી પાસે જઈ જેવું સાણું ખોલ્યું, ત્યાં તો અંદરથી સુવર્ણ જેવા મગની અખંડ ધારોડી વહેવા લાગી! મયારામ ભટ્ટ અને લક્ષ્મીબાઈના રોમેરોમમાં આનંદના ખમકારા છૂટ્યા. લક્ષ્મીબાઈએ તુરંત એ મગની સ્વાદિષ્ટ ખીચડી બનાવી ભટ્ટજીને ભાવથી જમાડ્યા. આખા ભયંકર દુષ્કાળ દરમિયાન લક્ષ્મીબાઈ એ અક્ષય કોઠીમાંથી મગ કાઢી કાઢીને પોતાનું ગુજરાન સન્માનપૂર્વક ચલાવતાં રહ્યાં અને શ્રીહરિનું ભજન કરતાં રહ્યાં. મયારામ ભટ્ટ ગઢપુર પાછા આવ્યા ત્યારે શ્રીહરિ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા પર બિરાજમાન હતા. ભટ્ટજીએ દોડીને ચરણોમાં દંડવત કરતાં ગદ્ગદ થઈને પોકાર કર્યો: “હે પ્રભુ! આપ સાચે જ અનાથના નાથ અને સાક્ષાત્ ભક્તવત્સલ ભગવાન છો!”
- ઉત્તરગુજરાતની લીલા તથા સદગુરુ પ્રસાદાનંદ સ્વામીની વાતોમાંથી…
Hindi
સોંજા ગાંવ મેં ઓગણોતેરા અકાલ મેં અન્નપૂર્ણા લીલા, મયારામ ભટ્ટ કી ભક્તિ ઔર લક્ષ્મીબાઈ કી અક્ષય કોઠી
डंढाव्य देश के सोंजा गांव में संतों के विचरण से बालचंद्रभाई, नागरदासभाई, नथुभाई पटेल तथा ब्राह्मणी लक्ष्मीबाई आदि श्रीहरि के अनन्य निष्ठावान भक्त थे। संवत १८६५ में श्रीहरि पहली बार सोंजा पधारे थे और सभी को दिव्य सुख प्रदान किया था।
संवत १८६९ में गुजरात में ‘ओगणोतेरो’ नाम से कुख्यात अत्यंत भीषण अकाल पड़ा। तृण और जल के अभाव में त्राहि-त्राहि मच गई। श्रीजी महाराज ने गढ़पुर से संतों-पार्षदों को अकाल पीड़ित भक्तों की सुध लेने हेतु विचरण में भेजा। श्रीहरि के निष्ठावान सेवक मयाराम भट्ट विचरण करते हुए संध्या समय सोंजा पहुंचे और निर्धन ब्राह्मणी लक्ष्मीबाई के घर ठहरे। कुछ समय पूर्व ही लक्ष्मीबाई के पति का युवावस्था में देहांत हो गया था। घर में कोई कमाने वाला न था और अकाल के कारण अन्न का एक दाना भी शेष न था। गांव से आटा मांगकर ही रोटी बनती थी। मयाराम भट्ट उनकी दारुण निर्धनता देखकर अत्यंत द्रवित हो गए। लक्ष्मीबाई ने भोजन का आग्रह किया, किंतु भट्टजी ने कहा: “बहन! मैं सरोवर पर स्नान-संध्या कर भोजन करके ही आया हूं, मुझे भूख नहीं है।”
घर की स्थिति पूछने पर लक्ष्मीबाई रो पड़ीं: “भट्टजी! इस अकाल में सूखे के साथ हरा भी जल रहा है। घर में अन्न समाप्त हो चुका है। मुझ असहाय विधवा का जीवन कैसे बीतेगा? जब आप गढ़पुर महाराज के पास जाएं, तो मेरी ओर से प्रार्थना करना कि ‘प्रभु इस अबला को शीघ्र अपने परमधाम ले जाएं!’” यह सुनकर मयाराम भट्ट की आंखें भर आईं।
भट्टजी सोंजा से सीधे गढ़पुर पहुंचे और श्रीहरि के दर्शन करते ही लक्ष्मीबाई के दारुण कष्ट का वर्णन करते हुए फूट-फूट कर रो पड़े: “हे महाराज! लक्ष्मीबाई ने कहलाया है कि उन्हें शीघ्र धाम में बुला लें; हे दीनबंधु! उस पर दया कीजिए!” श्रीहरि ने तुरंत कहा: “मयाराम भट्ट! आप तुरंत सोंजा लौट जाइए। लक्ष्मीबाई के घर में उत्तर दिशा वाली मिट्टी की कोठी मूंग से भरी है! उस कोठी के मुख पर मटका रखकर लीप देना और नीचे के छेद (साणे) से जितने चाहिए उतने मूंग निकालकर बेचते रहना, गृहस्थी चलाना और निश्चिंत होकर भजन करना!”
मयाराम भट्ट झोली कंधे पर डालकर तुरंत सोंजा लौटे और लक्ष्मीबाई को महाराज का संदेश सुनाया। लक्ष्मीबाई बोलीं: “भट्टजी! मेरे घर की कोठियां तो पति के देहांत के समय से ही सर्वथा रिक्त पड़ी हैं!” मयाराम भट्ट बोले: “बहन! भगवान के वचनों पर विश्वास रखो, प्रभु कभी असत्य नहीं कहते!” दोनों ने घर में जाकर जैसे ही उत्तर दिशा की कोठी का ढक्कन खोला, उसमें से चमकीले मूंग की अखंड धारा बहने लगी! यह चमत्कार देखकर दोनों स्तब्ध रह गए। लक्ष्मीबाई ने उसी मूंग की स्वादिष्ट खिचड़ी बनाकर भट्टजी को प्रेमपूर्वक जिमाई। पूरे भीषण अकाल में लक्ष्मीबाई उस अक्षय कोठी से मूंग निकालकर सम्मानपूर्वक जीवन यापन करती रहीं और श्रीहरि का अखंड भजन करती रहीं। मयाराम भट्ट ने गढ़पुर लौटकर नीम के वृक्ष के नीचे विराजमान श्रीहरि के चरणों में साष्टांग प्रणाम करते हुए पुकारा: “हे प्रभु! आप वास्तव में दीनानाथ और साक्षात् भक्तवत्सल भगवान हैं!”
- उत्तर गुजरात की लीला तथा सद्गुरु प्रसादानंद स्वामी की बातों से…
English
The Annapurna Lila during the Great Famine in Sonja, Mayaram Bhatt’s Compassion, and Lakshmibai’s Inexhaustible Granary
In the village of Sonja in the Dandhavya region lived several earnest devotees, including Balchandrabhai, Nagardasbhai, Nathubhai Patel, and a pious Brahmin widow named Lakshmibai. In Samvat 1865, Supreme Lord Shreehari had blessed Sonja with His first holy visit, establishing deep spiritual roots in their hearts.
In Samvat 1869, Gujarat was stricken by the devastating famine famously remembered as the ‘Oganotero’ famine. Desiccation gripped the land; neither water nor fodder remained, and severe starvation loomed everywhere. Moved by compassion, Shreehari dispatched itinerant mandals of sadhus and personal attendants from Gadhpur to offer solace and relief to distressed devotees across provinces. Shreehari’s dedicated attendant Mayaram Bhatt arrived in Sonja at dusk and sought shelter at the humble home of Lakshmibai. Her husband had passed away at a young age, leaving her without any earning family member. In the grip of the merciless famine, not a single grain remained in her home; she survived solely by seeking flour from neighbors. Observing her utter destitution, Mayaram Bhatt was deeply sorrowed. When Lakshmibai graciously pressed him to dine, Bhattji declined gently: “Sister! Having bathed and performed my evening sandhya prayers at the village lake, I have already taken my evening meal; I am not hungry.”
Enquiring about her welfare, Lakshmibai broke into tears: “Bhattji! During this cruel famine, the green withers alongside the dry. All our grain is exhausted. How can a helpless widow survive in this mortal frame? When you return to Gadhpur, please pray to Shreehari on my behalf: ‘O Lord, kindly escort this helpless soul to Your eternal abode without delay!’” Hearing her pitiful plea, Mayaram Bhatt’s heart was overwhelmed with grief.
Bhattji hurried to Gadhpur. The moment he laid eyes upon Shreehari, he wept uncontrollably while recounting Lakshmibai’s unbearable plight: “O Maharaj! Lakshmibai begs that You take her to Akshardham; O Protector of the helpless! Shower Your divine mercy and relieve her suffering!” Shreehari instantly instructed him: “Mayaram Bhatt! Return to Sonja this very moment. In the northern corner of Lakshmibai’s home stands an earthen storage granary (kothi); it is overflowing with moong beans! Seal the top of that granary with an earthen pot and plaster it with mud. Draw out whatever quantity of moong is required from the lower spout (sanu). Sell the moong to purchase household necessities, maintain your livelihood throughout this famine, and chant the divine name in peace!”
Mayaram Bhatt slung his bag over his shoulder and set out immediately. Reaching Sonja three days later, he delivered the Lord’s command to Lakshmibai. Lakshmibai remarked in astonishment: “Bhattji! All the granaries in my house have been completely empty ever since my husband passed away!” Mayaram Bhatt replied: “Sister! Have implicit faith in the Lord’s word; Shreehari’s words never fail! Come, let us open it together.” Entering the house, they unplugged the lower spout of the northern granary. Wonder of wonders! A copious, endless stream of glistening green moong poured out! Tears of gratitude and spiritual ecstasy welled in their eyes. Lakshmibai prepared delicious moong khichdi and lovingly served Mayaram Bhatt. Throughout the prolonged famine, Lakshmibai drew inexhaustible grain from that miraculous granary, supported her household with dignity, and spent her days in blissful devotion. Returning to Gadhpur, Mayaram Bhatt prostrated before Shreehari seated beneath the neem tree and exclaimed: “O Lord! You are truly the ultimate savior of the afflicted and the genuine protector of Your devotees (Bhakta-vatsal Bhagwan)!”
- From Uttar Gujarat ni Leela and Sadguru Prasadanand Swamini Vato…