સમાજે બહિષ્કાર કરી ૧૦૦૦ રૂપિયાનો દંડ માંગ્યો, છતાં ભક્તોએ ‘શીરસાટે સત્સંગ’ રાખ્યો; આધારાનંદ સ્વામીની કૃપાથી ગાયકવાડ સરકારે આદેશ આપી ભક્તોનું સંકટ ટાળ્યું.
શ્રીહરિની આજ્ઞાએ વડતાલ મંદિર સારું શ્રીધર્મદેવ, ભક્તિમાતા અને શ્રીરાધાકૃષ્ણદેવની ધાતુની મૂર્તિઓ જાણીતા શિલ્પી પથાજી સલાટ પાસે બનાવડાવવા સારું સદગુરુ આધારાનંદ સ્વામી વડોદરા પધાર્યા હતા. આધારાનંદ સ્વામીના સત્સંગ અને પાવનકારી યોગમાં આવતાં વડોદરાના પચાસેક જેટલા કડીયા પરિવારના મુમુક્ષુઓ વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. તેઓ શ્રીહરિના પંચવર્તમાનને દ્રઢપણે શુદ્ધભાવે પાળતા હતા. પુરુષોત્તમભાઈ, નંદલાલ, જગજીવનભાઈ, કેવળરામ, આદિતરામ વગેરે સહુ કડીયા પરિવારજનો નિયમિત સત્સંગ-ભજનમાં જોડાવા લાગ્યા.
જ્યારે એમની કડીયા સમાજ અને જ્ઞાતિના આગેવાનોને આ વાતની જાણ થઈ, ત્યારે સહુએ એમના પર સત્સંગ છોડી દેવા સારું ભારે દબાણ કર્યું. જ્યારે આ ભક્તો ડગ્યા નહીં ત્યારે સમાજે તેઓને નાતબહાર (જ્ઞાતિબહાર) મૂકી દીધા. સામાજિક બહિષ્કારના ભયથી પચાસમાંથી છેતાલીસ પરિવારો પાછા જ્ઞાતિમાં ભળી ગયા, પરંતુ પુરુષોત્તમભાઈ, નંદલાલ, જગજીવનભાઈ આદિક ચાર પરિવારોએ ‘શીરસાટે સત્સંગ’ રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તેમણે અનેક સામાજિક કષ્ટો અને અપમાનો સહન કર્યા, પરંતુ નિયમ, નિશ્ચય અને સત્સંગના પક્ષમાંથી સહેજ પણ ચલિત ન થયા.
‘દુકાળમાં અધિક માસ કે દૂબળા ઢોરને બે જેઠ મહિના’ એ કહેવત પ્રમાણે થોડા સમય બાદ શિલ્પી હરિભક્ત પુરુષોત્તમ કડીયાના સાસુનું અવસાન થયું. સાસુના કારજ નિમિત્તે જ્ઞાતિના જમણવારમાં જલેબીની રસોઈ કરવાનું નક્કી થયું. પરંતુ જ્ઞાતિના કઠોર આગેવાનોએ સરકારી કચેરીમાં બસો રૂપિયાની લાંચ આપીને આ ચાર હરિભક્ત પરિવારોને ડોશીના કારજની તમામ ક્રિયાઓ અને જમણવારથી વંચિત કરાવી દીધા.
આ કડીયા ભક્તો ભારે મુંઝવણમાં મુકાયા. તેઓ તરત જ સદગુરુ આધારાનંદ સ્વામી પાસે આવ્યા અને પોતાની સઘળી આપવીતી વર્ણવી. આધારાનંદ સ્વામીએ તેમને ધીરજ આપતાં કહ્યું: “ભગવાનના ભક્ત પર સંકટ આવે ત્યારે જ પ્રભુની પરીક્ષા હોય છે; માટે શ્રીહરિનું અનન્ય ભજન કરો.” “દુઃખ આવત હી તાંકું, કરત ન કોઉ સહાય જબ..! હરિ કું સમરત વાંકું, દુખમેસું સુખ હોત તબ..!!”
સ્વામીએ નાથભક્ત અને સદાશિવભાઈ વગેરે અગ્રણી હરિભક્તોને બોલાવીને જ્ઞાતિના પંચને સમજાવવા મોકલ્યા. પરંતુ અહંકારી આગેવાનોએ નમ્રતાની વાત ફગાવી દઈ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું અને એવો હઠાગ્રહ રાખ્યો કે: “જો આ ચારેય હરિભક્તો એક-એક હજાર રૂપિયા રોકડા દંડ ભરે, તો જ તેમને ફરી નાતમાં સમાવવામાં આવશે!”
નંદલાલ કડીયા તો હિમાલય જેવા અચળ હતા, પરંતુ પુરુષોત્તમભાઈ પરિવારની સ્થિતિ વિચારી વિહવળ થઈ ગયા. આધારાનંદ સ્વામીએ ભક્તોની વ્યાકુળતા નિવારી તેમના સત્સંગને બળ આપવા સારું વડોદરા રાજ્યના રાજવૈદ્ય અને પ્રભાવશાળી સત્સંગી રામચંદ્ર વૈદ્યના ઘેર પધારી સમગ્ર હકીકત જણાવી. રામચંદ્ર વૈદ્ય બોલ્યા: “સ્વામી! શ્રીહરિ સર્વકર્તાહર્તા છે, આપ જેવા સમર્થ સંતોના સંકલ્પ સદાય ફળે છે.” તેઓ તુરંત પોતાની ઘોડાગાડી જોડીને ગાયકવાડ દરબારમાં પહોંચ્યા. “ભગવાન તાકે સમ હીં, સમર્થ કોઉ ન રહાય..! ભૂલત મારગ તિનકું જો, મારગ દેત ચઢાય..!!”
રામચંદ્ર વૈદ્યને રાજદરબારમાં અચાનક પધારેલા જોઈ મહારાજા ગાયકવાડ સરકારે આદરપૂર્વક આસન આપી આગમનનું પ્રયોજન પૂછ્યું. રામચંદ્ર વૈદ્યએ નિર્દોષ સત્સંગી કડીયા પરિવારો પર જ્ઞાતિના પંચ દ્વારા થોપવામાં આવેલા અત્યાચાર અને અન્યાયી એક હજાર રૂપિયાના દંડની વિગતવાર હકીકત કહી સંભળાવી. તેમણે રાજાને અરજ કરી કે રાજ્યમાં ગરીબ અને ધર્મનિષ્ઠ પ્રજાને ન્યાય મળે તેવો આદેશ કરો. ગાયકવાડ સરકારે તત્કાળ તપાસના કડક આદેશ આપ્યા અને કડીયા પંચના આગેવાનોને દરબારમાં બોલાવી કડક હુકમ ફરમાવ્યો: “જો કોઈ પણ વ્યક્તિ આ સત્સંગી કડીયા પરિવારોને નાતના જમણવારમાં બેસવામાં કે કારજની વિધિમાં અડચણ ઊભી કરશે, તો રાજ્ય તરફથી ભારે દંડ અને શિક્ષા કરવામાં આવશે!”
આમ, સદગુરુ આધારાનંદ સ્વામીના વાત્સલ્ય અને સંતકૃપાથી પુરુષોત્તમ કડીયા અને નંદલાલ વગેરે પરિવારોનું મોટું સંકટ પળવારમાં ટળી ગયું. સ્વામીએ સહુ ભક્તોના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે: “તમે શીરસાટે શ્રીહરિનો સત્સંગ રાખ્યો છે, મહારાજ તમને લોક અને પરલોકમાં સદા સુખી રાખશે!”
- સદગુરૂ શ્રી આધારાનંદ સ્વામીના જીવનકવનમાંથી..
Hindi
વડોદરા કે કડિયા ભક્તોં કી અટલ સત્સંગનિષ્ઠા, આધારાનંદ સ્વામી કા આશ્રય ઔર ગાયકવાડ સરકાર કા આદેશ
श्रीहरि की पावन आज्ञा से वड़ताल मंदिर के लिए श्री धर्मदेव, भक्तिमाता और श्री राधाकृष्णदेव की धातु की भव्य मूर्तियों का निर्माण करवाने हेतु सद्गुरु आधारानंद स्वामी प्रसिद्ध शिल्पी पथाजी सलाट के पास वड़ोदरा पधारे। आधारानंद स्वामी के आध्यात्मिक सत्संग प्रभाव से वड़ोदरा के लगभग पचास कड़िया (कारीगर) परिवार पंचवर्तमान धारण कर सत्संगी बन गए। वे सभी श्रीहरि के नियमों का अत्यंत निष्ठापूर्वक पालन करने लगे। पुरुषोत्तमभाई, नंदलाल, जगजीवनभाई, केवलराम, आदितराम आदि प्रमुख कारीगर नित्य सत्संग-भजन में लीन रहने लगे।
जब कड़िया समाज के जाति-पंच और पंचायती प्रमुखों को यह ज्ञात हुआ, तो उन्होंने इन परिवारों पर सत्संग त्यागने हेतु भीषण सामाजिक दबाव बनाया। जब ये भक्त अपने धर्म से विचलित न हुए, तो पंच ने इन्हें जाति से बहिष्कृत (नातबहार) कर दिया। सामाजिक बहिष्कार के भय से पचास में से छियालीस परिवार पीछे हट गए; किंतु पुरुषोत्तमभाई, नंदलाल, और जगजीवनभाई आदि चार परिवारों ने ‘सिर के बदले सत्संग’ निभाने का दृढ़ संकल्प कर लिया। उन्हें अनेक सामाजिक तिरस्कार झेलने पड़े, किंतु वे नियम और सत्संग निष्ठा से रत्ती भर भी न डिगे।
‘अकाल में अधिक मास’ की कहावत के अनुसार कुछ समय बाद शिल्पी हरिभक्त पुरुषोत्तम कड़िया की सास का देहांत हो गया। सामाजिक प्रथा के अनुसार मृत्युभोज (कारज) के अवसर पर जलेबी की रसोई का निर्णय हुआ। किंतु जाति के ईर्ष्यालु प्रमुखों ने सरकारी कर्मचारियों को दो सौ रुपये की रिश्वत देकर इन चार सत्संगी परिवारों को दाह-संस्कार व मृत्युभोज की समस्त क्रियाओं से बाहर करवा दिया।
संकटग्रस्त कड़िया भक्त रोते हुए सद्गुरु आधारानंद स्वामी के चरणों में पहुंचे और अपनी व्यथा सुनाई। आधारानंद स्वामी ने उन्हें धैर्य बंधाते हुए कहा: “भक्तों पर विपत्ति आना प्रभु की परीक्षा है, अतः अनन्य भाव से श्रीहरि का भजन करो।” “दुःख आवत ही तांकूं, करत न कोउ सहाय जब..! हरि कुं समरत वांकूं, दुखमेसूं सुख होत तब..!!”
स्वामी ने नाथभक्त और सदाशिवभाई आदि प्रतिष्ठित भक्तों को जाति के पंचों को समझाने भेजा। किंतु अभिमानी पंचों ने नम्रता को ठुकरा दिया और उद्धत होकर बोले: “यदि ये चारों परिवार एक-एक हजार रुपये नकद दंड भरें, तभी इन्हें वापस समाज में लिया जाएगा!”
नंदलाल कड़िया तो मेरु पर्वत के समान अचल रहे, किंतु पुरुषोत्तमभाई अत्यधिक चिंतित हो उठे। आधारानंद स्वामी ने उनके सत्संग की रक्षा हेतु वड़ोदरा रियासत के राजवैद्य और निष्ठावान सत्संगी रामचंद्र वैद्य के निवास पर जाकर समस्त घटना बताई। रामचंद्र वैद्य ने विनम्रता से कहा: “स्वामी! श्रीहरि ही सर्वकर्ताहर्ता हैं, आप जैसे संतों के संकल्प कभी व्यर्थ नहीं जाते।” वे तुरंत अपनी घोड़ागाड़ी में सवार होकर गायकवाड़ राजदरबार पहुंचे। “भगवान ताके सम हीं, समर्थ कोउ न रहाय..! भूलत मारग तिनकूं जो, मारग देत चढ़ाय..!!”
रामचंद्र वैद्य को अचानक उपस्थित देखकर महाराजा गायकवाड़ ने सम्मानपूर्वक आसन दिया और आने का कारण पूछा। रामचंद्र वैद्य ने निर्दोष सत्संगी कारीगरों पर जाति-पंच द्वारा ढाए जा रहे अत्याचार और एक-एक हजार रुपये के अनुचित दंड का पूरा विवरण प्रस्तुत किया। उन्होंने प्रजावत्सल राजा से न्याय की गुहार लगाई। गायकवाड़ सरकार ने तुरंत जांच के आदेश दिए और कड़िया पंच के नेताओं को तलब कर कड़ा फरमान जारी किया: “यदि किसी ने भी इन सत्संगी कड़िया परिवारों को मृत्युभोज में बैठने अथवा धार्मिक क्रियाएं करने से रोका, तो राज्य की ओर से कठोर दंड दिया जाएगा!”
इस प्रकार सद्गुरु आधारानंद स्वामी के संतप्रयत्न से पुरुषोत्तम कड़िया और नंदलाल आदि परिवारों का संकट तत्काल टल गया। स्वामी ने भक्तों को सिर पर हाथ रखकर आशीर्वाद दिया: “तुमने प्राणों की बाजी लगाकर सत्संग निभाया है, श्रीजी महाराज तुम्हें लोक और परलोक दोनों में परम सुखी करेंगे!”
- सद्गुरु श्री आधारानंद स्वामी के जीवन-चरित्र से…
English
The Unwavering Faith of the Vadodara Kadia Devotees, the Protection of Adharanand Swami, and the Gaekwad Sarkar’s Royal Decree
Under the divine command of Shreehari, Sadguru Adharanand Swami arrived in Vadodara to commission sacred metal murtis of Shree Dharmadev, Bhaktimata, and Shree Radhakrishnadev from the celebrated sculptor Pathaji Salat for the newly planned Vadtal mandir. Through the sanctifying association and spiritual discourses of Adharanand Swami, approximately fifty families of the local Kadia (mason and artisan) community embraced the Satsang fellowship by accepting the five moral vows (Panch-Vartaman). Prominent among them were Purushottam, Nandlal, Jagjivan, Kevalram, and Aditram, who lived with strict devotional integrity.
When the orthodox elders and leaders of the Kadia caste council discovered that these families had joined the Swaminarayan fold, they exerted intense pressure upon them to renounce their faith. When the devotees steadfastly refused, the caste council excommunicated them from the community. Terrified by social ostracization, forty-six of the fifty families compromised and recanted; however, four devout households—led by Purushottam Kadia, Nandlal, and Jagjivan—resolved to uphold Satsang even at the cost of their lives (“shir-saate satsang”). They endured relentless ridicule and social boycott, yet remained unshakable in their devotion and adherence to moral precepts.
As the Gujarati proverb goes, “An extra month during a famine,” trouble escalated when Purushottam Kadia’s elderly mother-in-law passed away. As per community customs, a memorial feast (karaj) featuring jalebis was scheduled. However, the hostile caste leaders bribed local state officials with two hundred rupees and obtained an order prohibiting these four Satsangi families from participating in any funeral rites or the community meal.
Deeply distressed, the Kadia devotees hastened to Sadguru Adharanand Swami and narrated their plight in tears. Adharanand Swami comforted them with words of supreme solace: “When adversity befalls a devotee, it is merely the Lord’s test; take refuge in relentless remembrance and chanting of Shreehari’s name!” “Dukh aavat hi taanku, karat na kou sahaay jab..! Hari kun samarat waanku, dukhmesun sukh hot tab..!!”
Swami sent elder devotees Nathbhakta and Sadashivbhai to counsel the caste leaders peacefully. However, filled with arrogance, the council rejected all reasoned appeals and insolently demanded: “If each of these four devotees pays a hefty cash fine of one thousand rupees, only then will they be readmitted to the caste!”
While Nandlal Kadia remained steadfast like a rock, Purushottam was overcome with sorrow for his family. Sensing their anguish, Adharanand Swami personally visited the residence of Ramchandra Vaidya—the royal court physician of the Gaekwad State and an ardent devotee of Shreehari—and shared the distress of these humble artisans. Ramchandra Vaidya bowed and said: “O Swami! Shreehari is the supreme doer of all; the holy resolutions of satpurushas like you never go in vain.” He immediately boarded his horse carriage and rode directly to the Gaekwad royal court. “Bhagwan taake sam heen, samarth kou na rahaay..! Bhulat maarag tinkun jo, maarag det chadhaay..!!”
Observing the respected royal physician arrive unexpectedly, Maharaja Gaekwad welcomed him with great honor and enquired about the purpose of his visit. Ramchandra Vaidya eloquently narrated the injustice and extortion faced by the innocent Satsangi artisans, who were being illegally fined one thousand rupees each simply for practicing their faith. He urged the ruler to protect pious and law-abiding citizens. The Gaekwad Maharaja immediately instituted an official inquiry, summoned the leaders of the Kadia council to the royal court, and issued a stern decree: “If anyone creates an obstacle or attempts to exclude these Satsangi Kadia families from the community feast or ceremonies, the state will impose severe punitive fines upon the offenders!”
Thus, through the compassionate intervention of Sadguru Adharanand Swami, the grave crisis confronting Purushottam Kadia and Nandlal’s families was dissolved instantly. Swami placed his holy hands upon their heads and blessed them: “Because you preserved your devotion to Shreehari at the cost of your very lives, the Lord will grant you supreme happiness both in this world and in the eternal abode of Akshardham!”
- From the holy life narrative of Sadguru Shree Adharanand Swami…