Goto Naviagation👇

શ્રીહરિએ કહ્યું: ‘આધારાનંદ સ્વામી અમારા વચને વડોદરામાં કષ્ટ વેઠે છે’; અમદાવાદમાં સ્વામીના ભાગનો ઘેબર નિષ્કુળાનંદ સ્વામીને પીરસી વડતાલમાં સ્વામીને હાર પહેરાવ્યા.

એક દિવસે ગઢપુરમાં સભા પૂર્ણ થયા બાદ, શ્રીજીમહારાજે પોતાના પ્રત્યે અગાધ સ્નેહ ધરાવનારા અને વચનપાલક એવા સદ્ગુરુ આધારાનંદ સ્વામીને બોલાવીને આજ્ઞા કરી: “સ્વામી! તમે વડોદરા પધારો અને વડતાલના નૂતન મંદિર સારુ ધર્મદેવ-ભક્તિમાતા તથા શ્રી રાધાકૃષ્ણ દેવની ચાર ધાતુની મનોહર મૂર્તિઓ પ્રખ્યાત મૂર્તિકાર પથાજી સલાટ પાસે બનાવડાવો. કાર્યમાં કોઈ સહાયની જરૂર પડે તો વડોદરાના નિષ્ઠાવાન નાથ ભક્તને મળજો. વળી શહેરમાં જે કાંઈ કામ પડે ત્યારે હંમેશાં સંગાથી સાધુ સાથે જ જવું, ક્યારેય એકલા બહાર નીકળવું નહીં!”

આ દિવ્ય પ્રસંગનું વર્ણન કરતાં શ્રીહરિચરિત્રામૃત સાગર ગ્રંથના ૨૮મા પૂરના ૯૬મા તરંગમાં લખ્યું છે: “વટપતન જાઓ તુમ હી, ધર્મભક્તિ દોઉ તાકી..! મોરલીધર કૃષ્ણકી, રાધીકાજી જો વાંકી..!! ધાતુ જો જોઉ તાંકી, મૂર્તિયુ જો કરાવહુ હો તુમ..! પાષાણ એક વાકી, ચતુરભુજ મૂર્તિ જો તેહી..!!”

આધારાનંદ સ્વામી શ્રીહરિની આજ્ઞા શિરોધાર્ય કરી કેશવાનંદ સ્વામીને સાથે લઈ તુરંત વડોદરા જવા રવાના થયા. શ્રીહરિએ બંને સંતોને પોતાના થાળની પ્રસાદી આપી અને વચન આપ્યું: “અમે અમદાવાદમાં હોળી-હુતાશનીનો રંગોત્સવ કરીને તમને વડતાલમાં રામનવમીના સમૈયે દર્શન સારુ જરૂર તેડાવી લઈશું!”

બંને સંતો વડોદરા પહોંચ્યા, નાથ ભક્તને મળ્યા અને પથાજી સલાટ પાસે મૂર્તિઓનું શાસ્ત્રોક્ત ઘડતર શરૂ કરાવ્યું.

થોડા સમય પછી શ્રીહરિ હુતાશનીનો ઉત્સવ ઉજવવા અમદાવાદ પધાર્યા. તે સમયે વડોદરાથી નાથ ભક્ત પણ અમદાવાદ આવ્યા હતા. તેમણે શ્રીહરિ તથા સમગ્ર સંતમંડળ માટે સ્વાદિષ્ટ ‘ઘેબર’ (એક મધુર પકવાન)ની ભવ્ય રસોઈ કરાવી. શ્રીહરિ નાથ ભક્તના સ્નેહને વશ થઈ પ્રેમપૂર્વક ઘેબર જમ્યા. ત્યારબાદ ચળુ કરી, મુખવાસ લઈ, સ્વયં હાથમાં ત્રાંસ લઈને સંતોની પંક્તિમાં ઘેબર પીરસવા પધાર્યા.

સૌ સંતોના પાત્રમાં બે-બે ઘેબર પીરસતાં પીરસતાં અચાનક શ્રીહરિને વડોદરામાં સેવા કરતા આધારાનંદ સ્વામીનું સ્મરણ થયું! શ્રીહરિએ આધારાનંદ સ્વામીના ભાગના ઘેબર કપિલેશ્વરાનંદ સ્વામીના પાત્રમાં પીરસ્યા. આગળ વધતાં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી બેઠા હતા, ત્યાં પણ શ્રીહરિએ વધારાના બે ઘેબર પીરસ્યા!

આ જોઈ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ રમુજ કરી: “હે મહારાજ! આમ ઘેબર પીરસવામાં પક્ષપાત કેમ કરો છો?” શ્રીહરિએ સ્નેહસભર વાણીમાં કહ્યું: “બ્રહ્મમુનિ! ઓલા આધારાનંદ સ્વામી અને કેશવાનંદ સ્વામી અમારી આજ્ઞાએ વડોદરામાં કષ્ટ વેઠીને સેવા કરે છે. ત્યાં એમને જમવાનું પણ કાંઈ ઠેકાણું નહીં હોય! તમે સૌ તો રોજ સારું ભોજન જમો છો. આજે પીરસતાં અમને એ બંને સાધુઓ ખૂબ યાદ આવ્યા, એટલે એમના વતી અમે આ મુનિઓને ઘેબર પીરસ્યા છે!”

ત્યારબાદ શ્રીહરિ અમદાવાદથી જેતલપુર થઈ વડતાલ પધાર્યા અને ગોમતી તળાવ ગળાવવાનો પ્રારંભ કરાવ્યો. તે સમયે વડોદરાથી આધારાનંદ સ્વામી અને કેશવાનંદ સ્વામી વડતાલ આવી પહોંચ્યા અને શ્રીહરિને સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રીહરિ દોડીને બંને સંતોને બાથમાં ભરીને ભેટી પડ્યા! પોતાના ગળામાંથી ગુલાબના હાર, પોંચી અને બાજુબંધ ઉતારીને અતિ રાજી થઈ આધારાનંદ સ્વામીને પહેરાવી દીધાં. શ્રીહરિએ સ્નેહથી કહ્યું: “સ્વામી! અમદાવાદમાં નાથ ભક્તની ઘેબરની રસોઈમાં અમે તમારા વતી નિષ્કુળાનંદ સ્વામીને ઘેબર જમાડ્યા હતા!” પ્રભુનો આવો અપ્રતિમ સ્નેહ જોઈ સંતો ગદ્ગદ થઈ ગયા.

Goto Naviagation👇

Hindi

વડોદરા મેં વડતાલ કી મૂર્તિયોં કા નિર્માણ, આધારાનંદ સ્વામી કા પ્રેમ ઔર અમદાવાદ મેં ઘેબર કા થાલ

एक दिन गढ़पुर में सभा के पश्चात श्रीजी महाराज ने आज्ञाकारी सद्गुरु आधारानंद स्वामी को बुलाकर आज्ञा दी: “स्वामी! आप वडोदरा जाइए और वडताल के नवीन मंदिर हेतु धर्मदेव-भक्तिमाता तथा श्री राधाकृष्ण देव की चार धातुओं की मूर्तियां प्रसिद्ध मूर्तिकार पथाजी सलाट से बनवाइए। कार्य में कोई बाधा आए तो वडोदरा के नाथ भक्त से मिलिएगा। नगर में जब भी कार्य पड़े, सदा साथी साधु के साथ ही जाएं, कभी अकेले न निकलें!”

श्रीहरिचरित्रामृत सागर ग्रंथ में लिखा है: “वटपतन जाओ तुम ही, धर्मभक्ति दोउ ताकी..! मोरलीधर कृष्णकी, राधीकाजी जो वांकी..!! धातु जो जोउ तांकी, मूर्तियु जो करावहु हो तुम..! पाषाण एक वाकी, चतुरभुज मूर्ति जो तेही..!!”

आधारानंद स्वामी आज्ञा शिरोधार्य कर केशवानंद स्वामी के साथ वडोदरा पहुंचे। नाथ भक्त से मिलकर पथाजी सलाट द्वारा शास्त्रीय विधि से मूर्तियों का निर्माण प्रारंभ कराया।

कुछ समय बाद श्रीहरि होली का उत्सव मनाने अहमदाबाद पधारे। वडोदरा से नाथ भक्त भी वहां आए और श्रीहरि तथा संतों हेतु स्वादिष्ट ‘घेबर’ का अन्नकूट कराया। श्रीहरि ने प्रेम से भोजन किया और स्वयं थाल लेकर संतों की पंक्ति में घेबर परोसने लगे।

सभी संतों को दो-दो घेबर परोसते हुए अचानक श्रीहरि को वडोदरा में सेवारत आधारानंद स्वामी का स्मरण हो आया! श्रीहरि ने आधारानंद स्वामी के भाग के घेबर कपिलेश्वरानंद स्वामी और निष्कुलानंद स्वामी के पात्र में परोस दिए!

ब्रह्मानंद स्वामी ने विनोद किया: “महाराज! घेबर परोसने में यह पक्षपात क्यों?” श्रीहरि ने भावुक होकर कहा: “ब्रह्ममुनि! आधारानंद स्वामी हमारे वचनों पर वडोदरा में कष्ट सहकर सेवा कर रहे हैं; वहां उन्हें भोजन का भी कोई ठिकाना न होगा! आप सब तो नित्य मिष्ठान पाते हैं। आज परोसते हुए हमें वे बहुत याद आए, अतः उनके हिस्से का घेबर हमने इन मुनियों को खिलाया है!”

तत्पश्चात जब आधारानंद स्वामी वडताल पहुंचे और दंडवत किए, तब श्रीहरि ने दौड़कर उन्हें गले लगा लिया! अपने गले के गुलाब के हार, कंगन और बाजूबंद उतारकर आधारानंद स्वामी को पहना दिए और अहमदाबाद की घेबर वाली बात सुनाई। प्रभु के ऐसे असीम प्रेम को देखकर सभी विह्वल हो गए।

Goto Naviagation👇

English

Crafting Vadtal’s Murtis in Vadodara, Adharanand Swami’s Devotion, and Shreehari’s Remembrance during the Ghebar Feast in Ahmedabad

Following a spiritual assembly in Gadhpur, Shreeji Maharaj summoned Sadguru Adharanand Swami, renowned for his heroic devotion and unhesitating obedience, commanding: “Swami! Proceed to Vadodara and commission the celebrated sculptor Pathaji Salat to cast four metal murtis of Dharmadev-Bhaktimata and Radha-Krishna Dev for the forthcoming temple in Vadtal. Should any obstacle arise, contact Our faithful devotee Nath Bhakta. Furthermore, whenever duties require entering the city, always move accompanied by your fellow monk, never venturing alone!”

Extolling this divine commission, the sacred text Shree Haricharitamrut Sagar (Wave 96, Ocean 28) records: “Vatpatan jaao tum hi, Dharmabhakti dou taaki..! Morlidhar Krishnaki, Radhikaji jo vaanki..!! Dhaatu jo jou taanki, murtiyu jo karavahu ho tum..! Pashaan ek vaaki, chaturbhuj murti jo tehi..!!”

Reverently enshrining Shreehari’s directive upon his head, Adharanand Swami departed for Vadodara accompanied by Sadguru Keshavanand Swami. Shreehari blessed them with sanctified food from His own feast and promised: “After celebrating the joyous colors of Hutashani (Holi) in Ahmedabad, We shall certainly summon you to Vadtal for the Ramnavmi festivities!”

In Vadodara, the two ascetics collaborated with Nath Bhakta and engaged Pathaji Salat to commence casting the sacred murtis according to scriptural proportions.

Sometime later, Shreehari arrived in Ahmedabad to celebrate Hutashani. Nath Bhakta traveled from Vadodara to Ahmedabad, sponsoring an opulent feast of ‘ghebar’ (a rich honeycomb sweet) for Shreehari and the holy ascetics. Delighted by Nath Bhakta’s sincere love, Shreehari relished the feast, rinsed His hands, and personally carried a platter to serve ghebar to the seated rows of sadhus.

While serving two pieces of ghebar to each saint, Shreehari suddenly remembered Adharanand Swami enduring hardship in Vadodara to fulfill His command! In an outpouring of divine love, Shreehari served Adharanand Swami’s portion to Sadguru Kapileshwaranand Swami and Sadguru Nishkulanand Swami.

Sadguru Brahmanand Swami jested: “O Maharaj! Why this partiality in serving ghebar?” Shreehari replied with deep tenderness: “Brahmamuni! Adharanand Swami and Keshavanand Swami are enduring severe hardships in Vadodara solely on My word; there they have no assurance of timely nourishment! You all enjoy delicious feasts daily. Serving here today, I remembered those two ascetics with deep affection, and have served their share to these sages on their behalf!”

Subsequently, Shreehari traveled to Vadtal and initiated the desilting of Gomti Lake. At that juncture, Adharanand Swami and Keshavanand Swami arrived from Vadodara and prostrated before Him. Overjoyed, Shreehari ran forward, embraced both ascetics tightly, removed His own fresh rose garlands, wrist ornaments, and armlets, and adorned Adharanand Swami with them! Shreehari lovingly recounted how He had fed ghebar to Nishkulanand Swami on his behalf in Ahmedabad, moving the devoted monks to tears of transcendental gratitude.