યોગાનંદ સ્વામીએ ચાર મહિનાના શિશુ કાનજીને ચરણે મસ્તક ઘસતાં જોઈ વરદાન આપ્યું: ‘આ કાનજી મોટો ભગત થશે અને ગોપીનાથજી મહારાજની અપાર સેવા કરશે!’
સદ્ગુરુ શ્રી યોગાનંદ સ્વામી પોતાના મંડળના ચાલીસેક સંતો સાથે સાવરકુંડલા નજીક આવેલા ભમોદરા ગામે પધાર્યા હતા. ભમોદરા પાસે ઠાંસા નામે એક નાનું ગામ આવેલું છે, જ્યાં પરમાભાઈ પટેલ નામના એક સરળ અને નિખાલસ ખેડૂત રહેતા હતા. તેઓ મુમુક્ષુ હતા પરંતુ હજી સત્સંગના રંગે રંગાયા નહોતા. જોકે, તેમના ધર્મપત્ની શાખપર ગામના હીરપરા પરિવારની દીકરી હતા અને પિયરમાંથી સત્સંગનો અલૌકિક વારસો લઈને સાસરે આવ્યા હતા. તેઓ પરમ ભગવદ્ભક્ત હતા અને નિત્ય શ્રીહરિને પ્રાર્થના કરતાં કે મારા પતિ અને પરિવાર પર સંતોની કૃપા થાય!
જ્યારે પરમાભાઈના પત્નીને ખબર પડી કે બાજુના ભમોદરા ગામે સ્વામિનારાયણ સંતો પધાર્યા છે, ત્યારે તેમણે પતિને અત્યંત સ્નેહથી કહ્યું: “સાંભળો છો! ભમોદરામાં સ્વામિનારાયણ ભગવાનના મોટા સંતો પધાર્યા છે. તમે ગાડું લઈને જાઓ અને સંતોને અમારે આંગણે પધરાવી લાવો!”
ભોળા અને નિખાલસ પરમાભાઈ પટેલ તુરંત ગાડાં જોડીને ભમોદરા પહોંચ્યા. બજારમાં સંતો સમક્ષ આવી હાથ જોડી નમસ્કાર કર્યા અને કહ્યું: “સ્વામી! હું તો આપના સ્વામિનારાયણ બાપાનો સત્સંગી નથી, પણ મારા ઘરનાં બાઈ માણસ તમારા સ્વામિનારાયણ ભગવાનનાં પરમ ભગત છે. આપ જેવા પવિત્ર સંતો ભમોદરા આવ્યા છે તે જાણીને એમને આપ સૌના દર્શન કરવાની અને પોતાને આંગણે પધરામણી કરાવવાની અતિશય ઇચ્છા છે. માટે આપ સૌ સંતો અમારે ગામ ઠાંસા પધારો, અમારું અન્ન-જળ જમો અને અમારાં ખોરડાં પાવન કરો!”
પરમાભાઈની આવી નિર્દોષ નિખાલસતા અને તેમના ધર્મપત્નીનો અનન્ય પ્રેમ જોઈ સદ્ગુરુ યોગાનંદ સ્વામી અત્યંત રાજી થયા અને તુરંત હા પાડી. ચાલીસેય સંતો ગાડામાં બેસીને ઠાંસા પધાર્યા. ગ્રામજનોએ ભાવભર્યું સામૈયું કર્યું અને પરમાભાઈના ઘેર ઉતારો આપ્યો.
ફળિયામાં ચૂલા પેટાવી સંતોએ ખીચડી, બાજરાના રોટલા અને દૂધનો થાળ બનાવી શ્રીહરિને ધરાવ્યો. રાત્રે ફળિયામાં સત્સંગ સભા ભરાઈ. યોગાનંદ સ્વામીએ પંચવર્તમાન, ધર્મનિયમ અને શ્રીહરિના પ્રગટ મહિમાની રસપ્રદ વાતો કરી. સ્વામીએ સૌને કંઠી ધારણ કરવા પ્રેરણા આપી ત્યારે પરમાભાઈએ વિનમ્રતાથી કહ્યું: “સ્વામી! હું મારા પરંપરાગત જૂના ગુરુને છોડી શકીશ નહીં, પરંતુ મારા આ બંને દીકરાઓ ખોડો અને કાનજીને આપના શરણે સોંપું છું; એમને આપ કંઠી બાંધો!”
એ સમયે નાના દીકરા કાનજીની ઉંમર માત્ર ચાર જ મહિનાની હતી! જેવો એ શિશુને સ્વામીના ચરણોમાં મૂક્યો કે તરત જ નાનો કાનજી ગોદડીમાં સૂતાં સૂતાં પોતાનું નાનકડું મસ્તક સ્વામીના ચરણારવિંદ સાથે ઘસવા લાગ્યો! આ જોઈ યોગાનંદ સ્વામીનું હૃદય વાત્સલ્યથી છલકાઈ ગયું. સ્વામીએ આશીર્વાદ આપ્યા: “પરમાભાઈ! આ તમારો કાનજી મોટો થઈને બહુ મોટો ભક્ત બનશે અને ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજની અપાર સેવા કરશે!” સ્વામીએ બંને બાળકોને કંઠી બાંધી વર્તમાન ધરાવ્યા.
સ્વામીના આ દિવ્ય વરદાનથી કાનજીભાઈ મોટા થઈને અનન્ય એકાંતિક ભક્ત બન્યા. જીવનભર અખંડ ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…’ મહામંત્રનું રટણ કરતા. તેમના પ્રભાવથી કોઈને ભૂત-પ્રેતનો વળગાડ હોય તો પણ પ્રભુસ્મરણ માત્રથી દૂર થઈ જતો! કાનજીભાઈ પૂરાં સો વર્ષનું આયુષ્ય ભોગવીને પ્રભુધામ પામ્યા. તેમના પૌત્ર અરજણભાઈ અને સાકરબેનના સુપુત્ર સંપ્રદાયના મૂર્ધન્ય વરિષ્ઠ સંત પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગર) થયા. વળી મોટા પુત્ર ખોડાભાઈના વંશમાં પૂજ્ય સદ્ગુરુ શ્રી ભાનુપ્રસાદ સ્વામી (લાઠીદડ સિદ્ધાશ્રમ) થયા. આમ મોટા સંતના આશીર્વાદથી સમગ્ર વંશ સત્સંગના રંગે રંગાઈ ગયો.
Hindi
ઠાંસા મેં પરમાભાઈ પટેલ કી નિષ્કપટતા, યોગાનંદ સ્વામી કા આશીર્વાદ ઔર કાનજીભગત કી ભક્તિ
सद्गुरु श्री योगानंद स्वामी अपने संत मंडल के लगभग चालीस संतों सहित सावरकुंडला के समीप भमोदरा गांव में पधारे थे। भमोदरा के निकट ठांसा नामक छोटा-सा गांव था, जहां परमाभाई पटेल नामक एक सरल और निष्कपट कृषक रहते थे। वे मुमुक्षु थे किंतु अभी तक सत्संग में नहीं आए थे। तथापि, उनकी धर्मपत्नी शाखपर गांव के हीरपरा परिवार की सुपुत्री थीं और अपने मायके से सत्संग का दिव्य संस्कार लेकर आई थीं। वे अनन्य भगवद्भक्त थीं और नित्य श्रीहरि से प्रार्थना करती थीं कि उनके पति और परिवार पर संतों की कृपा हो!
जब उन्हें ज्ञात हुआ कि समीपस्थ भमोदरा में स्वामीनारायण संत पधारे हैं, तो उन्होंने अपने पति से प्रेमपूर्वक कहा: “सुनिए! भमोदरा में स्वामीनारायण भगवान के महान संत पधारे हैं। आप बैलगाड़ी लेकर जाइए और संतों को हमारे घर पधरा लाइए!”
सरल हृदय परमाभाई पटेल तुरंत बैलगाड़ियां लेकर भमोदरा पहुंचे। संतों के सन्मुख नतमस्तक होकर उन्होंने कहा: “स्वामी! मैं तो आपके स्वामीनारायण बापा का सत्संगी नहीं हूं, किंतु मेरी धर्मपत्नी उनकी अनन्य भक्त हैं। आप जैसे पवित्र संतों के आगमन का जानकर वे आपके दर्शन और घर पर पधरामणी की तीव्र इच्छा रखती हैं। अतः आप सभी संत हमारे गांव ठांसा पधारें, हमारा अन्न-जल ग्रहण कर हमारे घर को पावन करें!”
परमाभाई की ऐसी निष्कपट सरलता और उनकी पत्नी का अगाध प्रेम देखकर सद्गुरु योगानंद स्वामी अत्यंत प्रसन्न हुए और तुरंत स्वीकृति दे दी। सभी चालीस संत गाड़ियों में बैठकर ठांसा पधारे। ग्रामवासियों ने भव्य स्वागत किया और परमाभाई के घर विश्राम कराया।
संतों ने चूल्हा जलाकर खिचड़ी, बाजरे की रोटी और दूध का थाल बनाकर प्रभु को अर्पित किया। रात्रि में सत्संग सभा हुई, जिसमें योगानंद स्वामी ने पंचवर्तमान और श्रीहरि के महिमा की अमृतवाणी सुनाई। जब स्वामी ने कंठी धारण करने को कहा, तब परमाभाई ने कहा: “स्वामी! मैं अपने कुल-परंपरा के गुरु को नहीं छोड़ सकता, किंतु मेरे इन दोनों पुत्रों—खोडा और कानजी—को आपके चरणों में समर्पित करता हूं; इन्हें कंठी पहनाएं!”
उस समय छोटे पुत्र कानजी की आयु केवल चार माह की थी! बालक को ज्यों ही स्वामी के चरणों में लिटाया गया, वह नन्हा शिशु स्वामी के पावन चरणों से अपना सिर रगड़ने लगा! यह देखकर योगानंद स्वामी भावविभोर हो गए और आशीर्वाद दिया: “परमाभाई! यह तुम्हारा कानजी बड़ा होकर महान भक्त बनेगा और गढ़पुर श्री गोपीनाथजी महाराज की अपार सेवा करेगा!” स्वामी ने दोनों बालकों को कंठी पहनाई।
संत के उस पावन वरदान के प्रभाव से कानजीभाई बड़े होकर महान एकांतिक भक्त बने। उन्होंने सौ वर्ष की दीर्घायु प्राप्त की और अखंड स्वामीनारायण महामंत्र का सुमिरन किया। उनके पौत्र अरजणभाई के सुपुत्र संप्रदाय के वरिष्ठ संत पूज्य सद्गुरु श्री ज्ञानप्रकाशदासजी स्वामी (गांधीनगर) हुए, तथा ज्येष्ठ पुत्र खोडाभाई के कुल में पूज्य भानुप्रसाद स्वामी (लाठीदड़) हुए। इस प्रकार संत कृपा से समस्त कुल धन्य हो गया।
English
The Sincerity of Parmabhai Patel in Thansa, Sadguru Yoganand Swami’s Blessing, and Kanjibhai’s Lifelong Devotion
Sadguru Shree Yoganand Swami arrived in the village of Bhamodra near Savarkundla accompanied by a group of approximately forty ascetics. Near Bhamodra lay the small hamlet of Thansa, where lived an honest and simple-hearted farmer named Parmabhai Patel. While spiritually minded, he had not yet embraced the Swaminarayan Satsang. However, his devout wife hailed from the Hirpara family of Shakhpar and had brought the sublime spiritual legacy of Satsang with her after marriage. She was a deeply devoted soul who constantly prayed to Shreehari for the spiritual upliftment of her husband and household.
When she learned that holy Swaminarayan sadhus had arrived in neighboring Bhamodra, she earnestly pleaded with her husband: “Listen! Exalted saints of Bhagwan Swaminarayan have arrived in Bhamodra. Take our bullock carts, invite them, and bring them to sanctify our humble home!”
Simple and pure-hearted, Parmabhai hitched his bullock carts and arrived in Bhamodra. Standing before Sadguru Yoganand Swami with folded hands, he stated candidly: “Swami! I am not a follower of your Swaminarayan faith, but my wife is an ardent devotee of Your Lord. Hearing that holy monks like you have graced Bhamodra, she yearns with all her heart for your darshan and blessings at our house. Therefore, kindly grace our village of Thansa, partake of our hospitality, and sanctify our home!”
Deeply touched by Parmabhai’s transparent sincerity and his wife’s devotional yearning, Sadguru Yoganand Swami joyfully consented. All forty ascetics mounted the bullock carts and arrived in Thansa. The village accorded them a warm reception, and they lodged at Parmabhai’s residence.
In the courtyard, the sadhus lit hearths, cooked sanctified khichdi, millet rotlas, and milk, and offered the feast to Shreehari before partaking of it. In the evening assembly, Yoganand Swami discoursed extensively on the five moral vows (vartman) and the supreme glory of Bhagwan Swaminarayan. When Swami invited aspirants to receive initiation, Parmabhai submitted respectfully: “Swami! I cannot abandon my ancestral preceptor, but I surrender both my sons—Khodo and Kanji—at your holy feet; kindly adorn them with the sacred kanthi!”
At that time, the younger child Kanji was merely four months old! The moment the infant was placed at Swami’s feet, the tiny baby began rubbing his head lovingly against Swami’s lotus feet! Beholding this spontaneous devotion, Yoganand Swami’s heart overflowed with affection: “Parmabhai! This infant Kanji will grow into an illustrious devotee and render monumental service to Shree Gopinathji Maharaj in Gadhpur!” Swami initiated both infants with the sacred kanthi.
By virtue of the saint’s unfailing benediction, Kanjibhai lived for a century as an elevated Ekantik devotee, perpetually chanting the holy Swaminarayan Mahamantra. His spiritual legacy flourished: his grandson Arjanbhai’s son became the venerated senior ascetic Sadguru Shree Gyanprakashdasji Swami (Gandhinagar), while descendants of the elder son Khodabhai include Pujya Bhanuprasad Swami of the Lathidad Siddhashram. Thus, the compassionate blessings of an enlightened saint sanctified the entire family lineage for generations.