ભાયાત્માનંદ સ્વામીએ કહ્યું: ‘અમે આપની ચિઠ્ઠીના ચાકર છીએ’; શ્રીહરિએ પ્રસન્ન થઈ કહ્યું કે જે અમારી આજ્ઞામાં વર્તે છે તે વચનરૂપ અને બ્રહ્મરૂપ બની જાય છે.
એક સમયે સદ્ગુરુ શ્રી ભાયાત્માનંદ સ્વામી પોતાના સંતમંડળ સાથે વાળાંક દેશના ગામડાઓમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા હતા. એ સમયે વિચરણ કરતા સર્વે સંતોને શ્રીહરિની એવી કડક આજ્ઞા હતી કે, જ્યાં સુધી શ્રીહરિ સ્વયં સામેથી દર્શન સારુ ન તેડાવે ત્યાં સુધી કોઈ સંતે સ્વતંત્રપણે ગઢપુર દર્શને આવવું નહીં. રામનવમીનો મોટો સમૈયો વીતી ગયો હોવા છતાં તેડું ન આવતાં, આજ્ઞાના પરમ ઉપાસક ભાયાત્માનંદ સ્વામીના અંતરમાં શ્રીહરિના દર્શનની અતિશય તાલાવેલી જાગી.
તેઓ ગઢપુરની નજીક પહોંચ્યા, પરંતુ શ્રીહરિની સ્પષ્ટ આજ્ઞા વિના દરબારગઢમાં પ્રવેશ કરાય તેમ નહોતો! તેથી તેઓ ગઢપુરની સીમમાં આવેલા રામજી પટેલની પીપળાવાળી વાડીએ રોકાયા. સવારે રામજી પટેલ વાડીએ આવ્યા એટલે સ્વામીએ તેમને ‘જય સ્વામિનારાયણ’ કહીને પૂછ્યું: “પટેલ! મહારાજ હમણાં ક્યાં બિરાજે છે?” પટેલે કહ્યું: “મહારાજ દરબારગઢમાં જ બિરાજે છે, પરંતુ હાલ સંતોને દર્શન માટે આવવાની મનાઈ છે, તેથી આપને દર્શન નહીં થઈ શકે.” સ્વામીએ પૂછ્યું: “પટેલ, તમને તો દરબારગઢમાં દર્શનની છૂટ છે ને?” પટેલે હા પાડી. ત્યારે ભાયાત્માનંદ સ્વામીએ વિનંતી કરી: “પટેલ! તમે સાંજે મહારાજના દર્શને જાઓ ત્યારે અમારા તરફથી શ્રીહરિને ‘જય નારાયણ’ કહેજો!”
સાંજે ખેતીકામ આટોપી રામજી પટેલ દરબારગઢમાં શ્રીજીમહારાજના દર્શને ગયા અને દંડવત કરી કહ્યું: “મહારાજ! ભાઈ સ્વામીએ (ભાયાત્માનંદ સ્વામીએ) આપને જય નારાયણ કહ્યા છે!” આ સાંભળતાં જ સર્વજ્ઞ શ્રીહરિ ઢોલિયા પર બેઠા થઈ ગયા અને ઉત્સુકતાથી પૂછ્યું: “ભાઈ સ્વામી ક્યાં છે?” પટેલે કહ્યું: “તેઓ મારી પીપળાવાળી વાડીએ રાતવાસો રહ્યા છે.” શ્રીહરિ અત્યંત પ્રસન્ન થઈ બોલ્યા: “બહુ સારું! અત્યારે તો તેઓ મુસાફરીથી થાક્યા હશે, માટે ભલે આરામ કરે. પરંતુ સવારે તેમને કહેજો કે સીધા દરબારગઢમાં જ ઝોળી માંગવા પધારે!”
રામજી પટેલે સ્વામીને આ શુભ સમાચાર પહોંચાડ્યા. પ્રભાત થતાં જ સદ્ગુરુ ભાયાત્માનંદ સ્વામી અને તદ્રૂપાનંદ સ્વામી દરબારગઢમાં આવ્યા. લીમડાના વૃક્ષ પાસે આંગણામાં ઊભા રહીને બંને સંતોએ ગગનભેદી સાદ કર્યો: “નારાયણ હરે… સચ્ચિદાનંદ પ્રભો!” આ પવિત્ર અવાજ સાંભળતાં જ શ્રીજીમહારાજે નાનાભગતને મોકલી બંને સંતોને પોતાની પાસે ઓસરીમાં તેડાવી લીધા. સંતોએ સાષ્ટાંગ પ્રણામ કર્યા એટલે શ્રીહરિએ બંને સંતોને અત્યંત સ્નેહથી બાથમાં ભરી આલિંગન આપ્યું. પોતાની પાસે બેસાડીને પ્રેમપૂર્વક થાળ જમાડ્યો અને વિચરણના તમામ સમાચાર પૂછ્યા.
ભોજન બાદ ભરી સભા વચ્ચે શ્રીજીમહારાજે ભાયાત્માનંદ સ્વામીને પૂછ્યું: “સ્વામી! અત્યારે તમે કોણ છો?” શ્રીહરિની આજ્ઞામાં ક્ષણેક્ષણ સમર્પિત રહેનારા વચનમૂર્તિ ભાયાત્માનંદ સ્વામીએ હાથ જોડી કહ્યું: “હે મહારાજ! અમે તો આપની ચિઠ્ઠીના ચાકર છીએ અને આપના વચનમાં વર્તનારા દાસ છીએ!” શ્રીહરિએ પૂછ્યું: “સત્સંગમાં આવીને તો તમે વચનરૂપ બન્યા, પણ સત્સંગમાં આવ્યા પહેલાં તમે કોણ હતા?” સ્વામીએ દીનભાવે ઉત્તર આપ્યો: “હે પ્રભુ! સત્સંગમાં આવ્યા પહેલાં તો હું માયાનો જીવ હતો!” શ્રીહરિએ ફરી પ્રશ્ન કર્યો: “તો હવે એ માયાનો જીવ રહ્યો છે કે ટળી ગયો છે?” આ સાંભળી સ્વામી નિરભિમાનીપણે મૌન રહ્યા.
ત્યારે શ્રીજીમહારાજે સભામાં ગદ્ગદ થઈને ઉદ્ઘોષ કર્યો: “હે સભાજનો! જે સાધુ કે હરિભક્ત અમારી આજ્ઞા પ્રમાણે વર્તે છે અને અમારા વચનમાં અડગ વિશ્વાસ રાખે છે, તે વચનરૂપ બની જાય છે અને સાક્ષાત્ બ્રહ્મરૂપ સ્થિતિને પામે છે!” આમ ભાયાત્માનંદ સ્વામીની અનન્ય આજ્ઞાભક્તિ પર શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા.
Hindi
ગઢડા મેં ભાયાત્માનંદ સ્વામી કા અણિશુદ્ધ આજ્ઞાપાલન, રામજી પટેલ કી વાડી ઔર વચનરૂપ સ્થિતિ
एक समय सद्गुरु श्री भायात्मानंद स्वामी अपने संत मंडल के साथ वाळांक क्षेत्र के गांवों में सत्संग प्रचार हेतु विचरण कर रहे थे। उस समय विचरण करने वाले सभी संतों को श्रीहरि की यह कठोर आज्ञा थी कि, जब तक श्रीहरि स्वयं सन्मुख से दर्शन हेतु न बुलाएं, तब तक कोई भी संत अपनी इच्छा से गढ़पुर न आए। रामनवमी का महापर्व बीत जाने पर भी जब बुलावा न आया, तब आज्ञा के दृढ़ पालक भायात्मानंद स्वामी के हृदय में श्रीहरि के दर्शन की तीव्र उत्कंठा जाग उठी।
वे गढ़पुर के निकट पहुंचे, किंतु श्रीहरि की स्पष्ट आज्ञा के बिना दरबारगढ़ में प्रवेश नहीं कर सकते थे! अतः वे गढ़पुर की सीमा में स्थित रामजी पटेल की पीपल वाली वाड़ी (खेत) में ठहर गए। प्रातः रामजी पटेल खेत में आए, तो स्वामी ने उन्हें ‘जय स्वामीनारायण’ कहकर पूछा: “पटेल! महाराज इस समय कहां विराजते हैं?” पटेल ने कहा: “महाराज दरबारगढ़ में ही विराजते हैं, किंतु इस समय संतों को दर्शन हेतु आने का निषेध है, अतः आपको दर्शन नहीं हो सकेंगे।” स्वामी ने पूछा: “पटेल, आपको तो दरबार में जाने की छूट है न?” पटेल ने कहा हां। तब भायात्मानंद स्वामी ने प्रार्थना की: “पटेल! जब आप शाम को महाराज के दर्शन करने जाएं, तब हमारी ओर से श्रीहरि को ‘जय नारायण’ कहना!”
सायंकाल रामजी पटेल दरबारगढ़ में श्रीजी महाराज के दर्शन करने गए और दंडवत प्रणाम कर कहा: “महाराज! भाई स्वामी (भायात्मानंद स्वामी) ने आपको जय नारायण कहा है!” यह सुनते ही सर्वज्ञ श्रीहरि पलंग पर उठकर बैठ गए और उत्सुकता से पूछा: “भाई स्वामी कहां हैं?” पटेल ने बताया: “वे मेरे खेत में ठहरे हुए हैं।” श्रीहरि अत्यंत प्रसन्न होकर बोले: “बहुत अच्छा! इस समय वे यात्रा से थके होंगे, अतः विश्राम करें। किंतु प्रातः उनसे कहना कि सीधे दरबारगढ़ में ही झोली मांगने पधारें!”
रामजी पटेल ने यह शुभ संदेश स्वामी तक पहुंचाया। प्रातः होते ही सद्गुरु भायात्मानंद स्वामी और तद्रूपानंद स्वामी दरबारगढ़ में आए। नीम के वृक्ष के निकट आंगन में खड़े होकर दोनों संतों ने उच्च स्वर में पुकारा: “नारायण हरे… सच्चिदानंद प्रभो!” यह पावन ध्वनि सुनते ही श्रीजी महाराज ने नानाभगत को भेजकर दोनों संतों को अपनी ओसरी में बुला लिया। संतों ने साष्टांग दंडवत किए, तो श्रीहरि ने दोनों संतों को प्रेमपूर्वक गले लगाया। अपने पास बिठाकर थाल परोसकर खिलाया और विचरण का कुशल-क्षेम पूछा।
भोजनोपरांत भरी सभा में श्रीजी महाराज ने भायात्मानंद स्वामी से पूछा: “स्वामी! इस समय आप कौन हैं?” श्रीहरि की आज्ञा में एकनिष्ठ रहने वाले वचनमूर्ति भायात्मानंद स्वामी ने हाथ जोड़कर कहा: “हे महाराज! हम तो आपकी चिट्ठी के चाकर (आज्ञा के सेवक) हैं और आपके वचनों में चलने वाले दास हैं!” श्रीहरि ने पूछा: “सत्संग में आकर तो आप वचनरूप बने, किंतु सत्संग में आने से पूर्व आप कौन थे?” स्वामी ने दीनभाव से कहा: “हे प्रभु! सत्संग से पूर्व तो मैं माया का जीव था!” श्रीहरि ने पुनः पूछा: “तो अब वह माया का जीव शेष रहा है या मिट गया?” स्वामी निरभिमान भाव से मौन रहे।
तब श्रीजी महाराज ने भावविभोर होकर घोषणा की: “हे सभासदों! जो साधु अथवा भक्त हमारी आज्ञा के अनुसार आचरण करता है और हमारे वचनों में अनन्य विश्वास रखता है, वह वचनरूप बन जाता है और साक्षात ब्रह्मरूप स्थिति को प्राप्त होता है!” इस प्रकार भायात्मानंद स्वामी के आज्ञापालन पर श्रीहरि अत्यंत रीझे।
English
Sadguru Bhayatmanand Swami’s Flawless Obedience in Gadhada, Ramji Patel’s Farm, and the Transcendental State of Vachanrup
Once, Sadguru Shree Bhayatmanand Swami was touring the villages of the Valank region with his saintly assembly to spread spiritual discourses. During that period, Shreehari had issued a strict injunction: no saintly group was to return to Gadhpur for darshan until Shreehari personally summoned them. Even though the sacred festival of Ramnavmi had passed without an invitation, the disciplined Bhayatmanand Swami felt an intense, burning longing for Shreehari’s divine darshan.
He traveled near Gadhpur, yet adhering strictly to spiritual obedience, he would not enter the Darbargadh without explicit divine sanction! Consequently, he camped at Ramji Patel’s Pipadawali farm on the outskirts of Gadhpur. In the morning, when Ramji Patel visited the farm, Swami greeted him with ‘Jai Swaminarayan’ and enquired, “Patel! Where is Maharaj presiding currently?” Patel replied, “Maharaj is in the Darbargadh, but there is currently a restriction on sadhus entering for darshan, so you will not be able to have darshan.” Swami asked, “Patel, you are free to enter for darshan, are you not?” Patel answered affirmatively. Bhayatmanand Swami then requested, “Patel! When you go for Maharaj’s darshan this evening, please convey my humble ‘Jai Narayan’ to Shreehari!”
In the evening, after completing his farm chores, Ramji Patel attended the divine assembly at the Darbargadh. Prostrating before Shreeji Maharaj, he submitted, “Maharaj! Bhai Swami (Bhayatmanand Swami) has conveyed his Jai Narayan to You!” Hearing this, omniscient Shreehari immediately sat up on His cot and enquired with immense joy, “Where is Bhai Swami?” Patel answered, “He has camped overnight at my Pipadawali farm.” Shreehari responded with delight, “Very well! He must be fatigued from travel, so let him rest tonight. But tell him to come straight into the Darbargadh tomorrow morning to beg for alms with his begging bowl (zoli)!”
Ramji Patel conveyed this joyous message to Swami. Early the next morning, Sadguru Bhayatmanand Swami and Sadguru Tadrupanand Swami entered the Darbargadh. Standing beside the sacred neem tree in the courtyard, both saints resonated aloud: “Narayan Hare… Sacchidanand Prabho!” Hearing that familiar call, Shreeji Maharaj instantly dispatched Nanabhagat to usher both saints onto the veranda. As they prostrated in reverence, Shreehari embraced both saints with overwhelming divine love, seated them close beside Him, served them a consecrated feast, and enquired about their spiritual travels.
After the meal, Shreeji Maharaj enquired of Bhayatmanand Swami before the entire spiritual assembly: “Swami! Who are you at present?” Bhayatmanand Swami, who lived entirely surrendered to divine will, folded his hands and submitted, “O Maharaj! We are merely the humble servants of Your letter (chitthi na chakar), living solely by Your holy command!” Shreehari then probed, “Coming into Satsang, you became the embodiment of Our word (vachanrup); but who were you before entering Satsang?” Swami replied with profound humility, “O Lord! Before Satsang, I was merely a fallen creature of Maya (maya no jeev)!” Shreehari asked once more, “Has that creature of Maya remained, or has it vanished completely?” Hearing this, Swami remained silently absorbed in humble surrender.
Shreeji Maharaj then joyfully proclaimed to the entire assembly: “O devotees! Whosoever strictly obeys Our divine command and places unwavering faith in Our word becomes the living embodiment of the divine word (vachanrup) and attains transcendental Brahmic consciousness (Brahmrup)!” Thus, Shreehari was supremely pleased with Bhayatmanand Swami’s flawless devotion to obedience.