Goto Naviagation👇

ઘેલા ખાચરના માતુશ્રીએ નાના જસા ખાચરને શ્રીહરિના ચરણે નમાવ્યા, ત્યારે પ્રભુએ અતિ રાજી થઈ બાળકના હૃદય પર ચરણારવિંદ સ્પર્શ કરાવી અખંડ આશીર્વાદ આપ્યા.

શ્રીહરિ ગઢપુરથી મુંબઈના ગવર્નર સર જોન માલ્કમને મળવા સારુ રાજકોટ પધારી રહ્યા હતા. માર્ગમાં સૌ સંતો, ભક્તો અને પાર્ષદો સાથે મોકા ખાચરના ગામ વાંકિયા પધાર્યા. દરબાર અને પરિવારે અત્યંત પ્રેમપૂર્વક આગ્રહ કર્યો, તેથી શ્રીહરિએ સૌ સંતમંડળ સહિત વાંકિયામાં રાત્રિ રોકાણ કર્યું.

પ્રભાતે શ્રીહરિ વહેલા જાગ્યા. પાર્ષદો અને મુકુંદ બ્રહ્મચારીજીને દાતણ લાવવાની આજ્ઞા કરી. પાર્ષદો લીલુંછમ દાતણ લઈ આવ્યા અને મુકુંદ બ્રહ્મચારીજીએ ઓસરીની કોરે ગરમ પાણીનું પાત્ર અને બેસવા માટે સુંદર બાજોઠ ઢાળી આપ્યો. શ્રીહરિ બાજોઠ પર બિરાજ્યા, સારી પેઠે દાતણ કર્યું, કોગળા કરી પવિત્ર મુખારવિંદ પ્રક્ષાલન કર્યું. બ્રહ્મચારીજીએ સ્વચ્છ રૂમાલ આપ્યો એટલે મુખ લૂછી, શ્વેત વસ્ત્રો ધારણ કરી આથમણી કોરની ઓસરીમાં મોજડીઓ પહેરીને લટકમંત ચાલવા લાગ્યા.

એ સમયે ઘેલા ખાચરના પૂજ્ય માતુશ્રી પોતાના નાના પૌત્ર જસા ખાચરને કેડમાં તેડીને ઓરડાના ઉંબરે ઊભાં હતાં. તેમની પાસે પધારીને શ્રીજીમહારાજે મીઠો સૂર રેલાવ્યો: “બા! હવે અમે રાજકોટ તરફ ચાલીએ છીએ!”

ત્યારે ઘેલા ખાચરના માતુશ્રીએ વિનમ્રભાવે અર્જ કરી: “હે મહારાજ! આજે તો દરબાર ગામતરે ગયા હોવાથી ઘેર નથી, જેથી ઘરધણીનો અમને ઠપકો મળે! વળી કાલે સાંજે પણ આપે અમને પાકી રસોઈ કરવા દીધી નથી, માટે આજે પ્રેમથી જમ્યા વગર તો તમારાથી નહીં જ જવાય!”

શ્રીજીમહારાજ તેમનો નિર્દોષ ભક્તિભાવ જાણી મંદ-મંદ હસતાં બોલ્યા: “બા! આપે અત્યંત હેતપૂર્વક અમને સૌને રાત્રે રોક્યા અને સ્નેહથી જમાડ્યા છે. પાકી રસોઈ કરતાં પણ બમણું દ્રવ્ય વાપરીને સેવા કરી છે, માટે મનમાં જરાય ઓછું આણશો નહીં. વળી રાજકોટથી ગવર્નર સાહેબનો ખાસ અસવાર અમને તેડવા સારુ આવી પહોંચ્યો છે, જેથી હાલ રોકાવું શક્ય નથી. વળતી મુલાકાતે જ્યારે વાંકિયા આવીશું ત્યારે આપ જેવી રસોઈ કરાવશો તેવી પ્રેમથી જમીશું!”

ત્યારબાદ ઘેલા ખાચરના માતુશ્રીએ નાના બાળક જસા ખાચરને પોતાની કેડમાંથી નીચે ઉતારી શ્રીહરિના શ્રીચરણોમાં પ્રણામ કરાવ્યા. બાળકના નિર્દોષ દર્શન જોઈ શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થયા અને પોતાના બંને દિવ્ય ચરણારવિંદ બાળ જસા ખાચરની છાતીમાં પ્રેમપૂર્વક અડાડીને અખંડ આશીર્વાદ આપ્યા. ઘેલા ખાચરના માતુશ્રીએ ઓસરીમાં શ્રીહરિને પંચાંગ પ્રણામ કર્યા.

શ્રીહરિએ સહુને વિદાયની આજ્ઞા આપી અને ઘોડી પર અસવાર થયા. ઘેલા ખાચર વગેરે સર્વે હરિભક્તો શ્રીહરિને વળાવવા માટે ગામથી દૂર બે-ત્રણ ખેતરવા સુધી સાથે ચાલ્યા. છેવટે શ્રીજીમહારાજે સૌને પ્રેમપૂર્વક ત્યાં રોકીને રાજીપો વરસાવતાં પાછા વાળ્યા અને પોતે રાજકોટ તરફ આગળ પ્રયાણ કર્યું.

Goto Naviagation👇

Hindi

વાંકિયા મેં મોકા ખાચર કે યહાં શ્રીહરિ કા રાત્રિ વિશ્રામ, બાલ જસા ખાચર કો ચરણારવિંદ ઔર રાજકોટ પ્રસ્થાન

श्रीहरि गढ़पुर से मुंबई के गवर्नर सर जॉन मैल्कम से भेंट करने हेतु राजकोट पधार रहे थे। मार्ग में समस्त संतों, भक्तों और पार्षदों सहित मोका खाचर के गांव वांकिया पधारे। दरबार और समस्त परिवार के अत्यधिक आग्रह पर श्रीहरि ने संत मंडल सहित वांकिया में रात्रि विश्राम किया।

प्रातःकाल श्रीहरि समय से पूर्व जागे। पार्षदों और मुकुंद ब्रह्मचारीजी को दातून लाने का संकेत किया। पार्षद दातून ले आए और मुकुंद ब्रह्मचारीजी ने दालान के किनारे गर्म जल का पात्र रखकर बैठने हेतु सुंदर बाजोट बिछा दिया। श्रीहरि बाजोट पर विराजे, भली-भांति दातून किया, कुल्ला कर मुखारविंद धोया। ब्रह्मचारीजी द्वारा दिए गए स्वच्छ रुमाल से मुख पोंछकर, श्वेत वस्त्र धारण किए और पश्चिम दिशा की ओसरी में मोजड़ियां पहनकर मंद-मंद गति से टहलने लगे।

उस समय घेला खाचर की पूज्य माताजी अपने नन्हे पौत्र जसा खाचर को गोद में लिए कमरे के द्वार पर खड़ी थीं। उनके निकट पधारकर श्रीजी महाराज ने स्नेहपूर्वक कहा: “मां! अब हम राजकोट की ओर प्रस्थान करते हैं!”

तब घेला खाचर की माताजी ने अत्यंत भाव से निवेदन किया: “हे महाराज! आज दरबार घर पर नहीं हैं, इसलिए हमें उनका उलाहना सहना पड़ेगा! और कल शाम भी आपने हमें पकवान बनाने की अनुमति नहीं दी थी, अतः आज प्रेमपूर्वक भोजन किए बिना हम आपको नहीं जाने देंगे!”

श्रीजी महाराज उनके निर्मल भक्तिभाव को जानकर मंद मुस्कराते हुए बोले: “मां! आपने अत्यंत वात्सल्य से हम सभी को रात में ठहराया और प्रेम से खिलाया। पक्के भोजन से भी दूना खर्च करके सेवा की है, अतः मन में तनिक भी संकोच न रखें। उधर राजकोट से गवर्नर साहब का विशेष घुड़सवार हमें लेने आ पहुंचा है, इसलिए रुकना संभव नहीं है। लौटते समय जब पुनः वांकिया आएंगे, तब आप जैसा कहेंगी वैसा ही करेंगे!”

तत्पश्चात घेला खाचर की माताजी ने नन्हे बालक जसा खाचर को अपनी गोद से उतारकर श्रीहरि के श्रीचरणों में नमन कराया। बालक की सरलता देखकर श्रीजी महाराज अत्यंत प्रसन्न हुए और अपने दोनों पावन चरणारविंद बालक जसा खाचर के वक्षस्थल पर स्पर्श कराकर दिव्य आशीर्वाद प्रदान किया। घेला खाचर की माताजी ने दालान में श्रीहरि को पंचांग प्रणाम किया।

श्रीहरि ने सभी को विदा की आज्ञा दी और घोड़ी पर सवार हुए। घेला खाचर आदि समस्त हरिभक्त श्रीहरि को पहुंचाने हेतु गांव से दूर दो-तीन खेतों की दूरी तक साथ चले। अंत में श्रीजी महाराज ने सभी को वहीं रोककर प्रेमपूर्वक विदा किया और राजकोट की ओर प्रस्थान किया।

Goto Naviagation👇

English

Shreehari’s Overnight Stay in Vankiya at Moka Khachar’s Darbar, Charanarvind to Child Jasa Khachar, and Departure for Rajkot

Shreehari was traveling from Gadhpur toward Rajkot to meet Sir John Malcolm, the Governor of Bombay. En route, accompanied by sadhus, devotees, and personal attendants, He arrived at the village of Vankiya, the ancestral seat of Darbar Moka Khachar. In response to the earnest appeals of the royal family, Shreehari decided to halt overnight in Vankiya.

Early the following morning, Shreehari awoke and summoned the attendants and Mukund Brahmachari to provide neem datan for oral hygiene. Attendants fetched fresh datan while Mukund Brahmachari arranged a warm water bowl and a low wooden stool (bajoth) on the veranda edge. Seated gracefully upon the stool, Shreehari brushed His teeth, rinsed His mouth, and washed His radiant face. Drying His face with a fresh towel offered by Brahmachariji, He draped Himself in pure white attire, slipped into His embroidered footwear (mojdis), and strolled along the western veranda.

At that moment, the venerable mother of Ghela Khachar stood near the doorway, holding her infant grandson Jasa Khachar at her waist. Approaching her, Shreeji Maharaj spoke in a tender voice: “Mother! We are now preparing to depart for Rajkot!”

Ghela Khachar’s mother submitted affectionately, “O Maharaj! Today Darbar is away from the village; he will reprove us if You leave without hospitality! Furthermore, yesterday evening You did not permit us to prepare an elaborate feast. Therefore, we cannot let You depart today without partaking of a proper meal!”

Understanding her deep affection, Shreeji Maharaj smiled warmly and said, “Mother! You hosted all of us overnight with immense devotion and nourished us with sincere love, expending twice as much as any formal feast; harbor no regret in your heart. Moreover, a royal horseman sent by the Governor from Rajkot has arrived to escort Us, making delay impossible. On Our return journey, We shall halt here again and accept whatever feast you lovingly prepare!”

Ghela Khachar’s mother then placed little child Jasa Khachar down at Shreehari’s sacred lotus feet. Pleased beyond measure with the child’s innocence, Shreeji Maharaj pressed both His divine lotus feet gently against the child’s chest, blessing him with spiritual grace. Ghela Khachar’s mother bowed in deep reverence with panchang pranam.

Mounting His mare, Shreehari prepared to depart. Ghela Khachar and the assembled devotees walked alongside Him for two to three fields beyond the village boundary to see Him off. Gratefully acknowledging their devotion, Shreeji Maharaj halted them with affectionate blessings and resumed His journey to Rajkot.