એકસમયે શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લિંબવૃક્ષ નીચે ઢોલીયે બિરાજમાન હતા. સન્મુખ સર્વે સંતો-ભકતો અને પાર્ષદો સભા કરીને બેઠા હતા.

Gujarati

ગઢપુરમાં લિંબડા નીચે લીલા અને ઓઘડજીનું આખ્યાન

એકસમયે શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લિંબવૃક્ષ નીચે ઢોલીયે બિરાજમાન હતા. સન્મુખ સર્વે સંતો-ભકતો અને પાર્ષદો સભા કરીને બેઠા હતા. શ્રીહરિના સખા સુરાખાચર પણ ઢોલીયા પાસે જ બેઠા હતા. એ વખતે શ્રીહરિએ સુરાખાચરને પૂછ્યું કે “સુરાબાપુ, તમારા ગામના ઓઘડજીનું આખ્યાન જે તમે બનાવ્યું છે એ અમને સંભળાવો..!” સુરાબાપુએ તો તુરંત જ પોતાનો ઘોરડો રાગ ઉપાડ્યો અને ઓઘડજીના આખ્યાનની વાતો અને કિરતનો ગાઇને સંભળાવ્યા. શ્રીહરિ એ અદભૂત આખ્યાન સાંભળીને અતિ રાજી થયા.

એ સમયે ગઢપુરમાં અનંત મુક્તો અને દેવો પણ આકાશ માર્ગે વિમાનમાં બેસીને શ્રીહરિના આ દિવ્ય દર્શન અને કથા વાર્તા સાંભળવા પધાર્યા હતા. શ્રીહરિએ સુરાબાપુને વર આપ્યો કે “તમે જે આ ઓઘડજીનું આખ્યાન ગાયું છે, જે કોઇ આ આખ્યાન ગાશે કે સાંભળશે એના પરમપદની પ્રાપ્તિ થશે અને એના સર્વ સંકટો શ્રીહરિ દૂર કરશે.”

આમ શ્રીહરિએ એ દિવસે લિંબડા નીચે બિરાજીને ભક્તોને અતિ સુખ આપ્યું અને સત્સંગમાં ભક્તિભાવની વૃદ્ધિ કરી.

  • શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી…

🙇🏻‍♂️🙏