એકસમયે શ્રીજીમહારાજ ગઢપુરમાં અક્ષરઓરડીએ બિરાજતા હતા. શ્રીહરિના સખા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ ત્યાં હાજર હતા.
Gujarati
સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને શ્રીજી મહારાજની લીલા
એકસમયે શ્રીજીમહારાજ ગઢપુરમાં અક્ષરઓરડીએ બિરાજતા હતા. શ્રીહરિના સખા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ ત્યાં હાજર હતા. શ્રીહરિએ સ્વામીને પૂછ્યું કે “સ્વામી, તમે તો ઘણા પદ અને કિરતનો બનાવ્યા છે, તો અમને કાંઈક નવું સંભળાવો..!” સ્વામીએ તો તુરંત જ પોતાનો ચારણી રાગ ઉપાડ્યો અને શ્રીહરિના સ્વરૂપના અદભૂત કિરતનો ગાવા લાગ્યા. શ્રીહરિ સ્વામીના ભાવને જોઈને અતિ પ્રસન્ન થયા.
સભામાં સુરાખાચર પણ બેઠા હતા. એમણે સ્વામીને ટીખળ કરતા કહ્યું કે “સ્વામી, તમે તો મહારાજની મૂર્તિના વખાણ કરો છો, પણ મહારાજ તો અમને રોજ જમવામાં ભાત અને કઢી જ ખવડાવે છે..!” આ સાંભળી મહારાજ અને સભાના સૌ સંતો ખડખડાટ હસી પડ્યા.
ત્યારબાદ શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામીને પોતાની માળા પ્રસાદી તરીકે આપી અને એમના ઉપર અતિ રાજીપો વર્તાવ્યો. આ રીતે ગઢપુરમાં શ્રીહરિએ અનેક લીલાઓ કરીને સંતો-ભક્તોને દિવ્ય સુખ આપ્યું.
- શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી…
🙇🏻♂️🙏