એક વખત ગામ ફરેણીમા શ્રીજીમહારાજ વિરાજમાન હતા. ત્યાં એક સાધુ બહુ માંદા હતા ને શરીરમાં સોજા ચડી ગયા હતા.

Gujarati

ફરેણીમાં માંદા સાધુ અને શ્રીજી મહારાજનું ઔષધ

એક વખત ગામ ફરેણીમા શ્રીજીમહારાજ વિરાજમાન હતા. ત્યાં એક સાધુ બહુ માંદા હતા ને શરીરમાં સોજા ચડી ગયા હતા ને અવાળુ દાંત ઉપર ફરી વળેલા તે જોઈને દેવાનંદ સન્યાસી મહારાજ પાસે જઈને બોલ્યાં જે, મહારાજ એક સાધુને મંદવાડ ધણો થયો છે ને તે રોગ કાઈ કળાતો નથી .તો તેનું શું ઔષધ કરીએ?

ત્યારે મહારાજ કહે જે તે સાધુ આ બ્રહ્માંડના નથી. માટે ખાટી છાસ અને ઘેશ આપજો ને પાણી પીવા માગે તો પણ છાસ આપજો.

ત્યારે દેવાનંદ સન્યાસી કહે, મહારાજ જેને સોજા ચડ્યા હોય તેને છાસ દેવાય?

ત્યારે મહારાજ બોલ્યા જે અમે જે ઔષધ બતાવ્યું તે તમે કરો, એ જો લાગું પડે તો ભલે, નહીં તો ધામમાં જશે.

પછી દેવાનંદ સ્વામી તે માંદા સંત પાસે ગયા ત્યારે તેણે ખાવાનું માંગ્યું એટલે છાશમાં ઘેશ કરીને પાઈ અને પીવા માટે પાણી માગ્યું ત્યારે પણ છાસ પાઈ એમ બે વખત પાયું ત્યાં તો સોજા ઉતરી ગયા ને સાવ સાજા થઈ ગયા.

એમ શ્રીજીમહારાજે અસાધ્ય રોગનું એવું ઔષધ કરીને સાધુને સાજા કર્યા.

  • શ્રી હરિચરિત્ર ચિંતામણી. ભાગ ૧ વાત -૨૫૩

🙇🏻‍♂️🙏