ગામ ધારીમાં સત્સંગી દરબાર મેરામભાઇ માંજરિયા, રાઘવજી શેઠ, ધનજી શેઠ અને વિપૃ કચરાભાઇ ગોર ચારેય જણ ગાઢ મિત્રો હતા.

Gujarati

ધારીના મેરામભાઇ માંજરિયા અને શ્રીજી મહારાજ

ગામ ધારીમાં સત્સંગી દરબાર મેરામભાઇ માંજરિયા, રાઘવજી શેઠ, ધનજી શેઠ અને વિપૃ કચરાભાઇ ગોર ચારેય જણ ગાઢ મિત્રો હતા. મેરામભાઇ માંજરીયા શુરવિર ભકત હતા કે જેમણે સમજણ પૂર્વકનો સત્સંગ રાખ્યો તો!

કચરા ગોર દ્વારા તેઓ શાસ્ત્ર-પુરાણનું શ્રવણ કરતા, ક્યાંય બહારગામ જવાનું થાય તો ચારેય કાયમ સાથે જતા. એકવખત મેરામભાઇ, રાઘવજી શેઠ, ધનજી શેઠ અને કચરા ગોર પોતાના કોઈ કામ પ્રસંગે વડોદરા ગયેલા. વડોદરામાં શ્રીસ્વામિનારાયણ ભગવાનના એક ભક્તનો એમને ભેટો થયો, પેલા તો જોઇને એમને કુતુહલ થયું પણ પોત ચારેય મુમુક્ષુ જીવ હતા એટલે તેણે એ ભક્ત સાથે પુછપરછ કરી એટલે એમણે વડોદરામાં રહેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપની વાતો કરી. આથી તેઓએ નક્કી કર્યું કે જો આ ગોપાળાનંદ સ્વામી, જો ખરેખર આ લોકો કહે છે તેવા મહાન હોય તો આપણે તેની ખરાઈ કરવી જોઈએ. જો આ લોકો કહે છે તેવા મહાન સંત હોય તો આપડેય તેમને શરણે થઈએ, માટે તેમની મહત્તાની ખરાઈ કરવા માટે તેમના પાહે જઈએ.

ચારેયે મળીને નકરી કર્યું કે આપણે મનમાં સંકલ્પો કરીએ, જો ગોપાળાનંદ સ્વામી આપણા સંકલ્પો જાણી જાય અને આપણે જેમ ધાર્યું હોય તે પ્રમાણે થાય તો એને મોટા પુરુષ જાણીને તેના આશરે જઈએ. આમ નક્કી કરીને ચારે જણે જુદા જુદા સંકલ્પો કર્યા. મેરામભાઈએ એવો સંકલ્પ કર્યો કે તે ગોપાળાનંદ સ્વામી મને એમ કહે કે આ બંધુક અને તલવાર હથિયાર તરીકે રાખવામાં કાંઈ માલ નથી, વળી મને એમ કહે છતા બંધુક અને તરવાર રખાવે અને આપત્કાળે ધર્મની રક્ષા કરવા એનો સદઉપયોગ કરવો તેમ પણ કહે..!

આ રીતે ચારેય જણાએ જુદા જુદા સંકલ્પો કરીને તેઓ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. ગોપાળાનંદ સ્વામી ભક્તોની સભા ભરીને બેઠા હતા. ચારેય જણ ગોપાળાનંદ સ્વામીને નમન પ્રણામ કરીને સભામાં બેઠા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અંતર્યામીપણે એમના મનના સંકલ્પો જાણીને સામુ જોઇને મંદ હાસ્ય કરીને મેરામભાઈને કહ્યું “ દરબાર ! તમે ક્ષત્રિ કુળના છો માટે હથિયાર મા બંધૂક ને તલવાર વગેરે ભલે રાખો ! શસ્ત્ર રાખવા એ તો તમારો ક્ષત્રિયનો ધર્મ છે અને શસ્ત્ર રાખવા એ તો તમારો શણગાર છે, પરંતુ સાવધાની એ રાખજો કે એનાથી કોઈ ગરીબનો દ્રોહ ન થઈ જાય, એનાથી નિર્દોષ જીવડા ન મરાય એવું વ્રત રાખી શકાય તો ભલે આવા શસ્ત્રો રાખો, બાકી આ બંધુક અને તરવાર ને હથિયાર રાખવા એમાં કાંઈ માલ નથી !” આવું સ્પષ્ટ વચન સાંભળીને મેરામભાઇ તો ગોપાળાનંદ સ્વામીને પગે વળગી જ પડયા !

બીજે દિવસે બીજા ત્રણેયના સંકલ્પો પણ સ્વામીએ સાચા કર્યા એટલે ચારેય એકબીજા ને ઇશારાથી સંમતિ આપીને સ્વામીના પ્રતાપ ને સ્વીકાર્યો. મેરામભાઈએ તો તુરંત જ ગોપાળાનંદ સ્વામીને શરણમાં લેવા પ્રાર્થના કરી, સ્વામીએ તેમને હાથમા જળ લઇને સત્સંગના વર્તમાન ધરાવ્યા. થોડા દિવસ વડોદરા રોકાઈને ગોપાળાનંદ સ્વામી પાસે ખુબ સમાગમ કરીને પોતાને ગામ ધારી જવા માટે રજા લેવા ગયા, ગોપાળાનંદ સ્વામીએ તેઓને ખાસ ભલામણ કરીને વળતા પોતાને ગામ ધારી જતા વખતે ગામ ગઢપુર શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને જવા કહ્યું.

ગઢડા જતા સૌએ રસ્તે વિચાર કર્યો કે ગોપાળાનંદ સ્વામી તો મહાન છે, એમાં કોઈ શંકા નથી, પણ એના ગુરુ આ સ્વામિનારાયણ એ ભગવાન છે તો તેનું પણ પારખું તો કરવું જ જોઈએ, આમ વિચારીને તેઓએ એવો સંકલ્પ કર્યો કે ગઢપુર તો સાવ નાનું ગામ છે, અત્યારે તયા ગામમાં દાડમ મળે તેવી ઋતુ નથી, આવા નાના ગામમાં તો એવા ફળો અત્યારે એની મોસમ વગર ન મળે, માટે આપણે એવો સંકલ્પ કરીએ કે દર્શને જઈએ ત્યારે આપણને આપણા નામ લઈને એક એક ને બોલાવે, અને દરેકને એક એક દાડમ પોતાના હાથે જ આપે તો સ્વામિનારાયણ ભગવાન છે તેમ માનવા. આ સિવાય ચારેય જણાએ બીજા પણ સંકલ્પો કરી રાખેલા, મેરામભાઇ માંજરીયા એવો સંકલ્પ કરીને ગઢડા આવ્યા ત્યારે શ્રીજીમહારાજે સર્વેના નામ લઈને દરેકને એક એક મોટું દાડમ આપ્યું અમે બધાના સંકલ્પો પૂર્ણ કર્યા. ચારેયને માનપાન આપીને સભામા બેસાડ્યા અને સૌને ઓળખાણ કરાવી, શ્રીહરિએ એમને ગઢપુરમા થોડા દિવસ રોક્યા એટલે ચારેય થોડા દિવસ ગઢપુર રોકાયા. દરબારગઢમાં સૌ સંતોનો સમાગમ કર્યો. દરરોજ સભામા શ્રીજીમહારાજના વચનામૃતો સાંભળીને મેરામભાઇ દ્રઢ સત્સંગી થયા. આમ શ્રીહરિની કૃપાએ મેરામભાઇ મોટા મુક્ત સ્થિતિવાળા ભક્ત થયા હતા.

  • શ્રી હરિચરિત્ર ચિંતામણિ ભાગ ૧ વાત ૩૩૩

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણી ના પ્રકરણ ૧૧૪માં કડી ૧૫મા આ ધારી ગામના મેરામભાઇ માંજરીયા વગેરેને ચિંતવતા લખ્યું છે કે… મોટા મુક્ત મેરામ માંજરિયો, જેણે સમજીને સતસંગ કરીયો..! રાઘવજી ધનો તુલાધાર, દ્વિજ કચરો ધારી મોજાર..!!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી… 🙇🏻‍♂️🙏