મુકતરાજ સુરાખાચરના ગામ નાગડકામાં નથુજી નામે કાઠી દરબાર હતા. નાગડકામાં અવારનવાર પધારતા સંતો-ભક્તોના યોગમાં આવતા તેમને સત્સંગનો ઘણો ગુણ આવ્યો.
Gujarati
નાગડકાના નથુજી દરબાર અને શ્રીજી મહારાજનો નિશ્ચય
મુકતરાજ સુરાખાચરના ગામ નાગડકામાં નથુજી નામે કાઠી દરબાર હતા. નાગડકામાં અવારનવાર પધારતા સંતો-ભક્તોના યોગમાં આવતા તેમને સત્સંગનો ઘણો ગુણ આવ્યો. એકવખત તેઓ સહુ ભક્તો સાથે ગઢપુર પધાર્યા. આવીને દરબારગઢમા શ્રીહરિ અને સંતો-ભક્તોના દર્શન કરીને ધન્ય થયા. સદગુરુ મુકતાનંદ સ્વામીએ એમને પાંચ દિવસ રોક્યા અને મહારાજના મહીમાની બળભરી વાતો કરી.
નથુજી દરબાર પોતે વ્યસન મા હોકો પીતા એટલે સંતોએ એમને વ્યસન મુકીને વર્તમાન ધારણ કરવા કહ્યું પણ મનમાં થયું કે મારા થી હોકો પીવાની ટેવ હજુ એમ તો નહી છૂટે એમ વીચારીને વર્તમાન ધારણ ન કર્યા. પોતે પાંચ દિવસ રોકાયા ને બહુ મહીમાભાવ સાથે પોતાને ગામ નાગડકા ગયા. થોડા વરહ વિત્યે શરીરે મંદવાડ આવ્યો અને એમનો અંતકાળ નજીક આવ્યો. એકરાતે નથુજી ઓસરીમાં ખાટલે સુતા હતા, સ્વપ્નમાં એમને ભયંકર યમદૂતો દેખાયા અને યમપુરીના દુખ દેખાયા, એ જોઇને પોતે તો ડરી ગયા. યમદૂતો એમને લઇને ધર્મરાજા પાહે લઇ ગયા. ધર્મરાજા એ ખુદ એમને નમન કરીને બોલ્યા કે ‘તમે પૃગટ શ્રીહરિના દર્શન કર્યા છે એટલે તમને યમપુરી મા નહી રહેવુ પડે તેમજ આ યમદૂતો તમને હાથ લગાડવાને પણ સમર્થ નથી, તમે પાછા મૃત્યુલોક મા જાવ, અને ભગવાન ના શરણે થાઓ.’ આટલું સ્વપ્ન થતા એમની નિંદર ઉડી ગઇ ને ગઢપુર ફરીને જઇને શ્રાહરિના ચરણે થવાની અદમ્ય ઇચ્છા થઇ. એ સમે શ્રીહરિના પરમઆશ્રિત કચ્છના નારણજીભાઇ સુતાર કોઇ કામ સારુ નાગડકા આવ્યા હતા અને એમના ઘરે દરબારગઢમાં રાતવાહો કરવા સારું ઉતર્યા. રાતે વાળુંપાણી કરીને ઓસરીમાં ખાટલે સુતા સુતા નારણજીભાઇએ સત્સંગની અને શ્રીહરિની ખુબ મહીમાભરી વાતો કરી. નથુજી દરબારનું મન ગળી ગયું. મનમાં અફસોસ વિચાર થયો કે હુ ગઢપુર ગયો પણ શ્રીહરિનો આશ્રિત ન થયો..! બીજે દિવસે નારણજીભાઇ ગઢપુર જવા નીકળ્યા ત્યારે નથુજી દરબાર પણ એમના સાથે ચાલ્યા. બેઉ સથવારે સાથે ટીમણ લઇને ચાલતા ગઢપુર જવા નીકળ્યા. એકદિવસ ચાલ્યા ને રાતે કોઇ ગામમાં રામજી મંદિરે રોકાયા, વળતે દિવસે વહેલી સવારે ચાલીને નદીએ નાહીને ટીમણ કરતી વખતે એક જ થેપલું વધેલું તે બેઉ અડધું-અડધું થેપલું જમીને નદીએ પાણી પીઇને ચાલ્યા. બીજે દિવસ બપોર થતા બેઉ ગઢપુર પહોંચ્યા, દરબારગઢમા જઇને શ્રીહરિને દંડવત કરીને ભાવથી દર્શન કર્યા. શ્રીજીમહારાજે બેઉને આવકાર્યા અને ક્ષેમકુશળ પુછયા. મુળજીબૃહ્મચારીજીને બોલાવી ને બેઉને બપોરે જમાડવાની આમા કરી. આ સાંભળી નારણજીભાઇ સુતાર બોલ્યા કે હે મહારાજ અમે તો બેઉ ટીમણ કરીને આવ્યા છીએ..! ત્યારે અંતર્યામીપણે જાણીને મંદ મંદ હસતા હસતા હાથમા ફૂલદડો ઉછાળતા થકા બોલ્યા કે બેઉ અડધું - અડધું થેપલું જમ્યા છોવ ને કહો છો કે અમે તો ભરપેટ જમ્યા છઇ..! અડધા થેપલામાં તો વળી શુ જમ્યા હશો..! આ સાંભળતા જ નથુજી દરબાર તો શ્રીહરિ એના મનનો સંકલ્પ જાણી ગયા એમ વિચારીને અનન્ય નિશ્ચય થઇ ગયો, પોતે તો ધબોધબ દંડવત કરવા લાગ્યા. મહારાજ પાહે વર્તમાન ધરાવીને સત્સંગી થયા. નથુજી તો ગઢપુરમા પંદર દિવસ સુધી રોકાયા અને શ્રીહરિના દર્શ-સ્પર્શ નો દિવ્ય લાભ લીધો અને પોતે પોતાના ગામ નાગડકા આવ્યા. પછી તો નથુજી દરબાર સંતોના યોગે અખંડ ભજન કરતા થયા અને અંતે અક્ષરધામના અધિકારી થયા.
- ભગવાન શ્રીસ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ-૫ માંથી…
🙇🏻♂️🙏