સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત પદે ચાલીસ વરહ ચાર મહીના ને ચાર દિવસ રહ્યા. એ સમયગાળામાં સોરઠ, કાઠીયાવાડ, બાબરીયાવાડ અને ગોહિલવાડમાં સત્સંગ વિચરણ કરીને અનેક ગૃહસ્થ મુમુક્ષુઓને સત્સંગ કરાવીને એકાંતિકભકતો બનાવેલા.

Gujarati

સંતોએ ભૂતોને વર્તમાન ધરાવ્યા

સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત પદે ચાલીસ વરહ ચાર મહીના ને ચાર દિવસ રહ્યા. એ સમયગાળામાં સોરઠ, કાઠીયાવાડ, બાબરીયાવાડ અને ગોહિલવાડમાં સત્સંગ વિચરણ કરીને અનેક ગૃહસ્થ મુમુક્ષુઓને સત્સંગ કરાવીને એકાંતિકભકતો બનાવેલા. આમા ના એક એવા મોટા સમઢિયાળાના ડાયાભાઇ પટેલ હતા. ડાયાભાઇ એ ધારી પાસેના વિરપુર ગામે રહેવા જાવાનો વિચાર કર્યો, આ સારુ ડાયાભાઇ ખેતીની સારી જમીન ગામની નજીક લેવા સારુ જઇને જોવા ગયા. વિરપુર ગામના પાદરથી સાવ નજીક એક મોટી વાડીની જમીન સાવ મફતના ભાવે મળતી હતી. ડાયાભાઇ ને જમીનના ભાવતાલ સરખાવતા સંશય થયો એટલે એમણે ગામલોકો ને પુછયુ કે આ આવડી મોટી વાડીને ગામથી સાવ નજીક છે છતાય કેમ બવ સસ્તી વેચાતી મળે છે?

ગામલોકોએ કહ્યું કે ડાયાભાઇ, એ વાડીમાં ઘણા ભૂતો રેય છે, જે વાડીએ કામે જાય એને યેનકેન પૃકારે હેરાન પરેશાન કરે છે અને રાતયે વાડીએ વાહૂંપુ કરવા જાય એને ભરખી જાય છે. આ સાંભળીને ડાયાભાઇ બોલ્યા કે અમે તો સ્વામિનારાયણના સત્સંગી છીએ, અમને ભૂત વગેરેનો કોઇ ડર નથી. ડાયાભાઇ જમીનના માલીક પાહેથી ગામના પટેલ ને મળીને વેચાણ ખત દસ્તાવેજ વગેરે કરાવ્યા.

ડાયાભાઇ પોત પરિવાર હારે મોટા સમઢિયાળા થી વિરપુર ગામે રહેવા આવ્યા. પોતે ઉનાળે ખેતીકામ વગેરે કરીને જમીન ખેડીને ચોમાસું થતા વાવણી પણ કરી. અષાઢ-શ્રાવણ માસ થતા મોલ મોટો થયો તે તેઓ રાતે વાહુંપુ કરવા સારુ વાડીએ ગયા. આખાયે ખેતરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ..! એમ નામ સ્મરણ કરતા કરતા શ્રીહરિને સંભારતા સંભારતા થકા આંટો મારીને વાડી પાસે આવ્યા. વાડીના કૂવા નજીક આવતા એમણે ભૂતાવળ ને ભાળી, પોતે તો જરાય ડર્યા વગર જ ઉચ્ચ સ્વરે હરિનામ સ્મરણ કરતા કરતા નજીક ગયા. ડાયાભાઇએ તો હાકોટો કરીને પુછયુ કે એલાવ ભૂતડાવ, તમે આહી શુ કરો છો?

ડાંગરવાના ક્ષત્રિય ભક્ત મેરામભાઇ માંજરિયા પણ સાથે હતા. ડાયાભાઇના પૃશ્ને ભૂતાવળ બોલી કે આ વાડી અમારી છે, અમે બધા આહી વાસનાથી મરીને ભૂત થયા છીએ, અમે આ વાડીમાં કોઇને કાય વાવવા દેતા નથી, પણ ભગત તમે આ સ્વામિનારાયણ નામ નો ઉચ્ચાર કર્યા કરો છો એટલે અમે તમને કશુંય કરી શકતા નથી. તમારા પાહે અમારુ કશુંય ચાલતું નથી ને ઉલટાના અમે તમે નજીક આવો એટલે બળવા મંડીએ છીએ.

ત્યારે ડાયાભાઇ કહે કે આ ભૂતપ્રેતની યોનિમાં કેમ દૂખી થાઓ છો? ત્યારે ભૂતો કહે કે અમે તો આ જમીન સારુ કપાઇ મૂઆ તે વાસનાએ મરીને ભૂત થયા પણ હવે અમને આમાથી કોણ છોડાવે? ડાયાભાઇ કહે કે હુ તમોને સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો સંભળાવું, અમારા સંતો તમને આ દુખમાંથી છોડાવીને તમારી મુકિત કરે..! પણ મારુ આ ખેતીવાડીનું કામ કોણ કરે..? મારે એકલા પંડયે ખેતીકામ ઘણું ને રખોપું જો નો કંરુ તો માલ ઢોર ખાઇ જાય, નહિતર હુ જ તમને ભગવાનની કથા સંભળાવત..! આ સાંભળી ભૂતો બોલ્યા કે ભગત..! અમે બધા તમારુ કામ કરીશુ ને ખેતરનું રખોપું કરીશુ પણ તમે અમને કથાવારતા કરીને અમારુ શ્રેય કરો.

પછી તો રોજ રાતે ડાયાભગત વાડીએ આવીને ખાટલે બેઠા થકા ભૂતોને ભગવાનની વાતો કરે અને ભૂતો એના ખેતરનું તમામ કામ પણ કરે..!

વિરપુર ગામના લોકોને પણ બહુ નવાઇ લાગી, આમ થોડોક સમય ચાલ્યું તયા ગામમાં જુનાગઢ મંદિરે થી સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના સ્થાપેલા મંડળધારી સંત કૈવલાત્માનંદ સ્વામીનું મંડળ ગામમાં ભગત સત્સંગ સમાગમ કરવા તેડી લાવ્યા. ડાયાભાઇએ સ્વામીને ભૂતોની બધી વિગતે વાત કરી અને પોતાની વાડીએ પધરામણી કરવા લઇ આવ્યા. ડાયાભાઇએ સ્વામીને પૃારથના કરી કે આ બધા ભૂતોને તમે સદગતિ આપો..!

ભગતની વાત સાંભળીને સ્વામી એ કરુણા કરીને પાણી ઠાકોરજીને ધરાવીને કૂવા મા રેડ્યું અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી એટલે એકસાથે પચીસ ભૂતો આવીને લાઇન મા ઉભા રહ્યા. સ્વામી એ સહુને વર્તમાન ઘરાવયા ને ઉપદેશ આપી બદરીકાશ્રમ મા તપ કરવા મોકલી આપ્યા.

ગામલોકો ને સહુને તો ડાયાભગત ની સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા, નિડરતા અને સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય થી ભૂતોનો ઉદ્ધાર કરતા ઘણું આશ્ચર્ય થયું ને ઘણા મુમુક્ષુઓ વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા.

  • સોરઠી સંતોમાંથી…

🙇🏻‍♂️🙏