શ્રીહરિ સ્વધામ સીધાવયા પછે શ્રીહરિના હજૂરી પાર્ષદશ્રી નાજા જોગીયા જૂનાગઢ સદગુરુ શ્રી ગુણાતિતાનંદ સ્વામી પાસે રહેવા આવ્યા. તેઓ સાધુ થયા ને સાધુ ધનશ્યામ દાસજી એવું નામ પાડ્યું.
Gujarati
નાજા જોગીયા (ઘનશ્યામદાસજી) અને ગુણાતિતાનંદ સ્વામી
શ્રીહરિ સ્વધામ સીધાવયા પછે શ્રીહરિના હજૂરી પાર્ષદશ્રી નાજા જોગીયા જૂનાગઢ સદગુરુ શ્રી ગુણાતિતાનંદ સ્વામી પાસે રહેવા આવ્યા. તેઓ સાધુ થયા ને સાધુ ધનશ્યામ દાસજી એવું નામ પાડ્યું. તેઓ સ્વામીની આજ્ઞા મુજબ રહીને મંદિરમા તેમનાથી તમામ શક્ય સેવા કરીને રાજીપો રળતા.
એકદિવસ એ એમના આસને ધ્યાનમાં બેઠા હતા. એવામાં સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી ત્યાથી પસાર થયા એટલે અંતર્યામીપણે એમના મનનો સંકલ્પ જાણીને બોલ્યા કે ઘનશ્યામ દાસ..! ધ્યાન કરો છ કે ગઢપુરની ટીલકાવાળી ભેંશ સંભારો છ? નાજા જોગીયા તો તુરંત સ્વામી નો મર્મ પામી ગયા ને ઉભા થયાને સ્વામી ને દંડવત કરીને બોલ્યા કે સ્વામી, ખરેખર તમે અંતર્યામી છોવ, ધ્યાન કરતા એ સમયે મારા મનમાં ગઢપુરની ટીલકાવાળી ભેંશ જ સાંભરતી હતી. હવે તમે કૃપા કરો તો મહારાજની મુર્તીમાં મનની વૃતિ સ્થીર થાય અને ફરીને આવા સંકલ્પો ફરીને ક્યારેય ન થાય. ત્યારે સ્વામી હસ્યા અને કહે જુઓ ઘનશ્યામદાસજી..! મન તો બહુ ચંચળ છે, તે સતત સંકલ્પ કર્યા જ કરે..! તમે મહારાજની મુર્તી સંભારીન અંગે અંગનું ધ્યાન કરવાનો અભ્યાસ રાખજો, એમ કરયે ધીરે ધીરે તમારી વૃત્તિ ભગવાનની મુર્તીમા સ્થીર થશે.
સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીનો આવો અલૌકિક પૃભાવ જોઇને એમને ઘણો સ્વામી પૃતયે ઘણો અહોભાવ થયો. પછી તો નિત્ય તેઓ સ્વામીની કથા સાંભળવા ખબડદાર થઇને હાજર થઇ જતા. સ્વામીના અનુગૃહે એમને શ્રીહરિની મુર્તીની અખંડવૃતિ રહેવા લાગી.
એકદિવસ ઘનશયામદાસજીએ હાથ જોડીને નિષ્કપટપણે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીને કહ્યુકે સ્વામી, ભગવાન ના સ્વરુપ નુ સાચું મહાત્મય તો સાચા સંતના જોગે કરીને જ સમજાય…! અમે જ્યારે શ્રીહરિના હજૂરી પાર્ષદ તરીકે રહેતા ત્યારે એવું સમજતા કે અમે તો હમેશાં ભગવાન ભેળા રહીએ છીએ, એથી અમે જ ભગવાનના સ્વરુપ ને ખરેખરું સમજીએ છીએ. અમોને જ મહારાજનું ખરું સુખ મળે છે, તમ જેવા મોટા સાધુનું અમને એ સમયે બહુ મહાત્મય નહોતુ.
એકદિવસે ગઢપુરમાં રોંઢો ઢળ્યે અમે પાર્ષદો ઘેલા નદીએ નાવા સારુ અને ઘોડાને પાણી પાવા સારું ગયા હતા, તે એ સમયે નાહીને ઘોડાને પાણી પાઇને નદીના પટમાં સહુ ગપાટા મારતા હતા. એ સમયે કૃપાનંદ સ્વામી ને સંતો તયા નદીએ સ્નાન કરવા આવ્યા એટલે સ્નાન કરીને તેઓ બેઠા. તેઓ પરસ્પર મહારાજના લીલાચરિત્રો ની વાતો કરતા હતા, એટલે કૃપાનંદ સ્વામીએ સાદ કરીને અમને કહ્યું કે પાર્ષદો..! આવો ને અમ સાથે બેહો ને ભગવાનની વાતો સાંભળો. ત્યારે મે એમને કહ્યું હતું કે “સ્વામી, તમે જેની વાતો કરો છો એના ભેળા તો અમે કાયમ રહીએ છીએ, જે શ્રીહરિના ચરિત્રો ની તમે વાતો કરો છો એ જ શ્રીહરિના હારે જ અમે સમગૃ કૃીયા મા હારોહાર રહીએ છીએ.” આમ કહીને સંતોની ઉપેક્ષા કરી.
ત્યારે કૃપાનંદ સ્વામીએ અમોને કહેલું કે ‘પાર્ષદો..! એ ભલે..! ભવિષ્ય મા તમને જ્યારે કોઇ મોટા સંતનો યોગ થાશે ત્યારે આ વાત સમજાશે.’ સ્વામીના એ વાક્ય નો મર્મ અમને હવે આજ તમારા સમાસ કર્યે સમજાયો. હવે આજ એ કૃપાનંદ સ્વામીના શબ્દો ખરેખરા સમજાયા. જો મે તમારી કથાવાર્તા ન સાંભળી હોત કે તમારો સમાગમ ન કર્યો હોત તો મને શ્રીહરિનો આવો મહીમાં કેમ કરીને સમજાત..! મને બહુ મોટી ખોટ્ય થાત અને બહુ પસ્તાવું પડત..! હવે મને ખબર પડીકે સત્પુરુષના સમાગમ વિના બધુ જ વ્યર્થ છે.
આમ, ઘનશ્યામ દાસજી(નાજા જોગીયા) એ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીનો અતિ મહીમાં સમજીને સ્વામીની આજ્ઞા મુજબ સેવા કરીને સ્વામીને ખુબ રાજી કર્યા અને પોતાનું શેષ જીવન પોતે જૂનાગઢ શ્રી રાધારમણ દેવના મંદિરે જ રહ્યા.
- શ્રી સહજાનંદી ભકિતસાગરના પુરુષ રત્નોમાંથી…
🙇🏻♂️🙏