સંવત ૧૮૭૬ ની સાલમાં મહા સુદ ત્રીજના દિવસે મુકતોની હરણખળી સમા ખારાપાટના કેરીયાચાડ ગામે ખેડૂત પટેલ કરશનભાઇ રાદડીયા અને પત્નિ હરબાઇના ઘરે પુર્વના મુક્તાત્મા એવા પૃેમજીભાઇનો જન્મ થયો.
Gujarati
યોગેશ્વરદાસ સ્વામી (પ્રેમજીભગત) અને સત્સંગ સેવા
સંવત ૧૮૭૬ ની સાલમાં મહા સુદ ત્રીજના દિવસે મુકતોની હરણખળી સમા ખારાપાટના કેરીયાચાડ ગામે ખેડૂત પટેલ કરશનભાઇ રાદડીયા અને પત્નિ હરબાઇના ઘરે પુર્વના મુક્તાત્મા એવા પૃેમજીભાઇનો જન્મ થયો. શ્રીહરિ દાદાખાચરને પરણાવી ને ભટ્ટવદર થી પરત ફર્યા ત્યારે પીઠવડી ગામે રાત્ય રોકાયા, વળતે દિવસ ચૌદસના દિવસે ગઢપુર જતા રસ્તામા ધાર-કેરાળા ગામ આવ્યું. એ સમયે હરબાઇ પણ પોતાના માવતરે મળવા પિયર ધાર-કેરાળા ગામે આવેલા, સહુ બાઇઓના સંગાથે એ પણ આ ગઢપુરની એ જાડેરી જાનના દર્શન કરવા ગામની બજારે ઉભા હતા. કોઇ પાસેથી એમણે એવું સાંભળેલુ કે ‘આ વરરાજા ના ગાડે બેઠા એ સ્વામિનારાયણ ની નજર બવ ભારે છે, જેના ઉપર પડે છે એને એની ભૂરકી લાગી જાય છે.’ એટલે વીચારીને જેવુ વરરાજા નુ ગાડું નજીક આવ્યું એટલે એમણે શ્રીહરિને જોતા જ એમના કાંખ મા તેડેલા નાના એવા પૃેમજી ઉપર પોતાના સાડલાનો છેડો ઓઢાડી દીધો. ઘટ ઘટના સૂજાણ શ્રીહરિ પણ મંદ મંદ હસતા હસતા બળદગાડાની ઉંધે બેઠા થકા બોલ્યા કે “હરબાઇ..! ભલે તમે તમારા દિકરાને સાડલાનો છેડો ઓઢાડી દીધો પણ અમે એને જોઇ લીધો છે હો..!” આમ, શ્રીહરિની એવી નજર એમના ઉપર પડી એ આ મુક્તાત્મા એ પૃેમજીભગત..!
નાનપણથી ગામના મંદિરે તેઓ કાયમ સાંજ સવાર દર્શને જતા અને ભગવાનનુ ભજન કિરતન બહુ કરતા. એકદિવસ બાજુના ગામ દેવરાજીયાના સત્સંગી ભાણાભાઇ સગર કોઇકામે કેરીયાચાડ આવેલા, સાંજે સહુ મંદિરે ભેગા થયા, એ સમયે ભાણાભાઇ સગરે સાંજે મંદિરે ગોડી રાગમાં ઉપદેશ કિરતન ગાયુ કે ‘કોઇ સાથે ના’વે રે પૃભુ વિના…!’ સભા પુરી થયા પછી પોતાના પીતા સાથે આવેલા નાના એવા પૃેમજીભાઇએ ભાણાભાઇ ને પુછયુ કે અમે તો પૃભુ શ્રીરામચંન્દ્રજીનુ ભજન કરીએ છીએ, પણ ભગવાનનો ભેટો કેમ થાય..? ત્યારે ભાણાભાઇએ કહ્યુકે ‘આ યુગમાં પૃગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન હાલ સત્સંગ માં બીરાજે છે, હુ એમનો આશ્રિત છવ ને મારા જેવા એમના હજારો ભક્તોને હાલ એમનો આશરો છે. જૂનાગઢ, વડતાલ, ગઢપુર, મૂળી અમદાવાદ વગેરેમા એમના મંદિરો છે. હુ પણ એમનુ જ ભજન કંરુ છું.’ પૃેમજીભાઇને મનમાં ઉત્કંઠા જાગી કે આ પૃગટ દર્શન મને ક્યારે થાય..!
થોડે સમયે કેરીયાચાડથી ગામનો સંઘ જુનાગઢ વગેરે તીર્થસ્થાનોના દર્શને નીકળ્યો. આ સંધમાં પૃેમજીભાઇ પણ પોતાના પિતાની આજ્ઞા લઇને સૌ સાથે ગયેલા. સહુ જુનાગઢ મા ગીરનારની તળેટી, ભવનાથ, નરસીહ મહેતાનો ચોરો, દામોદર-રેવતિ કૂંડ વગેરે દર્શન કરીને શ્રીસ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા આવ્યા. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી ના દર્શન થયા, સ્વામીએ સહુને આવકારીને જમાડ્યા ને રાત્ય રોક્યા. સહુને સભા કરીને ઉપદેશની વાતો કરી કે “ભગવાને કૃપા કરીને આ માનવ દેહ આપ્યો છે, પરંતુ જીવજો પૃગટ ભગવાન ને ઓળખે તો જીવનો આ ભવોભવના જન્મ-મરણના ચક્કર માથી છૂટકારો થઇ જાય.” એમ કહીને સ્વામી સદગુરુ મુકતાનંદ સ્વામી રચિત ચોપાઇ બોલ્યા કે.. ‘કોઇ કહે હરિ હોય ગયે, કોઇ કહે હોવનહાર..! મુકતપૃકટ કી પહેચાન બીન, ભટકત સબ સંસાર..!’ યુવાન પૃેમજીભાઇને આ ચોપાઈના શબ્દો હૃદય મા આરપાર ઉતરી ગયા. પોતે બીજે દિવસ સ્વામી પાસે આવ્યા ને હાથ જોડીને સ્વામી પાસે રહીને ભગવાન ભજવા સારુ રોકાવા રજા માંગી, સ્વામીએ અનુમતિ દેતા પોતે તો ત્યાજ રોકાય ગયા. સંઘ તો કેરીયાચાડ પરત આવ્યો એટલે પિતા કરશનભાઇએ પુછપરછ કરીને જૂનાગઢ રોકાયેલા દિકરાને પાછો લેવા આવ્યા. સ્વામીએ એમને રોક્યાને જમાડયાને વાત કરી કે પૃેમજી તો એમની ઇચ્છાએ ભગવાન ભજવા રોકાયેલ છે, એ સંસારનો જીવ નથી, એને તમે ઘરે લઇ જાશો પણ એ સંસારમા રેહે નહી. પિતા કરશનભાઇ એમને સમજાવીને પાછા લઇને ઘરે આવ્યા. પૃેમજીભાઇ વળી બે-ચાર વખત ઘર છોડીને જુનાગઢ, ગઢપુર ને વડતાલ વગેરે જતા રહ્યા. વડતાલ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ની સેવા કરીને એમણે રાજી કર્યા. ફરીને એમના પિતા કરશનભાઇ એમને ઘરે તેડી ગયા. આ વખતે એમના પિતાએ વિચાર્યું કે લગન કરી ને પરણાવી દઇ તો આ પૃેમજી થાળે પડી જાહે એમ વીચારીને એમના લગન કરી નાંખ્યા. લગન ને એક વરહ વિત્યુ છતા પોતે પોતાના ઓરડે પણ પૃેમજીભગતે અખંડ બૃહ્મચર્ય રાખ્યું. એકદિવસ એમના પત્નિએ એમના સાસુ હરબાઇને કહ્યું કે આ મારા પતિ એ કોઇ ઓલીયા કે બૃહમચારી પુરુષ છે એને સંસાર મા રાખીને તમે શુ કરશો, એને સંસાર તજી ને સાધુ થાવા દ્યો. છેવટે માતા-પિતાએ સાધુ થાવા રજા આપી એટલે પૃેમજીભગત ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામી પાસે જૂનાગઢ આવ્યા અને પાર્ષદ દિક્ષા લઇને પૃેમજીભગત થયા.
સંવત ૧૮૯૪ મા તેઓ પાર્ષદ થયા અને પાંચ વરહ સુધી પાર્ષદ રહ્યા. મંદિરની તમામ સેવાઓ પોતે કરતા, સંતોને કૂવેથી સીંચી ને નવરાવવા, માંદા સંતોની સેવા, ગૌશાળા, દેવ સારુ ફૂલવાડીની સેવા, જયા જરુરી હોય એવી મંદિરની તમામ સેવા કરીને સૌનૌ અઢળક રાજીપો રળ્યો. સંવત ૧૯૦૦ની સાલમાં સમૈયે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી એમને વડતાલ સાથે લઇ ગયા અને આચાર્ય શ્રી રઘુવિરજી મહારાજ પાસે એમને મહાભાગવતિ સાધુ દીક્ષા અપાવીને યોગેશ્વરદાસ સ્વામી એવું નામ રખાવ્યું. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી, રામદાસ સ્વામી વગેરે સંતોના અનુગૃહથી યોગેશ્વરદાસ સ્વામીને શ્રીહરિના સ્વરુપ મા અખંડ વૃતિ રહેતી. સંવત ૧૮૯૪ થી સંવત ૧૯૨૩ સુધી સતત એકવીસ વરહ સુધી તેઓ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના પૃમુખ શીષ્યોમાના એક બની ને રહ્યા. યોગેશ્વરદાસ સ્વામીને વચનામૃત અને ભકતચિતામણી ગૃંથનો બહુ ઉંડો અભ્યાસ હતો, પોતે કાયમ સ્વામી પાસે વચનામૃત વાચતા એ સારુ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી એમને “વચનામૃતના પગી” કહીને એમને સંબોધતા.
સ્વામી ના વચને સત્સંગ વિચરણ મા મંડળ કરીને તેઓ એ સત્સંગની ખુબ સેવા કરી. યોગેશ્વરદાસ સ્વામી એ ગામડાઓમા વિચરણ કરીને શ્રીહરિના અપાર મહિમા ને ઐશ્વર્યો ની વાતો કરીને હજારો હરિભક્તો ને મોક્ષને માર્ગે વાળ્યા. યોગેશ્વર દાસ સ્વામી મોટાભાગે જૂનાગઢ મંદિરે ભંડારની સેવા સંભાળતા. સંવત ૧૯૫૮ મા પોષવદી અમાસના દિવસે ૮૨ વરહની ઉંમરે તેઓ જુનાગઢ મંદિરમાં જ તેઓ અક્ષરધામમા સીધાવયા.
- સોરઠી સંતોમાંથી…
🙇🏻♂️🙏