નિલકંઠ વર્ણી પૃભુ વનવિચરણ કરતા કરતા ગુજરાતમાં ફરતા ફરતા બોચાસણ ગામે પધાર્યા. ગામની ભાગોળે બાવાજી નરસિંહદાસની જગ્યાએ આવીને ઝાડનીચે પદ્માસન વાળીને બેઠા.
Gujarati
બોચાસણના કાશીદાસ પટેલ અને શ્રીજી મહારાજ
નિલકંઠ વર્ણી પૃભુ વનવિચરણ કરતા કરતા ગુજરાતમાં ફરતા ફરતા બોચાસણ ગામે પધાર્યા. ગામની ભાગોળે બાવાજી નરસિંહદાસની જગ્યાએ આવીને ઝાડનીચે પદ્માસન વાળીને બેઠા, જગ્યાના રામાનંદી બાવાજી નરસિંહદાસ આવ્યા ને એમણે યુવાનવયના વર્ણીને બંધ નેત્રો સાથે ધ્યાનમાં પદ્માસન વાળીને બેઠેલા જોયા. પોતે મુમુક્ષુ હતા એટલે આવીને પૃણામ કર્યા એટલે વર્ણી એ નમો નારાયણ કહ્યા. નરસિંહદાસે પુછયુ કે બૃહ્મચારીજી..! અમારા ગામના પાટીદાર કાશીદાસ ના ઘરે આજ ચોરાશી છે તો એમણે ગામમાં જે કોઇ સાધુ-સંતો-અભ્યાગત આવે એને તયા જમવા તેડી લાવવા મને કહ્યું છે તો તમે જમવા પધારશો તો એમનુ રુડુ થાહે..!
વર્ણી તો તુરંત ઉઠ્યા ને બેઉ કાશીદાસ પાટીદાર ની ડેલી તરફ આવ્યા ને આવીને દૂરથી સહુને નમન કરીને સહુ સાથે બેઉ પંગતમાં જમવા બેઠા. પંગત મા પત્રાવાળા અને પડીયા માં સહુને જમવા ભોજન પીરસાયા પણ દાળ-શાકમાં લસણના વઘારની ગંધ આવતા વર્ણી પોતે બે ગૃાસ ભાતને જ જમ્યા. આ રીતે બટુક બૃહમચારી ને ખાલી ભાત જમતા કાશીદાસ પાટીદારના બાં ચકોર નજરે ભાળી ગયા. એમને મનમા થયું કે આ બાળ બૃહમચારી તો કાંક અલગ જ છે, જગતના બાવા ની જેમ જમવાની રીત્ય નથી, પોતે બાળ ઉંમરમા ઘરબાર છોડીને બૃહ્મચારી થયા છે પણ એમના નિયમ ધર્મ પણ કેવા અલૌકિક છે. પંગતમાં સહુ સાથે પત્રાવળા મા ભાત ના ગૃાસ ને જમતા દર્શન કરીને પોતે ધન્ય થયા ને પોતે તુરંત જ ઘરમા ગયા ને રહોડામાંથી દૂધના કટોરો ભરીને લાવ્યા ને વર્ણી ને આપ્યો. વર્ણી પણ એમનો પરમભાવ ગૃહણ કરતા હોય એમ દૂધને ભાત થોડાક જમ્યા. કાશીદાસના બાંએ હાથ જોડીને નિલકંઠ વર્ણી ને વિનંતી કરીને કહ્યું કે આહી જ રોકાઓ, પણ વર્ણી મંદ મંદ મર્માળુ હસ્યા. થોડીવાર માંતો વર્ણી જમીને નીસરી ગયા, એટલામા કાશીદાસભાઇ આવ્યા ને વર્ણીને શોધ્યા પણ ઓરડામાં રજ ઉપર ચરણાવિદના પડેલ પગલા મા સોળ ચિહ્નના દર્શન થયા. પોતાને મનમાં થયું કે આ કોઇ દિવ્ય પુરુષ હતા, હુ એમને શોધી લાવું એમ વિચારીને ઉતાવળે પગે શોધવા ચાલ્યા. નરસીહદાસ બાવાજીની જગ્યા એ શોધ્યા પણ તયા વર્ણી ન જડ્યા એટલે ગામની બહાર કેડે પોતે ચાલ્યા, તયા એક રબારીએ કહ્યું કે હમણાં જ એક નાના એવા બાવાજી આ રસ્તે થી જતા જોયા, એમની ચાલ બહુ ઉતાવળી હતી, એમના ચરણ તો જમીનને અડતા પણ નહોતા..! કાશીદાસભાઇને મનમાં એ મનોહર મૂરત અંકિત થઇ ગઇ, પણ હવે એ ફરીને ક્યારે મળશે એ ઝંખના રહી ગઇ..!
કાશીદાસ સુણીને સીધાવ્યા, એતો બાવાની જગ્યા મા આવ્યા..! જોગીરાજ ગયા એવું જાણી, એની આંખ્ય મા આવ્યા પાણી..! જયા જયા હરિએ ભરેલા ડગલા, પડ્યા પાતળી રેતીમાં પગલા..! સોળે ચિહ્ન દીઠા સુખકારી, પોતે જાણીયા દેવમુરારી..! -શ્રીહરિલીલામૃત કળશ ૩ વિશ્રામ ૭
સમય જતા શ્રીહરિ બોચાસણ એમના ઘરે પધાર્યા ત્યારે એમને તથા એના પિતાજી કાનદાસભાઇને સમાધી કરાવી અને ચરણમા સોળ ચિહ્નના દર્શન કરાવીને નિશ્ચય કરાવયો. કાશીદાસ સત્સંગી થયા ને શ્રીહરિના આશ્રિત થયા. લોયાના શાકોત્સવ વખતે તેઓ તયા આવ્યા, એ વખતે શ્રીહરિને શાક વધારતા જોઇને શ્રીહરિના મનુષ્ય ચરિત્ર જોઇને મનમાં સંશય થયો કે આવા ભગવાન થોડા હોય? એ વખતે શ્રીહરિ એમના સંશયના સમાધાન સારુ સદગુરુ મુકતાનંદ સ્વામી ને બોલ્યા કે કોઇ ગંગા નહાવા જાયને ડહોળું પાણી જોઇને પાછો વળે તો એને કેવો જાણવો? બસ એજ વખતે કાશીદાસજીને અંતરમા ઝબકારો થયોને થયું કે શ્રીહરિ તો મારા અંતરની જ વાત્ય કરે છે. એમ જાણીને શ્રીહરિના ચરણે પડી ગયા ને પરિપૂર્ણ નિશ્ચય થયો.
શ્રીહરિ અવાર નવાર એમના ઘરે પધારીને દિવ્યલીલા ઓ કરેલી છે. એમની વાડીએ શેરડી જમવા શ્રીહરિ પધાર્યા ત્યારે દેવતાઓ વિમાન લઇને શ્રીહરિના દર્શન કરવા આવેલા એ પૃસાદીનો વિમાનીયો કૂવો અદ્યપી દર્શન આપે છે. કાશીદાસભાઇએ કારીયાણીના ૭ માં વચનામૃત મા શ્રીહરિને પૃશ્ન પુછેલો કે હે પૃભુ ત્યાગી તો નિવૃતિ મારગ ને અનુસર્યા છે તો ભગવાનના સ્વરુપ મા જોડાઇ રહે પણ ગૃહસ્થ ને તો પૃવૃતિમાર્ગ મા અનેક વિટંબણા રહેલી છે તો એને ભગવાન મા અખંડવૃતિ કેમ રહે? ગઢડા મધ્ય ના ૫૯મા પરમ કલ્યાણ ના વચનામૃતમાં શ્રીહરિએ કાશીદાસભાઇની સમજણને વખાણી છે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણીના પૃકરણ ૧૨૨ ની કડી મા પ૦મા ભકતરાજ કાશીદાસને ચિંતવ્યા છે કે..
પટેલ ભક્ત કાશીદાસ સારો, રામદાસ પૃભુજી ને પ્યારો..! વેરીભાઇ કાછીયો કહેવાય, એહ જન બોચાસણમાંય..!!
- શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…
🙇🏻♂️🙏