સંવત ૧૮૬૫માં જેતલપુર માં શ્રીહરિએ ભવ્યાતિભવ્ય યજ્ઞ કર્યો, દેશોદેશના મુમુક્ષુઓ એ યજ્ઞમા આવ્યા ને શ્રીયજ્ઞનારાયણ ના દર્શન કર્યા.
Gujarati
ડભાણના વિષ્ણુદાસ પટેલ અને ડભાણનો યજ્ઞ
સંવત ૧૮૬૫માં જેતલપુર માં શ્રીહરિએ ભવ્યાતિભવ્ય યજ્ઞ કર્યો, દેશોદેશના મુમુક્ષુઓ એ યજ્ઞમા આવ્યા ને શ્રીયજ્ઞનારાયણ ના દર્શન કર્યા ને સાથે સાક્ષાત પુર્ણપુરુષોતમનારાયણ શ્રીસહજાનંદ સ્વામીના દર્શન કરી પરિપૂર્ણપણું માની ને સહુ સત્સંગી પણ થયા. આ વખતે જેતલપુરમા ડભાણ ગામના ભક્તો પણ ગાડાઓ જોડીને દર્શને આવેલા, એમાના એક શ્રીહરિને વિશે અતિશય સ્નેહ ને અડગ નિશ્ચય વાળા પાટીદાર વિષ્ણુદાસ પટેલ હતા. તેઓ સત્સંગી થયા એ દિવસ થી જ શ્રીહરિના દર્શન કરવા અવારનવાર વખતો વખત પધારતા, પોતે આર્થિક રીતે બહુ સાધારણ હતા. વિષ્ણુદાસ પટેલ ના માતપિતા અને કાકા સત્સંગ ના ભારે દ્વેષી હતા, પરિવાર મા એમના એક વિધવા બેન જ સત્સંગી હતા. પોતાના પરિવારના અસહયોગ વચ્ચે પણ શ્રીહરિને રાજી કરવાની અદમ્ય ઇચ્છાથી એ વખતે એમણે શ્રીહરિને બે હાથ જોડીને પૃારથના કરી કે હે પૃભુ..! અમારા ગામ ડભાણ મા પણ આવો મોટો યજ્ઞ કરો, અમો અમારાથી બનતી તમામ સેવાઓ કરીશુ. શ્રીહરિએ એમના ઉપર અતિ રાજી થઇ ને હા કહીને સહુને આગોતરી તૈયારીઓ કરવા કહ્યું. શ્રીહરિ સહુ સંતો સાથે કચ્છદેશમા વિચરણ કરતા કાળાતળાવ-તેરા થી સદગુરુ મુકતાનંદ સ્વામી અને બૃહ્મમુનિ ને ડભાણ મોકલ્યા. શ્રીહરિએ જાતેજ સંભારી સંભારી ને ડભાણ યજ્ઞમાં આવવા દેશોદેશ સહુ હરિભક્તોને કંકોત્રીઓ લખાવી. કાઠિયાવાડ સોરઠમાંય, મોકલશુ કંકોતરી ત્યાંય..! જન સુરતના ને સંભારી, લખશું જ કંકોતરી સારી..! ઝાલાવાડે તથા ગુજરાતે, તમે કહેજો મુખથી જ જાતે..! લખવુ પડે જો વળી ક્યાંય, તમે મોકલજો લખી ત્યાંય..!
પોતે પણ ભૂજનગરથી હાથરોલી આવ્યા. તે સમયે ઘોડાસરના ગામધણી શ્રીહરિના દર્શન કરવા હાથરોલી આવ્યા અને યજ્ઞમાં પોતાના હથિયારબંધી માણસો મોકલીને લોલંગરબાવા ના મંડળો વિખવાદ ન કરે એ માટે ખડેપગે ઉભા રહ્યા. દરબાર જાલમસીંહે પોતાના દસહજાર તિરકાંમઠાધારી ભીલ અને ક્ષત્રિયોને વામમાર્ગીઓના ડખાને ડામી દેવા યજ્ઞશાળા તેમજ તમામ જગ્યાએ રાખ્યા હતા. માટે થોડાક લઇ શુરવિર, અમ સાથે ચાલો તમે ધિર..! પછી રાજાએ કીધી તૈયારી, સજી સારી રીતે અસવારી..! નૃપની નોબત ગડગડી, દસહજાર કામઠી ચડી..! -હરિલીલામૃત કળશ ૭ વિશ્રામ ૭
સદગુરુ બૃહ્માનંદ સ્વામી એ પણ યજ્ઞ સારુ સીધા સામગ્રી સારુ અણીયાળાવાળા પૂંજાશેઠ ને ખંભાત મોકલ્યા તયા શ્રીહરિએ વણિક શેઠનું રૂપ લઇને વગર પૈસે વખારે થી સીધુ-સામાન, કરીયાણુ, મસાલા, ઘી વગેરે ભરાવી દીધા. પૂંજા શેઠે કહ્યું લયોજી નાણા, અમે માણસ છઇ અજાણ્યા..! સુણી એવું બોલ્યો શાહુકાર, તમે એશું કરો છો ઉચ્ચાર..! તમે સ્વામિનારાયણના છો, માટે જગત વિશે જાણીતા છો..! નાણું લૈયે કે દૈયે ન રાતે, આવજો આપવાને પૃભાતે..! વીતી રાત્ય રવિ ઉગયો જ્યારે, નાણું આપવાને ગયો ત્યારે..! તયા તો તે નવ દીઠી વખાર, દીઠુ મેદાન તો તે ઠાર..! એ સમે સ્વામીતો શ્રીહરિના પૃૌઢ પૃતાપને તુરંત જ જાણી ગયા. સમગૃ યજ્ઞ સુધી ભંડાર મા ગોળ, ઘી, લોટ, મસાલા વગેરે તમામ સીધાઓ શ્રીહરિએ છડી અડાડતા જ અક્ષયપાત્ર ની જેમ ખૂટ્યા જ નહી. શ્રીહરિએ એ સમે આજુ બાજુના ગામના સહુ બૃાહ્મણોની ચોરાશીઓ કરીને સહુને લચપચતા ચુરમાના લાડુ કરીને ખુબ જમાડ્યા અને ખોબો ખોબો રુપીયાની ને સોનામહોરોની દક્ષિણાઓ દીધી. સંવત ૧૮૬૬ મા ડભાણમાં ૧૮ દિવસનો ભવ્ય ઐતિહાસિક વિષ્ણુયાગ યજ્ઞ કર્યો. ગામના ભક્તો વિષ્ણુદાસ પાટીદાર, હરિશરણભાઇ, રૂગનાથભાઇ વગેરેએ ખુબ સેવાઓ કરીને શ્રીહરિને ખૂબ રાજી કર્યા. સૌ સંતો ભક્તોના મહાત્મય ને સમજીને અલભ્ય લાભ લીધો. આ ડભાણ ના યજ્ઞ વખતે મયારામભટ્ટ વગેરે સહુ સોરઠના ભક્તો પહોંચી શક્યા ન હતા ત્યારે એમના સંઘને રસ્તામાં જ શ્રીહરિએ સોનેરી વસ્ત્રો, પાઘ ને ઘરેણા આભૂષણ પહેરીને ઘોડાની ઘૂમરમાં સહુ સખા સાથે દર્શન દઇને પાછા વાળીને સૌ સૌને ઘેર મોકલ્યા. આમ અલૌકિક પરચો પુર્યો હતો.
એક સમે અલબેલડે, કર્યો ડભાણ ગામે જગન..! સર્વ દેશના સત્સંગી, આવી કર્યા દર્શન..! સુંદર મુર્તિ શ્યામની, સજ્યા નખશીખ શણગાર..! શોભા જોઇ મહારાજની, મગન થયા નરનાર..!
- ભકતચિંતામણિ પરચા પૃકરણ - ૧૩૩ વિષ્ણુદાસ પાટીદાર પોતે આર્થિક રીતે બહુ સામાન્ય હોવા છતા ભક્તવત્સલ શ્રીહરિએ એમના શુભમનોરથને પુરો કરવા ડભાણમા સંપૃદાયનો ભવ્યાતિભવ્ય યજ્ઞ કરીને અઢળક રાજીપો વરહાવ્યો.
શ્રીહરિએ ગઢડા મધ્યના ૫૯માં વચનામૃતમાં એમના ભગવાન અને ભગવાનના ભક્તોના હેત વીશે વખાણતા કહ્યું કે જેને પુરવ જન્મ મા ભગવાન કે ભગવાન ના સંતની પૃાપ્તિ થઇ હશે કે સેવા કરી હશે, એને તો આ જન્મે કોઇ કાળે હેત મટે જ નહી ને એના નિશ્ચય મા ડગમગાટ થાય જ નહી..! આવી દ્રઢતા તો નાથભકત ની છે, વિષ્ણુદાસની હતી..!
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ પણ ભકતચિતામણી ના પૃકરણ ૧૨૧ મા એમને ચિંતવ્યા છે કે… ધન્ય ધન્ય ડભાણ ના જન, જીયા મહારાજે કર્યા જગન..! અતિભાવે ભર્યા નરનાર, જેના પૃેમતણો નહી પાર..! પટેલ વિષ્ણુદાસ હરિશરણ, રૂગનાથ બે રાયજી ત્રણ..!
- શ્રીભકતચિંતામણિના મુક્તોના ચિંતનમાંથી..!
🙇🏻♂️🙏