એકસમયે શ્રીહરિ કચ્છદેશના કાળાતળાવ સંતોના મંડળ સાથે હરભમ સુતાર, રવજી સુતાર ને ત્યા પધાર્યા હતા.

Gujarati

તેરાના ભક્તો અને સંતદાસજીની છ માસની સમાધિ

એકસમયે શ્રીહરિ કચ્છદેશના કાળાતળાવ સંતોના મંડળ સાથે હરભમ સુતાર, રવજી સુતાર ને ત્યા પધાર્યા હતા. ગામ તેરાના ભક્તો તેડવા આવ્યા એટલે તેરા ગામના ભક્તો સાથે શ્રીહરિએ વદાડ કર્યો કે અમે તો આવીએ પણ અમસાથે બીજા સહુ પણ આવે એટલે તમારે ખરચ થાય, તો એક ટંક નુ અમારે અમારુ જમવું ને એક ટંક અન્ન તમારે દેવું, સર્વે હરિભક્તો એ હા કહેતા શ્રીહરિ કાળાતળાવ થી તેરા ગામે ગાડા માં આત્માનંદ સ્વામીના કહેવાથી સાદડી પાથરીને બેસીને નીસર્યા. શ્રીહરિ કાળાતળાવ પાંચ દિવસ રોકાઇને ગામ તેરા માં પધાર્યા. ગામના હરિભક્ત નાનજીભાઇ સુતાર, માવજીભાઇ, સંઘજીભાઇ, નોંધાભાઇ અને નથુભાઇ વગેરેએ શ્રીહરિનુ ધામધૂમ થી સમૈયુ કર્યું, શ્રીહરિનો ઉતારો ધનજીભાઇના ઘરે હતો તયા પધાર્યા. સાધુઓને કોઢયની ઓરડીઓ હતી એમા ઉતારો દીધો. બીજે દિવસે શ્રીહરિ ભક્તોએ થાળ કર્યો એ જમ્યા ને સંતો ઝોળી કરીને જમ્યા. ઝોળી જમી રહ્યા તયાં ઓસરીની કોરે એક મુક્ત અતિત આવ્યો ને ઉભો રહ્યો. આત્માનંદ સ્વામી તુરંત જ બોલ્યા કે એલા થોડો વેલો આવ્યો હોત તો સહુ સાથે જમત ને.. હવે તો સહુ જમી રહ્યા. એ લંગોટધારી અતિત તો ઘણીવાર સુધી શ્રીહરિને જોઇ રહ્યો અને પછે દર્શન પૃણામ કરી ને ચાલતો થયો. ત્યારે શ્રીહરિએ આત્માનંદ સ્વામી ને કહ્યું કે કેમ તમે એને વઢતા હતા..! ત્યારે સ્વામી કહે કે એ તો હુ એમ એને કેતો હતો કે વેલો આવ્યો હોતતો સહુ હારે જમવા મળત ને..! ત્યારે શ્રીહરિ ડુંગરજીભકત ને બોલ્યા કે તમે એને ઓળખતા હતા? ત્યારે ડૂંગરજીભગતે ના કહી એટલે બોલ્યા કે તમે એને ન ઓળખો ને એ તમને ન ઓળખે…! એ તો અમારા દર્શને આવ્યા તા..!

  • ભાયાત્માનંદ સ્વામીની વાતો..

ધનજીભાઇના ફળીયા મા પૃાગજી પુરાણી શ્રીમદ્ ભાગવતની દરરોજ કથા વાંચતા. ત્યાંથી શ્રીહરિએ કરજીસણ ના નાનાભાઇ વિપૃ ઉપર કાગળ લખાવ્યો ને ભલામણ કરી કે અમારે ડભાણ મા એક મોટો યજ્ઞ કરવો છે, તો તમે એક એક હરિભક્ત દીઠ એક મણ ઘી ભેગું કરાવજો, વ્યવહારે દૂર્બળ હોય એને યથાશક્તિ કરવાનુ કેજો…! એમ કહીને કાગળ મોકલાવ્યો. એ સમયે સુરતથી બે સાધુ મંડળમાંથી નાસીને આવ્યા ને શ્રીહરિને દંડવત કરીને પગે લાગ્યા. શ્રીહરિએ સંતોના સમાચાર પુછયા ત્યારે તેઓ ફરિયાદ કરતા બોલ્યા કે સ્વરુપાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામીએ આકરું ગોળાનું પૃકરણ ચલાવ્યું છે ને પીવાનું પાણી પણ ખારું છે તે ઘણા સાધુ માંદા પડ્યા છે, કેટલાક સાધુ દેહ મુકી ગયા છે, કેટલાક પાછા ઘેર જાતા રયા છે. આવી રીતે તે સાધુઓએ ઘણી પૃારથના કરી, આ સુણીને શ્રીહરિએ આનંદાનંદ સ્વામી ને સુરત સંતોની સંભાળ લેવા સારુ મોકલ્યા. સદગુરુ મુકતાનંદ સ્વામી અને બૃહ્મમુનિને ડભાણ જઇને મહારુદ્રની તૈયારી સારુ મોકલ્યા. એ દિવસ સાંજે ફળીયમા બેસીને શ્રીહરિએ સહુને ઘણી ઘણી વાતો કરી. શ્રીહરિ કહે ‘અમો સંતો સાથે સવારે વેલા ભૂજ જાવા હાલશું ને ત્યાથી ડભાણ બાજુ ગુજરાત દેશમાં જાશું’ એમ કહ્યું ત્યારે હરિભક્તો કહે પૃભુ હજુ પાંચ દિવસ રોકાઓ તો સારુ, પછે નિરાંતે જાજો ને..! આપ કોઈ સંતોને અમારા ગામ મૂકતા જાઓ તો તેના દર્શનનું અને સમાગમનું સુખ લઈએ ! મહારાજ મંદ મંદ હસ્યા ! પણ તે હાસ્યનો મર્મ કોણ જાણે ? મોડી રાતયે સહુ પોત-પોતાને ઘેર મોકલ્યા. એ વખતે સંતદાસજી પણ એ સભામાં બેઠા હતા. હરિભક્તો એ રોકવાની તાણમતાણ્ય કરતા શ્રીહરિએ સવારે વહેલા ત્રણ વાગ્યે જ હાલવા નુ નક્કી કર્યું. શ્રીહરિ વહેલા સહુ સંત સાથે ભૂજની દીશામાં નીકળી ગયા, એ વખતે સંતદાસજી આથમણા બારની ઓરડી મા ઉત્તરાદે મુખે થાંભલીએ રાત્રે ધ્યાન કરવા બેઠેલા તો એ સમાધીમાં જતા રહેલા, સર્વે હરિભક્તો તો શ્રીહરિને નદી સુધી વળાવીને પાછા આવીને પોતાના ખેતી કામ કરતા સાથીઓને જગાડયા, ને પોતાના ખેતર થી નિરણ સારુ કડબની ચાર્ય હતી તે લાવવા ગાડા જોડીને મોકલ્યા. દિવસ ઉગ્યા પેલા તો કડબના બે બે ભરોટીયાના ફેરા લાવીને સાથીએ એ કોઢય મા ભરી પણ દીધા. સંતદાસજી તો એ નિરણના ઓરડાની થાંભલીએ જ હજુ બેઠા હતા, કોઇ સાથીઓને એ ખ્યાલ પણ રહ્યો નહી.

શ્રીહરિ સહુ સંતો-ભક્તો સાથે ભૂજથી ગુજરાત પધાર્યા ને ડભાણમાં ભવ્યાતિભવ્ય યજ્ઞ કરીને છ મહીને ફરીને પાછા ભૂજ વિચરણ મા પધાર્યા. ત્યારે કાળાતળાવના અને તેરાના હરિભક્તો ગાડા જોડીને ભૂજ શ્રીહરિના દર્શન કરવા આવ્યા. સહુ દર્શન પામીને ધન્ય થયા અને સભામાં સન્મુખ બેઠા. શ્રીહરિના દર્શન પામી ને સહુ આનંદ પામ્યા અને વિનયપુર્વક હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પૃભુ..! આપ ગુજરાત પધાર્યા તે બહુ દિવસ લાગયા, આપના દર્શન પણ નહીને કોઇ સાધુના દર્શન પણ નહી.! આ સુણીને શ્રીહરિ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે અમારા દર્શન ને તો ઘણા દિવસ લાગ્યા પણ તમારા સારુ તો એક સાધુ મુકી ને ગયા છઇને..! તયારે તેરા ગામના હરિભક્તો એકબીજા સામું જોઇને શ્રીહરિને બોલ્યા કે હે મહારાજ..! આહી સાધુ શુ ને વાત શી..! અમે તો કોઇ સાઘુ ભાળ્યા નથી, તમે ગયા તે દિવસ થી તો અમે ઢોર સારુ એ ઓરડાઓમાં કડબની ચાર્ય ભરી મેલી છે. ત્યારે શ્રીહરિ કહે કે ભક્તો તમે તમારા ગામ જાઓ..! અમે માનકુંવા પાંચ દિવસ રહીને તમારે ગામ તેરા આવીશું તે દીવસ તમને સાધુ બતાવીશું. આમ, શ્રીહરિ ભૂજથી પાંચ દિવસ માનકુંવા જઇને તેરા આવ્યા એ સમે કાળાતળાવ ને તેરાના સહુએ શ્રીહરિના દર્શન કર્યા અને સભામાં સાધુ મેલી ને ગયાની વાત પુછી..! શ્રીહરિ તુરંત જ ઉભા થયાને સહુને લઇને કોઢય મા ગયા અને ચાર્ય કઢાવીને થાંભલીને ટેકે સંતદાસજી સમાધીમાં બેઠા હતા એને જગાડયા. શ્રીહરિના પૃૌઢ પૃતાપે છ-છ માસની સમાધીમાં ગયેલા સંતદાસજી ને ભાળીને સહુ ને બહુ આશ્ચર્ય થયું. ગામમાં બીજા ઘણા મુમુક્ષુઓ પણ સત્સંગી થયા.

  • કચ્છલીલા અધ્યાય ૫૬

શ્રીહરિ તેરા ગામમાં રોકાઇને ભૂજનગર સુંદરજીભાઇને ઘેર પધાર્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ તેરા ગામના સહુ સત્સંગીઓને પૃકરણ ૧૧૬ની કડી ૪૯-૫૦મા ચિંતવતા લખ્યા છે કે.. નોંધો નાગજી ભક્ત માવજી, ડોસો ગોપો સુતાર સંઘજી..! પૃેમી પૃેમબાઇ માનબાઇ, મોટા ભક્ત એ સુતારમાંઇ..! સેજપાલ શા પતરામલ, એહાદિ ભક્ત તેરે અવલ..!

  • શ્રીભકતચિંતામણી ના મુક્તના ચિંતનમાંથી..

🙇🏻‍♂️🙏