ભાલ પૃદેશમાં ધંધુકા પાસે રોજકા કરીને સત્સંગમા જાણીતુ ગામ આવેલું છે. આ ગામમાં શ્રીહરિના પરમએકાતિંક મુકતરાજ ક્ષત્રિય કાકાભાઇ રહેતા હતા.

Gujarati

રોજકાના કાકાભાઇ અને શ્રીજી મહારાજ (અક્ષરધામ ગમન)

ભાલ પૃદેશમાં ધંધુકા પાસે રોજકા કરીને સત્સંગમા જાણીતુ ગામ આવેલું છે. આ ગામમાં શ્રીહરિના પરમએકાતિંક મુકતરાજ ક્ષત્રિય કાકાભાઇ રહેતા હતા. પોતે વ્યવહારે ઘણા સુખીસંપન્ન હતા. કાકાભાઇ અવારનવાર ગઢપુર પધારીને શ્રીહરિ અને સંતોના દર્શન કરીને ભાવે કરીને રસોઇઓ જમાડીને ધન્ય થતા. શ્રીહરિના સ્વરુપમા તેમને અચળ નિષ્ઠા હતી. રોજકા મા રહે કાકાભાઇ, તેની ભકિત ભલી વખણાઇ..!

ગઢડા પૃથમના ૭૦ અને ૭૨માં વચનામૃતમા કાકાભાઇએ મુમુક્ષુઓને મોક્ષદાયી એવા સરસ પૃશ્ન પુછેલા છે. પોતાની વૃદ્ધાવસ્થાના સમયે કાકાભાઇ તો અહર્નિશ શ્રીહરિને સંભારતા હતા, આ બાજુ ગઢપુરમાં શ્રીહરિ પણ ષડંગી સંપ્રદાયને પૃવર્તાવીને પોતાની લીલા સંકેલીને અક્ષરધામ પરત જવા સારુ તૈયાર થયા હતા. સંવત ૧૮૮૬ના ચૈત્ર મહીનામાં એકદિવસ કાકાભાઇએ એમના પત્નિને કહ્યું કે હવે આ હાડ-ચામના દેહનો ભરોસો નથી, મને શ્રીહરિના દર્શન કરવાની ઘણી ઇચ્છા છે, તો મારે શ્રીજીમહારાજ સારુ આભૂષણને એક સારી ઘોડી મોકલીને એમને મને દર્શન દેવા પધારો એવો પત્ર લખવો છે. એટલે એમના પત્નીએ તો શ્રીહરિ નામ સાંભળતા જ હોંશે હોંશે પોતાના ઘરેણાંની પોટલી ને રુપાંની એક તાંહળી બાંધી દીધી અને પોતાના દરબારમાંથી એક ઘોડી ને સાજ મેલાવી તૈયાર કરીને ગામના હરિભક્ત રૂગનાથભાઇ પટેલને ગઢપુર જવા સારુ કાકાભાઇ પાસે બોલાવી લાવ્યા ને બધી વ્યવસ્થા કરી. કાકાભાઇ એ પોતે પોતાના હાથે પૃેમ કરીને શ્રીહરિને પત્ર લખ્યો કે હે પૃભુ..! મારો અંતકાળ નજીક હોય, તમે મને દર્શન દેવા પધારો, જો તમે આવી શકો એમ ન હોવ તો મને અંતકાળે તેડવા તો જરુર આવજો જ..! વય વૃદ્ધે માંદા થયા તેહ, જાણ્યું જે હવે નહી રહે દેહ..! પુણ્ય કરવાનુ ચિત્ત વિચારી, એક સારી ઘોડી શણગારી..! માંડ્યો સામાન તે પર સારો, લેવા જોગય પૃવાસ મા ધાર્યો..! ભરી ખડિયામાં વસ્તુ અનેક, તેમાં રુંપાની તાંસળી એક..! ઘોડી લાવી મોકલ્યો એક દાસ, ભેટ કરવા મહાપૃભુ પાસ..! તેની સાથે લખ્યો એક પત્ર, પૃભુ દર્શન દ્યો આવી અત્ર..! નહી આવી શકાય જો હાલ, આવજો તેડવા અંતકાળ..!

એમના ગામ રોજકાથી રૂગનાથભાઇ પટેલ ઘરેણા ને ઘોડી સાથે અરજ કરતો પત્ર લઇને ગઢપુર આવ્યા ને શ્રીહરિને હાથોહાથ આપ્યો. એ વખતે શ્રીહરિએ મંદવાડ ગૃહણ કરેલો અને ક્યાંય વિચરણ મા જતા આવતા નહી, પરંતુ પોતાના અતિ વહાલા દાસનો પત્ર મળતાજ સફાળા બેઠા જ થઇ ગયા. કાકાભાઇનો પૃેમભર્યો પત્ર વાંચતા જ સઘળી ઉદાસી જતી રહી અને શ્રીહરિ સહુનેે બોલ્યા કે સંતો-ભકતો..! હાલો સહુ સંઘ મા ગામ રોજકે કાકાભાઇને દરશન આપવા જઇએ..! મનમાં એમ પણ વિચાર કર્યો કે જો સહુ સાથે રોજકા જઇશુ તો દરબારગઢમા સહુને પણ ઉદાસી ટળશે, એમ વીચારી સહુ સાથે તત્કાળ ચાલ્યા. ઘોડી ભૂધરને ભેટ ધરી, કૃપાનાથે અંગીકાર કરી..! પત્ર વંચાવતા જાણ્યું એમ, ઘણો છે કાકાભાઇનો પૃેમ..! તે માટે જો રોજકા જવાય, આશા એહની પૂરણ થાય..! થોડા સંત પાળા લઇ સાથ, ગયા રોજકે નટવરનાથ..! હરખ્યું આખુ ગઢપુર ગામ, જાણ્યું સાજા થયા ઘનશ્યામ..!

કુરુક્ષેત્રના રણમેદાન મા જેમ દાદા ભીષ્મનું પૃણ રાખવા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું પૃણ તોડયુ ને સુદર્શન ઉઠાવ્યુ એમ ગઢપુરથી શ્રીહરિ માંદા હોવાથી પોતે વડતાલ સમૈયે ન ગયા પણ ભકતવત્સલ શ્રીહરિ પોતાના ભકત એવા કાકાભાઇને પોતે સામા ચાલી ને ગામ રોજકે દરશન દેવા ગયા. કાકાભાઇ તણો પૃેમ ભાળી, ગયા રોજકે સારંગપાણી..! સમૈયે ન ગયા વડતાલ, ગયા રોજકે તોય તે કાળ..! આ બાજુ કાકાભાઇ તો ખાટલે સુતા સુતા એકધારું શ્રીહરિનું સ્મરણ કરતા હતા, એ સમયે શ્રીહરિ સહુ સંતો-ભક્તોનો વિશાળ સંઘ લઇને ગઢપુરથી રોજકા પધાર્યા. સહુના દર્શન પામીને કાકાભાઇ તો રાજી રાજી થઇ ગયા. સહુ ને ઉચિત ઉતારા કરાવ્યા, શ્રીહરિનુ ભાવથી પૂજન કરાવીને એ મનોહર મૂરતને અંતરમા ઉતારી લીધી. એ સમયે શ્રીહરિ એમના ઘરે બે દિવસ રોકાયા. જતા વખતે શ્રીહરિને પૃારથના કરતા કાકાભાઇ બે હાથ જોડીને બોલ્યા કે હે કૃપાનાથ..! હવે આ હાડ-માંસ તણો દેહ તો હવે મને નરક ના કૂંડ સમો ભાસે છે, મને કૃપા કરીને તમારા અક્ષરધામમાં તેડી જાઓ..! શ્રીહરિએ કાકાભાઇ ને માથે હાથ મુકયો ને બોલ્યા કે કાય અકળાશો નહી, અમે તમો ને થોડા દિવસમાં અમારા ધામમાં તેડી જાશું. એમ કહીને શ્રીહરિ પરત ગઢપુર ચાલવા તૈયાર થયા ત્યારે કાકાભાઇએ એમના પત્નિના રુંપા ના કડલાં પડ્યા હતા એ મંગાવી ને હાથો હાથ શ્રીહરિને અર્પણ કરીને બોલ્યા કે હે પૃભુ..! આની કડલાંની સર્વ સંતોને રસોઇ દેજયો. રહ્યા બે દિન તયાં મહારાજ, સુખદેવા સ્વભકતને કાજ..! કાકોભાઇ કહે અહો શ્યામ, મને પહોંચાડો અક્ષરધામ..! હાડ માંસ તણો દેહ એહ, કૂંડ નરક સમો લાગે તેહ..! કહે શ્રીજી નહી અકળાશો, થોડા દિવસ મા ધામમાં જાશો..! કાકાભાઇની પત્નિના કલ્લાં, રુપાનાતે પડ્યા હતા ભલા..! આપ્યા શ્રીજી ને અવસર જોઇ, કહ્યું સંત ને દેજયો રસોઇ..! ધન્ય ધન્ય તે ભક્ત ના ભાગ્ય, જેના પર પૃભુનો એવો રાગ..! પછી થોડા દિવસ ગયા જ્યારે, કાકાભાઇએ તજ્યું તન ત્યારે..!

થોડેદિવસ પછી શ્રીહરિ સંતો સાથે પધારી ને કાકાભાઇને પોતાના અક્ષરધામમા તેડી ગયા, અંતકાળે દિવ્યદેહે વિમાન મા બેસીને પોતે ધામમાં ગયા એવું એમના પાડોશી અને ગામજનોએ પણ ભાળ્યું અને શ્રીહરિનો સહુ ને નિશ્ચય થયો ને સહુ સત્સંગી થયા. આમ, શ્રીહરિ પોતાની જીવનલીલા સંકેલતા પહેલા પોતાના પૃેમીભકતને ઘેર બે દિવસ રોકાયા ને અંતકાળે એમને તેડવા પણ પધાર્યા.

  • શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી….

🙇🏻‍♂️🙏