સદગુરુ વાસુદેવાનંદ બૃહમચારી ના સદગુણો લખતા નંદમાળમાં મંજૂકેશાનંદ સ્વામીએ લખ્યું છે કે… ‘વાસુદેવાનંદ સુજાણ રે, તેતો ભણ્યા છે શાસ્ત્ર પુરાણ રે..!’

Gujarati

સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી અને સત્સંગી ભૂષણ

સદગુરુ વાસુદેવાનંદ બૃહમચારી ના સદગુણો લખતા નંદમાળમાં મંજૂકેશાનંદ સ્વામીએ લખ્યું છે કે… ‘વાસુદેવાનંદ સુજાણ રે, તેતો ભણ્યા છે શાસ્ત્ર પુરાણ રે..!’ વાસુદેવાનંદ બૃહ્મચારીજી શ્રીહરિની પુજા સારુ દરરોજ ચંદન ઘસીને તૈયાર રાખતા એવું સદગુરુ શતાનંદ સ્વામીએ પણ સતસંગીજીવન મા પૃકરણ ૩જાંના અધ્યાય ૨(બે) મા નોંધ્યું છે. તેમજ પૃકરણ ૩જાનાં ૩૦(ત્રીસ)મા અધ્યાય મા પરમાત્મા ના મંત્રજાપ વીશે એમણે શ્રીહરિને પૃશ્નો કરેલા છે. શ્રીહરિએ આનંદાનંદજી, વાસુદેવાનંદજી, વૈકુંઠાનંદજી અને ગોવિંદાનંદજી એમ ચારેય ને પુર્વેના સનકાદિક ના અવતાર કહી સહુને ઓળખ આપી ને પાટ્ય ઉપર બેસાડીને આરતિ ઉતારીને પૂજન કર્યું.

એકદિવસ શ્રીહરિ દરબારગઢમાં લાડુબાં ના ઓરડાની આગળ ફળીયામાં સર્વ શ્વેતવસ્ત્રધારણ કરીને ઢોલીયે બિરાજમાન હતા. સાથે સખા બૃહ્મમુનિ, સદગુરુ મુકતાનંદ સ્વામી, ભગૂજી વગેરે સન્મુખ બેઠા હતા. આ વખતે વાસુદેવાનંદ બૃહ્મચારીજી શ્રીહરિના દર્શન કરવા આવ્યા ને પોતે સ્વરચિત સ્તોત્રથી સ્તુતિ કરી એટલે શ્રીહરિ ઘણા રાજી થયાને માથે બે હાથ મુકયા ને ફૂલનો હાર પહેરાવીને છાતીમાં ચરણારવિંદ દીધા. શ્રીહરિ બોલ્યા કે બૃહ્મચારીજી..! તમે સત્સંગી જીવનના જેવો ચરિત્રસભર શાસ્ત્રની રચના કરો. શ્રીહરિની એક આજ્ઞા અને કૃપાથી વાસુદેવાનંદજી એ ગઢપુરમાંજ રહીને લીલાચરિત્રો થી ભરપુર એવો ભકિતશાસ્ત્ર સમો ‘સત્સંગી ભૂષણ’ નામનો વિશાળ ગૃંથ લખ્યો. સંપૃદાયમા સૌ પૃથમ સૌને છાપ આપવાની આજ્ઞા પણ શ્રીહરિએ વાસુદેવાનંદજી અને વૈકુંઠાનંદજીને વડતાલ મા કરેલી. શ્રીજી મહારાજની આજ્ઞાથી આ બંને બૃહ્મચારીઓએ સૌ સંતો-ભકતોને છાપ આપેલી. જે પરંપરા પણ હાલપર્યંત વિદ્યમાન છે. શ્રીહરિએ સંવત ૧૮૮૪ ના વૈશાખ વદ બીજના દિવસે જુનાગઢમા રાધારમણ દેવ પધરાવ્યા ત્યારે એમની સેવા કરવાની જવાબદારી સ્વહસ્તે વાસુદેવાનંદજીને જ આપેલી.

આદિઆચાર્ય શ્રી અયોધ્યાપૃસાદજી મહારાજ પાસે એકવખત બૃહમચારીજીએ સત્સંગી ભૂષણ નુ પુસ્તક વાંચ્યું એટલે આચાર્ય મહારાજશ્રી બહુ રાજી થયા અને સૌ વચ્ચે વખાણ્યા. ત્યારે તેઓ બે હાથ જોડીને દિનભાવે બોલ્યા કે મહારાજ શ્રી…! તમે મારા ગુરુસ્થાને છોવ ને હુ તમારો શિષ્ય છુ, તમે મારા વખાણ મારા ધામમાં ગયા પછે કર્યા હોત તો સારુ હતું, રખેને મારા મા માનરુપી દોષ પેસી જાહે તો મારા જીવનુ બહુ ભૂંડું થાશે. આમ, વાસુદેવાનંદજી પૃખર વિદ્વાન હોવા છતા નિરમાનીપણ એટલા જ હતા. એકસમયે ગામ પૃાતિંજ મા મુમુક્ષુ મોઢ વિપૃ હરિશંકર શુકલને મહાદેવજીએ સાક્ષાત દર્શન આપીને કહ્યું કે સ્વામિનારાયણ એ સાક્ષાત પુરુષોતમ નારાયણ છે અને એમના વાસુદેવાનંદ બૃહ્મચારીજી નૈષ્ઠિક બૃહમચારી ને મહાસમર્થ છે તુ એમની આજ્ઞામાં રહેજે અને આશરો કરજે. આ હરિશંકર શુકલ સમય જતા શ્રીહરિના પરમએકાતિંક ભક્ત થયા હતા.

વાસુદેવાનંદજી વચનસીદ્ધ પુરુષ હતા. શ્રીહરિ એમના દરેક સંકલ્પ ને ચરિતાર્થ કરતા. એકવખત મૂળી મંદિરે હતા ત્યારે માલજી ત્રવાડીએ વાસુદેવાનંદજીની ખૂબ સેવા કરીને રાજી કર્યા, બૃહ્મચારીજીએ રાજી થઇને વર દીધો એ પૃતાપે એમના ઘરે પાંચ પુત્રો અને એક દિકરીને જન્મ થયેલો. સત્સંગ વિચરણ મા તેઓએ હાલાર, ઝાલાવાડ, મચ્છુ કાઠાના ઘણા ગામડાઓમા વિચરણ કરીને ઘણા મુમુક્ષુઓને મોક્ષભાગી બનાવેલા. કવીશ્વર દલપતરામ, પૃોફેસર કાશીરામભાઇ જેવા મહાવિદ્વાનો એ એમના પાસે સમાગમ તેમજ દર્શન કરીને અનુગૃહ પૃાપ્ત કરેલો. પોતાના જીવનની ઉત્તરાવસ્થા મા તેઓ અમદાવાદ મેડા ઉપર રહેતા, સંવત ૧૯૨૦ના કારતક વદ તેરસના દિવસે તેઓ અમદાવાદ મા જ દિવ્યદેહે શ્રીહરિના અક્ષરધામમાં ગયા. એમને અગ્નિસંસ્કાર કરેલા તયા નારાયણ ઘાટ ઉપર હાલ છત્રી કરાવેલ છે જેના દર્શન થાય છે.

  • માળાનાં મણકામાંથી…

🙇🏻‍♂️🙏