સંવત ૧૮૫૫માં સાબરકાંઠા જિલ્લાના માલપર ગામે ત્રવાડી મેવાડા બૃાહ્મણ ઘરે અતિ મેધાવી, ઉધ્વઁરેતા બૃહ્મચારી ને તેજસ્વી મુકતાતમા નો જન્મ થયો.
Gujarati
વાસુદેવાનંદ બ્રહ્મચારી અને શ્રીજી મહારાજનું તિલદર્શન
સંવત ૧૮૫૫માં સાબરકાંઠા જિલ્લાના માલપર ગામે ત્રવાડી મેવાડા બૃાહ્મણ ઘરે અતિ મેધાવી, ઉધ્વઁરેતા બૃહ્મચારી ને તેજસ્વી મુકતાતમા નો જન્મ થયો. જેઓને ખુદ શ્રીહરિએ ચાર સનકાદિક માંના એક સનકાદિક કહીને સંબોધ્યા એવા આપણા સદગુરુ શ્રી વાસુદેવાનંદ બૃહ્મચારી હતા. બાળપણમાં એમના પિતાજીએ નાંદોલ ના વિખ્યાત શાસ્ત્રીજી લક્ષ્મીરામ પાસે ભણવા મુકયા. સંવત ૧૮૬૭ મા માત્ર બાર વરહની કિશોરવયે જ તેઓ એકવખત શ્રીહરિના દર્શન કરવા લક્ષમીરામ શાસ્ત્રીજી સાથે જેતપુર આવ્યા અને એજ વખતે એકદ્રષ્ટિએ જ શ્રીહરિની માધુરી મુર્તીએ એમનુ મનમોહી લીધુ અને ગુરુજી પાસે રજા લઇને શ્રીહરિ પાસે જ રોકાઇ ગયા. શ્રીહરિએ એમના ગુણો જોઇને એમને બૃહ્મચારી દિક્ષા આપીને ‘ગોપાળાનંદજી’ નામ પાડ્યું. સદગુરુ મુકતાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી વગેરે પાસે રહીને વેદ, શાસ્ત્ર, પુરાણો, રામાયણ વગેરે માં પારંગત થયા. એકવખત તેઓ પંચાળામાં ઝીણાભાઇ દરબારમા એકાદશ સ્કંદની કથા કરતા હતા. શ્રીહરિ એમને કથામાં વાસુદેવ ભગવાનના ગુણો અને ઐશ્વર્યો ને એકરુપ થઇને વર્નન કરતા જાણીને તુરંત જ સહુ ને તાળી વજાડીને કહ્યું કે “આ બૃહ્મચારીજી મા સાક્ષાત વાસુદેવ ભગવાન નો પૃવેશ છે, એટલે એમનું નામ આજથી હવે વાસુદેવાનંદ બૃહમચારી રાખીએ છીએ.”
એકવખત શ્રીહરિએ લોયામાં વાસુદેવાનંદ બૃહ્મચારીને પાટ્ય ઉપર બેસાડીને કહ્યું કે “આજથી મારી ગાદી ઉપર આ વાસુદેવાનંદ બૃહ્મચારીને બેસારું છુ, અમારી માફક જ એમની સેવા-પૂજા કરવાની તમોને સહુને આજ્ઞા આપુ છુ, સહુ આમના પાસે જ ગુરુમંત્ર લેજો, આમની આમન્યા જાળવજો અને સભામા આવે ત્યારે સહુ આદર કરવા ઉભા પણ થજો.” એમ કહીને એમનુ પુજન કર્યું, ચંદન ચર્ચ્યું, પાંચ પ્રદક્ષિણા કરી. એ વખતે વાસુદેવાનંદજીએ શ્રીહરિની સ્તુતિ કરી ત્યારે શ્રીહરિએ એમને રાજી થઇને વર આપ્યો કે જાઓ તમોને જીવનભર માયાનું બંધન ક્યારેય નહી થાય.
આમ, શ્રીહરિની આજ્ઞાને હજુ થોડા જ દિવસ થયા હશે તયાં તો નાના એવા ને શરમાળ એવા વાસુદેવાનંદજી તો મૂંઝાય ગયા, એમને મોટા મોટા સંતો આવીને પગે લાગે એ રુચતું ન હતું એટલે એમના આસને થઇને રોવા મંડયા, આ જોઇને મુળજી બૃહ્મચારીએ મહારાજને કહ્યું કે મહારાજ તમે આ વાસુદેવાનંદજીને મોટેરા કર્યા પણ એ નાની ઉંમર હોય બચારા મોટા પુરુષના દ્રોહ થઇ જવાની બીકથી રડયા કરે છે, અને ખાતાપીતા નથી. શ્રીહરિએ એ સમયે એમને સદગુરુ મુકતાનંદ સ્વામી પાસે મોકલ્યા. સ્વામીએ એમને સમજાવીને કહ્યું કે આપણે તો સહુ શ્રીહરિના સંતાનો છીએ, એ આપણને સંતાન માનીને ખોળામાં બેસારી ને પણ લાડ લડાવે, તમે તો નિર્દોષ જ છોવ, તમારે કોઇ કૃીયાએ મુંજાવુ નહી. આમ કહી સમજાવ્યા ને ફરીને ભણવા બેહારયા.
વાસુદેવાનંદ બૃહ્મચારીજી શ્રીહરિની મુર્તીના દર્શનના પણ એવા જ પીપાસુ હતા, એકવખત એમણે પૃેમાનંદ સ્વામી પાસેથી જાણ્યું કે શ્રીજીમહારાજના ડાબા કાનમા તિલ ચિહ્ન છે. પોતાને એ દર્શન કરવાની બહુ ઉત્કંઠા થઇ પણ મોટાભાગે શ્રીહરિ પાઘ, મૂગટ કે બોકાની વગેરે ધારણ કરતા હોય એ દર્શન થતા ન હતા. એવા મા એકવખત પોતે શ્રીહરિ સાથે અમદાવાદ પધાર્યા હતા ને બપોરે પંકિતમા શ્રીહરિ પીરસવા પધાર્યા. શ્રીહરિ એ એમના મનના સંકલ્પ ને પુરો કરવા સારુ લીલા કરતા એમના પાસે આવ્યા ને બોલ્યા કે જુઓ તો બૃહમચારીજી અમારા વામ કાને કીડી કે કાય છે કે બીજુ કાય? આમ કરતા બૃહ્મચારીજીએ શ્રીહરિના વામ કાન ઉપર આંગળી ફેરવતા એમને એ તિલ ના દરશન કરવાના સંકલ્પને પુરો કર્યો. દર્શન થતા જ વાસુદેવાનંદજી ને તો બેઉ આંખ્યો મા આંસુની ધારાઓ વહેવા લાગી ને રાજી રાજી થઇ ગયા. આ વખતે પંક્તિમાં સામા બેઠેલા સદગુરુ ત્યાગાનંદ સ્વામીએ આ જોયું એટલે એમણેએને પુછયુ, ત્યારે એમણે એ તિલના દર્શનની વાત કહી સંભળાવી. આ સુણીને સદગુરુ ત્યાગાનંદ સ્વામીએ પણ શ્રીહરિના એ વામ કરણ ના તિલ ના દર્શન કરવા સારુ વિનંતી કરી એટલે બેઉ રાત્રે શ્રીહરિના શયન સમયે ચરણચંપી કરવા ગયા ને દર્શન કરીને ધન્ય થયા. વળતે દિવસે સવારે પોતાની પૃાત:પુજામા ત્યાગાનંદ સ્વામીએ પૃભાતી રાગમાં ચાર પદનું કિરતન બનાવ્યું કે …..
વામ કરણ મા તિલ એક કાજું, આંખડલી અણિયાળી રે..! કામદેવના મદને ટાળે, ભૃકુટિ અતિ રુપાળી રે..!!
- માળાના મણકામાંથી….
🙇🏻♂️🙏