એકવખત સત્સંગ વિચરણ કરતા શ્રીહરિને મુળજી બૃહ્મચારીજી ગામ માળીયા પધાર્યા. માળીયા મચ્છુ નદીના કાંઠે આવેલું ગામ છે.
Gujarati
માળીયાના વિપ્ર અને શ્રીજી મહારાજની ભિક્ષા
એકવખત સત્સંગ વિચરણ કરતા શ્રીહરિને મુળજી બૃહ્મચારીજી ગામ માળીયા પધાર્યા. માર્ગે ચાલતા બેઉને બે દિવસના ઉપવાસ થયેલા. ગામ નજીક આવતા શ્રીહરિ બોલ્યા કે ‘બૃહ્મચારી ચાલો આ ગામમાં જઇને ભીક્ષા કરીએ..!’ ત્યારે મુળજી બૃહ્મચારી બોલ્યા કે હે મહારાજ..! તમે ચરાચરના જીવપૃાણીમાત્ર ને અન્ન-જળ ને વસ્ત્ર આપનારા છોવ ને સર્વ ના પોષણકર્તા છોવ, તમે આવા ઐશ્વર્યવાન હોવા છતા ભીક્ષા માંગો એ તમને ઠીક ન દેખાય..! ત્યારે શ્રીહરિ બોલ્યા કે તમે કશુ બોલશો નહી, અમારી પાછળ પાછળ ચાલ્યા આવો..! આજે જુઓ અમે ભીક્ષા માંગીશું. આમ કહી ને શ્રીજીમહારાજ અને બૃહમચારી ગામમાં એક બૃાહ્મણ ના ઘરે ભીક્ષા માંગવા સારુ ગયા. બૃાહ્મણના ફળીયામા જઇને શ્રીહરિ સાદ કર્યો કે ‘જય સચ્ચિદાનંદ પૃભો હરે..!’ એટલે એ બૃાહમણે આવીને શ્રીહરિને એક રોટલો અને અથાણું ભીક્ષામાં દીધુ. શ્રીહરિએ હાથમા એક રોટલો અને અથાણું લઇને વિચાર કર્યો કે આ એક રોટલે બે જણને પુરુ થશે નહી, ને બૃહમચારી તો બે દિવસ ના ભૂખ્યા છે તો એને જમાડ્યા વગર તો જમાશે નહી. એમ જાણીને રોટલો ને અથાણું બૃાહ્મણને પાછું આપતા બોલ્યા કે આ અમારા બૃહ્મચારી પણ બે દિવસ થી જમ્યા નથી અને એ બધાય બૃહ્મચારીઓના ગુરુ છે, તેમજ ઉત્તમ પવિત્ર બૃાહ્મણ છે એટલે તેઓ જમશે પછે જ અમે જમીશું. ત્યારે તે ઘરધણી બૃાહ્મણ બે હાથ જોડીને બોલ્યો કે તો તમે રોટલોને અથાણું જમો, એને તો અમે કૂલેરના લાડુ બનાવીને જમાડીએ..! આમ કહીને એ એના ઘરમા પાછો ગયો તયા શ્રીહરિ બોલ્યા કે ગોર મહારાજ..! બાજરાનો લોટ અને મીઠું આપશો તો એ એમના હાથે બાંટી બનાવી ને જમશે. બૃાહ્મણ એમના ઘરમાંમાંથી બાજરાનો લોટ અને મીઠું લઇને આવ્યાને શ્રીહરિને ભીક્ષા મા દીધા. તે ભીક્ષા લઇને શ્રીહરિ અને બૃહ્મચારીજી મચ્છુ નદીના કિનારે આવ્યા અને નદીના નિર્મળ જળમાં સ્નાન કરીને સંધ્યા વગેરે કર્યા. તયારબાદ શ્રીહરિ એ બૃાહમણે ભીક્ષામાં દીધેલ બાજરાનો એક રોટલો ને અથાણું જમ્યા, બૃહ્મચારીજી એ નદીના પટમાં વિરડો જળ ભરીને ગાળીને લાવી રાખેલું એથી શ્રીહરિ એ ચળું કરીને જળ પીધું. એ સમયે બૃહ્મચારીજીને તો એ બાજરીના લોટમાં થી બાટી બને એમ કાંય હતું નહી તે બાજરાના લોટમાં જ મીઠું ને પાણી ભેળવીને ઘોળીને પીઇ ગયા. થોડીવારે હાથ મુખ ધોઇને જળ ધરાવીને સંધ્યા ઢળી એટલે બેઉ વાતું એ ચડ્યા એટલે મુળજી બૃહ્મચારીએ પુછયુ કે હે મહારાજ..! આપણને ભીક્ષા આપી એ બૃાહ્મણની શી ગતિ થાશે?
આ સાંભળીને શ્રીહરિ અતિપૃસન્ન થયા થકા બોલ્યા કે એણે આપણ ને બેઉને જમાડ્યા છે, ખુદ મારા કરતા પણ તમારા મહીમાં એ વિપૃ તમારા સારુ કુલેર ના લાડુ આપવા રાજી થયો એ મહિમાના પુણ્યે અમે એને અંતકાળે અમારા અક્ષરધામમાં તેડી જાશું. સમયજતા એ માળીયા ગામના વિપૃનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીહરિ એને બૃહ્મચારીજી ને હારે લઇને પોતાના ધામમાં લઇ જવા તેડવા આવ્યા અને સહુને વાતો કરતો થકો એ વિપૃ અક્ષરધામનો અધિકારી થયો.
- બૃહ્મના ઉપાસક બૃહ્મચારીઓમાંથી….
🙇🏻♂️🙏