એકવખત શ્રીજીમહારાજ સુરાબાપુ વગેરે દરબારો અને ભગૂજી વગેરે પાર્ષદો સાથે ઘોડેસવાર થઇને વડતાલથી ગઢપુર તરફ આવતા હતા. ત્યારે બરવાળા ગામને પાદર ઉતાવળી નદી કિનારે ઘોડાને પાણી પાવા માટે સૌ ઉભા રહ્યા.
Gujarati
બરવાળાના રાધાબાઇ અને ડાહ્યાની માનો પ્રસંગ
એકવખત શ્રીજીમહારાજ સુરાબાપુ વગેરે દરબારો અને ભગૂજી વગેરે પાર્ષદો સાથે ઘોડેસવાર થઇને વડતાલથી ગઢપુર તરફ આવતા હતા. ત્યારે બરવાળા ગામને પાદર ઉતાવળી નદી કિનારે ઘોડાને પાણી પાવા માટે સૌ ઉભા રહ્યા.
સવારનો સમયે નદીના પટમાં ઘોડેસવારથઇને શોભતી એ મનોહર મૂરત ને જોતા જ ગામમાંથી પાણી ભરવા આવેલ પનિહારીઓના મન લોભાઇ જતા હતા. એ સોનેરી વસ્ત્રો, પાઘનું ફરકતું છોગલુ ને ગૌર કપોળમા કેસરનું તિલક ને મધ્યે કુમકુમનો ચાંદલો ઘણો શોભતો હતો. શ્રીહરિના હાથના લટકા હારે ઘોડાની લગામ નુ ફૂમતું પણ ફરતું હતું.
બરાબર એ સમયે બરવાળા ગામના રાધાબેન લુહાણા અને ડાહ્યાભાઈ સુતારની માતા એ બંને નદીએ પાણી ભરવા આવેલા. ઘોડાની ઘૂમ્મરમાં આવેલા શ્રીજીમહારાજના દર્શન થતા જ એમને બેઉને અલૌકિક શાંતિ થઇ અને અત્યંત સ્નેહવશ બેઉની મનનીવૃત્તિ એ માણીગર મૂરતમાં ચોંટી ગઈ.
ઘોડાઓ પાણી પીઇ રહ્યા એટલે શ્રીજીમહારાજ સૌ સાથે ગઢપુર તરફ ચાલતા થયા. બસ એ સમાના દર્શન થતા જ એ બેઉ બાઇઓ પણ પોતાના પાણીના બેડા ત્યાજ મુકીને જે દિશામાં શ્રીહરિ જતા હતા તે દિશામાં જ મનની વૃત્તિ ખેંચાઈ ગઈ !
જે તરફ શ્રીજીમહારાજ ગયા હતા તે તરફ બેઉ ની વૃત્તિ જોડાઈ જતા ઝડપથી ચાલતા ચાલતા લગભગ (૫૨) બાવન કિલોમીટરનુ અંતર કાપીને ગઢપુર પહોંચી ગયા. એ સમયે રાધાબેનને તો એક પાંચ જ માસની સાવ નાની પુત્રી હતી, એણે તેની પણ કોઈ પ્રકારની ચિંતા ન રાખી ! ગઢપુર દાદા દરબારમાં મહારાજ સન્મુખ સભામાં જઈને બંને સ્ત્રીઓ બેસી ગયા !
તે વખતે શ્રીજીમહારાજ સન્મુખ શ્રીમદ ભાગવતની કથા વંચાતી હતી. શ્રીમદ ભાગવતની કથામાં ગોપીઓના સ્નેહની વાત આવી એટલે શ્રીહરિના સખા સુરાખાચરે પૂછ્યું કે ‘હે મહારાજ..! આજે કળિયુગમાં ભગવાનમાં આવો સ્નેહ હોય તેવી ગોપીઓ જેવી કોઈ સ્ત્રીઓ તો ક્યાંથી હોય?’ આવો પ્રશ્ન થતા તરત જ શ્રીજીમહારાજે કહ્યું કે “એનાથી પણ અધિક હોય તેવા પ્રેમી ભક્તો આજે પણ સત્સંગમાં છે,” એમ કહીને એ બંને બાઈઓને સામે દૃષ્ટિ કરીને હાથનો ઈશારો કર્યો. આથી બંને બહેનો સભામાં ઉભા થયા, શ્રીજીમહારાજે સભામાં સહુ વચાળે એ સમે તેમના નામ અને ગામ પૂછ્યા, ને અહીં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે બરવાળા ગામના એ બંને બહેનોને દેહભાન થયું કે આપણે ક્યાં આવી ગયા છીએ ! ત્યાં સુધી તેઓની વૃત્તિ તો મહારાજના સ્વરૂપમાં જ ચોંટીને સ્થિર થઇ હતી !
કહી એમ કૃપા દ્રષ્ટિ ધરી, બેય બાઈઓને ઉભી કરી..! પૂછ્યા તેઓના ગામ ને નામ, પૂછ્યું આવ્યા તણું અહીં કામ..! કહી બાઈઓએ બધી વાત, કહયા નામ ને નાત ને જાત..! ભાળ્યા તમને અમે ભગવાન, તેથી ભૂલી ગયા તન ભાન..! બેડાં મુક્યા છે નદી તણે તીર, આવ્યા નીરખવા શ્યામ શરીર..! કહે રાધાને શ્રીહરિ ત્યારે, ત્રણ બાળકીઓ છે તમારે..! પાંચ માસની તે રોઈ મરશે, કોણ રક્ષણ તેહનું કરશે ?..! સુણી બોલિયા તે રાધાબાઈ, તમે રક્ષા કરી ગર્ભ માઈ..! તમે રક્ષણ કરશો જ તેમ, ચિંતા ચિત્તમાં રાખીએ કેમ ?..!
- હરિલીલામૃત કળશ ૮ વિશ્રામ ૫૫ની કડી ૫૭ થી ૭૫ સભામાં બેઠેલા સૌ ભક્તો આ સાંભળીને આશ્ચર્યથી દંગ થઇ ગયા ! શ્રીજીમહારાજ આ બેઉ આ બાઇઓની મહીમાભરી સ્તુતિ સાંભળીને એમના ઉપર ઘણા રાજી થયા, બેઉને લાડૂબા-જીવુબા વગેરે બહેનો નેસોંપીને થાળની પૃસાદી જમાડી ને બરવાળા ગામે વેલડું જોડાવીને ઘરે મોકલ્યા. આમ રાધાબેન અને બંને ડાહ્યાભાઇ સુતાર ના માતુશ્રી ગઢપુર થી બરવાળે પોતાને ઘેર પરત ગયા.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીભકતચિંતામણી ગૃંથના પૃકરણ ૧૧૫ની ૧૩-૧૪ કડીમા એમને ચિંતવતા લખ્યું છે કે… વિપૃ વાધજી વિરો વણિક, વશરામ લુવાણો છે એક..! સઉ દેવજી નરસઇ નામ, એહાદિ જન બરવાળે ગામ..!!
- શ્રીભકતચિંતામણીના મુક્તો ના ચિંતનમાંથી…
🙇🏻♂️🙏