બોટાદ પાહે શીરવાણીયા નામે ગામ આવેલું છે. આ ગામમાં ગીગા ધાધલ નામે કાઠી દરબાર હતા. જેઓ જનક રાજાની પેઠે સમજણ ધરાવતા હતા.
Gujarati
શીરવાણીયાના ગીગા ધાધલ અને શ્રીજી મહારાજ
બોટાદ પાહે શીરવાણીયા નામે ગામ આવેલું છે. આ ગામમાં ગીગા ધાધલ નામે કાઠી દરબાર હતા. જેઓ જનક રાજાની પેઠે સમજણ ધરાવતા હતા, પોતે ભગવદીય અને સેવાભાવી હતા. જે દિવસથી એમને સત્સંગ થયો એ દિવસ થી પોતે શ્રીહરિને જ સર્વકર્તાહર્તા જાણીને સુખદુખમા સમપણે રહી એકાંતિકપણે પૃભુભજન કરતા હતા. પોતાનો આર્થિક વ્યવહાર બહુ સાધારણ હતો. એમને પરિવારમાં એક દિકરો અને એક દિકરી હતા.
આધેડ વયે એમના પત્નિ ધામમાં ગયા અને એકાએક એમને આંખો મા રોશની જતી રહેતા સાવ અંધ થઇ ગયા. પોતે દેખતા ન હોવાથી બધી કૃીયા જાતે કરવા મા બહુ મુશ્કેલી પડતી હતી. આ વખતે એમના દીકરી વિધવા થતા એ પીયરમાં આવ્યા એમના સાથે રહેતા અને એમની દેહકૃીયા વગેરે મા ધ્યાન રાખતા. એમને આમ એકાએક એકસાથે પારિવારીક દુખ આવી પડ્યા પણ પોતે તો ‘જે હરિ કરે સો હોય’ એમ માનીને અહર્નિશ ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ..’ એમ ભજન જ કર્યા કરતા.
હજુ તો થોડો સમય ગયો હશે તયા એમનો દિકરો બિમાર પડ્યો અને પથારીવશ થઇ ગયો. એકદિવસ ગીગાબાપુ એમના ખાટલે પાહે બેઠા હતા ને ભગવાન શ્રીહરિનુ ભજન કરતા હતા. એ સમયે એનો દિકરો કાંઇક વાતો કરતો હોય એમ જણાયું એટલે ગીગાબાપુ એ પુછયુ કે તુ એલા કોની હારે વાત કર છ? તો દિકરો કહે કે બાપુ..! શ્રીહરિ મને દર્શન દેવા આવ્યા છે ને કહે છે કે તારુ આયુષ્ય પુરુ થયું છે, તો તુ તારા બાપુને પુછી જો એ હા કહે તો તને અમે અક્ષરધામમાં તેડી જાઇએ.
આ સાંભળીને ગીગાબાપુ ને તો હરખના આંખ્ય મા હરખના આંસુ આવી ગયા ને બોલ્યા કે દિકરા એમા પુછવા નુ હોય..! અંતકાળે શ્રીજીમહારાજ ખુદ તેડવા આવે તો એનાથી વિશેષ જીવનનો બીજો લાભ કયો..? તુ બીજુ કાય વિચારીશ નહી, ક્યાંય મનને લગાડ્યા વિના સુખેથી શ્રીહરિ સાથે ધામમાં જા..! આમ, શ્રીહરિ એમના દિકરાને ધામમાં તેડી ગયા.
યુવાન દિકરો ધામમાં જતા રહ્યા એટલે ગામના સહુ ખરખરો કરવા આવે ને કહે કે હવે તમે ગુજરાન કેમ ચલાવશો? કમાનાર કોઇ રહ્યું નહી..! તમારે આંખે અંધાપો એટલે દેખભાળ રાખે એવો સધિયારો હતો એ પણ વયો ગયો… વગેરે વગેરે વાતો કરતા, પણ ગીગા ધાધલ તો સ્થિતપ્રજ્ઞ ની જેમ સૌને કહેતા કે વહેલા મોડા સૌને જાવા નુ તો છે જ, પછી એનો ખરખરો શુ કરવાનો..! મારો દિકરો તો ભગવાનના ધામમાં ગયો એટલે એનાથી બીજુ રૂડું શુ? બાકી દેહના સુખ દુખ તો જીવીએ તયા લગણ રહેવાના જ છે.
આમ છ મહીના-એકાદ વરહ વિતયું હશે તયા ગીગાબાપુના દિકરી પણ બિમાર થયા ને એમનુ આયુષ્ય પુરુ થયું તે શ્રીહરિ એ એને દર્શન દીધા. એમના દિકરીને એકલા અંધ પિતાની ચિંતા થતા રડવા લાગ્યા એ સાંભળી ને ગીગાબાપુએ કહ્યું કે મારી કોઇ ઉપાધી ન કર્ય, શ્રીહરિએ મારા માટે કાંક તો વીચારી જ રાખ્યું હશે…! ત્યારે એમના દિકરી કહે કે હુ જતી રવ તો તમને કોણ રસોઇ કરીને જમાડશે ને કોણ દેહકૃીયા વગેરે કરાવશે. તમને સાંજ સવાર મંદિરે પણ કોણ લઇ જાહે..! ત્યારે ગીગાબાપુ બોલ્યા કે બેટા દિકરી, તુ નચિંત થઇ જા, હુ તો તારી ઉપાધી કરતો હતો કે મારા ગયા પછી તુ એકલી કેમ રહેશે એ જાણીને શ્રીહરિ તને લેવા આવ્યા હોઇ તુ ધામમાં જા, મારી કોઇ ઉપાધી ન કર્ય..!
શ્રીહરિ આમ એમના એકના એક સધિયારા એવા વિધવા દિકરીને પણ અક્ષરધામમાં તેડી ગયા પણ ગીગાબાપુ તો જે શ્રીહરિએ કર્યું એ મારા સારુ બરાબર જ કર્યું હશે એમ જાણી ને અતિ ધિરજપુર્વક ભજન કરતા હતા.
બસ, એજ રાતે શ્રીહરિએ બોટાદ ના નવલખા શેઠ ને એકાંતિક મુકત એવા શીવલાલ શેઠને દર્શન આપીને કહ્યું કે “શીવલાલ, તમે શીરવાણીયા જાઓ અને ભક્ત ગીગા ધાંધલને તમારા ઘરે તેડી આવજો અને એમની જીવનના અંત સુધી સારી રીતે દેહની સાર સંભાળ રાખજો.” શીવલાલ શેઠ બીજે દિવસે ગાડાઓ લઇને શીરવાણીયા થી ગીગાબાપુ ને તેડી આવ્યા. પોતાના ઘરે એક માણસ રાખીને એમના દેહની તમામ સારસંભાળ રખાવી. પોતે સાંજ સવારે એમના પાસે બેસતા અને ચરણચંપી કરતા ને પોતાના હાથે પૃેમે કરીને જમાડતા. શીવલાલ શેઠ ગીગાબાપુ ને કેતા કે તમને કાય પણ જોઇએ તો મને તમારો દિકરો માનીને કહેજો.
સદગુરુ ભાયાત્માનંદ સ્વામી પાસે વર માંગીને શીવલાલ શેઠ એમના બારમાંના દિવસે ધામમાં ગયા ત્યારે પણ એમણે બોટાદ મંદિરે ધામમાં જતા પહેલા ગીગાબાપુની સારસંભાળ રાખવાની એમના પરિવારને ખાસ ભલામણ કરેલ. શીવલાલ શેઠ ધામમાં ગયા પછી પણ એમની સંભાળ માટે રાખેલ માણસ નો તમામ ખર્ચ એમની પેઢીના ચોપડે થી જ ચુકવાતો.
સમય જતા ગીગાબાપુ ને શ્રીહરિ ધામમાં તેડી ગયા ત્યારે એમની અંતિમવિધી તેમજ તેમનું શ્રાદ્ધ વગેરે પણ શીવલાલભાઇના પરિવાર દ્વારા જ કર્યું હતું.
- સહજાનંદી ભકિતસાગરના પુરુષ રત્નોમાંથી…
🙇🏻♂️🙏