ગામ ઉના પાસેના દિવબંદર મા પૃેમચંદભાઇ બખાઇ (વણિક) શેઠ રહેતા હતા. એમના ઘરે શ્રીહરિના વિશે અત્યંત પૃેમભાવ વાળા અને મહામુકત એવા પૃેમબાઇ નો જન્મ થયેલો.
Gujarati
દિવના પ્રેમબાઇ અને શ્રીજી મહારાજ
ગામ ઉના પાસેના દિવબંદર મા પૃેમચંદભાઇ બખાઇ (વણિક) શેઠ રહેતા હતા. એમના ઘરે શ્રીહરિના વિશે અત્યંત પૃેમભાવ વાળા અને મહામુકત એવા પૃેમબાઇ નો જન્મ થયેલો. સદગુરુ વૃજયાનંદ સ્વામીના સત્સંગ યોગે ઉનાના લક્ષ્મીચંદ શેઠને સત્સંગ થયો અને શ્રીહરિએ એમના ઉપર અત્યંત રાજી થઇને પોતાના હાથે જ લાલજી આપ્યા. આ લક્ષ્મીચંદ શેઠ ના ઘરવાળા ના જોગથી પૃેમબાઇ ને પણ શ્રીહરિની ઓળખાણ થઇ. એમણે શ્રીહરિના પૃત્યક્ષભાવે દર્શન કર્યા ન હોવા છતા પૃેમબાઇ પુર્વજન્મ ના કોઇ મુમુક્ષુ હોય એમને પરિપૂર્ણ નિશ્ચય થયો. તેમના લગન નાની ઉંમર મા જ દિવના એક શ્રીમંત વણિક પરિવાર માંજ થયેલા. સંજોગોવશાત ટૂંકા લગનજીવન મા જ એમના પતિનું નાની ઉંમરે મૃત્યુ થતા પૃેમબાઇ વિધવા થયા. પરિવારે એમને પુન:લગન માટે કહ્યું પણ પોતે ભગવાન ભજીને શેષજીવન ગુજારવા ના નિર્ણયે અડિખમ રહ્યા. પોતે તો અખંડ ભજન કરતા થકા શ્રીહરિને જ વર માનીને એકલા રહેતા હતા. વિધવા થયા પછી પોતે સંસાર મા હવે એકલા રહ્યા થકા સદગુરુ બૃહ્માનંદ સ્વામીના કિરતનના શબ્દો ને અક્ષરશ: જીવતા હતા…!
પરણું તો વર પુરુષોતમ પરણું, નહિ તો કુંવારી મરુ રે સખી અલબેલો.., વર નંદલાલ વરું..! બૃહ્માનંદ નાથને માથે, તન કુરબાન કંરુ રે સખી અલબેલો.., વર નંદલાલ વરું…!
પૃેમબાઇએ મનમા સંકલ્પ કર્યો કે જ્યારે પણ શ્રીહરિ ના પૃત્યક્ષ દર્શન થાય ત્યારે પૃભુને ધરાવવા સારુ પોતે જાતે જ બહુમુલ્ય કિમતી સોનેરી તાર વાળા જરકસી વસ્ત્રો અને ઘરેણા વગેરે બનાવી રાખેલા. એ જાણીને એક ધુતારાના ખબર પડી કે પૃેમબાઇ પાસે કિમતી વસ્ત્રો અને ઘરેણા છે એટલે એ પડાવી લેવા પોતે શ્રીસહજાનંદ સ્વામી નો વેશ ધારણ કરીને એમના ઘરે આવ્યો ને મીઠી વાતો કરીને પડાવી લેવા નો કારસો કર્યો. ગઢપુરમાં શ્રીહરિ અંતર્યામીપણે એ જાણીને પાર્ષદ ભીમભાઇ અને સોમલાખાચરને તુરંત જ મોકલ્યા. સોમલાખાચર અને ભીમભાઇએ દિવ આવીને એ ધૂતારાને ધબધબાવીને કાઢી મેલ્યો. વણકહ્યે શ્રીહરિએ એમના પૃેમીભક્તની રક્ષા કરવા બેઉને મોકલ્યા હોવાનું જાણીને સહુને ઘણું અચરજ થયું અને ગુણ આવ્યો. આમ પૃેમબાઇની શ્રીહરિએ ધૂતારા થકી રક્ષા કરી. આ પછી સંવત ૧૮૭૭ ની શરદઋતુ મા પૃેમબાઇ સહુ સાથે સંઘમા શ્રીહરિના દર્શન કરવા ગયા ત્યારે શ્રીહરિ કારીયાણી મા બીરાજતા હતા. તયા આવીને સભામા દૂરથી દર્શન કર્યા ત્યારે શ્રીહરિ એમનો પૃેમ ભાવ જાણીને સભામા સોહરવા જઇને એમના પાસેથી પૃેમે ધરાવેલા મોંઘા મોંઘા વસ્ત્રો અને ઘરેણા પહેર્યા. સહુ વચાળે ખુદ શ્રીહરિ એમના પૃેમને સ્વીકારતા બોલ્યા કે અમને તો કોઇ વસ્તુ પદાર્થ મા બંધન નથી પણ આ પૃેમબાઇ ના પૃેમને વશ અમે સભામા સામા ચાલીને સ્વીકારવા ગયા અને આજે અમને એમના ઉપર બહુ રાજીપો થયો. આ વસ્ત્રો શ્રીહરિએ દિનાનાથ ભટ્ટને ભેટ દીધા. આ પૃસંગે સદગુરુ મુકતાનંદ સ્વામીએ પૃશ્ન પુછયો કે મત્સર ઉપજયા નો શો હેતુ છે? -(કારીયાણી નુ ૬ઠું વચનામૃત) પોતે જીવનભર અખંડભજન કરતા થકા એ પંથકમા સ્ત્રીઓને સતસંગ નુ બળ પુરુ પાડતા રહ્યા. સંવત ૧૯૨૨ મા આચાર્ય શ્રી ભગવતપૃસાદજી મહારાજ પધાર્યા ત્યારે પોતે ૨૦૦ રાળ (૬૦૦ રુપીયા) એમને રોકડા ચરણે ધરી અર્પણ કર્યા અને સહુ સંતો-ભક્તો ને પોતે રસોઇ આપીને જમાડ્યા. વૃદ્ધાવસ્થા મા એમણે પોતાની તમામ મિલકત ઉના શ્રી સ્વામિનારાયણ ને કૃષ્ણાર્પણ કરી દીધી હતી. સંવત ૧૯૨૭ મા તેઓ ૯૯ વરહનુ દિર્ઘાયુ ભોગવીને અગાઉ થી સહુને કહીને નિર્ધારિત સમયે સહુને જય શ્રી સ્વામિનારાયણ કહીને દેહ મુકીને શ્રીહરિની સેવા મા અક્ષરધામ મા સીધાવ્યા.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણિના પૃકરણ ૧૧૪ની કડી ૨૧ મા એમને ચિંતવ્યા છે કે…
શેઠ કૃષ્ણજી લક્ષ્મીચંદ, રાજબાઇએ ભજ્યા ગોવિંદ..! પૃેમબાઇ રતનબાઇ નામ, ડોસો માળી વસે દિવગામ..!!
- શ્રીભકતચિંતામણિના મુક્તોના ચિંતનમાંથી…
🙇🏻♂️🙏