ગામ વટામણમા પુર્વના મુકતરાજ રતનજીબાપુ ચાવડા પોતે ગામમાં સંતોના યોગે સત્સંગી થયેલા.

Gujarati

વટામણના રતનજી ચાવડા અને શ્રીજી મહારાજ

ગામ વટામણમા પુર્વના મુકતરાજ રતનજીબાપુ ચાવડા પોતે ગામમાં સંતોના યોગે સત્સંગી થયેલા. એમને શ્રીહરિના દર્શન થયા પછે તો જાણે એ સંસારમા જળકમળવત્ રહેતા હતા. રતનજીબાપુના ઘરવાળાના કારજના દિવસે શ્રીહરિ સહુ સાથે સંઘમા ત્યાથી નિસરતા એમના ઘરે વટામણ ગામે પધાર્યા હતા. શ્રીહરિ જ્યારે સહુ સાથે ત્યાથી ચાલ્યા તો ગામના સહુ એમને વળાવવા ચાલ્યા. આ વખતે થોડાક આઘેરાક જતા શ્રીહરિએ સૌને પાછા વાળ્યા, પણ રતનજીબાપુ તો બીજુ ગામ આવી ગયું તો પણ પાછા ન વળ્યા એટલે શ્રીહરિએ એમને કહ્યું કે રતનજી તમે હજુ પાછળ પાછળ આવો છો? આમેય તમે હવે ઘરે પાછા જઇને શુ કરશો, તો હવે તો અમારી સાથે જ ચાલો..! ત્યારે રતનજી બોલ્યા કે હે પ્રભુ, હવે ઘરે પાછા જવુ જ નથી, હવે તો તમારી સાથે જ કાયમ રહેવુ છે. શ્રીહરિએ એમને સાથે લીધા ને એજ દિવસ થી પોતાના ઘરબાર-વાડી બધુ જ એકજ ઝાટકે છોડીને જીવનભર શ્રીહરિના પડછાયા સમાન અંગરક્ષક બની રહ્યા. પોતે ફરીને ક્યારેય પાછા ઘરની સંભાળ લેવા ગયા જ નહી. રતનજી શ્રીહરિની મરજી જાણીને પોતે કાયમ આત્મભાવે સેવા કરતા અને દાદાખાચર ના દરબારગઢના ઘરધણી હોય એમ નિષ્ઠાભાવથી પોતાપણુ માનીને કાયમ સંભાળ રાખતા. એકવખત ચોમાસામાં ધેલા નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. એક નાનો છોકરો એ નદીના પ્રવાહમા વચાળે પત્થર ઉપર ફસાઇ ગયો હતો. એ છોકરાના બાપે રડતા રડતા શ્રીહરિના ચરણે અરજ કરી કે હે પ્રભુ મારા છોકરાને આ પૂરના પાણીથી બચાવો..! શ્રીહરિએ રતનજી સામે દ્રષ્ટિ કરતા જ પોતે પામી ગયાને કાંઇપણ બીજો વિચાર કર્યા વગર જ પોતે ઘેલાના ધસમસતા પ્રવાહમા કૂદી પડ્યા અને એ છોકરાને પકડીને તરતા થકા બચાવીને કાઠે લઇ આવ્યા. શ્રીહરિ રતનજીની આ તકની સેવા જોઇને ઘણા રાજી થયા. માંડવધારની સીમમાં ખબડ-મતારા સાથે થયેલ ધિંગાણા વખતે પણ ભગૂજી, રતનજી, મિયાંજી વગેરે એ અપ્રતિમ શૌર્યના દર્શન કરાવેલા. પાર્ષદ ભગૂજી વગેરે સહુ ઘાયલ થયેલા, ને રતનજીનુ પણ કાંડું કપાઇ ગયું હતું. એ વખતે શ્રીજીમહારાજ દરબારગઢમા સહુ પાર્ષદોની ખબર અંતર પુછવા દરરોજ આવતા હતા. આમ, પોતાના જીવના જોખમે પણ તેઓ શ્રીહરિની આજ્ઞાનુ પાલન કરતા મૂંઝાતા નહી. શ્રીજી મહારાજે પણ અમદાવાદના ૩જા વચનામૃતમા એમને યાદ કરતા કહ્યું છે કે “આ મુળજી બ્રહ્મચારી અને રતનજી કયા ડાહ્યા છે પણ એમને કલ્યાણનો ખપ છે એટલે એમને ભગવાન જેમ રાજી થાય એમ કરતા આવડે છે.” ગઢડા મધ્યના ૪૧માં વચનામૃતમા પણ શ્રીહરિએ કહ્યું કે “માન વગર તો ભગવાનની પ્રસન્નતા ને અર્થે તો ભગવાન ની ભક્તિ તો આ મીયાજી અને રતનજી જેવા કોઇક જ કરતા હશે.” મોટી ઉંમરે તેઓ એકવખત વડતાલ ગયા હતા. એકદિવસ સવારમાં પુજાપાઠ કરીને સહુના દર્શન કરતા શુકમુનિના શિષ્ય વામનપ્રસાદસ્વામી આવ્યા ત્યારે એમણે એક નાના સંતના વર્તન ને જોઇને રતનજીએ એમને પાસે બેસાર્યા અને બોલ્યા કે બેસો એક શિખામણની વાત કહું..! સાધુઓને એકબીજાના ખભા ઉપર હાથ મુકીને ચાલવું નહી, એવું દેખાવું એ સાધુ માટે દૂષણરુપ છે, આવું શ્રીજીમહારાજ કહેતા એટલે હુ તમને કહુ છુ. આપડે તો મહારાજ રાજી થાય એ જ તાન રાખવું. વામનપ્રસાદ સ્વામીએ રતનજીનો ગુણ ગ્રહણ કર્યો અને આભાર માનીને એમને ત્યાજ દંડવત કર્યા. પાર્ષદવર્ય રતનજી પોતાના વર્તનનો પણ કાયમ ખટકો રાખીને શ્રીહરિને રાજી કરવાનો પ્રયાસ કરતા. તેઓ શ્રીજીમહારાજ પાસે અંગભૂત પાર્ષદ તરીકે કોઇપણ માનની અપેક્ષા વગર જીવનભર સેવા કરતા રહ્યા.

  • મહાપુજા મુકતગાથા અને શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી….

🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

वटामण के रतनजी चावड़ा और श्रीजी महाराज

भाल प्रदेश के वटामण गाँव में पूर्व के सिद्ध मुक्तराज रतनजीबापू चावड़ा संतों के पावन समागम से सत्संगी बने थे। श्रीहरि के प्रत्यक्ष दर्शन होने के पश्चात वे संसार में जल-कमलवत् (संसार में रहते हुए भी उससे सर्वथा अनासक्त) जीवन व्यतीत करने लगे।

एक बार रतनजीबापू की धर्मपत्नी के निधनोपरांत श्राद्ध/कारज के दिन, श्रीहरि संतों-भक्तों के विशाल संघ के साथ वहाँ से गुजरते हुए वटामण गाँव में उनके घर पधारे। जब श्रीहरि संघ सहित वहाँ से प्रस्थान करने लगे, तब संपूर्ण गाँव के लोग उन्हें विदा करने पीछे-पीछे चले। कुछ दूरी पर पहुँचने पर श्रीहरि ने सभी ग्रामवासियों को वापस लौटने का संकेत किया। परंतु रतनजीबापू दूसरा गाँव आ जाने पर भी वापस नहीं लौटे और पीछे-पीछे चलते रहे। यह देखकर श्रीहरि ने उनसे कहा, “रतनजी! आप अभी तक हमारे पीछे-पीछे आ रहे हैं? वैसे भी अब घर जाकर क्या करेंगे, अतः अब तो हमारे साथ ही चलिए!” तब रतनजी गद्गद होकर बोले, “हे प्रभु! अब मुझे संसार में वापस जाना ही नहीं है; अब तो मुझे सदैव आपके ही साथ रहना है।”

श्रीहरि ने उन्हें अपने साथ ले लिया और उसी दिन से रतनजीबापू ने अपना घर-बार, खेत-खलिहान सब कुछ एक ही झटके में त्याग दिया और आजीवन श्रीहरि के अंगरक्षक (छाया के समान पार्श्ववर्ती) बनकर रहे। वे पुनः कभी अपने घर की सुध लेने भी नहीं गए।

रतनजी श्रीहरि की प्रत्येक रुचि और आज्ञा को भली-भाँति समझकर संपूर्ण आत्मभाव से सेवा करते थे। गढ़पुर में दादा खाचर के दरबारगढ़ की व्यवस्था वे ऐसे संभालते थे, मानो वे स्वयं उस घर के स्वामी हों; अत्यंत निष्ठा और अपनत्व से वे सब कार्यों की देखरेख करते थे।

एक बार वर्षा ऋतु में घेला नदी में भयंकर बाढ़ (घोड़ापूर) आ गई। एक छोटा बालक नदी के तेज बहाव के बीच एक पत्थर पर फँस गया। उस बालक के पिता ने रोते-रोते श्रीहरि के श्रीचरणों में प्रार्थना की, “हे प्रभु! मेरे बालक को इस विकराल बाढ़ से बचाइए!” श्रीहरि ने केवल रतनजी की ओर एक दृष्टि डाली। श्रीहरि के संकेत को क्षणभर में समझकर, बिना किसी हिचकिचाहट या विचार के, रतनजी तुरंत घेला नदी के उफनते प्रवाह में कूद पड़े। वे तैरकर उस बालक तक पहुँचे, उसे अपने हाथों में सुरक्षित थामा और कुशलतापूर्वक किनारे ले आए। संकट के उस क्षण में रतनजी की ऐसी अदम्य और तत्पर सेवा देखकर श्रीहरि उन पर अत्यंत प्रसन्न हुए।

मांडवधार की सीमा में जब दुर्दांत खबड़ और मतारा के साथ घमासान युद्ध (धींगाणा) हुआ, उस समय भी पार्षदों में भगूजी, रतनजी, मियाँजी आदि ने अप्रतिम शौर्य का परिचय दिया। इस युद्ध में पार्षद भगूजी आदि गंभीर रूप से घायल हुए और रतनजी की भी कलाई कट गई थी। उस समय श्रीजी महाराज प्रतिदिन स्वयं दरबारगढ़ में पधारकर सभी घायल पार्षदों के स्वास्थ्य का हालचाल पूछते और उनकी सुध लेते थे।

इस प्रकार अपने प्राणों की बाजी लगाकर भी वे श्रीहरि की आज्ञा का पालन करने में कभी तनिक भी संकोच नहीं करते थे।

श्रीजी महाराज ने भी ‘वचनामृत’ के अहमदाबाद प्रकरण के ३रे वचनामृत में उनका स्मरण करते हुए कहा है:
“यह मूलजी ब्रह्मचारी और रतनजी कोई सांसारिक दृष्टि से चतुर नहीं हैं, परंतु उन्हें मोक्ष (कल्याण) की तीव्र लगन है; इसलिए वे वही आचरण करना जानते हैं जिससे भगवान राजी हों।”

इसी प्रकार ‘वचनामृत’ गढ़डा मध्य प्रकरण के ४૧वें वचनामृत में भी श्रीहरि ने फरमाया:
“बिना किसी मान-बड़ाई की चाह के, केवल भगवान की प्रसन्नता के लिए भगवान की अनन्य भक्ति तो इस मियाँजी और रतनजी जैसे कोई विरले ही करते होंगे।”

वृद्धावस्था में वे एक बार वडताल गए हुए थे। एक दिन प्रातःकाल पूजा-पाठ संपन्न करके शुकमुनि के शिष्य वामनप्रसाद स्वामी जब सबके दर्शन करते हुए आए, तब एक युवा संत के आचरण को देखकर रतनजी ने उन्हें अपने पास बैठाया और स्नेहपूर्वक कहा, “बैठिए, मैं आपको एक शिक्षाप्रद बात बताता हूँ! साधुओं को चलते समय एक-दूसरे के कंधे पर हाथ रखकर नहीं चलना चाहिए। ऐसा दृश्य साधु के लिए शोभा नहीं देता, बल्कि दूषणरूप है। यह बात स्वयं श्रीजी महाराज कहा करते थे, इसलिए मैं आपसे कह रहा हूँ। हमारा एकमात्र लक्ष्य यही होना चाहिए कि महाराज किस प्रकार प्रसन्न हों।”

वामनप्रसाद स्वामी ने रतनजी के इस गुण को सहर्ष शिरोधार्य किया, उनका हार्दिक आभार व्यक्त किया और वहीं उन्हें साष्टांग दंडवत प्रणाम किया।

पार्षदवर्य रतनजी चावड़ा स्वयं के आचरण के प्रति भी सदैव अत्यंत सावधान और जाग्रत रहते थे तथा निरंतर श्रीहरि को प्रसन्न करने में रत रहते थे। उन्होंने श्रीजी महाराज के अंतरंग पार्षद के रूप में किसी भी मान, प्रतिष्ठा या कीर्ति की कामना किए बिना आजीवन अनन्य भाव से प्रभु सेवा की।

— महापूजा मुक्तगाथा एवं श्रीहरिचरित्र चिंतामणि में से…

🙏

Goto Naviagation👇


English

Ratanji Chavda of Vataman and Shriji Maharaj

In the village of Vataman located in the Bhal region, Ratanjibapu Chavda, an eternally liberated soul (purva na muktaraj), embraced the Satsang fellowship through the divine association of the holy sants. After receiving the divine darshan of Shri Hari, he lived in the world like a lotus upon water—completely unattached and unaffected by worldly entanglements.

Following the passing of Ratanjibapu’s wife, on the day of her post-funeral obsequies (karaj), Shri Hari arrived at his home in Vataman village accompanied by a large pilgrimage assembly (sangha). When Shri Hari set out to depart with the congregation, all the villagers walked along to bid Him farewell. After walking some distance, Shri Hari lovingly asked all the villagers to turn back. However, Ratanjibapu kept following behind and did not return even after reaching the boundary of the neighboring village. Seeing this, Shri Hari turned to him and said, “Ratanji! Are you still following behind Us? What will you do by going back home now anyway? Come along with Us instead!” Overjoyed, Ratanji replied with deep devotion, “O Lord! I have no desire to return home anymore; now I wish only to stay in Your divine service forever.”

Shri Hari welcomed him, and from that very moment, Ratanjibapu renounced his home, land, and possessions in an instant. For the rest of his life, he remained by Shri Hari’s side as His devoted bodyguard and personal attendant, following Him like an inseparable shadow. He never once looked back or returned to tend to his worldly household.

Ratanji understood Shri Hari’s innermost wishes and served Him constantly with complete spiritual surrender (aatmabhav). In Dada Khachar’s Darbargadh at Gadhada, he managed affairs with such heartfelt dedication and personal care as if he were the master of the house itself.

Once during the monsoon season, a torrential flash flood swept through the river Ghela. A young boy became stranded on a boulder right in the middle of the raging river current. The boy’s father, weeping inconsolably, fell at Shri Hari’s lotus feet and cried, “O Lord! Please save my child from this furious flood!” Shri Hari merely glanced toward Ratanji. Comprehending Shri Hari’s silent wish in an instant, without a moment’s hesitation or second thought, Ratanji leaped into the churning torrent of the Ghela. Battling the fierce currents, he reached the boy, lifted him safely, and brought him back to the riverbank. Pleased by Ratanji’s fearless and timely devotion, Shri Hari showered immense grace upon him.

During the fierce battle in the outskirts of Mandavdhar against the bandits Khabad and Matara, attendants like Bhaguji, Ratanji, and Miyaji demonstrated unmatched bravery and valor. Parshad Bhaguji and others were severely wounded, and Ratanji’s wrist was slashed. During those critical days, Shriji Maharaj visited the Darbargadh daily to personally attend to and check on the well-being of all the wounded parshads.

Thus, even at the risk of his own life, Ratanji never wavered in carrying out Shri Hari’s divine commands.

Commemorating his exceptional dedication in Vachanamrut Ahmedabad 3, Shriji Maharaj remarked:
“Are this Mulji Brahmachari and Ratanji worldly-wise? Yet they have a desperate yearning for salvation (kalyan no khap); therefore, they know how to act in ways that please God.”

Furthermore, in Vachanamrut Gadhada Middle 41, Shri Hari affirmed:
“To worship God devoid of ego and solely for the pleasure of God, only rare souls like this Miyaji and Ratanji can truly do so.”

In his advanced years, Ratanji once visited Vadtal. One morning, after finishing his puja and devotions, Shukmuni’s disciple, Vamanprasad Swami, came by taking darshan of all. Observing the casual conduct of a young sant, Ratanji affectionately seated him close by and said, “Please sit, let me share a word of loving guidance. Sadhus should not walk with their hands resting on each other’s shoulders; such demeanor is a flaw for sadhus. Shriji Maharaj used to instruct us in this manner, which is why I mention it to you. Our sole endeavor must always remain focused on what pleases Maharaj.”

Vamanprasad Swami deeply imbibed Ratanji’s virtuous counsel, expressed heartfelt gratitude, and performed prostrations (dandvat pranam) to him on the spot.

Parshadvarya Ratanji Chavda remained ceaselessly vigilant regarding his own spiritual discipline and conduct, striving every moment to earn the pleasure of Shri Hari. As an intimate parshad of Shriji Maharaj, he served selflessly throughout his life without the slightest desire for honor, fame, or recognition.

— From Mahapuja Muktagatha and Shri Haricharitra Chintamani…

🙏