મહાપૃસાદીભૂત ગામ પીપલાણા ને આખામાં શ્રીહરિ છ-છ માસ સુધી બે-બે સ્વરુપે સૌ સંતોભકતો સાથે રહ્યા છે. બંને ગામમાં ભક્તોના પૃેમને વશ શ્રીહરિ ત્યાં અવાર નવાર પધારતા.
Gujarati
આખાના કાનજીભગત અને શ્રીજી મહારાજ
મહાપૃસાદીભૂત ગામ પીપલાણા ને આખામાં શ્રીહરિ છ-છ માસ સુધી બે-બે સ્વરુપે સૌ સંતોભકતો સાથે રહ્યા છે. બંને ગામમાં ભક્તોના પૃેમને વશ શ્રીહરિ ત્યાં અવાર નવાર પધારતા. આખા ગામમાં આવા જ એક નવયુવાન વીંહ વરહના કાનજીભક્ત હતા. તેમના પૃેમીહૃદય મા સતત શ્રીહરિનુ પૃતયે પૃેમનુ ઝરણું વહ્યા કરતું. શ્રીહરિની કૃપાએ એમને સંસારના કોઇ દોષ નો ડર રહેતો નહી. પોતે રોજ રાતે ખેતરે વાહુપું કરવા જતા એટલે વાડીએ નિરવ શાંતિમાં માળા ફેરવતા ફેરવતા એટલા તો શ્રીહરિના સ્વરુપ મા એકરુપ થઇ જતા, કે એમને ઘણીવખત સમયનુ ભાન ન રહેતું.
એકદિવસ રાતે વાડીએ વાહુ જાવા નીકળતા હતા ત્યારે એમની માં બોલ્યા કે બેટા કાનજી..! હવે હુ ગવઢી થઇ છુ ને આપડે ચાર-પાંચ ગાયું ને બે ત્રણ ભેહુ નુ દૂઝાણા છે તો સવારે વલોણે છાહ વધેરતી વખતે મારાથી હવે ગોરહડાના વલોણા ફરતા નથી, તુ રોજ હવે સવારે ભળકડે ઘરે આવતો જા તો છાહનુ વલોણું ફેરવીને શીરામણ કરીને પાછો વાડીએ વયો જાજે. યુવાન કાનજી બોલ્યા કે ભલે માં હુ સવારે વેલો ઘરે આવતો રઇશ.
કાનજીભગત તો રોજ વાડીએ જાય, રાતે વાહુપું કરતા કરતા માળા ફેરવતા શ્રીહરિને ઉચ્ચે સ્વરે સંભારતા ‘સ્વામિનારાયણ…સ્વામિનારાયણ..!’ એમ ભજન કરે. પોતે ઉચ્ચે સ્વરે કિરતનો ગાય. પોતે રોજ સવારે વેલા ઉઠીને વાડીએ જ નાહીને પુજાપાઠ ને માનસીપૂજા કરીને જ રોજ ઘેર આવે.
એકદિવસ રાતે કાનજીભગત આંખો બંધ કરીને માળા કરતા શ્રીહરિના સ્વરુપ મા એવા તો મશગૂલ થઇ ગયા કે સમયનુ ભાન જ ન રહ્યું. સવારે ભળકડું થતા એમના માતુશ્રી જાગ્યા ને વિચાર કરવા લાગ્યા કે રોજના ટાણે આજ કાનજી કેમ વાડીએ થી આવ્યો નય..! હવે આ ગોરહડા વલોવવા નુ ટાણુ વયુ જાય છે ને હજી કેમ આવ્યો નય..! હે ભગવાન..! કાનજી ને મોકલો એટલે દિવસના બીજા કામ તો ચાલુ થાય..!
કાનજીભગતની ભકિત અને એમના માતુશ્રીની અરજ થતા જ ભક્તવત્સલ શ્રીહરિ એજ ઘડીએ કાનજીભગતનુ રુપ લઇને ડેલીએ આવ્યા ને સાદ કર્યો કે માં એ માં..! ડેલી ખોલો..!
માં તો ડેલી ખોલીને કાનજી ને ઠપકો આપતા બોલવા જ લાગ્યા કે આજ તો બવ મોડો આવ્યો..! તુ નયા વાડીએ સુતો જ રયો ને હુ તો તારી વાટ જોઇ જોઇને થાકી ગઇ, હવે જટ વલોણે વળગી જા હમણાં બધાય દૂધ-છાહના દનૈયા વાળા આવી જાહે..! આમ, માં દિકરાને ઠપકો દેતા જાય અને સવારનું ઘરકામ કરતા જાય.
કાનજીના સ્વરુપે શ્રીહરિ તો મંદ મંદ હસતા જાય ને કેતા જાય કે માં આજ તો મોડું થય ગયું હવે કાલ્યથી ધ્યાન રાખીને ટાણે આવી જ જાહ..! આમ બેઉને વઢયવેડય કરતા કરતા તો ગોરહડા વલોવાય ગયા. એ દિવસે તો રોજ કરતા બમણું માખણ ઉતર્યુ. કાનજી તો છાહના દોણા વગેરે ભરી રહ્યા એટલી વાર મા એમના માંએ એને બાજરાનો ગરમ રોટલો, માખણ નો પીંડો, મેથીયા મરચા ને દહીમા ગોળ નાંખીને તાંહળી ભરીને શીરામણ કરવા દીધી એટલે એ ઓસરીમા બેઠા થકા જમ્યા. થોડીવારે પોતે પાછા ઘરકામ પતાવીને માંને કહીને વાડીએ જાવા નીકળ્યા.
આ બાજુ વાડીએ દિવસ ઉગ્યા ટાણુ થય જતા કાનજીભગત તો ભજનમાંથી જાગ્યા ને જુએ તો સમય ઘણો વ્યતિત થય ગયો હતો, રોજ કરતા આજે ઘણું મોડું થય ગયું હતું તે ઉતાવળી ચાલે ઘરે આવ્યા. માં ને કહે માં..! આજ તો બવ મોડું થય ગયું.
માં એમને જોઇને કહે કે કાનજી કેમ વળી પાછો વાડીએથી આવ્યો કાય ભૂલી ગયો કે? હજુ તો હમણાં જ ગોરહડા વલોવીને શીરામણ કરીને વાડીએ ગયો તો..!
કાનજીભગત કહે કે માં હુ તો ઘરે હજી આવ્યો જ..! માળા ફેરવતો હતો તે આજ બવ મોડું થય ગયું. આજ તો દિવસ ઉગ્યા ટાણુ થય ગયું. માં કહે કે બેટા તુ આવ્યો જ નો’તો તો આ ગોરહડા કોણે વલોવ્યા ને શીરામણ હોતન મે તો તને જ તો કરાવયું હતુ..!
કાનજીભગત ને આંખ્ય મા હરખના આંસુ આવી ગયા ને બોલ્યા કે માં એતો મારા સાટે શ્રીજીમહારાજ આવયા હશે..! હુ તો એના ભજનમાં જ મશગૂલ હતો..! વાહ પૃભુ વાહ..! તમે અમારા જેવા પામર સારુ કેવા કેવા રુપ ધારણ કરો છોવ…!
એ દિવસે જે થાળી ને તાંહળી મા શ્રીહરિએ કાનજીના સ્વરુપે શીરામણ કરેલુ એ પૃસાદી લઇને માં-દિકરો તો ધન્ય ધન્ય થય ગયા.
કાનજીભગત તો જીવ્યા તયા લગણ સૌને કેતા કે આ રહોડે શ્રીહરિએ નેતરા તાણ્યા છે ને આ ઓસરીએ શીરામણ કર્યા છે. આમ, મહીમાએ ગદગદ થયા થકા શ્રીહરિનુ અખંડ ભજન કરતા કરતા અક્ષરધામના અધિકારી બન્યા.
- સહજાનંદી ભકિતસાગરના પુરુષ રત્નોમાંથી…
🙇🏻♂️🙏