ધાંગન્ધ્રા પાસે આવેલું મેથાણ ગામ સત્સંગમા ઘણું પૃસીદ્ધ છે. સદગુરુ રામાનંદ સ્વામી પોતે પધારીને મેથાણ ગામે સત્સંગ ના બીજ રોપેલા.

Gujarati

મેથાણના જીજીબા અને શ્રીજી મહારાજ

ધાંગન્ધ્રા પાસે આવેલું મેથાણ ગામ સત્સંગમા ઘણું પૃસીદ્ધ છે. સદગુરુ રામાનંદ સ્વામી પોતે પધારીને મેથાણ ગામે સત્સંગ ના બીજ રોપેલા. ખુદ શ્રીહરિ પોતે પણ ૧૭ વખત મેથાણ ગામે પધાર્યા છે. ગામના ક્ષત્રિય દરબાર પૂંજાજી ઝાલા ના બેન ‘જીજીબા’ પણ ગુરુદેવ રામાનંદ સ્વામીના પરમશીષ્ય હતા. સ્વામીની કૃપાએ તેઓ સમાધિસીદ્ધ અને બૃહ્મસ્થીતીને પામ્યા હતા.

એકવખત શ્રીહરિ મેથાણ પધાર્યા હતા. સર્વે ભક્તોએ ગામમાં શ્રીહરિનુ સામૈયું કર્યું અને મંગળ ગીતો ગાતા ગાતા ધામધૂમથી શોભાયાત્રા કાઢી. શ્રીહરિનો ઉતારો પૂંજાજી બાપુના દરબારગઢ મા જ હતો એટલે જીજીબાં એ તો દોડી દોડીને સહુની આગતા સ્વાગતા કરી. સર્વે સંતો ભકતોને ઉતારા કરાવ્યા. લાડુબા-જીવુબા વગેરેને જીજીબાં એ પોતાના ઓરડે ઉતારો કરાવ્યો.

જળઝીલણી ની એકાદશી આવતી હોય જીજીબાં વગેરે સ્ત્રી ભક્તોએ શ્રીહરિને પૃારથના કરી કે હે પૃભુ..! અમારા ગામમાં જળઝીલણીનો ઉત્સવ કરો. શ્રીહરિએ સંમતિ દેતા સર્વે ને આનંદ વ્યાપી ગયો. જળઝીલણી એકાદશી ના ઉત્સવદિવસે શ્રીહરિના દિવ્યદરશન નો લાભ લઇને સહુ ધન્ય થયા. સૌને મિષ્ટભોજન બનાવી ને પૃેમે કરીને જમાડ્યા, આજુ બાજુના ગામના બ્રાહ્મણોને પણ ઉત્સવના દિવસે જમાડ્યા.

સંવત ૧૮૬૯ (ઓગણોતેરા) દૂષ્કાળ વખતે શ્રીહરિએ સૌ આશ્રિત ભક્તો ને આગોતરા સમાચાર મોકલાવી ને દૂષ્કાળથી ઉગારવા સારુ ઢોર-ઢાંખર, અશ્વો, બળદો જરુર પુરતા અને જ ચાર્યપૂળો હોય એટલા રાખવા ને વધારાના પશુપાલન વેચીને પણ અનાજ વગેરે નો સંગ્રહ કરવાની આગોતરી આજ્ઞા કરી હતી.

આ વખતે શ્રીહરિએ પોતે મેથાણ આવીને દરબાર પૂંજાજીને પણ અન્ય સૌ સાથે દૂષ્કાળ થી ઉગરવા સારુ અનાજ તેમજ પશુ સારો ચાર્યપૂળાનો સંગ્રહ કરવા કહ્યું હતું.

દરબારશ્રી પૂંજાજી પણ અનાજ વગેરે લેવા બજારમા ગયા પણ બીજાઓએ કહ્યું તે પૃમાણે ભગવાન તો આપણને બધીય ભલામણ કરે પણ એમ તો કાય આપણે થોડા ઢોર-ઢાંખર વગેરે વેચી નંખાય..! એતો કહે જ પણ આપડે તો સંસારી છીએ એટલે એ વિના કાંય થોડુ ચાલે..! એમ બીજાનુ કહ્યું સાંભળીને શ્રીહરિનુ વચન મનાયુ નહી. એ વરહે એમને ઘણા ઘણા કષ્ટો પડ્યા ને પોતાની ભૂલ્ય સમજાણી ને શ્રીહરિની આજ્ઞા ન પાળ્યે પારાવાર પસ્તાવો થયો. છેક જુનાગઢ સુધી અનાજ પૈસા દેતા પણ ક્યાંય વેચાતું મળ્યું નહી. પોતે એમના બેન જીજીબેન ને કહ્યું કે હવે આમાથી ઉગરવા નો કોય ઉપાય દેખાતો નથી, ઘરમા અનાજ ખૂટ્યા છે ને દુષ્કાળની આવેલ વિપત્તિ તો કેમ કરીને કાઢીશું ? ત્યારે સમાધીનિષ્ઠ એવા જીજીબાં બોલ્યા કે ભાઇ..! આપણા કર્મફળપૃદાતા એવા શ્રીહરિએ અનુગૃહ કરીને તમને આહી આવીને ચેતવ્યા હતા પણ તમને એમનુ વચન મનાયું નહી..! પૃભુ તો અધમ ઉદ્ધારણ છે, ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહી’ એમ આપણે શ્રીહરિને વિનંતી કરીએ ને પૃાર્થના કરીએ. મને ભરોસો છે શ્રીહરિ આપણી રક્ષા ચોક્કસ કરશે જ !

જીજીબાં ની ભલામણે દરબારશ્રી પૂંજાજીને આંખોય પરિવાર શ્રીહરિને એમની આજ્ઞા ન માનવાથી દુખ આવ્યું છે એમ વિચારીને ઘરમા પૃારથના કરવા બેઠા.

સૌની આર્તનાદથી કરેલ અરજ સુણીને ભક્તવત્સલ શ્રીહરિ તો ગઢપુરથી ગુપ્તવેશે ચાલી નીકળ્યા ને પૃાત:કાળે મેથાણ આવીને ગામ બહાર ઝાડ નીચે આવીને બેઠાને દેવરામ વિપૃને સમાચાર મોકલ્યા કે ‘તમારા સાચા સગા આવ્યા છે તો તત્કાળ એમને લેવા આવો’.

દેવરામ વિપૃ સાચા સગા તો શ્રીહરિ જાણીને દોટ દેતા આવ્યા ને ઘરે તેડી આવ્યા. શ્રીહરિએ એમની સાથે વદાડ કર્યો કે અમને એકાંતમાં રહેવું છે તો ઘરની પાછલી ઓસરીએ એકાંતમાં રહ્યા. દેવરામ વિપૃને કહ્યું કે અમે આહી તમારા ઘરે આવ્યા છીએ એ કોઇને કહેશો નહી.

ગુરુદેવ રામાનંદ સ્વામીની કૃપાએ જીજીબાં પોતે સમાધીનિષ્ઠ દશાને પામેલા હતા, એમણે સમાધીમાં જ શ્રીહરિને પોતાના ગામમાં પધાર્યા હોવાનું જાણી લીધું. જીજીબાંએ તુરંત જ એમના ભાઇ પૂંજાજીને દેવરામ વિપૃ ને ઘેર જવા અને ઠપકો આપે તો પણ સાંભળીને માફી માંગજો એવી ખાસ ભલામણ કરીને મોકલ્યા. દરબાર દેવરામ વિપૃના ઘરે આવીને શ્રીહરિને અશ્રુભીની આંખે વિનંતી કરીને અતિપૃેમે પોતાને ઘેર લઇ આવ્યા. જીજીબાં એ શ્રીહરિને ચોખલીયે વધાવ્યા અને પોતાના દરબારગઢની ઓસરીએ પધરાવ્યા. શ્રીહરિએ એમને દુષ્કાળના તમામ સમાચાર પુછતા કહ્યું કે તમારી અરજ સુણીને અમે તુરંત જ કોઇને કહ્યા વગર જ ચાલી નીકળ્યા ને મેથાણ આવ્યા. પૂંજાજી..! તમે ગાડુ જોડીને જેતલપુર જાઓ ને રામદાસભાઇને મળજો એ બાજરો વગેરે અનાજની વ્યવસ્થા કરી આપશે, અમે તમને ભલામણ નો કાગળ લખી આપીએ છીએ એ એમને આપજો.

આમ કહી ને ભાઇરામદાસ પાસે ભલામણપત્ર લઇને તુરંત જ મોકલ્યા ને દૂષ્કાળ ના વરહમા એમને સહાય કરી.

જીજીબાં ને પૃેમને વશ શ્રીહરિ વખતોવખત મેથાણ પધારતા અને એમના ઘરે દરબારગઢમાં નિવાસ કરીને રહેતા. જીજીબાં પણ ભાવે કરીને કાયમ શ્રીહરિ અને સંતો-ભકતોને પોતાના ઘરે વિવિધ રસોઇઓ જમાડીને સેવા સુશ્રુષા કરીને અમુલ્ય રાજીપો રળતા.

  • સત્સંગ સ્ત્રી રત્નમાળામાંથી….

🙇🏻‍♂️🙏