ગામ ઉંમરેઠ મા રાજાના મંત્રી એવા નંદુભાઇ નામે શ્રીહરિના વીશે અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા.
Gujarati
ઉંમરેઠના નંદુભાઇ અને શ્રીજી મહારાજ
ગામ ઉંમરેઠ મા રાજાના મંત્રી એવા નંદુભાઇ નામે શ્રીહરિના વીશે અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા. જ્યારે શ્રીહરિએ ઉંમરેઠ મા મૂંગા જેવા આઠ વરહના હરીયા નામના છોકરા પાસે વેદની ઋચા બોલાવી હતી ત્યારે ગામના સહુ આવેલા એમા નંદુભાઇ પણ હતા, એ દિવ્યલીલા ના દર્શન જોઇને એમને શ્રીહરિના વીશે અનન્ય નિશ્ચય થયેલો. એમને નિર્વીકલ્પાનંદ સ્વામી હારે એમને હેત હતું. તેઓ વિચરણ મા ઉંમરેઠ પધારે ત્યારે એમની પાસે બેહીને તેઓ સત્સંગ કરતા હતા. જ્યારે ગઢપુરમાં શ્રીહરિએ સદગુરુ મુકતાનંદ સ્વામીના વડોદરાની સભા જીત્યા એટલે વખાણ કર્યા એટલે નિર્વીકલ્પાનંદ સ્વામીને માન ઘવાયું એટલે તેઓ બોલતા કે અભણ મુકતાનંદ અખે ગીતા વાંચનારા ના મહારાજ વખાણ કરે છે તો મારા મા વળી શુ ખામી છે..! એવી સભા તો હુ હોતન જીતી આવું. હુય વેદ પુરાણનો ભણેલો છવ. આ મહારાજ માય વિવેક નો છાંટો નથી. આમ અદેખાઇ કરીને અંતે સત્સંગમાંથી નીકળી ગયા ને ગામો ગામ પોતાને વિશે હેતવાળા સત્સંગીઓને જઇને કહેવા લાગ્યા કે ‘આ સ્વામિનારાયણ તો કાય ભગવાન બગવાન નથી, એનું તે કાય ભજન કરાતુ હશે વળી..!’ આમ વાત એમણે ઉંમરેઠ જઇને નંદુભાઇ ને પણ કરી ત્યારે નંદુભાઇ તો સમસમી ગયા, પોતાને અંગે અંગમાં ક્રોધ વ્યાપી ગયો અને બોલ્યા કે જેનુ ભજન કરયે કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થય જાય અને અંત:કરણ શુદ્ધ થાય એનો તમે દ્રોહ કરો છો, તમારું માથું ફરી ગયું છે. તમે હાલ જ ચાલતી પકડો અને અમારા ગામ ની હદમાં ફરીને પગ ન મૂકશો. આમ કહીને ગામલોકો ને બોલાવીને નિર્વિકલ્પાનંદ સ્વામીને ગામબહાર કાઢી મુકયા. આ ઘટના બન્યા પછે પોતે જ્યારે શ્રીહરિના દર્શન કરવા વડતાલ ગયા ત્યારે શ્રીહરિએ એમના નિશ્ચયની ખૂબ વખાણ કર્યા હતા. એ સમયે વડતાલના ૧૨માં વચનામૃતમા એમના નિશ્ચય ને વખાણતા શ્રીહરિ બોલ્યા કે ‘ જે ભક્તને પરમેશ્વર ગમે એવા ચરિત્ર કરેતો પણ તો તેને કોઇપણ દોષ ભાષતો નથી એવો મહાત્મય સહિતનો પરિપૂર્ણ નિશ્ચય હોય એ નિર્ભય થઇ ચૂક્યો જાણવો.’ શ્રીહરિ એમના ઉપર ઘણા રાજી થયા હતા.
શ્રીહરિની કૃપાએ તેઓ અહર્નિશ ભજન કરતા હતા. એકવખત તેઓ પોતાના કાંઇક કામે ગોધરા ગયા હતા. વળતી વેળાએ ચાલતા રસ્તામા જ રાત્ય પડી ગઇ. ઝાડી-જંગલમાં ચાલતા પોતે અંધારા મા રસ્તે ભૂલા પડ્યા ને અંધકાર મા કાય સુઝતુ ન હતું. પોતે તો ચાલતા ચાલતા શ્રીહરિને સંભારતા હતા. થોડેદૂર ગયા તયા તો અંઘારામા આઘેરાક થોડેક ટગમગતા દીવા નો પૃકાશ દેખાયો એટલે નંદુભાઇતો એ ઢાળા ચાલ્યા. પોતે વાતચીત કરતા સીપાઇઓની છાવણી છે એવું જાણીને તયા રોકાયા. સીપાઇઓએ એમને નચિંત રહેવાનું કહીને બોલ્યા કે અમે તો સરકારના માણસો છીએ ને આહી છાવણી રાખીને રહીએ છીએ. તમે આહી જ રોકાઓ ને સવારે રસ્તે ચાલજો. સીપાઇઓએ એમને ખાટલો ઢાળી દીધો ને સુખડીને અથાણું વગેરે આપીને જમાડ્યા ને એમના ઘોડાને બાંધીને લીલો નિરણ-ચારો આપ્યો. રાતે સુતી વખતે ચરણચંપી કરીને સુવાડયા. સવારે ભળકડે સીપાઇઓએ એમને જગાડયા ને પોતાના ગામનો રસ્તો દેખાડી ને જવા કહ્યું. નંદુભાઇ તો જાગીને તુરંત ઘોડે ચડીને પોતાને ગામને રસ્તો ચાલ્યા. રસ્તા મા આગળ જતા કોઇ ગામના માણસો મળ્યા એમણે જંગલ માથી વહેલી સવારે ક્યાંથી આવ્યા એમ પુછતા પોતાની વિગતે વાત કરીને કહ્યું કે આ જંગલના રસ્તે એક સરકારી છાવણી મા પોતે રાત રહ્યા હતા. એ સાંભળીને ગામલોકો બોલ્યા કે આયા તો કોઇ સરકારી છાવણી છેજ નહી, ચાલો તપાસ કરીએ..! જ્યારે સહુ ફરીને એજ જગ્યાએ ગયા તયા તો ઘોડાની લાદ ને ઘોડાંએ ખાતા વધેલ ચારો પડ્યો હતો. કોઇ ખાટલા કે તંબુ કે કોઇ દીવો વગેરે કશુંય ભાળ્યા જ નહી. નંદુભાઇ તો તયાજ દંડવત કરવા લાગ્યા ને બોલ્યા કે મારો નાથ શ્રીહરિ મારી જંગલમાં રક્ષા કરવા પધાર્યા, હુ રસ્તે ભૂલા પડતા મારી રક્ષા કરી, મને જમાડ્યો અને રાત્રે મારા પગ પણ દબાવ્યા. હે પૃભુ, હુ અબૂધ આપને ઓળખી ન શક્યો. નંદુભાઇ તો તયાથી સીધા જ વડતાલ ગયાને શ્રીહરિને ધબોધબ દંડવત કરવા લાગ્યા. બેઉ આંખમાંથી આંસુઓની ધારા સાથે બોલ્યા કે હે પૃભુ તમે મારી ખરા ટાણે રક્ષા કરી..! શ્રીહરિ બોલ્યા કે ‘તમે મને રોજ માનસી પૂજા મા જમાડી ને અમારી ચરણચંપી સેવા કરો છો, તમે અમારા છોવ તો તમારી હુ એકદિવસ તમારી સેવા ન કરી શકુ? અને અમે તો અમારા ભક્તો ના વાસ્તે આ દેહ કાયમ સારુ કરી રાખ્યો છે.’ એમ કહીને નંદુભાઇ ને થાળની પૃસાદી આપીને જમાડ્યા અને ઉંમરેઠ પોતાને ઘેર જવા વળાવ્યા. આમ, શ્રીહરિએ એમના ભક્તની જંગલમાં અંધારામાં ખરા સમયે રક્ષા કરી. - શ્રીસહજાનંદી ભકિતસાગરના પુરુષરત્નો
સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભકતચિતામણી ના પૃકરણ ૧૨૧ની ૩૯મી કડી મા નંદુભાઇ ને ચિંતવતા લખ્યા છેકે… ભક્ત ઉમરેઠે અતિ સારા, પૃેમીજન પૃભુજી ને પ્યારા..! દ્વિજ રૂપરામ નરભેરામ, નંદ નંદલાલ દોય નામ..!!
- શ્રીભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏