દંઢાવ્ય દેશમાં કરજીસણ ગામમાં વખતોભાઇ, નાનાભાઇ, જાદવજીભાઇ, મીઠીબાઇ અને ગોવિંદભાઇ પટેલ વગેરે એકાંતિક ભક્તો હતા.

Gujarati

કરજીસણના ગોવિંદભાઇ પટેલ અને મછીયાવનો રંગોત્સવ

દંઢાવ્ય દેશમાં કરજીસણ ગામમાં વખતોભાઇ, નાનાભાઇ, જાદવજીભાઇ, મીઠીબાઇ અને ગોવિંદભાઇ પટેલ વગેરે એકાંતિક ભક્તો હતા.

શ્રીહરિ એકવખત ફઇબાના ગામ મછીયાવ પધાર્યા હતા. ફઇબાના અતિઆગૃહ ને વશ શ્રીહરિ સહુ સંતો ભક્તો સાથ સાત દિવસ ત્યાં એમના દરબારગઢમાં રોકાયા ને હૂતાશણીનો દિવ્ય રંગોત્સવ કર્યો.

ચોથે દિવસ સાંજ ઢળ્યે અગરોજી અને અમરોજીએ શ્રીહરિને ભાવે કરીને કિનખાબની ડગલી ને સોનેરી સુરવાળ ધરાવ્યો, મસ્તકે કિમતી શેલું બંધાવ્યું ને શાલ ઓઢાડી. બેઉ ભાઇઓ એ આરતિ કરી ને દર્શન કરીને ચરણારવિંદ છાતી ને મસ્તક ઉપર લીધા. સંતો ગોડી બોલ્યા ને સહુ શ્રીહરિને પગે લાગ્યા. શ્રીહરિએ સહુને તાળી વઝાડીને કહ્યું કે આવતીકાલે હુતાશની નો રંગોત્સવ કરીશુ. અમે હિમાલય ને કીધુ છે એટલે કાલે ટાઢ્ય નય પડે.

આ વખતે ગામ કરજીસણ થી પરમભકત ગોવિંદભાઇ પટેલ આવ્યા હતા. એ આ ભક્તો નો દિવ્યલાભ જોઇને બોલ્યા કે હે પૃભુ..! કાલે હૂતાશણી ના ઉત્સવ મા મારી ખાંડના લાડુની રસોઇ કરાવો. બીજે દિવસ હૂતાશણી ના દિવસે ઉત્સવ સારુ મોટા કૂંડ તૈયાર થયા હતા ને અમદાવાદ થી એ સારુ મંગાવેલો રંગ પણ તૈયાર હતો. શ્રીજીમહારાજ દરબારગઢ મા તૈયાર મેડા ઉપર કેડ્ય બાંધીને રંગે રમવા તૈયાર થયા. ગુલાલના ગોટા ભરેલ દસ છાબ ભરેલા થાળ આવ્યા એટલે શ્રીહરિ સહુ સંતો ભક્તો ઉપર રંગની મુઠીઓ ભરી ભરીને મારવા લાગ્યા. સહુ પરસ્પર રંગે રમતા આકાશ મા રંગના કલર કલર ના ગોટે-ગોટા ઉડવા લાગ્યા. ઘણીય વાર સહુ હેતે રમ્યા પછે કેસૂડા અને ગુલાલની બવ રમઝટ કરી. દરબારગઢમા પુર્ણ પુરુષોતમનારાયણ ને સૌ સાથે રંગોત્સવ રમતા જોઇને એમના દર્શન કરવા આકાશ મા દેવતાઓ પણ વિમાનો લઇને દર્શન કરવા આવ્યા ને દુંદુભિ વગાડવા લાગ્યા. ઘણા સમય સુધી સહુ રમ્યા પછે શ્રીહરિ સહુ સાથે તળાવે નહાવા પધાર્યા. નાહીને કોરા વસ્ત્રો પહેરીને ઉતારે પધાર્યા એટલે ગોવિંદભાઇ બોલ્યા કે હે મહારાજ..! થાળ તૈયાર થયા છે તો જમવા પધારો. શ્રીહરિ બાજોઠે જમવા બેઠા એટલે ચાર પૃકારના ભોજનને અન્નકૂટ ની જેમ ધરાવ્યો. શ્રીહરિ જમતા જાય ને વખાણ કરતા વાતો કરતા જાય કે આ ગોવિદભાઇ એ એમનુ સર્વસ્વ ભગવાનને સંતોના અર્થે કરી રાખ્યું છે. કરજીસણમાં અમે એમના ઘરે ચૌદ વખત સમૈયા કર્યા છે પણ એમની શ્રદ્ધા નિત્યનવી જ રહે છે. શ્રીહરિ ઘણું જમ્યા ને ચળું કરીને સંતોની પંકિતએ પીરસવા પધાર્યા ને ‘લયો લાડુ…. મહાપુરુષો લયો કોઇ લાડું’ એમ કહીને સાત વખત પંગત મા પીરસ્યું. શ્રીહરિ પીરસીને હાથ ધોઇને ઢોલીયે બેઠા એટલે ગોવિદભાઇએ ભાવે કરીને પુજન કર્યું ને મોંઘા મોંઘા વસ્ત્ર-ઘરેણા ધરાવ્યા ને મસ્તક અને છાતીમાં ચરણારવિંદ લીધા. શ્રીહરિ રાજી થઇને ગોવિદભાઇ ઉપર બે હાથ મુકયા. -કચ્છલીલા અધ્યાય ૭૦

સદગુરુ નિષકુળાનંદ સ્વામીએ શ્રીભક્ત ચિંતામણી પ્રકરણ ૧૧૯ની કડી ૬૮-૬૯માં આ કરજીસણ ગામના મુકતરાજ શ્રીગોવિંદભાઇ પટેલ ને ચિંતવતા લખ્યું છે કે…

કણબી ભક્ત છે ભવાનીદાસ, તજી કસળજીએ જુઠી આશ..! ગોવિદજી જાદવજીભાઇ, બાઇઓમાં છે મીઠીબાઇ બાઇ..!! દ્વિજભકત મોટા નાનોભાઇ, જેની કહી ન જાય મોટાઇ..! ક્ષત્રીભકત છે વખતોભાઇ, એહ ભક્ત કરજીસણમાંઇ..!!

  • શ્રીભક્તચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏