ભાલપૃદેશના ધંધુકા પાહેના ખરડ ગામે સદગુરુ રામાનંદ સ્વામી ના વિચરણ સમય થી સત્સંગ થયેલો.

Gujarati

શાસ્ત્રી ધર્મતનયદાસજી (કુંવર હઠીસીહ) અને સત્સંગ સેવા

ભાલપૃદેશના ધંધુકા પાહેના ખરડ ગામે સદગુરુ રામાનંદ સ્વામી ના વિચરણ સમય થી સત્સંગ થયેલો. ધોલેરામાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને સદગુરુ અદભૂતાનંદ સ્વામી મંદિરે રહ્યા થકા ભાલના ગામડાઓમા વિચરણ કરીને સત્સંગ નુ ખુબ પોષણ કરેલ. ખરડ ગામના રાજવી પરિવાર મા સંવત ૧૯૦૩ ને અષાઢ સુદ બીજના દિવસે મુકતાતમા એવા કુંવર હઠીંસીહનો જન્મ થયો. કુંવર હઠીસીહ પોતે નાનપણથી જ પુજાપાઠ, દેવદર્શન ને સત્સંગ ના રંગોથી રંગાયેલ હતા. ખરડ ગામના ભક્તો વારાફરતી ધોલેરા મંદિરે સેવા કે દર્શન-કથાવારતા કરવા જતા ત્યારે આ કુંવર હઠીસીહ પણ નાનપણ થી જતા આવતા. તેઓ ધોલેરા મંદિરે દોડી દોડીને ખુબ સેવા કરીને સૌને રાજી કરતા. સદગુરુ અદભૂતાનંદ સ્વામીની કૃપાદ્રષ્ટિ થતા કુંવર હઠીસીહ ના પુરવ ના સંસ્કારો જાગી ઉઠ્યા. એકદિવસ પોતે સ્વામી ને કહ્યું કે મારે હવે ઘરે જવુ નથી, મને સાધુ થવાની ઇચ્છા છે. અદભૂતાનંદ સ્વામીએ માથે હાથ મુક્તા બોલ્યા કે કુંવર હઠીસીહ તમારો સંકલ્પ શ્રીહરિ ચોક્કસ પુરો કરશે. એમ કહીને રાજી થતા થકા આશીર્વાદ દીધા. એ સમયે હઠીસીહ ધોલેરા મંદિરે દેવની સેવા કરવા રોકાયા, થોડા દિવસે એમના પીતાજી એમને તેડવા આવ્યા ત્યારે સ્વામી એ એમનુ સન્માન કરીને બેસારયા ને કહ્યું કે તમારા દિકરા હઠીસીહ તો પુરવ જન્મ ના કોઇ મુક્ત છે ને એમને સાધુ થવું છે તો તમે સંમતિ આપો તો એને સાધુ કરીએ..! આ સાંભળીને દરબારશ્રી બોલ્યા કે સ્વામી હજુ તો હઠી નાનો છે એટલે એને ત્યાગી જીવન કેટલું કઠણ છે એની કબર નો હોય..! એને તમારા સાથે હેત છે પણ એની બાલ્યાવસ્થા છે એટલે હાલ ઘરે સંસાર મા રહે તો સારુ..! એમ કહીને સમજાવીને નાના એવા હઠીસીહ ને ઘરે તેડી ગયા.

આવી રીતે બે ત્રણ વરહ સુધી ચાલ્યું પણ હઠીસીહ કહે કે મારે તો સાધુ થવું જ છે, છેવટે એમના પીતાજીએ રજા દીધી. અદભૂતાનંદ સ્વામી કહે હઠીભગત તમને આહી નજીક મા સત્સંગનુ સુખ નહી આવે એટલે તમે થોડાક આઘેરાક જુનાગઢ ગુણાતિતાનંદ સ્વામી પાસે રહેશો તો તયા તમને સત્સંગ નુ સુખ આવશે. એમ કહીને એમને જુનાગઢ સ્વામી પાસે મોકલ્યા. હઠીસીહ સંવત ૧૯૧૭થી પાર્ષદ દીક્ષા લઇને દેવની સેવામાં જુનાગઢ રહ્યા. સ્વામીની અનુવૃત્તિ મા રહીને સંવત ૧૯૧૭ થી ૧૯૨૩ સુધી ખુબ રાજી કર્યા. પોતાને યાદશકિત સારી હોવાથી ‘નવલ સ્નેહી નાથજી જીરે’ અને ‘આજ મારે ઓરડે રે’ સ્વામીને રાજી કરવા દરરોજ પોતે ઉચ્ચે સ્વરે ઘેરા રાગે સભામા શ્રીહરિને યાદ કરીને ગાતા, સ્વામીએ એમની મેધાવી યાદશક્તિ જોઇને અચિંત્યાનંદ બૃહ્મચારી પાસે લઇ ગયા ને ખાસ ભલામણ કરીને એમને સંસ્કૃત ભણાવવા રાખયા. આ ઉપરાંત પાર્ષદ હઠીસીહ દિવસના સમયે મંદિરે સંતોની મેડીના ચણતર મા દોડી દોડીને નિરમાનીપણે સેવા કરતા ને ચૂનાના ને કપચાના તગારાઓ ઉપાડતા. પોતે રાજવી કુંવર હતા છતા નાના મોટા સહુ સંતો-ભક્તો પાસે દિનભાવે વર્તતા. સંવત ૧૯૨૩ ના આસો સુદ બારસના દિવસે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીએ એમનો હાથ પકડીને ઠાકોરજીની પૃદક્ષિણા કરતા કરતા કહ્યું કે ભગત, અમે ન હોઇ ત્યારે તમે બાલમુકુંદદાસ સ્વામી હારે રેજો, અમે એને ભલામણ કરી છે એ તમને સાધુદિક્ષા અપાવશે. સ્વામી થોડે સમયે ધામમાં ગયા ને પોતે પોતાનું શેષજીવન સદગુરુ બાલમુકુંદદાસ સ્વામીના મંડળ મા રહ્યા. સંવત ૧૯૨૪ મા પાર્ષદ હઠીસીહજી પોતાના વિદ્યાગુરુ અચિંત્યાનંદ બૃહ્મચારીજી અને બાલમુકુંદદાસ સ્વામી હારે હરિનવમીનો સમૈયો કરવા વડતાલ આવ્યા. પાર્ષદ હઠીસીહજીએ એ સમયે બાલમુંકુંદદાસ સ્વામીને પોતે સાધુ થવાની ઇચ્છા કહી. આચાર્ય શ્રી ભગવતપૃસાદજી મહારાજે એ વખતે એમને ભાગવતી દિક્ષા આપીને ‘શાસ્ત્રી ધર્મતનયદાસજી’ એવું નામ પાડ્યું. પોતાના સ્વાધ્યાય પુસ્તકો મા સ્વામી ગુરુ ગુણાતિતાનંદ શીષ્ય સાધુ ધર્મતનયદાસ એવું લખતા. પોતાના દિક્ષાગુરુ બાલમુકુંદદાસ સ્વામીને પણ પોતે શેષજીવન ગુરુપદે જ માની ને આજ્ઞામાં જ વર્તતા. શાસ્ત્રી ધર્મતનય સ્વામી સંવત ૧૯૬૮ ને આસો વદ અગીયારસ ના દિવસે ગોંડલ મા સહુને અગાઉથી કહીને શ્રીહરિ અને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી ને સર્વે સંતો મને તેડવા આવ્યા છે એમ કહીને સહુને ‘જય શ્રી સ્વામિનારાયણ’ કહીને અક્ષરધામ સીધાવ્યા. હાલ પણ જુનાગઢ શ્રી સ્વામીનારાયણ મંદિરમા સ્વામીની શીષ્ય પરંપરા ના સંતો છે.

  • સોરઠી સંતોમાંથી….

🙇🏻‍♂️🙏