કુશળકુંવરબાં ના આમંત્રણે શ્રીહરિ ગઢપુર થી ધરમપુર જવા નીકળ્યા. સૌ સંતો ભક્તોના સંગ સાથે ગઢપુર થી નીસર્યા તે રસ્તામાં બોટાદ પાસેના ગામ નીંગાળા માં પોતાના અંગભૂત સેવક મીયાંજી ને ઘરે પધાર્યા.
Gujarati
નીંગાળાના મીયાંજી અને શ્રીજી મહારાજ
કુશળકુંવરબાં ના આમંત્રણે શ્રીહરિ ગઢપુર થી ધરમપુર જવા નીકળ્યા. સૌ સંતો ભક્તોના સંગ સાથે ગઢપુર થી નીસર્યા તે રસ્તામાં બોટાદ પાસેના ગામ નીંગાળા માં પોતાના અંગભૂત સેવક ને શ્રીહરિ વારે વારે સૌને કહેતા કે ‘આ દરબારગઢના ઘરધણી તો રતનજીને મીયાજી છે’, એવા મીયાંજી ને ઘરે પધાર્યા. શ્રીહરિએ એમના ઘરની વંડી બહારથી બજારમા ઉભા ઉભા જ સાદ કર્યો એટલે મીયાજી દોડતા આવ્યા ને શ્રીહરિને દંડવત કર્યા. શ્રીહરિ તો તયા જ એમને ભેટી પડ્યા. સહુને પોતાના ઘરે લઇ જઇને ઓસરી મા ખાટલે નવી ધડકીઓ ને તકીયો પાથરીને શ્રીહરિને બીરાજમાન કર્યા. મીયાજીએ સહુને જળપાન કરાવયુ ને શ્રીહરિના ગૌર કપોળમાં ચાંદલો કરીને નાળીયેર વગેરે થી પુજન કર્યું. શ્રીહરિએ મીયાજીના કુશળ સમાચાર પુછયા ને તયા બીરાજતા થકા જ અડધી હિન્દી ને અડધી ગુજરાતીમાં પત્ર લખી આપ્યો કે…
સંવત ૧૮ સે ૭૨ને માગશર સુદ ૧ને દીન મીયાજી રતનજીએ અમારી પધરામણી કરી છે. તેનો મહીમનનો શ્રીસહજાનંદજી તથા દાદાખાચર, સાધુ, બૃહ્મચારી અને સત્સંગી સરવે અમારા સેવકોની સભા થઇ છે. ધૂન કરી છે. અમોઇ પૃસાદી ચરણ પગલા પાડી આપા છે. મીયાજી મુસલમાન પણ અમારે સરવે સરખા છે. કોઇ હિંદુ કે મુસલમાન જાનતા નથી. સર્વે પ્રાની સરખા છે. મીયાજીએ અમને ઓલખા આપી છે એટલે મારા દાસ સેવક મીયાજીને અમારા વસન પગ વીગેરે પૃસાદી આપી છે. આ મઇમા જે કોઇ વાંચસે અથવા દરસન કરસેં તો તે પૃાનીને અમે અક્ષરધામમે તેડી જાસેં. હમેસ દરસન કરસેં તો તે અમારા તેજમાં જ મલસેં.
- લી. શ્રી સહજાનંદજી
આમ, શ્રીહરિએ મીયાજીના ઘરે પધારીને મુસ્લિમ હોવા છતાં તેમના પ્રત્યેના પ્રેમને સ્વીકાર્યો અને તેમને અક્ષરધામનું વચન આપ્યું.
- ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી….
🙇🏻♂️🙏