શ્રીજીમહારાજ એકવખત સંઘમા સહુ સંતોભકતો સાથે ગામ ગૂડેલમાં દરબાર જીભાઇની ઘરે પધાર્યા. જીભાઇએ શ્રીહરિને પોતાની મેડી ઉપર ઉતારો કરાવ્યો.

Gujarati

ગૂડેલના જીભાઇ અને સત્સંગ પક્ષ

શ્રીજીમહારાજ એકવખત સંઘમા સહુ સંતોભકતો સાથે ગામ ગૂડેલમાં દરબાર જીભાઇની ઘરે પધાર્યા. જીભાઇએ શ્રીહરિને પોતાની મેડી ઉપર ઉતારો કરાવ્યો. ગામના સહુ અબાલ-વૃદ્ધ શ્રીહરિના દર્શન પામીને ધન્ય થયા. ગામમાં એક કણબીની પૃેમી બાઇ હતી એમને શ્રીહરિને જમાડવાનો કોડ જાગ્યો. પોતે હોંશે હોંશે શ્રીજીમહારાજને કહ્યું કે હે મહારાજ…! આજ તમે મારી રસોઇ લયો, મારે તમને થાળ કરીને જમાડવા છે ને સંતો ભકતોને પણ જમાડવા છે.

શ્રીહરિએ હા કહી એટલે એમણે બૃહમચારી પાહે પોતાના ઘરે રસોઇ કરાવીને શ્રીજીમહારાજને જમવા બેસાર્યા. શ્રીહરિ જમી રહ્યા એટલે સહુ સંતો-ભકતોને પણ પંગતે પીરસીને શ્રીહરિ એ આગૃહ કરી કરીને જમાડ્યા.

શ્રીજીમહારાજ પીરસી રહ્યા એટલે હાથ ધોઇને ઓસરીમા ઢોલીયે બેઠા. એ કણબીની બાઇએ શ્રીહરિના ચરણે એકસો રુપીયા રોકડા ધર્યા અને પુજા કરી ઓવારણા લીધા. શ્રીહરિ ઘણા રાજી થયા અને જીભાઇને એ બાઇની સંભાળ રાખવાની ભલામણ કરી. બપોર પછી શ્રીહરિ સહુ સાથે ગૂડેલથી ચાલ્યા ને ગામ કમીયાળે ગયા.

થોડેક સમય વિત્યે ગામમાં એ બાઇને ઘેર ધાડ પડી તે જીભાઇને શ્રીહરિના ભલામણના શબ્દો યાદ આવ્યા તે હથીયાર લઇને વારે ચડ્યા. ધાડપાડુ હારેની લડાઇ મા અઢાર ધાડપાડુને જીભાઇએ ગામ બહાર તગેડી મુકયા પણ એક ચોર ગામમાં પછીત આડો સંતાઇ ને ઉભો હતો એણે પાછળ થી ઘા કરતા જીભાઇ જખમી થયા ને મુર્છીત થઇ ગયા.

એમને દેહ મુકવા ટાણુ થયું ત્યારે શ્રીહરિ પોતાના ભક્ત નો પક્ષ રાખ્યા સારુ વિમાન લઇને અંતકાળે તેડવા આવ્યા. જીભાઇએ સહુને કહ્યું કે મને શ્રીહરિ પોતાના ઘામમાં તેડી જાવા સારુ સર્વે મુક્તો સાથે આવ્યા છે ને હુ અક્ષરધામમા જાઉં છુ એમ કહીને સહુને સત્સંગ રાખજો એમ કહીને ‘જય સ્વામિનારાયણ’ કહીને દેહ મેલ્યો.

આમ, સત્સંગ નો પક્ષ રાખ્યા સારુ શ્રીહરિ પોતાના ભક્ત જીભાઇને પોતાના અક્ષરધામમાં તેડી ગયા.

  • સદગુરુ શ્રી ભૂમાનંદ સ્વામીની વાતોમાંથી… 🙇🏻‍♂️🙏