ઝીણાભાઇના ગામ પંચાળામાં મકનભાઈ ઠક્કર(કોટક-લોહાણા) નામે શ્રીહરિને વીશે અતિમહીમા વાળા પૃેમી હરિભક્ત હતા.
Gujarati
પંચાળાના મકન ઠક્કર અને શ્રીજી મહારાજનો રાસ
ઝીણાભાઇના ગામ પંચાળામાં મકનભાઈ ઠક્કર(કોટક-લોહાણા) નામે શ્રીહરિને વીશે અતિમહીમા વાળા પૃેમી હરિભક્ત હતા. પોતે આર્થિક રીતે ખુબ જ ગરીબ સ્થિતિમાં હતા, પરંતુ જયારે જયારે શ્રીજીમહારાજ કે સંતો પંચાળા પધારે ત્યારે ખુબ ભાવથી તન-મનથી સેવા કરતા. એક વખત શ્રીજીમહારાજ પંચાળા પધાર્યા હતા. એ વખતે પોતે તો હરખભર્યા દોડી દોડીને શ્રીહરિને સંતોની સેવામાં લાગી ગયા. કોઇ હરિભક્તે શ્રીહરિના ચરણે મોંઘા વસ્ત્રો ને રોકડા રુપીયા ભરેલો થાળ મુકયો તે શ્રીહરિએ એમને તેમની ગરીબ સ્થિતિ અને ફાટેલા વસ્ત્રો જોઈને નવા વસ્ત્રો આપ્યા, અને રોકડા રૂપિયાનો ખોબો ભરીને આપીને તેમનું દારિદ્ર દૂર કર્યુ હતું.
પછી આવ્યો દૂર્બળ એક દાસ, અકિંચન નહી વસ્ત્ર પાસ..! તેને આપ્યા અંબર કરાવી, વળી મૂઠડી મોરે ભરાવી..! કાપ્યું દારિદ્ર એમ જનનું, હતું દુખ જે બહુ દનનું..!
- ભકતચિંતામણી પ્રકરણ ૭૫ કડી ૧૭
જયારે શ્રીજીમહારાજે પંચાળામાં અવિસ્મરણિય અને અદભુત રાસોત્સવ કર્યો, ત્યારે આ ભકતરાજ મકન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને મહારાજને ચરણે પૃેમથી ઝીણા ઘૂઘરા બાંધ્યા હતા. એ વખતે પંચાળની એ કઠણ ભોમમાં સંતો વચ્ચેઠેસ લઇને સર્વેશ્વર શ્રીહરિ સહુ સાથે રાસ રમતા હતા. આકાશમાં દેવતાઓ પણ એ મધુર ધ્વનિ સાંભળવા ને દિવ્ય દર્શન કરવા પધાર્યા હતા.
સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ તેથી ગાયું છે કે… છેલો ઠમકે માંડે પાવ ઠાવકા રે, વાજે ઘુઘરડીનો ઘેર..! કહી શોભા ન જાય પ્યારા કા’નની રે
ગરીબ સ્થિતિના મકનભાઈ ઠક્કરે પાંચાળમાં સર્વે સંતો ભક્તોની દેહથી સેવા કરીને અને રાસોત્સવ સમયે મહારાજના ચરણે ઘૂઘરા બાંધવાથી રાજીપો મેળવ્યો. સદગુરુ અદભૂતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોમાં વાત નંબર ૧૬૨ મા લખ્યું છે કે આ દિવસે પંચાળા મા શ્રીહરિએ દિવ્ય રાસોત્સવ માં મોડે સુધી રાસ લીધો હતો ને એ વખતે બૃહમાનંદ સ્વામી, પૃેમાનંદ સ્વામી અને પૃજ્ઞાનંદ સ્વામી એ વગેરે એ ગરબીઓ ગવરાવી હતી. હાલ મકન ઠક્કરના વંશજો કાલસારી ગામે ( જિલ્લો જૂનાગઢ, તાલુકો વિસાવદર) વસ્યા છે. હાલમાં તેમના વંશજો વહેવારે ખુબ જ સુખી છે અને ખુબ સારો સત્સંગ રાખે છે.
સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણિના પ્રકરણ ૧૧૩ ની કડી ૨૪ મા આ પંચાળાના મકન ઠક્કર ને ચિંતવતા લખ્યું છે કે… ઓઝો રાઘવ ગોપાળદાસ, ભજી હરિ તજી જગઆશ..! ઠક્કર ઉકો મકન જેરામ, એહાદિ તે પંચાળે ગામ..!!
- શ્રીભકતચિતામણિના મુકતોના ચિંતનમાં થી…
🙇🏻♂️🙏