ગામ તરધરી-દેવળીયા નામે સુરેન્દ્રનગરથી અંતર ૬૪ કિમિ ના અંતરે થાનગઢ નજીક આવેલું છે. આ દેવળીયા ગામના ચાર ભક્તો ગઢપુર શ્રીજીમહારાજના દર્શને જતા હતા.
Gujarati
દેવળીયાના ભક્તો અને સાંખની કેરીઓ
ગામ તરધરી-દેવળીયા નામે સુરેન્દ્રનગરથી અંતર ૬૪ કિમિ ના અંતરે થાનગઢ નજીક આવેલું છે. આ દેવળીયા ગામના ચાર ભક્તો ગઢપુર શ્રીજીમહારાજના દર્શને જતા હતા. રસ્તામાં ચાલતા ચાલતા એક ગામની સીમમાંથી પસાર થતા હતા ત્યારે કેડાના કાંઠે એક પટેલ ખેડુંની વાડીમાં આંબાના ઝાડ પર સરસ સાંખની પાકેલી કેરીઓ જોઈ. આ ભક્તોને મનમાં તે કેરીઓ શ્રીજીમહારાજ માટે લઇ જવાની ઈચ્છા થઇ. શ્રીહરિએ આજ્ઞાએ જ વર્તતા દેવળીયા ગામના આ ભક્તોએ વાડીના માલિક ખેડું પાસે જઇને આ આંબાની સારી સારી કેરીઓ વેચાતી આપવા માંગણી કરી, વાડીના માલિક પટેલે પૂછ્યું કે તમારે આ કેરીઓ કોની હારુ જોઇ છ? એટલે આ ભક્તોએ કહ્યું કે અમે તો અમારા ઇષ્ટદેવ પૃગટ પુરુષોતમનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ગઢડા જાઇએ છીએ, તો સ્વામિનારાયણ ભગવાનને આપવી છે, એમ કહ્યું, તે વાડીવાળા પટેલના ઘણા સગાઓ પણ સત્સંગીઓ હતા, પરંતુ તે હજુ સંજોગવશાત્ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી નહોતા થયા, તેમને ખબર પડી કે આ સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે અને કેરીઓ ભગવાનના માટે વેચાતી લેવાની માંગણી કરે છે. ખેડુ પટેલે રાજી થઈને સારી સારી ઘણી સાંખની કેરીઓ આંબા ઉપરથી વેડીને પ્રેમથી એક ટોપલો ભરીને આપી !
પટેલે દેવળિયાના ભક્તોને કહ્યું કે આ કેરીઓ સ્વામિનારાયણ ભગવાનને આપજો, એ તો ભગવાન છે, તેને આપવાની વસ્તુના તે કાંઈ મૂલ લેવાય ? ભક્તો એ પૈસા આપવા કહ્યું પણ પટેલ બોલ્યા કે આ બધુ ભગવાન નુ દીધેલું જ છે ને..! એનુ મુલ હુ લઉ તો હુ નગુણો કહેવાઉ ને..! તમે મારાવતિ પૃભુને ધરજો. આમ કહીને તેણે કેરીઓનું કાંઈ મૂલ્ય ન લીધું !
દેવળિયાના ભક્તો એ ખેડુએ નિષ્કામભાવે આપેલ કેરીનો ટોપલો લઇને ગઢડા જઈને દરબારગઢમા શ્રીજીમહારાજને ચરણે મુક્યો. સહુએ દંડવતપૃણામ કર્યા ને શ્રીહરિ સન્મુખ બેઠા. શ્રીજીમહારાજ તો આવી સરસ સાંખની પાકેલી કેરીઓ જોઈને ખુબ રાજી થયા. અંતર્યામી શ્રીહરિ પણ એક એક કેરીને હાથમા લઇને જોતા જાય ને વખાણતાં જાય.
ત્યારે દેવળીયાના ભક્તોએ એ કેરીઓ આપનાર વાડીવાળા પટેલની વાત કરી કહ્યું કે તે વાડીવાળા પટેલે આ કેરીઓ આપના થાળ સારુ આપવાની છે ને એનું કાય મૂલ્ય પણ નથી લીધુ, એણે ભાવથી ખુબ પ્રેમથી સારી સારી સાંખની કેરીઓ ગોતીને આપી છે.
શ્રીજીમહારાજ ઢોલીયે બેસતા થકા બહુ રાજી થયા અને કહ્યું કે તો તો અમારે એ આંબાનું અને કેરીઓ આપનાર પટેલનું કલ્યાણ કરવું જોશે, એ આંબો અને તેનો ધણી છ મહિનામાં દેહ મેલી દેશે અને સત્સંગમાં જન્મ લેશે, સત્સંગના જોગથી ભજન કરીને અમારા ધામને પામશે.
બપોર થતા મુળજીબ્રહ્મચારીએ થાળમાં મહારાજને એ કેરીઓનો રસ પીરસ્યો. શ્રીહરિ રસ રોટલી જમતા જાય ને વખાણતા જાય, દેવળિયાના ભક્તો પણ સહુ સાથે થાળ જમતા શ્રીહરિના દુર્લભ દર્શન કરવા આઘેરા બેઠા હતા. મહારાજે સહુ ને થાળની પ્રસાદી આપી તો સહુ દેવોને દુર્લભ પૃસાદ પામીને ધન્ય થયા.
વરહ વિત્યે આ દેવળીયા ગામના ભક્તો વળી ફરીને સમૈયે દર્શન કરવા ગઢડે જતા હતા એ ગામની સીમમાંથી નીસર્યા ત્યારે ત્યાં જોયું તો એ વાડીનો આંબો સુકાઈ ગયો હતો ને વાડીમાં જઇને તપાસ કરી તો જાણવા મળ્યું કે કેરીઓ આપનાર એ મુમુક્ષુ પટેલ પણ થોડા સમય પહેલા જ કોઈ પ્રકારની દેહપીડા પામ્યા વિના જ અક્ષરનિવાસી થયા હતા, આમ શ્રીહરિ અને એના ભક્તોના જોગમા આવ્યે એ ખેડું ને આંબાના વૃક્ષ નું પણ કલ્યાણ થયું.
શ્રીહરિચરિત્ર ચિંતામણિ ભાગ ૧ વાત ૩૦૨ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ દેવળિયા ગામના ભક્તોનું શ્રીભક્તચિંતામણી ગ્રંથમાં પૃકરણ ૧૧૭ કડી ૨૨મા આ ચિંતવન કરતા લખે છે કે…. ક્ષત્રિ હરિજન હઠીભાઇ, રુડા જન એક રુડીબાઇ..! શા વેલજીભગત સુંદર, કણબી ગણેશ નાનજી ઠક્કર..! સોની ભક્ત ઠાકરશી નામ, એહાદિ જન દેવળીયે ગામ..!
શ્રી ભકતચિતામણી ના મુકતોના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏