પૃભુ નિલકંઠ વર્ણી અને સદગુરુ રામાનંદ સ્વામીના પૃથમ મિલનનું મહાપૃસાદી સ્થાન એવું ગામ પીપલાણા ઓઝત નદીના કાઠે આવેલું છે.
Gujarati
પીપલાણા મંદિરનું નિર્માણ અને બાલમુકુંદદાસ સ્વામી
પૃભુ નિલકંઠ વર્ણી અને સદગુરુ રામાનંદ સ્વામીના પૃથમ મિલનનું મહાપૃસાદી સ્થાન એવું ગામ પીપલાણા ઓઝત નદીના કાઠે આવેલું છે. પીપલાણા ગામમાં આ પૃસાદીભૂત સ્થાને સદગુરુ બાલમુકુંદ દાસ સ્વામી હરિમંદિર કરાવતા હતા. સંતોનુ મંડળ હરિભક્તો સાથે એક નાનું એવું છાપરું કરી તયા રહીને ચણતર સેવાને સાંજ સવાર સહુને કથા-વાર્તા વગેરે કરીને સત્સંગ કરાવતા હતા. બાલમુકુંદદાસ સ્વામી પણ પોતે ત્યાજ સંતો હારે હતા.
આ સમયે સુરતના રહીશ ને ન્યાયખાતામાં મુનસફ તરીકે મોટાપદે નોકરી કરતા એવા હરિભક્ત શ્રીમનસુખભાઇ ચોકસી પોતાની નોકરીમાંથી ઉનાળામાં રજા લઇને યાત્રા કરતા ને મંદિરોમાં દર્શન કરતા કરતા જુનાગઢ આવ્યા. મનસુખભાઇએ મંદિરે શ્રીરાધારમણ દેવના ભાવથી દર્શન કર્યાને સંતોની જાયગામા નારાયણદાસ સ્વામીને દંડવત પૃણામ કર્યા ને સદગુરુ બાલમુકુંદદાસ સ્વામીના દર્શન ની ઇચ્છા કહી. નારાયણદાસ સ્વામી એ તુરંત જ માણસ મોકલી ને સ્વામીને તેડાવતા બાલમુકુંદદાસ સ્વામી બીજે દિવસે આવ્યા. મનસુખભાઇ સ્વામીને હેતે મળ્યા ને દંડવત કર્યા. સ્વામી કહે કે મનસુખભાઇ આહી સુધી દર્શને આવ્યા છોવ તો બે ચાર વધુ રોકાવ ને શ્રીહરિના સોરઠના પૃસાદીના સ્થાનોની પંચતિર્થી પણ કરો. મનસુખભાઇ કહે કે સ્વામી, રજાના દિવસો થોડા રહ્યા છે પણ તમ જેવા મહાપુરુષ કહો છો તો લોએજ-માંગરોળ સુધીતો દર્શન કરવા આવીએ જ..!
મનસુખભાઇ સ્વામી સાથે ચાલ્યા ને પીપલાણા આવ્યા ને ત્યાં ગામમાં જયા-જયા શ્રીહરિ પધાર્યા હતા એ પૃસાદીના સ્થાનોના દર્શન કરીને સંતોના છાપરામાં સંતોએ રાખેલ ચિત્રપૃતિમાના દરશન કરીને બાલમુકુંદદાસ સ્વામી સાથે ત્યાં બેઠા, સ્વામીએ શ્રીહરિના અપાર મહીમાની વાતો કરી.
થોડીવાર થઇ ત્યાતો તડકો ચડ્યો ને છાપરું પણ નાનું એવું ને માથે પતરા હોવાથી બવ ગરમી થાવા લાગી, પોતે તો પરસેવે રેબઝેબ થય ગયા. માંખી-મચ્છર વગેરે નો ખુબ ત્રાસ જોઇને મનસુખભાઇ સ્વામીને અરજ કરતા બોલ્યા કે… સ્વામી, આયા છાપરામાં આટલી બધી ગરમી છે ને આ સાવ ખુલ્લી જગયા માખી-મચ્છર નો પણ બવ ત્રાસ છે તો હાલ નવું મંદિર બંધાય ત્યાં સુધી ગામમાં કોઇનુ મકાન ભાડે રાખી લઇએ એટલે સંતો સહુ તયા રહે, જે કાય મકાનભાડા વગેરેનો ખર્ચો થાહે એ હુ આપીશ. તમે પણ શરીરે વૃદ્ધ થયા છોવ તો હવે બાંધકામમાં તમે શરીર સેવા કરવા કરતા સંતો કોઇ મજૂરોને જ બોલાવો, બધો ખર્ચ પણ હુ જ આપીશ.
મનસુખભાઇની વાત સાંભળીને બાલમુકુંદદાસ સ્વામી બોલ્યા કે શ્રીહરિ અને ગુરુદેવ રામાનંદ સ્વામીની પૃથમ મિલનની આ પવિત્ર જગ્યા છે, સહજાનંદ સ્વામી નામ પણ આહી જ પાડ્યું છે, આહી તો જેટલું શરીર ઘસીએ એટલું ઓછું..! સૌ સંતો-ભક્તો આહી પોતે શરીર થી સેવા કરીને શ્રીહરિને રાજી કરે છે. મારાથી થાય એટલું તો મારે પણ કરવું જ જોઇએ. તમ જેવા ભક્તો પોતાની પરસેવાની કમાણીનું દ્રવ્ય હરિમંદિર કરવા આપે છે તો તન-મનથી જે સેવા કરીએ એજ ભકિત કરી કહેવાય. વળી શારિરીક શ્રમથી હરિમંદિરો કરવાથી શ્રીહરિ ઘણા ઘણા રાજી થાય છે. અમે એમ મહીમાં સમજીને જ સૌ પાહે સેવા કરાવીએ છીએ.
સ્વામીના આવા સત્સંગ સારુ અતિમહિમાભર્યા વચનો સાંભળીને મુનસફ સાહેબશ્રી મનસુખભાઇ ચોકસીને ઘણો ઘણો અહોભાવ થયો. પોતે ઉભા થઇને સ્વામીને તયા દંડવત જ કરવા લાગ્યા.
- સોરઠી સંતોમાંથી…
🙇🏻♂️🙏