ગામ હળવદમાં અમરશીભાઇ ખત્રી નામે સત્સંગની ખુમારી વાળા પ્રેમીભક્ત હતા. અમરશીભાઇ પોતાના વહેવારે ખુબ સુખી હતા.

Gujarati

હળવદના અમરશીભાઇ ખત્રી અને સત્સંગની ખુમારી

ગામ હળવદમાં અમરશીભાઇ ખત્રી નામે સત્સંગની ખુમારી વાળા પ્રેમીભક્ત હતા. અમરશીભાઇ પોતાના વહેવારે ખુબ સુખી હતા, તેઓ પોતાના ખર્ચથી અવારનવાર હળવદના ભક્તોના સંઘ સાથે ગઢડા શ્રીજીમહારાજના દર્શને જતા, સૌભક્તો સાથે ગઢડા રોકાઈને અમરશીભાઇ નાની મોટી સર્વે સેવા કરતા, સંતોના આસને આસને જઈને પાસે બેસીને કથા વાર્તા સાંભળતા, ઘણી વખત પોતાની રમુજી વાણી વડે સભામાં મહારાજને રાજી કરતા.

એક વાર હળવદના સૌભક્તોના સંઘ સાથે અમરશીભાઇ ખત્રી ગઢડાથી મહારાજના દર્શન કરીને હળવદ તરફ આવતા હતા, ચાલતા ચાલતા રસ્તામાં કોઈ ગામમાં ચોરે સંઘનો ઉતારો કર્યો, તે ગામના ચોરામાં ભગવાનની કથા થતી હતી, તે સમયે કથા વાંચનારે કહ્યું કે ભગવાનનું ધામ તો બહુ દૂર છે, એ તો બહુ દુર્ગમ છે, પામર જીવની તો શુ ગતિ કે તે ભગવાનના ધામનો પાર પામી શકે કે ભગવાન પાસે જઈ શકે? આ સાંભળીને અમરશીભાઇએ ખુમારી સાથે ઉભા થયા અને કથા સાંભળતા ગામલોકો વચ્ચે પડકારો કરીને પોતાની છાતી ઉપર હાથ ઠબકારીને બોલ્યા “ હું ભગવાન પાસેથી જ જઈને આવું છું જેને કોઈને ભગવાન પાસે જવું હોય તો હાલો એનેય આપડે ભગવાન ભેટાડી દઇ હો! “ સૌ ગામલોકો અને કથાકાર તો એમને જોઇ જ રહ્યા. એમણે તયા ઉભા ઉભા જ કહ્યું કે હુ પૃગટ શ્રીસ્વામિનારાયણ ભગવાનનો આશ્રીત છુ અને મારા જેવા તો હજારો પામર જીવ એમના પૃગટપૃતાપથી હાલતા ચાલતા સમાધી કરીને ભગવાનના ધામોમાં જાય છે અને અંતકાળે પણ ભગવાનના ધામમાં જાઉં છુ એમ અગાઉથી કહીને વાતો કરતા કરતા દેહ છોડે છે. આવી દ્રઢ ખુમારી અને નિશ્ચયવાળી વાતો સાંભળીને સહુ દંગ થઇ ગયા.

એકવાર તેઓ હળવદના સૌભક્તોના સંઘ સાથે ગઢપુર શ્રીહરિના દર્શન કરવા ગયા, સૌએ ઘેલાના પવિત્ર જળમાં સ્નાન કર્યું, દરબારગઢમા પહોંચીને શ્રીજીમહારાજની ભાવે કરીને વારાફરતી સૌએ પૂજા કરી, આ વખતે અમરશીભાઇએ પણ શ્રીજીમહારાજને દંડવત કર્યા ને ગૌર કપોળમાં કુમકુમ નો ચાંદલો કરીને ચરણે ૩૦૦ રૂપિયા મૂક્યા. શ્રીજીમહારાજના ચરણમાં પોતાનું મસ્તક અડાડ્યું ને ધન્ય થયા. એ સમયે અમરશીભાઈની આધેડ ઉમર થવા છતાં તેમને કોઈ સંતાન નહતું એટલે તેઓ પોતાની રમુજી વાણીથી બોલ્યા કે “હે મહારાજ ! આ તમારો ભગત ગળઢો થાશે, ઈ ટાણે એનેય ઉઠતા-બેહતા ટેકો તો જોશે હો ! તમારે ક્યાં જીવડાંની ખોટ છે? એકાદ જીવડું આ તમારા ભગતની ગઢપણમાં સેવા કરવા એની ઢાળું ફંગોળી દ્યો તો તમારે કયાં ખોટ છે”. સૌ વચાળે અમરશીભાઈએ આમ તેની રમુજી વાણીથી કહીને એવું હાથનું એવું લટકું કર્યું કે શ્રીહરિ અને સહુ મોટા મોટા સંતો પણ હસી પડયા! મહારાજ એમના એમના ઉપર ઘણા રાજી થયા ને બે હાથ માથે મેલ્યા. સૌ સંઘમા થોડા દિવસ તયા રોકાયા ને ભજનભકિત કરતા કરતા હળવદ પરત આવ્યા. અમરશીભાઇના પ્રારબ્ધમાં તો સંતાન ન હતા પણ શ્રીજીમહારાજે તેનું પ્રારબ્ધ બદલાવીને તેને પછી સમયજતા ચાર પુત્રો દીધા ! જેના વંશજો હાલ પણ સત્સંગમાં છે. વૃદ્ધાવસ્થા મા એમણે એમના પુત્રો મોટા થતા ઘરવહેવારની તમામ જવાબદારી સોંપી દીધી, પોતે સંપુર્ણપણે સંતસમાગમ તેમજ પૃભુભકિતમાં જોડાઈ ગયા હતા એટલે જ એના માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે “અમરશીએ કર્યો જગ ઝેર“, આવાએ સંસાર મા રહેવા છતા જળકમળવત ભક્ત હતા. શ્રીભક્તચિંતામણી ગ્રંથના પૃકરણ ૧૧૭ની કડી ૨૧મા ચિંતવન કરતા સ્વામીએ એમને લખ્યા છે કે…

સોની ભક્ત નાગર કુબેર, અમરશીયે કર્યો જગઝેર..! એહાદિ બીજા જન અપાર, વસે હળવદ ગામ મોઝાર..!!

  • શ્રી ભકતચિતામણી ના મુકતોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏