એકવખત શ્રીજીમહારાજ લાઠીદડ પાહેના સરવઇ ગામે ગામધણી જીવણા ધાધલના દરબારગઢમાં બીરાજતા હતા. એ સમયે એક સત્સંગી વણિક શેઠ શ્રીહરિ ને ધરાવવા સારુ સાકરના ભરેલા થાળ લાવ્યા.

Gujarati

સરવઇના વણિક શેઠ અને મુળજી બ્રહ્મચારીની સેવા

એકવખત શ્રીજીમહારાજ લાઠીદડ પાહેના સરવઇ ગામે ગામધણી જીવણા ધાધલના દરબારગઢમાં બીરાજતા હતા. એ સમયે એક સત્સંગી વણિક શેઠ શ્રીહરિ ને ધરાવવા સારુ પોતાના માણસો પાસે સાકરના ભરેલા થાળ ઉપડાવી ને લાવ્યા. શ્રીજીમહારાજના ઢોલીયા પાસે સાકરના થાળ મુકીને દંડવત પૃણામ કરીને વણિક શેઠ સન્મુખ બેઠા. શ્રીહરિ તો એમનો ભાવ જોઇને થાળનાંથી સાકરની મુઠી ભરીને જમવા લાગ્યા. આજ સમયે શ્રીહરિના અંગભૂત સેવક મુળજી બૃહમચારી શ્રીહરિને થાળ જમવા બોલાવવા આવ્યા ને એમણે સાકર જમતા જોયા એટલે ભડક્યા ને તુરંત જ ખીજાઇને બોલ્યા કે મે તમારા સારુ થાળની રસોઇ તૈયાર કરી છે ને તમે આહી સાકર જમો છો, તે હવે મારી બનાવેલ રસોઇ પડી રહેશે..!

શ્રીહરિ કહે કે તમે ચિંતા ન કરો, અમે તો તમારો થાળ પણ જમીશું..! આજ તો તમો વાંક મા આવ્યા છો, છતા અમે તમારો ગૂનો ગણતા નથી, ને અમે વાંકમાં નથી છતા તમે અમારા ઉપર વગર વાંકે ખીજાઓ છો.

ત્યારે મુળજી બૃહ્મચારી બે હાથ જોડીને બોલ્યા કે હે પૃભુ, તમને સાકર જમતા ના પાડી એ મારો વાંક ? હવે તમને ફરીથી જો ક્યારેય ના પાંડુ તો મને સેવામાંથી કાઢી મૂકજો. અમે તો મન કર્મથી જે કાય કરીએ છીએ એ તમને રાજી કરવા જ કરીએ છીએ, માટે બીજો કોઇ જે અમારો વાંક હોય એ કહો..!

શ્રીહરિ એ પૃત્યુતર ન દીધો એટલે વળી બૃહ્મચારીજી બોલ્યા કે તમો તો ક્યાંય બંધાવ નહી એવા છો, જેમ એક ધોબીના કુવચને તમે સીતાજીનો ત્યાગ કરી દીધો અને પોતાનું કરુણાસીંધુ નામ તજતા પણ વાર ન લગાડી.

શ્રીહરિ બોલ્યા કે અમે તો અમારા ભક્તના કોટી ગૂના હોય તો પણ માફ કરીએ છીએ, વારંવાર કોઇ અમારા મા દોષ કલ્પે તો પણ અમારા શરણે આવેલા ને અમે તજતા નથી. અમે તો પુર્વે પણ ક્યારેય કોઇના ગૂના સામુ જોયા વગર જ સૌને ફળ આપ્યું છે, અમે કોઇ દીવસ કોઇ ઉધારો રાખતા જ નથી.

શ્રીહરિએ આવા કૃપાવાકયો સાંભળીને બૃહ્મચારીજીએ હાથ જોડીને પૃાર્થના કરી કે હે મહારાજ..! જ્યારે જ્યારે અમારી ભૂલ થાય ત્યારે તમે અમને આમજ કેજો અને અમને અંતકાળ સુધી સુધારતા રેજો.

શ્રીહરિ હસતા હસતા ઉભા થયા ને મુળજી બૃહમચારી સાથે થાળ જમવા પધાર્યા.

  • બૃહ્મના ઉપાસક બૃહ્મચારીઓમાંથી..

🙇🏻‍♂️🙏