જામનગરના અલીયા-મોડા પાસે ગંગાજળા કરીને નાનું એવું ગામ છે. આ ગામમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના શીષ્ય એવા પાલીબાઇ નામે એકાંતિક ભક્ત હતા.

Gujarati

ગંગાજળાના પાલીબાઇ અને રામાનંદ સ્વામીના લાલજી

જામનગરના અલીયા-મોડા પાસે ગંગાજળા કરીને નાનું એવું ગામ છે. આ ગામમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના શીષ્ય એવા પુરવ ના મુમુક્ષુ પાલીબાઇ નામે એકાંતિક ભક્ત હતા. પાલીબાઇ જ્ઞાતિએ રાવળ હતા. પોતે શક્તિપંથી પરીવાર મા જન્મેલા હતા એટલે પરિવારના સભ્યો બધા દેવ-દેવી ભૂત ભૂવા દોરા ધાગા મંત્ર વગેરે મા બહુ માનતા. પાલીબાઇ પોતે બહુ સાત્વિક હતા એટલે એમને એ બધુય ગમતું નહી. પોતે ગામમાં કાયમ સાધુ સંન્યાસી કે અભ્યાગત આવે તો એમને ભેખમા ભગવાન જાણીને કાયમ ભાવે કરીને જમાડતા.

સદગુરુ રામાનંદ સ્વામી એકવખત વિચરણ કરતા કરતા ગંગાજળા ગામના ચોરે પધાર્યા હતા. ગામના સહુ ભેળા દર્શન કરવા ને સ્વામીની કથા સાંભળવા પાલીબાઇ પણ આવ્યા. રામાનંદ સ્વામી ના દર્શન કરતા જ પોતાનું પુરવનું પુણ્ય જાણે પૃગટી ગયું ને સ્વામીને ગુરુ તરીકે સ્વીકારી ને પોતે આશ્રિત થયા. પોતે સત્સંગી થતા પોતાના ઘરના આહાર-વ્યવહાર શુદ્ધ થયા ને પોતે કુટુંબના કુરીવાજો છોડીને સદાચારપુર્વક જીવન જીવવા મંડયા. પોતાના કુટુંબ મા દેવ-દેવીઓને પશુ-પક્ષીના બલિદાન ચડાવીને માંસાહાર વગેરે થતો એ તુરંત જ નિડરતાથી બંધ કરાવયો.

થોડે સમયે સદગુરુ રામાનંદ સ્વામી ફરીને ગંગાજળા પધાર્યા તે પાલીબાઇએ હરખથી ગુરુદેવને પોતાના ઘરે આદર પુર્વક સન્માન કરીને બે-ચાર દિવસ રોક્યા. રામાનંદ સ્વામી પણ એમનો સદાચાર ને ભકિતભાવ જોઇને ખુબ રાજી થયા. એકદિવસ સ્વામી સવાર મા પુજા કરવા બેઠા હતા એ સમયે સ્વામી લાલજીની મૂર્તિને તુલસીપત્ર અને અક્ષતથી પૂજન કરતા હતા. આ સમયે પાલીબાઇ પણ એ વખતે પુજાના દર્શન કરવા પોતાના પરિવાર સાથે બેઠા હતા. સ્વામી પુજા કરી રહ્યા એટલે પાલીબાઇ સ્વામી ને પંચાગ પૃણામ કરીને બોલ્યા કે ગુરુદેવ, તમારા આશીર્વાદે અમારા પરિવાર મા સત્સંગના નિયમો સહુ પાળે છે. અમો સહુ સર્વ રીતે સુખી છીએ. તમો જેમ તમારી પૂજામાં લાલજીની મુરતીની પુજા કરો છો એવી રીતે અમારે ઘરે લાલજીને દરરોજ પુજન ને થાળ કરવા હોય તો કરી શકીએ? આ સાંભળી ને સ્વામી એમનો મુમુક્ષુ ભકિતભાવ જાણીને અતિ રાજી થતા થકા બોલ્યા કે પાલીબાઇ, તમારા સદગુણો જોઇને મને લાગે છે કે તમે અવશ્ય લાલજીના નિત્યપુજન ના અધિકારી છો, તમોને હુ મારી પુજાના લાલજી આપુ છુ, તમે એમનુ પૃગટ ભાવે દરરોજ પુજન-અર્ચન ને થાળ વગેરે કરજયો. એમ કહીને રાજી થઇને પુજામાંથી લાલજીની મુર્તી પાલીબાઇને આપી.

સદગુરુ રામાનંદ સ્વામી એ જાતે આપેલા લાલજીની પૃત્યક્ષ ભાવે પાલીબાઇએ જીવનભર સેવાપુજા કરી. વખતોવખત વૃત તપ-જપ ને અનુષ્ઠાનો કરીને સદગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદે પાલીબાઇ બૃહ્મસ્થીતીને પામ્યા હતા.

સમયજતા શ્રીહરિ ગાદીએ આવ્યા ને ધર્મધૂરા સંભાળી. પોતાનો ઐશ્વર્ય પૃતાપ દેખાડતા થકા અલીયા-મોડા વગેરે ગામડાઓમાં પધાર્યા હતા તયારે પાલીબાઇ પણ શ્રીહરિ ના દર્શને આવ્યા ને અતિ આગૃહ કરીને પોતાને ગામ ગંગાજળા એમના ઘરે લઇ ગયા. પોતાના દિકરા જલાભાઇ ને પણ શ્રીહરિના ચરણે આશ્રિત કર્યા. શ્રીહરિએ એમની ઓસરી બેસતા થકા ગુરુદેવ રામાનંદ સ્વામીના સંસ્મરણો ને યાદ કરીને ગુરુદેવના લાલજીની અતિશય પૃેમે કરેલ પુજાની ફલશ્રુતિએ ખુબ પ્રસન્નતા વ્યક્ત કરી.

શ્રીહરિએ ક્ષેમકુશળ પુછયા તો પાલીબાઇ કહે કે હે પૃભો એક અરજ છે, મારા દિકરા જલાને કાયમ સારુ તમારા ચરણે સેવા મા સ્વીકારો..! એમ કહીને જલાભાઇને પોતાના હાથે જ શ્રીહરિને સોંપ્યા.

થોડા સમયે પાલીબાઇ સ્વતંત્ર થકા અક્ષરધામમાં સીધાવયા.

એમના દિકરા જલાભાઇ પણ જાણે પુરવના કોઇ તપસ્વી આત્મા હતા તે આજીવન પાર્ષદ દિક્ષાએ રહીને જુનાગઢ મંદિરમા ખુબ સેવા કરતા રહ્યા. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીની અનુવૃતિમાં રહીને આજીવન મંદિરની સેવા કરીને મંદિરમાંજ અક્ષરવાસી થયા.

શ્રીહરિલીલામૃતમા કળશ ૪ વિશ્રામ ૧૩માં આચાર્યપૃવર શ્રીવિહારીલાલજી મહારાજે એમને ચિંતવ્યા છે કે… મોડા ગામ પાસે એક ગામ, ગંગાજળા છે તેનું નામ..! નાત્યે રાવળ તયા બાઇ પાલી, તેને મુર્તિ તે સ્વામીએ આલી…! જલો ભક્ત તે પાલીનો પુત્ર, તેના ઘરમા છે તે મુર્તિ તત્ર..! પાલીબાઇ ને તે પછી જ્યારે, મળ્યા શ્રીસહજાનંદ ત્યારે…! જલાભકતને કરવા ત્યાગી, સોંપ્યા શ્રીહરિને પગે લાગી..!

  • સત્સંગ સ્ત્રી-રત્નમાળામાંથી… 🙇🏻‍♂️🙏